લીવર આપણા શરીરનું ખુબ જ અગત્યનું અંગ છે. જયારે શરીરમાં કોઈ ઝેર પ્રવેશ કરે તો તેની સૌથી પહેલી અસર લીવર પર થાય છે. લીવર શરીરને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. જયારે શરીરમાં ઝેરનું પ્રમાણ વધે તો આપણને કમળો થાય છે. જયારે જો આ ઝેરને યોગ્ય સમયે કાઢી નાખવામાં આવે તો લીવરની બીમારીઓ દૂર થાય છે. જો લીવરમાંથી ઝેરને કાઢવામાં આવે તો કમળામાંથી કમળી થઈને લીવર ફાટી જાય છે અને માણસનું મૃત્યુ થાય છે.
આ માટે નિયમિત રીતે લીવરની સફાઈ કરી શકે તેવા ખોરાક અને ઉપચારો કરવા જોઈએ, કોઈ વધારે ઝેરી વસ્તુ ભોજનમાં ખાઈ જવાથી કે રસાયણનો છંટકાવ કરતા ઝેર ચડી જાય, તેમજ વધારે પ્રમાણમાં દારૂ અને આલ્કોહોલ સેવનથી પણ લીવર ખરાબ થઇ શકે છે અને બીજી લીવર સંબંધી બીમારીઓ થાય છે. લીવરને ગુજરાતીમાં યકૃત પણ કહેવામાં આવે છે. અમે આ આર્ટીકલમાં લીવરની સફાઈ કરવાના ઉપાયો બતાવી રહ્યા છીએ.
સફરજનનો વિનેગાર લીવરની સફાઈ માટે ખુબ જ ઉપયોગી છે. સફરજનનો વિનેગાર દરરોજ ભોજન સાથે લેવાથી કે પીવામાં લેવાથી લીવર સાફ અને શુદ્ધ થાય છે. સફરજનનો સરકો એટલે કે એપલ સાઈડ વિનેગાર આપણા શરીરના શુદ્ધિકરણ માટે ખુબ જ અગત્યનો રોલ ભજવે છે.
સુકી કાળી દ્રાક્ષ પણ લીવરની સફાઈ માટે ઉપયોગી છે. 2 કપ પાણી ઉકાળીને તેમાં 150 ગ્રામ સુકી કાળી દ્રાક્ષ નાખી દો. સવારે તેને ગાળીને હળવું ગરમ કરીને ખાલી પેટ પી લો. તેનું સેવન કર્યા બાદ અડધી કલાક બાદ નાસ્તો કરો. જેનાથી લીવર અને કીડની સાફ થઈ જાય છે.
મધ અને પાણી પાણી લીવરને શુદ્ધ કરી શકાય છે. દરરોજ ખાલી પેટ બે ચમચી મધ પીવાથી શરીરનું શુદ્ધિકરણ થાય છે. ગરમ પાણીમાં બે ચમચી મધ ભેળવીને ખાવાથી શરીરમાં ખુબ જ ફાયદો થાય છે. મધમાં ભેળવેલું પાણી આપણા શરીરમાં ખુબ જ લોહી અને લીવરની અન્ય તકલીફો પણ દુર થાય છે.
હળદર પણ લીવરને ડીઓક્સીફાઈટ કરવામાં ઉપયોગી છે. હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ખરાબ થયેલા લીવરને તેજીથી ઠીક કરે છે. સાથે હળદર લીવર સાથે જોડાયેલી અન્ય બીમારીઓને પણ ઠીક કરે છે.
કોથમીર શરીરની પાચન શક્તિ માટે ખુબ જ ઉપયોગી છે, જે ભોજનને જલ્દી પચાવવાનુ કાર્ય કરે છે જેના લીધે લીવર પર વધારે બોઝ પડતો નથી અને લીવર બરાબર કાર્ય કરે છે. સાથે તે ધાણા અને ફૂદીનાનું સેવન કરવાથી લીવર શુદ્ધ થાય છે.
દૂધી લીવરના શુદ્ધિકરણ માટે ખુબ જ ઉપયોગી છે. તે લીવરમાં સોજો અને વધેલા લીવરના આકારને ઓછો કરવા માટે પણ ઉપયોગી છે. દુધીમાં વિટામીન એ અને સી હોય છે સાથે મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ડાયટરી ફાઈબર જેવા મિનરલ્સ હોય છે જેનાથી લીવર શુદ્ધ થાય છે. લીવરમાં રહેલા ઝેરી પદાર્થોને પણ દુધી દ્વારા દુર કરી શકાય છે. દુધીને છીલીને કટકા કરીને તેને મિક્સરમાં નાખીને જ્યુસ બનાવી તેને ગાળી લઈને તેમાં હળદર, લીંબુ અને મીઠું નાખીને પીવાથી લીવર શુદ્ધ થાય છે.
લસણનું સેવન પણ લીવર માટે અતિ ઉત્તમ છે, લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણોની સાથે બીમારીઓથી બચાવી રાખવામાં પણ ઉપયોગી છે. સવારે કાળી પેટ 5 કલીપ ખાઈ જવાથી અને ઉપરથી બે ગ્લાસ પણ પીવાથી લીવર સાફ રહે છે. આ ઉપાય 30 દિવસ સુધી સતત કરવાથી લીવર સંબંધિત બધી જ બીમારીઓ દુર રહે છે.
લીંબુ એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર હોય છે. એક કાગજી લીંબુ લઈને તેના બે ટુકડા કરી લેવા અને તેમાંથી બીજ કાઢીને તેને કાપ્યા વગર અલગ અલગ ભાગમાં એક ભાગમાં કાળા મરી, બીજા ભાગમાં સિંધવ મીઠું, ત્રીજા ભાગમાં સુંઠનું ચૂર્ણ અને ચોથા ભાગમાં ખડી સક્ર ભેળવીને રાત્રે એક પ્લેટમાં મૂકી દો. સવારે ભોજનના એક કલાક પહેલા આ લીંબુને તવા પર કે હળવી આંચ પર ગરમ કરીને સૂચી જવાથી લીવર શુદ્ધ થાય છે.
જાંબુની ઋતુમાં 200-300 ગ્રામ પાકેલા જાંબુડાનું સેવન કરવાથી લીવરની ખરાબી દુર થાય છે. જાંબુના શરીરના શુદ્ધિ કરણ કરવાના ગુણ હોય છે. જે વિવિધ રીતે શરીરને ડીટોકસીફાઈ કરે છે. શરીરમાં વિવિધ પ્રકારના ખરાબીમાં લીવરની તકલીફ થાય ત્યારે સવારે ખાલી પેટ જાંબુનું સેવન કરવાથી ફાયદો થાય છે. જાંબુડાના ઠળિયાના ચૂર્ણનું સેવન કરવાથી લીવર શુદ્ધ અને ચોખ્ખું થઈ જાય છે.
દ્રાક્ષમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ સાથે દ્રાક્ષ, સંતરા, લીંબુ જેવા ખાટા ફળ યકૃતની પ્રાકૃતિક સફાઈ કરવામાં ઉપયોગી છે, લીવરમાં ઝેરી તત્વો વધી જવાથી તેને દુર કરવા માટે એન્જાઈમનું ઉત્પાદન વધારે છે. આ માટે તમે એક નાના ગ્લાસમાં તાજો કાઢેલો દ્રાક્ષનો રસ સેવન કરવાથી ઝેરી તત્વો બહાર નીકળીને લીવર શુદ્ધ થઈ જાય છે.
ગાજર અને આમળાનું જ્યુસ લીવરની સફાઈ કરીને લીવરને શુદ્ધ કરે છે. 150 મિલી ગાજરનું જ્યુસ અને 20 મિલી આમળાનું જ્યુસ તેમજ તેમાં મીઠું નાખીને આ જ્યુસનું સેવન કરવાથી લીવરને ડીટોકસીફાઈ કરવામાં મદદ મળે છે. આ ઉપાય એક અઠવાડિયા સુધી કરવાતી 1 અઠવાડિયામાં લીવરમાં સોજો આવી ગયો હોય તો પણ દુર થાય છે. કારણ કે લીવરમાં ઝેર વધી જાય તો સોજો આવે છે જયારે આ ઝેરનો નસ જ્યુસથી થાય છે જેના લીધે સોજો પણ ઉતરે છે, આમ આ જ્યુસ લીવરની સફાઈ માટે ઉપયોગી છે.
ગ્રીન ટી એન્ટી ઓક્સીડેંટ તત્વો ધરાવે છે. જે કેટેચીન યોગિકના રૂપમાં જાણવામાં આવે છે. તે લીવર એટલે કે યકૃતના રોગને ઠીક કરવા માટે ઉપયોગી છે. સાથે તે લીવરને શુદ્ધ પણ કરે છે. ગ્રીન ટીને દરરોજ સેવન કરવાથી લીવર શુદ્ધ રહે છે. જેમાં લીવરના શુદ્ધિકરણમાં ઉપયોગી થાય છે.
સિંહપર્ણીમાં લીવરની સફાઈ કરવાના ગુણ હોય છે. માટે લીવરને સ્વસ્થ રાખવામાં કરવામાં આવે છે. સિંહપર્ણીમાં હેપોટોપ્રોટેકટીવ પ્રભાવ હોય છે, જે લીવરને સ્વસ્થ રાખવાનું અને તેની સાથે જોડાયેલી બીમારીઓને અટકાવવામાં ઉપયોગી છે. શરીરને શુદ્ધ કરવાના ગુણને કારણે તે લીવરની સફાઈ પણ કરે છે.
પાલક અને બીટનું જ્યુસ લીવરની સફાઈ કરે છે. આ જ્યુસમાં પાલકના પાંદડાનું 100 મિલી જ્યુસ અને 30 મિલી બીટનું જ્યુસ અને તેમ એક ચપટી જેટલા કાળા મરી ભેળવી દો. ભોજન બાદ દરરોજ આ જ્યુસના મિશ્રણનું સેવન કરવાથી લીવર ઠીક થાય છે. સાથે લોહી પણ શુદ્ધ થાય છે અને લોહીમાં વધારો અને લોહીની ઉણપ પણ દુર થાય છે. જેથી લીવરને શુદ્ધ કરવામાં સહાયતા મળે છે.
તકમરિયા શરીરની સફાઈ કરવા માટે ખુબ જ ઉપયોગી છે, શરીરમાં ઘણા બધા જ પ્રકારના ઔષધીય ગુણ હોય છે જેના પરિણામે તે શરીરનું શુદ્ધિકરણ કરવાનું કાર્ય કરે છે. તકમરિયામાં ફાઈબર હોય છે જે આંતરડાની સફાઈ માટે ઉપયોગી છે. સાથે તે લીવરની સફાઈ પણ કરે છે.
એવોકેડો લીવરના શુધ્દ્ધ કરવાના ગુણ ધરાવે છે. આ એક પ્રકારનું સુપર ફૂડ છે જે પોષકતત્વોથી ભરપુર છે જે ગ્લુટાથીઓનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે અમે જે એક એવો પદાર્થ છે લીવરમાં આવેલા ઝેરી તત્વોને કાઢીને લીવરની સફાઈ કરવાનું કાર્ય કરે છે.
અખરોટ પણ લીવરની સફાઈમાં ઉપયોગી છે. અખરોટમાં એમીનો એસીડ આવેલો હોય છે અબે લીવરમાંથી એમોનીયાને બહાર કાઢે છે અને લીવરને ડીટોકસીફાઈ કરે છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસીડ અને ગ્લુટાથીઓન હોય છે જે લીવરની સફાઈ કરે છે.
જેતુન તેલ દ્વારા લીવરને સાફ કરી શકાય છે. જૈતુનને તેલને ઓલીવ ઓઈલ કહેવામાં આવે છે. જે લીવરની સફાઈમાં ઉપયોગી માનવામાં આવ્યું છે. જે એક પ્રકારે લીપીડ આધાર પ્રદાન કરે છે જેનાથી શરીરની સહાયતા કરીને લીવરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે તેમજ અંદર લીવરમાં ઝેરી પદાર્થોનું શોષણ થતું અટકાવે છે.
પપૈયું બધી જ જગ્યાએ મળી રહેતું હોય છે. પપૈયાને જ્યુસના રૂપમાં પણ પી શકાય છે. જે શરીર ને હાઈડ્રેટ રાખવાનું કાર્ય કરે છે. સાથે શરીરમાં લીવર સફાઈ કરવાનું પણ કાર્ય કરે છે તેમજ લીવરને મજબૂતાઈ આપે છે. અઠવાડિયામાં બે વખત પપૈયાની સેવન કરવાથી લીવર સાફ રહે છે.
બ્લેકબેરી લીવરની સફાઈમાં અગત્યનો ભાગ ભજવે છે. આ ફળમાં એન્ટીઇન્ફ્લેમેટ્રી ગુણ હોય છે. તેનો સૌથી વધારે ઉપયોગ સોજાને રોકવામાં કરવામાં છે સાથે તે લીવરના સોજાને રોકવામાં પણ ઉપયોગી છે. જે લીવરમાં રહેલા ઝેરી તત્વોની સફાઈ કરે છે માટે આ ઝેરથી આવેલો લીવરનો સોજો ઉતરી જાય છે. બ્લેકબેરી લીવરની સફાઈ માટે ખુબ જ ઉપયોગી છે.
કારેલા એ ખુબ જ ઉપયોગી શાકભાજી અને આયુર્વેદમાં ઔષધી છે. જેમાં એન્ટીઓક્સીડેંટ ગુણો હોય છે. તે શરીરમાં રોગ સામે લડવાની શક્તિ આપે છે તેમજ લીવરને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. કારેલામાં ભરપુર માત્રામાં વિટામીન પણ હોય છે. આ બંને ગુણથી કારેલાનો રસ કાઢીને પીવાથી લીવરની સફાઈ થાય છે.
આમ, ઉપરોક્ત તમામ લીવરની સફાઈ કરવામાં ઉપયોગી છે. આ ઉપાય કરવાથી લીવર ડીટોકસીફાઈ થાય છે એટલે કે લીવરની સફાઈ થઈને શુદ્ધ થાય છે. આ સાથે લીવરની તમામ બીમારીનો પણ ઈલાજ થાય છે. અમે આશા રાખીએ કે લીવરના રોગમાં અને લીવરની સફાઈ માટે આ ઉપાયો ખુબ જ ઉપયોગી થાય અને ગંભીર રોગોથી તમે બચી શકો.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.