કોરોના કાળમાં હ્રદયને હેલ્ધી રાખવું સૌથી મહત્વની બાબત બની ગઈ છે. કારણ કે કોરોનામાં વાયરલ ઇન્ફેકશન લાગવાથી અને ફેફસામાં કફ જામી જામી જવાથી ફેફસાં નબળા પડી જાય છે. ફેફસાની કાર્ય ક્ષમતા ઘટે છે. શ્વાસ લેવામાં પણ તકલીફ રહેતી હોય છે. જેના લીધે લોહીનું શુદ્ધિકરણ બરાબર થઈ શકતું નથી અને લોહી જાડું થઈ જાય છે.
જો આ લોહીને પાતળું ન કરવામાં આવે તો હાર્ટએટેકની સમસ્યા થાય છે. માટે હાલના સમયે ઘણા લોકો કોરોનામાં રીકવર થયા પછી પણ લોહી જાડું રહેવાના કારણે હાર્ટએટેક થઈને મૃત્યુ પામતા હોય છે. માટે કોરોનામાં હાર્ટએટેકનો દર કોરોનાના કારણે વધી ગયો છે. આવા સમયે આપણે આ વ્યક્તિ કોરોનાથી ડરીને મૃત્યુ પામ્યા છે તેવું માની લઈએ છીએ. પરંતુ આવું જરાપણ નથી.
ફેફસામાં ઇન્ફેકશનના કારણે હ્રદય અને ફેફસાની નસો ઢીલી પડે છે અને નબળી પડે છે. હ્રદયમાં લોહી જામવાની પ્રક્રિયા વધી જાય. જે લોકો પહેલાથી જ કોલેસ્ટ્રોલથી પીડાઈ રહ્યા છે. જેમનું કોલેસ્ટ્રોલ વધારે છે તે લોકોને સૌથી વધારે અસર થાય છે.
હાઈ બીપી અને લો બીપી ધરાવનાર લોકોને સૌથી વધારે અસર થાય. ડાયાબીટીસ ધરાવનાર લોકોને સૌથી વધારે અસર થાય છે અને હાર્ટએટેકના કારણે મૃત્યુ થાય છે. આ તમામ પ્રકારની સમસ્યા હોય તો તેના માટેનો ઘરેલું અસરકારક ઉપાય છે. જે સચોટતાથી આ સમસ્યાને દુર કરી શકે છે.
જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો આ પ્રયોગ તમે કરી શકો છો. આ માટે ચારથી પાંચ લસણની કળી લેવી. એક ડુંગળીનો ગાંઠિયો લેવો. આ બંને વસ્તુને વ્યવસ્થિત પીસી લેવી. જો તમને ડાયાબીટીસ ન હોય તો તેમાં એક ચમચી મધ ઉમેરીને આ વસ્તુનો રસ પી જવો.
આ પ્રયોગ કરવાથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ ઘટશે. હ્રદયની અંદર કે બ્લોકેજ છે જે ઓછી છે અને આના કારણે લોહી જામવાની પ્રક્રિયા છે તે ઓછી થઈ જશે. લોહી પાતળું થશે એટલે નસોમાં જે લોહી અવરજવર થવું જોઈએ તે સારી માત્રામાં થશે. જેના લીધે હાર્ટ એટેકના કારણે થતું મૃત્યુથી આપણે બચી શકીશું.
ડાયાબીટીસના દર્દીઓ પણ દૂધીનું જ્યુસ પીવાનું ચાલુ કરશે તો તે લોકો પણ હાર્ટએટેકથી બચી શકશે. આ ઉપરાંત જે લોકોનો વજન વધારે છે, જે હાર્ટની સમસ્યાના પહેલાથી જ દર્દી છે. હ્રદયના રોગોની સમસ્યાથી પરેશાન છે તેવા લોકો સવારે ઉઠીને ખાલી પેટ એક લસણની કળી ખાવી જોઈએ. આનાથી કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલ થાય છે.
આ પ્રયોગથી હ્રદયને લગતી કોઇપણ બીમારી છે તો તે ઠીક થાય છે. આ ઉપરાંત વધારે વજન હોય તો જીરું વાળું પાણી પી શકો છો. અજમા ખાઈ શકો છો. દુધી અને ફુદીનાનો જ્યુસ પણ પી શકો છો. આ બધી જ વસ્તુઓ લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે.
આ ઉપરાંત શરીરમાં લોહીની માત્રા વધારવા માટે, હિમોગ્લોબીનને વધારવા માટે એક ગાજર અને એક બીટ લઈને આ બંને વસ્તુઓનો જ્યુસ બનાવીને પી શકાય છે. આ પ્રયોગથી શરીરમાં લોહીની માત્રા વધે છે. અને આ સમયે હાર્ટ એટેકના કારણે મૃત્યુથી તમે બચી શકો છો.
આ ઉપાય ઘરે રહીને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડીને હાર્ટએટેકની સમસ્યાથી બચી શકાય. જો તમને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય તો જ્યાં સુધી લોહી પાતળું ન થાય ત્યાં સુધી સારવાર લેવી જોઈએ. જે મેડીકલ સારવારથી પણ લોહીને પાતળું કરી શકાય છે. જેમાં નાભિ ફરતે સવાર અને સાંજ એક એક એમ પાંચ ENOXAROM-60 નામના પાંચ ઈન્જેકશન લઈને ત્રણ દિવસમાં લોહીને પાતળું કરી શકો છો. જેનાથી હાર્ટએટેકનું જોખમ ઘટી જાય છે.
આ સિવાય ફેફસા માટેના યોગ અને પ્રાણાયામ કરીને ફેફસાને શુદ્ધ કરીને ફેફસાને બચાવી શકો છો. તમે આ ઉપાય કરીને હાઈ બીપી અને લો બીપીની સમસ્યાને ઠીક કરી શકો છો. જેનાથી ફેફસા વ્યવસ્થિત કાર્યરત રહી શકે છે અને લોહી વ્યવસ્થિત શુદ્ધ થઈને પાતળું થઈ શકે છે.
આ સિવાયને લોહીને પાતળું કરવા માટે અર્જુનની છાલ અને તજની છાલનો ઉકાળો પીવો. આ ઉકાળાને 400 ગ્રામ પાણીમાં ઉકાળો અને ઉકાળતા ઉકળતા જ્યારે તેંમાંથી 100 ગ્રામ વધે ત્યારે તેને હુંફાળું કરીને પીવો.
આદુ લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે. આદુમાં એસીટાઈલ સેલીસીટેડ એસીડ હોય છે. જે સેલીસીટેડથી ઉત્પન્ન થાય છે. જેને એસ્પીરીન પણ કહેવામાં આવે છે. આ સ્ટ્રોકને રોકવા માટે ઉપયોગી છે. આ સેલીસીટેડ લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે. આ સિવાય આદુમાં સોજો ઓછો કરીને માંસપેશીઓને આરામ આપવાના પણ ગુણ હોય છે.
લસણમાં એવા ગુણ હોય છે જે ફ્રી રેડીક્લને નાશ કરવા માટે ઉપયોગી હોય છે. લસણ બ્લડપ્રેસરને પાતળું કરીને લોહીને પાતળું કરવા માટે પણ ઉપયોગી છે. જેનાથી લોહીના પ્રભાવમાં સુધારો થાય છે.
જયારે માછલીમાં ઓમેગા-3 ફેટીએસીડ, EPA તથા EHA હોય છે. જેમાંથી લોહીને પાતળું કરવાના ગુણ મળી આવે છે. EPA તથા EHA લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. માછલીના તેલનું સેવન કેપ્સુલની જેમ કરી શકાય છે. એટલા માટે માછલીનું તેલ લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે.
કેયન લાલ મરચામાં લોહીને પાતળું કરવામાં ઉપયોગી છે. કેયન લાલ મરચામાં લોહીને પાતળું કરવા માટે ઉચ્ચ માત્રામાં સેલીસીટેડ હોય છે. આ મરચું લોહીને પાતળું કરવા માટેના ગુણ હોય છે માટે આ મરચાને ખાવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. તે લોહીને પાતળું કરવાની સાથે બ્લડ પ્રેસરને ઘટાડવા માટે પણ ઉપયોગી છે. સાથે બ્લડ પ્રેસરને પણ સામાન્ય રાખે છે.
આમ, આ ઉપરોક્ત ઉપચાર કરીને તમે લોહીને પાતળું રાખી શકો છો. આ ઉપચાર કરવાથી લોહી કુદરતી રીતે પાતળું થાય છે. આ ઉપાય સાવ ઘરેલું વસ્તુઓ દ્વારા કરી શકાય છે. માટે કોઈ વધારે પડતા ખર્ચ કરવાની પણ જરૂરીયાત રહેતી નથી. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે માટે ખુબ જ ઉપયોગી થાય અને લોહીને પાતળું પાતળું કરી શકો.
મિત્રો માહિતી સારી અને ઉપયોગી લાગી હોય તો દરેક લોકો સૂધી આ માહિતી શેર કરીને પહોચાડવા વિનતી છે.