આપણા શરીરમાં યકૃત એટલે કે લીવર ખુબ જ ઉપયોગી કાર્ય કરે છે. માટે લીવરની સાર સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. જે આપણા શરીરમાં ખુબ જ જરૂરી અંગ છે. માટે યોગ્ય સમયે લીવરની સફાઈ કરવામાં આવે તો કે ખુબ જ સારી રીતે કાર્ય કરે છે.
મોમાંથી ગંધારી વાસ આવતી હોય, અવારનવાર પેટ ખરાબ થઈ ગયું હોય, પેશાબનો રંગ પીળો થઈ ગયો હોય, ચહેરાની ચમક ફીકી પડી ગઈ હોય, આંખો પીળી હળદર જેવી થઇ ગઈ હોય, કોઇપણ દવાની અસર થતી ન હોય, પગમાં દુખાવા વગરના સોજા થઈ ગયા હોય, લોહી કાઢી નાખે એવી ખંજવાળ આવતી હોય, પેટની ફાંદ મોટી થતી જતી હોય તો તે લીવરમાં ખામી હોવાના લક્ષણો છે. આવા લક્ષણો હોય તો તેના શુદ્ધ કરવાના આયુર્વેદિક ઉપચારો કરીને શુદ્ધ કરવું જોઈએ.
આ લીવરની સફાઈ કરવા માટે અમે આ લેખમાં સરળ નુસ્ખાઓ વિશે જણાવીશું. આ નુસ્ખાઓ કરવાથી લીવરને સ્વસ્થ રાખી શકીશું અને સાથે સ્વચ્છ પણ કરી શકીશું. લીવરની સફાઈ કરવાથી લીવરના રોગો પણ થતા નથી જેનાથી શરીરના રોગોથી પણ બચી શકાય છે.
મૂળો લીવરની સફાઈમાં ઉપયોગી છે. આ માટે 125 ગ્રામ મૂળાના પાંદડા અને 1 બીટ લેવું તેમજ અડધો ઈચ જેટલું આદુ લેવું. મૂળાના પાંદડાને ધોઈ તેમજ બીટ તથા આદુને સુધારીને મિક્સરમાં નાખીને જ્યુસ તૈયાર કરી લો.
આ જ્યુસ બપોરે અને સાંજે જમ્યા પછી પાણીની જેમ ગટગટાવી ને પી જાઓ. 15 દિવસમાં જ લીવરની મોટા ભાગની તકલીફો દૂર થઇ જશે. આ જ્યુસને નિયમિત પીવો હોય તો પણ પી શકાય છે. કારણ કે તે લીવર ટોનિક ઉપરાંત એનર્જી ડ્રીંકનું કામ પણ કરે છે.
ફાઈબરથી ભરપુર મૂળાના પાંદડામાં વિટામીન A, B અને C સમાયેલા છે. આંખની કમજોરી, કમળો, પાઈલ્સ અને બરછટ થઈ જતા વાળને રોકવા માટે આ જ્યુસ ખાતરીપૂર્વકનો ઈલાજ છે.
પેટની ઉપરના ભાગમાં આવેલા આવેલા લીવરનું મુખ્ય કામ પેટમાં જમા થતો કચરો અને ઝેરીલ પ્દાર્થીને ગરણીની જેમ ગાળી, લોહીને શુદ્ધ કરીને શરીરને તંદુરસ્ત રાખવાનું છે. બીટ અને આદુ લીવર માટે સફાઈ કામદાર જેવું કામ આપે છે.
દુધી પણ લીવરની સફાઈ માટે ઉપયોગી છે. આ માટે દુધીનો જ્યુસ બનાવીને સેવન કરવાથી લીવર સાફ થાય છે. આ માટે 6 વસ્તુ એકથી કરીને દુધીનો જ્યુસ બનાવી શકાય છે. જેમાં 125 ગ્રામ દૂધી, 10 ડાળખી કોથમીર, 1 ચમચી સંચળ, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી હળદર અને 30 મિલી ગળોના પાંદડાનો રસ લઈને જ્યુસ બનાવવામાં આવે છે.
ગળોનો રસ તૈયાર મળી રહે છે. જે આયુર્વેદિક કે મેડીકલ સ્ટોર પર હોય છે. છતાં ગળોના વેલા અને પાંદડામાંથી પણ કાઢી શકાય છે. ગળોના રસમાં રોગ પ્રતિકારક શક્તિનું પ્રમાણ વધારે હોય છે. તે જૂની અને જીદ્દી કબજીયાતને દૂર કરે છે. પેટમાં જામી ગયેલી ચીકાશને મળમૂત્ર વાટે બહાર કાઢે છે.
જયારે દુધી અને કોથ્મીરનું કામ લીવરને ટાઢક પહોંચાડવાનું છે. હળદર તેના એન્ટીબેક્ટેરીયલ ગુણોને સક્રિય કરીને લીવરને જામી ગયેલા ઝેરી પદાર્થોથી મુક્ત કરે છે. સંચળ વાછૂટ દ્વારા પેટનો ગેસ બહાર કાઢે છે.
હવે આ જ્યુસ બનાવવા માટે દૂધીની છાલ ઉતારીને નાના નાના ટુકડા કરીને મિક્સરમાં નાખો. મુળિયા કાપેલી તાજી કોથમીરની ડાળખીઓ પણ મિક્સરમાં નાખી દો. આ માટે કોથમીરના પાંદડા તોડવાની જરૂર નથી. કોથમીરની લીલી ડાંડલીઓ ગુણકારી અર્કથી ભરેલી હોય છે. આમ મીક્ષરમાં નાખીને તેમાંથી એક ગ્લાસ જેટલું જ્યુસ તૈયાર કરો. મિક્સરમાં નાખતી વખતે પાણી ન નાખવું.
જેને મિક્સરમાંથી કાઢીને તેને એક ગ્લાસમાં ભરી લો. તેમાં હળદર, લીંબુનો રસ અને ગળોનો રસ અને સંચળ પાવડર તેની અંદર ઉમેરો. દરરોજ સવારે નરણા કોઠે નાસ્તો કર્યા પહેલા અડધી કલાકે અ જ્યુસ પીવો. 8 થી 10 દિવસ સુધી આ જ્યુસનું સેવન કરવું.
દર 6-6 મહીને 1-1 અઠવાડિયા સુધી આ જ્યુસનું સેવન કરવું. આ પ્રયોગ કરવાથી લીવર સમ્પૂર્ણ સાફ અને શુદ્ધ થઈ જાય છે. આપણે સૂતા હોઈએ કે જાગતા હોઈએ ત્યારે લીવરને અનેક કામો કરવા પડે છે. જેમાં ઈજા થતા શરીરના નાના મોટા ઘાને ભરવા. ખોરાકમાં રહેલા પોષક તત્વોને ગ્રહણ કરવા, શરીરનું વજન વધારવું કે ઘટાડવું, નવા સ્નાયુઓનું નિર્માણ કરવું, કોલેસ્ટ્રોલ અને સુગરનું સંતુલન જાળવી રાખીને વિટામીન અને ખનીજ તત્વોનો સંગ્રહ કરવો વગેરે અનેક કામો લીવર દ્વારા થાય છે.
માટે નો લીવર નુકશાન પામે તો તેની ગંભીર અસર શરીર પર પડે છે. માટે ઉપર મુજબનો દુધીનો જ્યુસ લીવરને વૃદ્ધ થતું અટકાવે છે.
ભો આમલીના લીવર ટોનિક દ્વારા પણ લીવરને શુદ્ધ કરી શકાય છે. આ લીવર ટોનિક બનાવવા માટે પાંચ વસ્તુઓની જરૂર પડે છે. જેમાં ભો આમલી, હળદર, આદુ, મીઠું અને પાણી. જ્યારે આ બધી જ વસ્તુઓ આપણા રસોડામાં જ ઉપલબ્ધ હોય છે અને ભો આમલી પ ખેતરમાં કે જંગલ પ્રદેશમાંથી મળી રહે છે.
આ ભો આમલીમાં 80 થી 85 ટકા પોટેશિયમ હોય છે. જેનાથી તેમાં પેશાબ લાવે તેવા ગુણ હોય છે. સાથે તેમાં શરીરમાંથી ઝેરીલા પદાર્થોને જડમૂળમાંથી દુર કરવાનાં અદભૂત ગુણ ધરાવે છે. ભો આમલી પેટમાં જીવડા થવા દેતી નથી અને જીવડા હોય તો તે જીવડાનો નાશ કરે છે. તે લીવરને મજબૂતી અને નવી ઉર્જા આપે છે.
આ ટોનિક બનાવવા માટે મુળિયા સહિતના 250 ગ્રામ જેટલા ભો આમલીના છોડવા લઈને તેને સાફ પાણીથી બે વખત ધોઈ લો. આ ધોયેલી ભોય આમલીને ટુકડા કરીને પ્રેશર કુકરમાં નાખો. પછી તેમાં અડધી ચમચી સુંઠનો પાવડર, અડધી ચમચી હળદરનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખવું. આ પછી આ મિક્સરમાં દોઢ લીટર પાણી નાખીને 4 સીટી વાગે ત્યાં સુધી ગરમ થવા દો.
આટલો ગરમ થયા બાદ આ ઉકાળાને ગરણીથી ગાળી લો. આ માપમાં લીધેલું ભો આમલીનું ટોનિક લગભગ 12 દિવસ સુધી ચાલે છે. તેને એક કાચની બરણીમાં ભરી લો. આ ટોનિકને તડકો ન આવે તેવી જગ્યાએ રાખી દો.
આ ટોનિકને દિવસમાં 3 થી 4 કલાકનો ગાળો રાખીને દિવસમાં 2 થી 3 વખત અડધો કપ પાણી અને અડધો કપ આ ટોનિક મિક્સ કરીને પીઓ. આ ટોનિક જમ્યા પહેલા અને જમ્યા બાદ ગમે ત્યારે પી શકાય છે.
આ ટોનિક સતત એક મહિના સુધી લેવું. આ ટોનિકના સેવનથી એક વરસ સુધી તમારું લીવર સ્વસ્થ, નિર્મળ અને તાજુમાજુ રહેશે. આ ટોનિક વર્ષમાં કોઇપણ મહીનામાં લઈ શકાય છે. જયારે એપ્રિલ કે જુન મહિનામાં લેવામાં આવે તો ડીહાઈડ્રેશનથી પણ બચી શકાય છે. તે હાઈ બીપીની સમસ્યામાં પણ ફાયદો કરે છે.
કમળો, પાંડુરોગ, દમ, પેટની ગાંઠ, ઉધરસ, શ્વાસનળીના સોજા માટે આ ટોનિક અક્ષીર ઈલાજ છે. આ ઉપરોક્ત નુસ્ખામાંથી તમારી અનુકુળતા પ્રમાણે કોઇપણ એક કે બે ઈલાજ અજમાવીને ફાયદો મેળવી શકાય છે. જેનાથી લીવરમાં ચોક્કસ ફાયદો થશે.
આમ, આ ઉપરોક્ત ઉપચારો કરીને લીવરની સફાઈ કરી શકાય છે. લીવરને રીપેર કરી શકાય છે. આ ઈલાજ અપનાવવાથી શરીરના ગંભીર રોગોમાંથી બચી શકાય છે. આ ઉપચાર કરવાથી કોઈ આડ અસર થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે લીવરની સફાઈ કરવામાં મદદરૂપ થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.