લીંબુ આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. શરીરમાં અનેક રોગોમાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં લીંબુ વરદાનરૂપ છે. શરીરમાં લીંબુના અનેક ઘણા ફાયદાઓ છે જેથી તેને શરીર માટે ફાયદાકારક ગણી શકાય છે. પરંતુ લીંબુનું સેવન કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. અમુક એવા ખોરાક છે કે જેમાં લીંબુનું સેવન ન કરવું જોઈએ.
અમે આ આર્ટીકલમાં આવી 4 પ્રકારની વસ્તુઓ બતાવી રહ્યા છીએ કે જે ચાર વસ્તુઓ સાથે ક્યારેય ભૂલથી પણ લીંબુનું સેવન ન કરવું જોઈએ. નહિતર જેનાથી શરીરમાં ઘણી બધી તકલીફો થાય છે. ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. જો લીંબુને યોગ્ય રીતે લેવામાં આવે તો શરીર માટે લીંબુ દવાનું કાર્ય કરે છે.
કેટલાક એવા ખોરાક હોય છે જેમાં મુખ્યત્વે ચાર ખોરાક છે. જેની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ. જેની સાથે જો લીંબુ લીંબુનું સેવન કરો તો તમારા શરીરમાં મુશ્કેલી ઉભી થાય છે. આ એવી ચાર વસ્તુ છે કે જેના સેવનથી ભયંકર બીમારીઓ સાથે અનેક સમસ્યાઓ અને તકલીફો ઉભી થવાની સંભાવના રહેલી છે.
ખાસ કરીને લીંબુનું સેવન દહીં સાથે કરવામાં આવે તો ખાસ કરીને શરદી, ખાંસી, વાયરલ ઈન્ફેકશન આવું બધું થઈ શકે છે. જેથી દહીં સાથે લીંબુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. શરીરમાં અનેક નવા રોગ ઉત્પન્ન થાય છે.
દહીં એક પ્રકારનું ડેરી પ્રોડક્ટ છે. જેથી સાથે લીંબુ ન ખવાય. દહીં સાથે તમે લીંબુનું સેવન કરો તો તમારી પાચન શક્તિ છે તે એકદમ મંદ પડી જાય છે. પાચન તંત્ર ખોરવાય જાય છે. જેને લીધે ખોરાકનું પાચન ન થાય અને પાચન બરાબર ન થાય તો પેટને લગતી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પાચન શક્તિ મંદ પડે એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટે છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે શરીરમાં ઘણી બધી બીમારીઓ આવવા લાગે છે.
આ પછી પપૈયું પણ એક એવી ચીજ છે કે જેનું લીબું સાથે સેવન ન કરવું જોઈએ. પપૈયું પણ એક એવું ફ્રુટ છે, જે લીંબુની જેમ શરીર માટે વરદાન સ્વરૂપ ફળ છે. બંને ફળ અલગ અલગ રીતે ખાવામાં આવે તો અનેક ફાયદાઓથી ભરપૂર છે. પરંતુ પપૈયું અને લીબુનું એક સાથે કોમ્બીનેશન શરીર માટે ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે. પપૈયા સાથે લીંબુનું સેવન કરવાથી ખાસ કરીને હિમોગ્લોબીનનીં સમસ્યા ઉભી થાય છે. આનાથી શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઘટી શકે છે. આ સિવાય હિમોગ્લોબીનની સમસ્યા ઉભી થાય તો શરીરમાં લોહીનો વિકાર પણ થઈ શકે છે અને આ સિવાય ખાસ કરીને લોહીની સમસ્યાથી એનીમિયા જેવીબીમારીની ભયંકર સમસ્યાઓ પણ થાય છે. ચામડીની સમસ્યા પણ થાય છે. જેથી ખાસ તો પપૈયા સાથે પણ લીંબુનું સેવન ન કરવું જોઈએ.
દૂધ સાથે લીંબુનું સેવન પણ શરીર માટે હાનીકારક છે. ખાસ કરીને ઘણા લોકો ભોજનમાં નિયમિત દૂધ લેતા હોય છે. આયુર્વેદમાં એમ બતાવવામાં આવ્યું છે કે દૂધ અને લીંબુ બંને જો ખોરાકમાં વાપરવાના હોય તો તે બંનેના સેવન વચ્ચે ઓછામાં ઓછો એક કલાકનો સમય હોવો જોઈએ. જેમાં લીંબુ સરબત, લીંબુ સોડા કે ભોજનમાં પાપડ કે કોઈ વસ્તુમાં લીંબુ વાપરવામાં આવે તો તે પછી એક કલાક બાદ જ દૂધ કે સીધા જ દૂધમાં બનેલી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
ઘણા લોકો ખાસ કરીને પાવભાજી કે બીજી કોઈ વસ્તુમાં લીંબુ વગેરે નીચોવીને લોકો અવાનવાર ખાતા હોય છે. આ સમયે સાથે દૂધનું પણ સેવન કરતા હોય છે. આ એક પ્રકારે વિરુદ્ધ આહાર તો બને જ છે. જે શરીરમાં અનેક સમસ્યાઓ ઉભી કરે છે. ઘણા લોકો સલાડમાં લીંબુ નીચોવે છે અને સાથ દૂધ ખાય છે. પરંતુ આ રીતે લીંબુને દૂધ સાથે ખાવાથી એસીડીટીની સમસ્યા થઈ શકે છે. છાતીમાં કે પેટમાં બળતરા થાય છે જેમાં ખાસ કરીને પેટની સમસ્યા થાય છે. જેથી દૂધ સાથે પણ લીંબુનું સેવન ન કરવું જોઈએ.
ટમેટા અને લીંબુ પોતપોતાની રીતે અલગ અલગ ખાટો સ્વાદ ધરાવે છે. ઘણા લોકો હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવાના શોખીન હોય છે. જેમાં ખાસ કરીને ટમેટાનું સલાડ હોય છે. ઘણા લોકો આ ટમેટાને વધારે ખાટા બનાવવા માટે તેમાં લીંબુ ભરપૂર માત્રામાં નિચોવતાં હોય છે. આ ટમેટા અને લીંબુનું એકસાથે સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે. પેટ ખરાબ થઈ શકે છે. જેમાં ખાસ તો પાચન ક્રિયામાં અસર થાય છે. જેમાં યોગ્ય રીતે પાચન થતું નથી. જો તમે ટમેટા સાથે લીંબુનું સેવન કરતા હોય તો આવી પાચન તંત્રની સમસ્યા ઉભી થઇ શકે છે. જેના લીધે પેટની સમસ્યા થાય છે. જેના લીધે ગેસ, એસીડીટી, કબજિયાત વગેરે થાય છે. જે રીતે પેટની સમસ્યા થાય એટલે શરીરમાં ઘણી બધી બીમારીઓ આવવાની શરૂ થઈ જાય છે. માટે આવી સમસ્યાઓથી બચવા માટે ટમેટાની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ.
આ રીતે ઉપરોક્ત એવા આ ચાર ખોરાક કે જેની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ. નહિતર લીંબુ શરીરમાં ફાયદો કરવાની જગ્યાએ લીંબુ નુકશાન પણ કરી શકે છે. આ ચાર પ્રકારના ખોરાક અકે આહારને વિરુદ્ધ આહાર પણ કહી શકાય છે. આ ખોરાક સાથે સેવન કરવાથી શરીરમાં વિરોધાભાસ થઇ શકે છે. આનાથી શરીરમાં નુકશાનકારક નકારાત્મક અસર થઇ શકે છે. મુખ્યત્વે આ ખોરાકથી શરીરમાં પેટની સમસ્યાઓ થાય છે. આ પેટની સમસ્યાથી શરીરમાં ઘણા બધા રોગો થાય છે. પેટમાં થતી સમસ્યાઓને અનેક રોગનું મૂળ પણ માનવામાં આવે છે. માટે આવી પેટની સમસ્યા શરીરમાં ન થાય એ માટે ખાસ કરીને આ ચાર પ્રકારના ખોરાક છે જેની સાથે લીંબુ ન ખાવું જોઈએ.
આમ, લીંબુ ખુબ જ ઉપયોગી છે. પરંતુ જેની આ ચાર વસ્તુઓ સાથે સેવન કરવાથી આડઅસર થાય છે. જે માટે આ ચાર વસ્તુઓ સાથે ક્યારેય પણ લીંબુનું સેવન ન કરવું. આ સિવાયની બીજી વસ્તુઓ સાથે લીંબુનું સેવન કરવાથી અનેક ફાયદાઓ થઈને લીંબુ દવા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.