ઘણા લોકોને ચરબીની ગાંઠ હોય છે. જે ગાંઠ શરીર પર નીકળે છે. જેમાં ક્યારેક ક્યારેક દુખાવા જેવું પણ રહેતું હોય છે. આ ચરબીની ગાંઠ શરીરના બહારના ભાગમાં પણ થઈ શકે છે અને શરીરના અંદરના ભાગમાં પણ થઇ શકે છે.
આ ગાંઠ ઘણા લોકોને મોઢા પર, કપાળ પર, હાથ પર કે ગમે તે જગ્યાએ સામાન્ય ગાંઠ હોય તે પ્રકારની ગાંઠ જોવા મળે છે. આ ગાંઠ એક જ જગ્યાએ રહે છે. દબાવવાથી તે પોચી દેખાય છે. આ ગાંઠ આપણને નડતી નથી. સામાન્ય ઓપરેશન કરાવવાથી આ ગાંઠ દૂર થઈ શકે છે.
આ લેખમાં અમે કોઇપણ પ્રકારના ઓપરેશન વગર આ ચરબીની ગાંઠ કેવી રીતે દૂર કરી શકાય એ જણાવી રહ્યા છીએ. આયુર્વેદમાં ચરક ઋષીએ જે ઉપચાર કરીને આ ગાંઠને દુર કરવા વિશે જેના વિશે અહીંયા જણાવીશું.
આયુર્વેદમાં ચરક ઋષીએ કહ્યું છે કે જ્યારે પણ આપણા શરીરની અંદર વાયુ બગડે છે, જેમાં વાયુનો પ્રકોપ થાય છે ત્યારે આપણા શરીરમાં ગાંઠ બનવાની ક્રિયા શરૂ થાય છે. જે લોકોને ડાયાબીટીસ હોય, હાઈ બીપી હોય, કોલેસ્ટ્રોલ સમસ્યા હોય, પેટમાં કબજિયાત થતી હોય, ગેસ થતો હોય, જે લોકોની પાચન શકિત મંદ હોય, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોમાં ચરબીની ગાંઠ જોવા મળે છે.
આ ચરબીની ગાંઠ થાય તો આવા લોકોએ ખોરાકમાં પરિવર્તન કરવું હોઈએ. જેમાં સફેદ ખાંડ ખાવી ન જોઈએ. જેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ મીઠુંનો ઉપયોગ ન કરવો જોઈએ. આ મીઠાને રીફાઇન કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે સંચળ કે સિંધવ મીઠું જ વાપરવું જોઈએ. ખાંડની જગ્યાએ ખડી સાકરનો ઉપયોગ કરવો જોઈએ.
મેંદો અને મેંદામાંથી બનાવેલ કોઇપણ વસ્તુ ક્યારેય ખાવી ન જોઈએ. મેંદો એ ચીકણો હોવાથી આપણા શરીરમાં આંતરડામાં ચોંટી જાય છે. મેંદાની વસ્તુઓ વધારે પડતી ખાવાને લીધે આપણા શરીરમાં કબજિયાત થવાની શક્યતાઓ વધુ રહે છે. સાથે જ પેટમાં ગેસ થવાની પણ સંભાવનાઓ રહે છે.
રીફાઈન કે ડબલ રીફાઈન કરેલું તેલ ક્યારેય ખાવું નહિ. આ માટે તેમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ડાલ્ડા ઘી પણ ક્યારેય ખાવું નહિ. જે લોકોમાં ચરબીનું પ્રમાણ વધારે હોય, શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય, તેવા લોકોને ચરબીની ગાંઠ જલ્દીથી થઈ શકે છે. જો તમારા શરીરમાં ચરબીની ગાંઠ થઈ હોય તો આ ચારેય વસ્તુઓ બિલકુલ ખાવી નહિ.
આ સિવાય દરરોજ સવારે ઉઠીને 10 મિનીટ સુધી પ્રાણાયામ કરવા. 15 મિનીટ સુધી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા અને 15 મિનીટ સુધી કપાલભાતિ પ્રાણાયામ કરવા અને 5 મીનીટ સુધી ભત્રિકા પ્રાણાયામ કરવા.
કપાલભાતિ કરવાથી આપણની રોગ પ્રતિકારક શક્તિ પાવરફુલ થાય છે. ભાત્રિકા પ્રાણાયામ કરવાથી આપણા શરીરમાં રહેલી 72000 નાડીઓ કાર્યરત અને સક્રિય થાય છે. જેમાં કોલેસ્ટ્રોલ કે બીજો કોઈ કચરો જમા થતો હોય તો તે ધીમે ધીમે દૂર થાય છે. આ માટે નિયમિત ઓછામાં ઓછી 30 મિનીટ સુધી પ્રાણાયામ કરવા જોઈએ. જેનાથી ચરબીમાં કોઇપણ પ્રકારની ગાંઠ હોય તો તે ઝડપથી દૂર થાય છે. આ સાથે થોડા સમય સુધી ઉપવાસ કરવો. એક દિવસ જેટલા સમય સુધી ઉપવાસ કરવાથી આપણા શરીરમાંથી કચરો સાફ થાય છે.
આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે સૌથી પહેલા આપણા જઠરની અંદર જાય છે. જે ખોરાક બે થી ત્રણ કલાક સુધી જઠરમાં વલોવાય છે. આ પછી જ આ ખોરાક આપણા નાના આંતરડામાં જાય છે. જ્યારે આપણે એવો ખોરાક લઈએ છીએ કે આપણા શરીરમાં યોગ્ય રીતે પાચન થતો નથી. જેના કારણે આ ખોરાક આપણા નાના આંતરડામાં અને મોટા આંતરડામાં ચોંટી રહે છે.
જેના લીધે એ ખોરાક ધીમે ધીમે ચડવા લાગે છે. અને જેમાંથી ઝેરી વાયુ ઉત્પ્પન્ન થાય છે. આ ઝેરી વાયુના કારણે આપણા શરીરના ક્યાંકને ક્યાંક ચરબીની ગાંઠ બનવાની શરુ થાય છે. આ ગાંઠ બનવા માટે મુખ્ય જરૂરીયાત કબજિયાત છે. જેનાથી આપણા શરીરમાં વાયુનું બેલેન્સ બગડે છે. જયારે વાયુ બગડે છે ત્યારે આપણા શરીરમાં ગાંઠ બનવાની શરૂઆત થાય છે.
અ ઈલાજ તરીકે આપણે હરડેનું સેવન કરવું જોઈએ. હરડેનું નિયમિત સેવન કરવાથી આપણી પાચન શક્તિ પાવરફુલ થાય છે. જેના લીધે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ પાવરફુલ થાય છે. જેના લીધે આપણે જે કોઈ ખોરાક ખાઈએ છીએ તેનું યોગ રીતે ડાયઝેશન થાય છે. જેના લીધે આપણા શરીરમાં કબજિયાત ક્યે થતી નથી અને ગેસ પણ ક્યારેય થતો નથી.
આપણા શરીરમાં ગેસ કે કબજિયાત થાય છે તો પાચન શક્તિ મંદ હોવાના લક્ષણો છે. જો પાચન શક્તિ નબળી પડે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે. આ પાચન શક્તિને મજબુત કરવા નિયમિત હરડેનું સેવન કરવું.
હરડેનું સેવન જમવાના 10 મિનીટ પહેલા કરવું. ગરમ કરીને ઠંડું કરેલું હુંફાળું પાણી લેવું. આ પાણીની અંદર અડધી ચમચી હરડેનો પાવડર નાખીને બરાબર હલાવી નાખવું અને ભોજન પહેલા 10 મીનીટે ખાઈ જવું. જેનાથી પાચન શક્તિ પાવરફુલ થાય છે.
આ સિવાય દેશી ગાયના ઘરે બનાવેલા દેશી ઘી લેવું અને અડધી ચમચી હરડેનો પાવડર મિશ્રણ કરીને ધીમે ધીમે ચાટી જવું. આ ઉપાયથી પણ પાચન શક્તિ સક્રિય થાય છે. ખોરાકનું યોગ રીતે પાચન થઇ શકે છે.
નાના બાળકોને અડધી કે ચોથા ભાગની ચમચી દીવેલ ચાની અંદર, હુંફાળા દુધની અંદર કે પાણીની અંદર નાખીને પીવરાવી દેવું. આપણે પણ દર મહીને એક વખત આ દીવેલ પીવું. જેનાથી નાના આંતરડા અને મોટું આંતરડું હંમેશા ચોખ્ખું રહે છે. આપણા શરીરમાં જે કાઈ ગંદકી જમા થાય છે તે નાના આંતરડામાં કે મોટા આંતરડામાં જ જમા થાય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું ડાયઝેશન થઇ નાના આંતરડામાં કે મોટા આંતરડામાં જાય છે. આ પછી તે ખોરાક મળ દ્વારા શરીરની બહાર નીકળે છે. જો નાનું આંતરડું અને મોટુ આંતરડું ચોખ્ખું હશે તો આપણા શરીરમાં ક્યારેય ગંદકી જમા નહિ થાય. જેનાથી ખોરાકનું યોગ્ય રીતે પાચન થશે જેનાથી ક્યારેય કબજિયાત નહિ થાય કે ગેસ નહી થાય જેનાથી આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત રહી શકીશું તેવું આયુર્વેદમાં ચરક ઋષિ દ્વારા કહેવામાં આવ્યું છે.
એનીમા પ્રયોગથી પણ આંતરડાની સફાઈ કરી શકાય છે. જેનાથી આંતરડામાં ચોટી ગયેલા કચરાને બહાર કાઢી શકાય છે. ગંદકી જે આંતરડામાં ચોટી ગઈ હશે તે સાફ થાય છે અને પછી મળ દ્વારા બહાર નીકળી જાય છે.
આમ, આ રીતે કાળજી અને પ્રયોગો કરવાથી શરીરમાં રહેલી ચરબીની ગાંઠને દુર કરી શકાય છે. આ ઉપચાર કરવાથી શરીરમાં પાચન બરાબર થાય છે જેનાથી શરીરમાંથી કચરો દુર થાય છે અને ગાંઠ ઝડપી ઠીક થાય છે. શરીરમાંથી ચરબી ઓગળે છે જેના લીધે ચરબીની ગાંઠ પણ દૂર થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
મિત્રો માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા SHARE બટન ઉપર ક્લિક કરી બીજા સાથે શેર કરવા વિનંતી
કાંઈ લગાડ વાનું તો કેયો તમે કે હું ગાંઠ ઉપર હું લગાડાય