પથરીનો દુખાવો ઘણા લોકોને રહેતો હોય છે. જેમાં દર્દીને અસહ્ય દુખાવો થાય છે અને પેશાબ કરવામાં તકલીફ પડે છે. આ દુખાવાને લીધે દર્દી ક્યારેક ઊંઘ પણ ન લઇ શકે તેવી તકલીફ પડે છે. આ દુખાવાથી દર્દીને ઘણી બધી દવાઓ કરવી પડે છે છતાં જ્યાં સુધી દવાઓની અસર રહે ત્યાં સુધી દુખાવો શાંત રહે છે અને પછી ફરી વખત દુખાવો ચાલુ થઈ જાય છે. જેમાં છેવટે દર્દી કંટાળીને ઘણો બધો ખર્ચો કરીને ઓપરેશન કરવા તૈયાર થઇ જાય છે.
પરંતુ આપણા આયુર્વેદમાં એવી ઘણી બધી જડીબુટ્ટીઓ આપવામાં આવી છે, જે પથરીના દુખાવાને કાયમી મટાડી શકે છે. પરંતુ આપણે આવી ચમત્કારીક ઔષધિઓ વિશે જાણતા હોતા નથી. આયુર્વેદિક આવી જડીબુટ્ટીઓ જાણીતા વૈધ લોકો પાસે હોય છે, જે પોતાના અનુભવો પરથી આ રીતે ઈલાજ કરે તો થોડા જ સમયમાં પથરીનો દુખાવો કાયમી મટી જાય છે.
કીડની કે મૂત્રાશયમાં પથરી થવાનું કારણ આયુર્વેદ અનુસાર આપણા શરીરમાં આવેલા ત્રણ દોષોમાંથી વાયુ દોષ મૂત્રાશયમાં આવેલા શુક્ર કોષો સહીત મૂત્રને અને પિત્ત સાથે કફને સુકવી દે છે. આ પથરી જયારે પેશાબના માર્ગમાં આવે છે ત્યારે પેશાબ કરવામાં તકલીફ કરે છે. પેશાબ બરાબર આવી શકતું નથી અને અસહનીય પીડા થાય છે. જેના લીધે પેટની આસપાસ બધી જ જગ્યાએ દુખાવો થાય છે.
પથરી કીડનીમાં આવેલા જીણા જીણા બારીક સુક્ષ્મ કણોમાં કેલ્શિયમના ક્ષારો, યુરિક એસિડના ક્ષારો વગેરે ભેગા થવાથી ત્યાં પથ્થર જેવો ટુકડો થાય છે જેને પથરી કહેવામાં આવે છે. જે પથરી થવામાં ક્ષાર વાળું પાણી, ઓછા પ્રમાણમાં પાણી પીવાથી, યુરીનમાં કેમિકલની માત્રા, શરીરમાં મિનરલ્સની ઉણપ, ડીહાઈટ્રેશન, વિટામીન ડીનો વધારો અને જંકફૂડ નો વધારો વધારે કારણે પથરી થાય છે.
ગુજરાતમાં એક દાદા સાવ નિશુલ્ક રીતે પથરીનો ઈલાજ છે. જે રીતે તેઓ ચૂર્ણ આપે છે તેનું સેવન કરવાથી માત્ર 3 દિવસમાં પથરી ભુક્કો થઈને પેશાબના માર્ગેથી બહાર નીકળી જાય છે. આ દાદા જે ઈલાજ કરે છે તેને અકસીર ઈલાજ માનવામાં આવે છે.
આવા દાદા આખા ગુજરાતમાં કચ્છથી લઈને ડાંગ સુધી પથરીના અકસીર ઈલાજ માટે એટલા બધા પ્રખ્યાત છે કે ડોકટરો પણ પોતાની દવાથી નહિ મટતી પથરી માટે આ દાદાનું સરનામું અને નંબર આપી છે. આ દાદા દર્દીને એક ચૂર્ણ આપે છે જે ચૂર્ણ સેવન કરવાથી પથરી ગાયબ થઇ જાય છે. અત્યાર સુધીમાં તેમણે હજારો લોકોને આ રીતે પથરીના દર્દમાંથી ઉગાર્યા છે.
આ વ્યક્તિનું નામ છે ભૂરાભાઈ અંબાલાલ પટેલ ગોઠી. તેઓ ગુજરાતના કચ્છ જીલ્લામાં આવેલા અંજાર તાલુકામાં આવેલા જૂની દુધઈ ગામમાં રહે છે. તેમણે છેલ્લા થોડા વર્ષોમાં 5 હજાર કરતા વધારે લોકોની પથરી તેમણે બનાવેલા આ પાવડરથી મટાડી ચુક્યા છે.
ઘણા સમયથી તેઓ કોઈપણ પ્રકારના રૂપિયા લીધા વગર પથરીનો ઈલાજ કરી રહ્યા છે. જેમને પોતાનો મોબાઈલ નંબર સોશિયલ મીડિયામાં મુકેલો છે. જેનો સંપર્ક કરીને લોકો આ પથરીના ઈલાજ માટે આ છેવાડાના ગામડા સુધીના લોકો આવે છે. જેમને આપેલા નંબર 9979324971 પર તમે સવારે 8 થી 12 અને સાંજે 4 થી 8 સુધીમાં સંપર્ક કરી શકો છો.
તેમણે આપેલી દવાનું એટલે કે પાવડરનું તમારે ત્રણ દિવસ સુધી દિવસના સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય ટાઈમ લેવાનો છે. તેમણે બતાવેલી દવા ખાવાની રીત પ્રમાણે આપેલી દવાના 9 સરખા ભાગ કરી લેવા. આ રીતે 9 પડીકી બનાવી લેવી અને એક દિવસમાં ત્રણ પડીકી સવાર, બપોર, સાંજ પાણી સાથે ફાકી જવી. જો ફાકતા ન ફાવે તો પાણી સાથે મિક્સ કરીને હલાવીને પણ પી શકાય છે. આ દવાના સેવન માટે સાદા માટલાના પાણીનો ઉપયોગ કરવો. સવારે દવા ખાધા પછી અડધો કલાક રહીને ભોજન કરી શકાય. આ રીતે જમ્યા પહેલા આ દવાનું સેવન કરવું. જેથી પથરી ભુક્કો થઈને નીકળી જાય પછી આ દવા ન લેવી.
આ રીતે ત્રણ દિવસ સુધી આ પાવડર લેવાથી મોટામાં મોટી પથરી પણ ભુક્કો થઈને શરીરની બહાર નીકળી જાય છે. જો કે વધુ મોટા પ્રમાણમાં પથરી હોય તો 6 દિવસની અંદર ચોક્કસ નીકળી જાય છે.
તેઓની આ દવા આપવાની સેવા સાવ નિશુલ્ક છે. પરંતુ તેની તેઓ આ દવા બનાવવાની માહિતી કે રીત કોઈને જણાવતા નથી. આ બાબતે તેઓ જણાવે છે કે ઘણા વર્ષો પહેલા તેમને આ દવા બનાવવાની રીત આણંદમાં આવેલા એક મહાત્મા પાસેથી શીખી હતી. આ દવા બનાવતા શીખવાડવા મહાત્માએ આ ભુરાભાઈ પટેલ પાસે બે શરતો મૂકી હતી. જેમાં પ્રથમ શરત એ મૂકી હતી કે આ દવા બધા લોકોને મફતમાં આપવી અને બીજી શરત એ હતી કે કોઈને પણ આ દવા બનાવવાની રીત ન જણાવવી. જેનું તેઓ કડકપણે પાલન કરી રહ્યા છે.
આ ભૂરાભાઈ ની દવા લીધા બાદ જે લોકોની પથરી નીકળી ગઈ હોય તેવા લોકો ભૂરાભાઈનો ઘરે આવીને કે ફોન કરીને આભાર માની રહ્યા છે. અત્યાર સુધીમાં ભૂરાભાઈએ 350 થી વધારે કુરીયર દ્વારા અલ્હાબાદ, જયપુર, દિલ્હી, ફરીદાબાદ, મુઝ્ઝફર નગર જેવા શહેરો સુધી આ દવા મોકલી છે. જોકે કોઈ કારણસર લોકો કુરિયર મંગાવીને વેચવા લાગ્યા હોવાથી અત્યારે કુરિયર સેવા બંધ કરેલ છે અને તમારે ફરજીયાત પથરીનો રીપોર્ટ કરાવીને ભૂરાભાઈ પટેલ પાસે પોતાના ગામ દુધઈ જવું પડે છે. જ્યાં તમારો રીપોર્ટ જોઈને એ પ્રમાણમાં દવા આપે છે. જેનાથી પથરી ઓગળીને નીકળી જાય છે અને કોઈ આડઅસર પણ થતી નથી.
આમ, સેવાકીય પ્રવૃતિના ભાગ રૂપે ભૂરાભાઈ તેમના વતનમાંથી દવા આપી રહ્યા છે. જો તમને પથરીની તકલીફ હોય તો તમે જરૂર ભૂરાભાઈની મુલાકાત લેજો. તમારી પથરી જરૂર નીકળી જશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમને ઉપયોગી થાય તેમજ બીજા લોકોને ફાયદો થાય તે માટે વધુમાં વધુ લોકો સુધી પહોચાડજો. જેથી કરીને પથરીની પરેશાન લોકો આ સેવાનો લાભ લઈ શકે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.
Mere ko charbi kam karni hai
Good job dada