અત્યારે ઘણાબધા લોકોને મુસાફરી દરમિયાન ચક્કર કે ઉલ્ટી આવતી હોય છે તો તેના યોગ્ય ઉપાય માટે અમે તમને સરળ ઉપાય બતાવી બતાવી દઈએ . આ ઉપાય અજમાવવાથી તમને ચક્કર કે ઉલ્ટી નહિ આવે તથા તમારો પ્રવાસ એકદમ સફળ રહેશે.
ઘણીવાર તમને મુસાફરી દરમિયાન ન માત્ર કેટલાક કલાકો પરંતુ ત્રણ-ચાર દિવસો સુધી ચક્કર, ગભરામણ, ઉબકા અથવા ઉલ્ટી જેવી સમસ્યાઓ થાય છે જેને મોશન સિકનેસ કહેવામાં આવે છે.
ખાસ કરીને તમે જયારે બસમાં કે મોટરમાં અથવા તો મોટર સાઈકલ માં જયારે તમે મુસાફરી કરી રહ્યા હોય તે સમયે તમને ચક્કર આવતાની સાથે ઉલ્ટી પણ થતી હોય છે આવી સમસ્યા ખાસ કરીને બાળકો ને સૈથી વધુ થતી હોય છે . તે જયારે પણ મુસાફરીનું નામ સાંભળે એટલે તરત તેમને ગભરામણ થતું હોય છે . તો અમે તેને ઉપાય તમને જણાવી દઈએ .
ઉપાય નંબર ૧ : તમે મુસાફરીના અડધા કલાક પહેલા આદુની જીણી જીણી કટકી કરીને ખવડાવવાથી તેમને ક્યારેય ચક્કર કે ઉલ્ટી નહિ થાય અથવા તો જો તમારી પાસે સુકું આદુ હોય તો એક એક કલાકે જીણી જીણી કટકી ખાવાથી તમને ચક્કર કે ઉલ્ટી ક્યારેય નહીં આવે અને તમારો પ્રવાસ પણ સફળ થશે .
ઉપાય નંબર ૨ : તમે બજાર મળતા થોડા લવિંગ લ્યો અને તેને જયારે પણ તમને એમ લાગે છે કે મને ઉલ્ટી થવાની શક્યતા છે ત્યારે તમે એક લવિંગ લઈને પસી તેને તમારા મોઢામાં મૂકી રાખવાથી તમને આવતી ઉલ્ટી કે ચક્કર આવતા સાવ બંધ થઇ જશે .
ઉપાય નંબર ૩: તુલસીના પાંદડાં ચાવવાથી ઉલ્ટી આવશે નહીં. આ ઉપરાંત એક બૉટલમાં લીંબૂ અને ફુદીનાનો રસ સંચળ નાંખીને રાખો અને મુસાફરી દરમિયાન તેને થોડુક-થોડુક પીતાં રહો.
ઉપાય નંબર ૪: લીંબૂને કાપીને, તેના ઉપર બ્લેક પેપર અને સંચળ છાંટીને ચાટો. તેનાથી તમારું મન ઠીક રહેશે અને ઉલ્ટી થશે નહીં.
આમ ઉપર આપેલા કોઈપણ એક ઉપાય અજમાવશો તો મુસાફરી દરમ્યાન તમને ચક્કર કે ઉલટી નહિ આવે. આ તમામ માહિતી આયુર્વેદિક પુસ્તકો અને ઈંટરનેટના માધ્યમ દ્વારા સંકલન કરવામાં આવી છે.