આપણે ત્યાં ખાસ કરીને ચોમાંચાની શરૂઆત થાય ત્યારથી જ ઉપવાસ અને તહેવારોની વણજાર ચાલુ થઇ જાય છે. આ ઉપવાસનું આપણે ત્યાં ધાર્મિક અને પારંપરિક મહત્વ રહેલુ છે. અષાઢ મહિનામાં મોળાકતથી માંડીને છેક નાવરાત્રી સુધી અનેક ઉપવાસનાં દિવસો આવે છે. જેમાય ખાસ કરીને શ્રાવણ મહિનો ઉપવાસનો મહિનો છે, જ્યાં આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે.
આયુર્વેદિક રીતે ઉપવાસનું મહત્વ શરીરને ડીટોક્સ કરવા માટે, એટલે કે શરીરને સાફ કરવા માટે જરૂરી છે. તો ઘણા લોકો પોતાના ફિટનેસ માટે પણ ડાયેટ ઉપર ઉતરી જાય છે અને ઉપવાસ કરે છે, ઘણા લોકો ઉપવાસમાં ગળ્યું વધારે ખાતા હોય છે જયારે મીઠું ઓછુ ખાતા હોય છે.
આપણા શરીરમાં મીઠાનું ખુબ જ મહત્વ છે, જેટલે બધા લોકો મીઠાનું સેવન કરે છે. આપણે બધા જ ખોરાકમાં મીઠું નાખીને મોટા ભગે ઉપયોગમાં લઈએ છીએ પરંતુ જો ખોરાકમાં ન નાખવામાં આવે તો ખોરાકનો સ્વાદ આવતો નથી. પરંતુ મોળાકતના ઉપવાસમાં સ્ત્રીઓ મીઠા વગરના ખોરાક ઉપવાસમાં લે છે, પરંતુ આ મીઠાનું સેવન કરવું પણ શરીરમાં અનેક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
મીઠું એક સોડીયમ અને ક્લોરાઈડ નામના તત્વનું બનેલું છે, જેમાં સોડીયમ એક પાણીમાં દહલશીલ તત્વ છે જેથી તેથી તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, જયારે ક્લોરીન એક ઝેરી તત્વ છે જે નુકશાન કરી છે. પરંતુ જયારે આ બંને તત્વ ભેગા મળીને ખુબ જ ઉપયોગી તત્વ મીઠું બને છે અને જે ખુબ જ ઉપયોગી થાય છે અને શરીરને ફાયદો કરે છે.
શરીરમાં જો મીઠું ન ખાવામાં આવે તો લોહીમાં સુગરનું લેવલ વધઘટ થઇ શકે છે. ઓછા મીઠાને લીધે શરીરમાં ઇન્સુલીનનું પ્રમાણ ઘટે છે જેના લીધે શુગર શરીરના દરેક કોષ સુધી પહોંચતું નથી. જેના લીધે તે લોહીમાં પડ્યું રહે છે અને તેમાં વધારો થયા કરે છે જેના લીધે ડાયાબીટીસ થાય છે. જેમાં ખાસ કરીને ટાઈપ-2 હાર્ટ અટેક અને સ્ટ્રોક સામેલ છે.
મીઠું ખાવાથી બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે, દરરોજ 2000 મીલીગ્રામ કરતા ઓછુ સોડીયમ ખાવાથી હ્રદયની બીમારીથી મૃત્યુનું જોખમ સંકળાયેલું છે, જેમાં હાર્ટએટેક અને સ્ટ્રોક સામેલ છે. મીઠું ખાવાથી શરીરમાં આ હાર્ટ એટેક નું જોખમ ઘટી જાય છે.
જયારે હ્રદય ફેલ થાય જયારે હ્રદય, બ્લડ અને ઓક્સીજનની જરૂરિયાતને પૂરી કરવા માટે પર્યાપ્ત લોહીને પંપ કરી શકતું નહિ, તેના લીધે હ્રદય ઘણી વખત યોગ્ય રીતે તેનું કાર્ય કરી શકતું નહિ અને કામ કરવાનું બંધ કરી દે છે. આમ જોવામાં આવે તો આ એક ખુબ જ ગંભીર સમસ્યા છે. જેનાથી મૃત્યુનું જોખમ અનેક ગણું વધી જાય છે.
ઓછુ મીઠું ખાવાથી શરીરમાં રેનિન, કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઈડનું સ્તર સામાન્ય લોકોનું તુલનામાં વધારે હોય છે. ઓછા મીઠાવાળા ખોરાકને કારણે LDL કોલેસ્ટ્રોલમાં 4.6 અને ટ્રાઈગ્લીસસરાઈડ 5.9 સુધી વધી શકે છે.’
જે લોકોને ડાયાબીટીસની સમસ્યા હોય, વધારે પ્રમાણમાં આવા લોકોને ઉપવાસ કરવામાં આવે તો વધારે નુકશાન કરી શકે છે. જો તમારા શરીરમાં મીઠાની ઉણપ સર્જાય છે તો તેના લીધે હ્રદયરોગની તકલીફ થાય છે. જો આવા સમયે ડાયાબીટીસના બંને પ્રકારોમાં આ મીઠાના ઓછા સેવનથી મૃત્યુ થવાની સંભાવના વધારે રહે છે.
મગજની અનેક સમસ્યાઓમાં અને માનસિક બીમારીઓમાં પણ મીઠું જરૂરી છે. મગજના અનેક રોગો જેવા કે હાઈપોનેટ્રેમિયા એક એવી સ્થિતિ છે જે બ્લડમાં સોડીયમના નીચા સ્તરને કારણે થાય છે. ઓછુ મીઠું સમગ્ર રીતે શરીરનું જોખમ વધારે છે. ડીહાઈડ્રેશનનાં કારણે જેવા લક્ષણો શરીરમાં જોવા મળે છે જે શરીરમાં સોડીયમની ઉણપને કારણે જોવા મળે છે.
ઘણા ગંભીર કિસ્સામાં માથામાં દુખાવો થવો, કોમા, સીઝર્સનો એટેક વગેરે થાય છે અને જેનાથી મૃત્યુ થવાનું જોખમ વધે છે, અમે આશા રાખીએ કે આ માહિતીના આધાર પર તમે પણ જરૂરીયાત મુજબ શરીર માટે ઉપયોગી તત્વ મીઠાનું સેવન કરશો.
અમે જણાવીએ છીએ કે આપણા શરીરમાં સોડીયમ એક મહત્વ પૂર્ણ ઘટક છે જે મુખ્યત્વે સ્વાસ્થ્ય માટે ખુબ જ આવશ્યક ચ. શરીરમાં સોડીયમનું વધારે હાઈબીપીનું કારણ બને છે. તેથી તેનું સેવન નિયંત્રિત પ્રમાણમાં કરવું જોઈએ. આપણા શરીરમાં પ્રતિદિન લાગ્ભ્ગા 2300 મિલીગ્રામ કરતા ઓછા પ્રમાણમાં મીઠું ખાવું ખુબ જ જરૂરી છે, જ્યારે તેનાથી વધારે પડતા ઓછા પ્રમાણમાં ખાવું પણ નુકશાનકારક છે અને તેનાથી વધારે પ્રમાણમાં ખાવું પણ વધારે નુકશાન કર્તા છે.
આમ, મીઠું કે જેના રામરસ, સબરસ જેવા નામથી આપણે ઓળખીએ છીએ જે શરીરમાં આરોગ્યની દ્રષ્ટીએ ઉપયોગી છે. મીઠું અનેક શરીર સંબંધી અને ખાસ તો હ્રદય સંબંધી સમસ્યાઓ અને સુરક્ષા સાથે સંકળાયેલુ છે જેથી તેનું સેવન કરી લેવું જ હિતાવહ છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.