માથાનો દુખાવો કે અડધા માથાનો દુખાવો, ઘણા બધા લોકોએ જોવા મળે છે. આજના સમયે ખાણી પીણીમાં આધુનિકતા આવી ગઈ છે. જેના લીધે લોકો નીતનવી અનેક વસ્તુઓ આરોગતા હોય છે. આ લીધે તે લોકોએ કોઈને કોઈ ધીમે ધીમે બીમારીઓ આવવાનું શરૂ થાય છે. જેમાં આ માથાના દુખાવાની સમસ્યા મુખ્ય છે.
આજના સમયમાં સતત કામના ટેન્શનના લીધે વ્યક્તિના મગજમાં કામનો બોજ સતત રહે છે. જેના પરિણામ સ્વરૂપ વ્યક્તિના મગજના સતત ટેન્શન રહે છે. આ ટેન્શનના ભારણથી સતત માથું દુખ્યા કરે છે. જોકે આ આજકાલમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. માથાનો દુખાવો સતત રહેવાના કારણે વ્યક્તિને કામ પર પણ બરાબર મન લાગી શકતું હોતું નથી.
આ સમસ્યાનો વહેલી તકે ઈલાજ કરવો જોઈએ. આ માથાના દુખાવાને લીધે માથા ગંભીર અસર થઈ શકે છે. આ સમસ્યાથી શરીરમાં પણ તેની ખાસ અસર થઈ શકે છે. જો કે આ દુખાવો થોડા આયુર્વેદિક ઉપચારો કરવાથી પણ મટી જાય છે. આ માથાનો દુખાવો દૂર કરવા માટે થોડા ઘરેલું ઉપચારો પણ છે કે તમને રાહત અપાવી શકે છે.
આ માથાના દુખાવાનો ઈલાજ અનેક રીતે આપણે ત્યાં ઉપલબ્ધ પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે. આ જેમાં એક્યુપ્રેસર, આયુર્વેદ, નેચરોપેથી, યોગા અને કસરત દ્વારા આ ઈલાજ કરી શકાય છે. જેમાંથી મોટા ભાગના લોકો આપણી પરંપરાગત પદ્ધતિઓને ભૂલીને આજે લોકો એલોપેથી પર ઉતર્યા છે, જે શરીરમાં માથાના દુખાવાને મટાડે છે સાથે બીજી ઘણી આડ અસર પણ કરી જાય છે. જેના પરિણામ સ્વરૂપ આપણને આ ઘણી બીજી બીમારીઓ પણ ક્યારેક લાગી જાય છે.
માથાનો દુખાવો થવાનું મુખ્ય કારણ તણાવને માનવામાં આવે છે. હકીકતમાં આ આ માંસપેશીઓમાં થતા તણાવ અને થાકના અનુભવને લીધે થતા દુખાવાને મટાડવા માટે રોજ ઓછામાં ઓછુ 15 મિનીટ સુધી નેક સ્ટ્રેચ અને શોલ્ડર સ્ટ્રેચ જેવી એકસરસાઈઝ કરવી જોઈએ. જેનાથી માથાના દુખાવામાં રાહત મળી શકે છે. આ કસરતો મગજના ભારને હળવો કરે છે.
આ સિવાય માથાના દુખાવાને મટાડવા માટે ખભા ઊંચા કરીને 5 સેકંડ સુધી આ સ્થિર રાખો. આ પછી રીલેકસ થઈ ને ખભા નીચે લાવો. આ પ્રક્રિયા વારંવાર કરતી રહેવી. આ કસરત કર્યા બાદ થોડો સમય આરામ કરો. સ્ટ્રેચ વચ્ચે 2 થી 5 મીનીટનો રીલેક્સ ટાઈમ જાળવો. શોલ્ડર સ્ટ્રેચની સાથે નેક સ્ટ્રેચ કરવાથી પણ ખુબ જ ફાયદો થાય છે.
આ સિવાય જયારે વધારે પડતો માથાનો દુખાવો જણાય તો માથામાં ફેલાયેલી રક્ત વાહિનીઓના કારણે થાય છે. આનાથી રાહત મેળવવા માટે તમે આઈસ પેકનો ઉપયોગ કરો અને તેને કાન પટ્ટી પર લગાવો. જેનાથી માથાના દુખાવામાં રાહત મળીં શકે છે.
ફુદીનાના પાનમાં મેન્થોલ અને મેથોન હોય છે, જયારે આ તમારી ત્વચાને સ્પર્શ કરે છે ત્યારે ઠંડકનો અનુભવ થાય છે. ફુદીના પાનને વાટીને તેની પેસ્ટ બનાવીને માથાના ભાગમાં લગાડવાથી માથાના દુખાવામાં ઘણી હદે રાહત આપવામાં ઉપયોગી નીવડે છે. જે એક શીતળતાનો અનુભવ કરાવે છે. તેમજ માથાના દુખાવામાં ઝડપથી રાહત અપાવે છે.
આદુ માથાના દુખાવાથી છુટકારો અપાવવા માટે શ્રેષ્ઠ છે. આદુને છીણી નાખીને તેને ખારણીમાં નાખીને ખાંડી લો. આ પછી આ આદુને વાટીને આ પેસ્ટને પાણીમાં ભેળવી લો અને તેમાં લીંબુનો રસ નાખી દો. આ પછી તેને નવશેકું ગરમ કરી લો. આ રીતે લીંબુ યુક્ત હુંફાળું પાણી પીવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. ઘણા લોકો માથાનો દુખાવો થાય ત્યારે આ રીતે લીંબુ સરબતનો ઉપયોગ માથાના દુખાવામાં ખુબ જ કારગર છે.
લવિંગ પણ માથાના દુખાવાનાં ઈલાજમાં લવિંગને પણ એક ઉપયોગી ટોનિક માનવામાં આવે છે. લવિંગને વાટીને તેનો પાવડર બનાવીને અ પાવડર એક પોટલીમાં બાંધીને માથા પર લપેટી દેવી. આ સિવાય લવિંગનો પાવડર ભૂકો કરીને તેને સુંઘવાથી પણ આ માથાના દુખાવામાં ઘણી ખરી રાહત થઇ જાય છે. તુલસીના પાનને પાણીમાં નાખીને તેનો નાશ લેવાથી તતુલસીના પાનમાં રહેલી સુગંધ નાકથી સીધી જ મગજ ઉપર અસર કરે છે. જેના ફળ સ્વરૂપે માથાનો દુખાવો ધીરે ધીરે થઈને ઓછો થઇ જાય છે.
આમ, આ માથાના દુખાવાને દૂર કરવા માટે આ બધા જ ઉપચાર ખુબ જ ઉપયોગી છે. આ ઉપચાર કરવાથી મગજને શાંતિ મળે છે. જેનાથી માથાનો દુખાવો મટી જાય છે. આ ઉપચારો આયુર્વેદ, યોગ અને કસરત પણ આધારિત હોવાથી તેની કોઈ આડઅસર પણ થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.