અહી તમને ખરજવું થવાના કારણો, ખરજવાના પ્રકાર, ખરજવાના આયુર્વેદિક ઉપચાર અને ખરજવા વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
ચામડી પર ઘણા પ્રકારના રોગ થાય છે, જેમાં ખરજવું, ખસ, ખંજવાળ, ધાધર જેવા રોગો મુખ્ય છે. જેમાં આ રોગોને હેરાન કરતા રોગો માનવામાં આવે છે. એક વખત આ બીમારી થઈ જાય ત્યારે તેને છોડાવવી મુશ્કેલ છે. આ બીમારી શરીરમાં કોઈ ખોરાકની ઉણપ કે ચામડીની કાળજીમાં બેદરકારી રાખવાથી થાય છે. આ રોગ થયા પછી ચામડીમાં કાળા ડાઘ પડી જાય છે. આ ખરજવાની આ બીમારીને એક્ઝીમાં કહેવામાં આવે છે. આયુર્વેદમાં તેને વિવર્ચિકા કહેવામાં આવે છે. આ રોગ મુખ્યત્વે ગુપ્તાંગો પર થાય છે. ખરજવું એક હઠીલો રોગ છે, તે શરીરના કોઈપણ ભાગમાં થાય છે. આ રોગ પગ કે હાથ ઉપર આ ત્વચા રોગ વધુ જોવા મળે છે..
આપણે ત્યાં પ્રાચીન સમયથી કોઇપણ રોગને દુર કરવા માટે ઘરેલું ઉપચારનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આજના સમયમાં પણ આયુર્વેદનું ખુબ જ મહત્વ છે જેનાથી રોગોને જડમૂળમાંથી મટાડી શકાય છે. જેંમાં ચામડીના ખરજવાના રોગને મટાડવાના ઉપચારો કરવાથી આ રોગ મટી જાય છે.
ખરજવાના પ્રકાર: સુકું ખરજવું અને ભીનું ખરજવું એમ બે પ્રકારના ખરજવા થાય છે.
સુકું ખરજવું: સુકા ખરજવામાં ચામડી કાળી, લુખી અને ખરબચડી હોય છે. જેમાં જીણી જીણી ફોલ્લીઓ કે ત્વચા વિકાર હોય છે, પણ તેમાંથી પાણી, પરું કે અન્ય કોઈ સ્ત્રાવ થતો નથી. આ રોગ સુકા પ્રકારનું ખરજવું હોવાથી તેને સુકું ખરજવું કહેવામાં આવે છે.
ભીનું ખરજવું: ભીના ખરજવામાં ચામડી જાડી, ચીકણી અને અંદરથી પાણી જેવો સ્ત્રાવ થતો હોવા સાથે, તેમાં સોજો પણ આવે છે. આ ખરજવું પાણીના કે પરુંનો સ્ત્રાવ કરતું હોવાથી તેને ભીનું ખરજવું કહેવામાં આવે છે.
ખરજવા વિષે માહિતી: અહી તમને ખરજવું થવાના કારણો, ખરજવાના પ્રકાર, ખરજવાના આયુર્વેદિક ઉપચાર અને ખરજવા વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
ખરજવાના લક્ષણો: ચામડી પર લાલ દાણા થાય, ખંજવાળ આવે છે, બળે છે, ધાધરની જેમ ફેલાય છે, તાવ આવે છે, ચામડી પર ચાંદા પડે છે. બધા જ પ્રકારના ખરજવામાં નાના-મોટા ચકતા- ચકરડા કે ચાઠા અનિયમિત આકારના થાય છે. જેમાં પુષ્કળ ખંજવાળ અને બારીક ફોલ્લીઓ થાય છે. આ ખરજવું વરસાદ કે ઠંડીની ઋતુમાં ભીનું ખરજવું વધારે વકરે છે. જેમાંથી પરું નીકળે છે.
ખરજવું થવાના કારણો: આ સમસ્યા ખાસ કરીને કેમિકલ યુક્ત વસ્તુઓને ઉપયોગથી થાય છે. તેમાં સાબુ, ચૂનો, ડીટર્જન્ટનો વધારે ઉપયોગ, પીરીયડમાં સમસ્યા, કબજીયાત વગેરેને કારણે થાય છે, આ સિવાય તમે જે લોકોને પહેલાથી જ ખરજવું હોય જેના કપડા, રૂમાલ, પથારીમાં સુવાથી કે વારંવાર સ્પર્શ થવાથી આ રોગ થાય છે. આ રોગ ફૂગના ખરજવાના જીવાણુંથી થાય છે.
બટેટુ: બટેટાને બાફી પેસ્ટ જેવું બનાવો, આ પેસ્ટને ખરજવા પર મૂકી, પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું ખરજવું નિર્મૂળ થઇ જાય છે. કાચા બટેટાની છાલ ઉતારી, છાલને લસોટી પેસ્ટ બનાવી ખરજવા ઉપર લગાડી સવારે અને સાંજે પાટો બાંધવો. અ ઉપાય માત્ર 7 દિવસ સુધી કરવાથી વર્ષો જુનું ખરજવું મટી જાય છે. હઠીલા ખરજવા જેવા રોગોમાં બટાટાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે.
લસણ: લસણની કલો વાટી લુગદી બનાવી ખરજવા પર મુકવાથી ભીંગડા ઉતરી જાય છે અને ચામડી લાલ થાય છે, પછી તેના પર બીજો સાદો મલમ ચોપડવાથી ખરજવામાં રાહત મળે છે. આ લસણમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ આવેલા છે કે ખરજવાની ફૂગના વાયરસને નાશ કરી નાખે છે.
ધરો: ધોળી સફેદ ધરોના રસમાં ચોખા લસોટી- વાટી તેનો લેપ કરવાથી જુનું નવું ખરજવું મટી જાય છે. કુમળી લીલી ધરોનો તાજો રસ પીવાથી કોઇપણ રોગમાં ફાયદો થાય છે. માત્ર ધરોના રસ પીવાથી પણ ખરજવું મટે છે.
લીમડો: લીમડો કોઇપણ ચામડીના રોગને મટાડવા માટે ઉપયોગી છે. લીમડો એક ભારતીય આયુર્વેદમાં ઘણા લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવતું ઔષધ છે. જેમાં ખરજવા પે લીમડાનો પેસ્ટ કરવાથી ખરજવું મટે છે. લીમડાનો પેસ્ટ બનાવવા માટે સૌપ્રથમ એક વાટકામાં જેટલા લીમડાના પાન લેવા, ત્યારબાદ તેને ધોઈને સાફ કરવા. તે પાનમાં હવે થોડું પાણી 2 થી ૩ ચમચી જેટલું નાખી અને તેને વાટીને પેસ્ટ બનાવી લેવો.
કપુર: કપૂર આદિકાળથી એક ઔષધિના રૂપમાં કામ આપે છે. ઋષિ મુનીઓ હવનમાં પણ તેનો પ્રાચીન કાળથી ઉપયોગ કરતા હતા અને હજુ કરાય છે. આ કપૂર ચામડીના રોગો મત એપણ ખુબ જ ઉપયોગી છે. જૂના વૈધો પણ ચામડીના ખરજવાના રોગમાં કપૂરનો ઉપયોગ કરે છે. આ કપૂરની 1 ગોળી લો. તેને વાટીને તેનો એકદમ જીણો પાવડર બનાવી લો.
નારિયેળ: શરીરમાં ખરજવા વાળા સ્થાન પર નારિયેળનું કોપરેલ તેલ લગાવો. તેનાથી ખંજવાળ તેમજ લાલાશથી રાહત મળશે. નારિયેળના તલમાં કાચું કપૂરને સરખી રીતે ભેળવીને ખરજવા વાળા સ્થાન પર લગાવો. તેનાથી ખરજવું ઝડપથી મટી જશે.
થોર: થોરની દાંડલીને ખાંડીને પકાવી લો. જ્યારે થોર પૂરી રીતે બળી જાય ત્યારે છાળી લો. ઠંડું પડ્યા બાદ તેને શીશીમાં ભરી લો. તેમાં લીમડાના પાંદડા નાખીને હલાવો. આ પછી રૂની મદદ વડે દરરોજ ૩ થી 4 વખત આ તેલનો પ્રયોગ કરો. તેનાથી જૂનામાં જુનું ખરજવું જલ્દી મટી જાય છે.
બાવળ: બાવળના ફૂલોને વાટીને ખરજવા પર લેપ કરવો. તે ખુબ જ ઉપયોગી ઉપાય છે. આ ઈલાજ તેના આયુર્વેદિક ગુણને કારણે બાવળના ફૂલ ખરજવાને મટાડવા માટે ઉપયોગી છે. જે બાવળના ફૂલ અને તેનો રસ ખરજવાના જીવાણુંનો નાશ કરે છે.
ત્રિફળા અને ગળો: ત્રિફળા અને ગળોની છાલને લઈને બે ગ્લાસ પાણીમાં ઉકાળી લો. તે ઉકળીને અડધું રહી જાય ત્યારે તેમાં એક નીંબુનો રસ ભેળવી દો. તેને દિવસમાં ત્રણ વખત પીવો. એક મહિના સુધી સતત આ ઉપાય કરવાથી ખરજ વાનો રોગ સમ્પૂર્ણ રીતે મટી જશે.
તુલસી: તુળસીના એન્ટી માઈક્રોબીયલ ગુણો આવેલા હોય છે, જે ચામડીના સંક્રમણથી છુટકારો અપાવી શકે છે. જેમાં તે ખરજવાનો જડમૂળ માંથી નાશ કરે છે. સાથે જે ખંજવાળ અને બળતરાને પણ શાંત કરે છે. તુલસીની ચા પીવાથી ખરજવું મટે છે. તુલસીના પાંદડાનો રસ કાઢીને ખરજવાના સ્થાન પર લગાવવાથી અને થોડા સમય રહ્યા દેવા દીધા બાદ ધોઈ લેવાથી ખરજવું મટે છે. આ ઈલાજ 4 થી 5 દિવસ સુધી કરવાથી પરિણામ મળે છે.
એલોવીરા-કુવારપાઠું: એલોવીરા પણ એન્ટી ઈન્ફ્લામેટરી ગુણોથી ભરપુર છે. તે ખરજવાના ઈલાજમાં ઉપયોગી છે. એલોવિરાના તાજા પાંદડાનો પેસ્ટ બનાવીને ખરજવાના સ્થાન પે લગાવો. તેને બે ત્રણ કાળ સુધી ખરજવા પર રહેવા દીધા બાદ સુકાઈ જશે. તેને ગરમ પાણીથી ધોઈ લો. આમ, આ ઉપાય થોડા દિવસો સુધી કરવાથી ખરજવું મટી જાય છે.
જૈતુનનું તેલ: ખંજવાળ થવા પર ગરમ પાણીથી નહાવો અને તરત કોઈ ક્રીમનો ખરજવાની જગ્યાએ ઉપયોગ કરવાની જગ્યાએ જૈતુનના તેલનો ઉપયોગ કરો. આ ઉપયોગ કરવાથી ખરજવું મટી જશે. ખરજવામાં આવેલા જીવાણુંનો નાશ કરવામાં આ જૈતુન તેલ સક્ષમ છે.
લીંબુ: લીંબુ ઘણા ચામડીના રોગો માટે ઉપયોગી છે, જેમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ આવેલા હોય છે, જેના પરિણામે તે તે ચામડીના આ ખરજવાના રોગમાં ઉપયોગી છે. શરીરમાં જે સ્થાન પર ખરજવું થયું હોય ત્યાં લીંબુ અને ગળીનું તેલ ભેળવીને લગાવી દો. લગાવ્યા બાદ ખંજવાળવું નહિ, જેના લીધે ધીમે ધીમેં ખરજવું મટે છે, આ ઉપાય થોડા દિવસો સુધી ચાલુ રાખવાથી ખરજવું સમ્પૂર્ણ મટી જશે.
દેશી ઘી: શરીરમાં ખરજવું મટાડવા માટે દેશી ઘીથી માલીશ કરી શકાય છે. તેનાથી ખરજવામાં તરત જ રાહત મળી શકે છે. તેના સાથે તે ચામડીને શરીરમાં કોમળ બનાવે છે. તે ચામડીના સુકાપણાને દુર કરે છે. ચામડી પર થયેલા ખરજવા પર માલીશ કરવાથી તે ખરજવું મટાડે છે. આ માલીશ કરવાથી ખરજવાને મટાડવામાં અસરકારક ઈલાજ છે.
સમુદ્રનું પાણી: રિતમાં સમુદ્ર કિનારા પર વસતા લોકોને જો ખરજવું થયું હોય તો તે લોકોને ખરજવું થયું હોય તેવો ત્યાં સમુદ્રમાં સ્નાન કરે તો તેમાં રહેલા ક્ષારને કારણે ખરજવું મટે છે. આ સિવાય સમુદ્રમાં પાણીમાં પ્રાકૃતિક મિનરલ્સ હોય છે, અને કુદરતી મીઠું પણ હોય છે, જેના લીધે આ રીતે તે ખરજવાને મટાડે છે, તે સિવાય તેમાં સલ્ફરના તત્વો પણ કુદરતી રીતે ભળેલા હોવાને કારણે ખરજવાનો ઈલાજ થાય છે.
મધ અને તજ: આ મિશ્રણ તૈયાર કરવા માટે ૩ ચમચી મધ તથા ૩ ચમચી તજ પાવડર લઈને તેને સરખી રીતે ભેળવીને પેસ્ટ બનાવી લો. જેને ખરજવા વાળી જગ્યા પર લગાવો. આ પેસ્ટ બનાવ્યા બાદ ખરજવા વાળી જગ્યાને સાફ પાણીથી ધોઈ લો અને આ પેસ્ટ તે જગ્યા પર લગાવો. હ=જ્યારે તે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ લો. મધ ચામડીની બળવાની સમસ્યાને શાંત કરે છે તેમજ સોજાને ઓછો કરે છે, આ ઉપચાર ક્રિયાને જડપી બનાવે છે. તજમાં એન્ટીમાઈક્રોબીયલ એજેંટ આવેલા હોય છે, જે ચામડીમાં આવેલા માઈક્રોબ્સને ખત્મ કરવામાં સહાયક હોય છે. તજમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે જે ચામડીના ખરજવાને લીધે બળવાની સમસ્યાને પણ મટાડે છે.
અળસી: એક લીંબુનો રસ અને 1 ચમચી અળસીનું તેલ લો. આ ઉપાય કરવા માટે લીંબુના રસ અને અળસીના તેલને ભેળવીને પેસ્ટ તૈયાર કરી લો. આ પછી તેને ખરજવું થયું હોય તેવા સ્થાન પર લગાવો. થોડા સમય સુધી તેને સુકાવા દીધા બાદ તેને પાણીથી ધોઈ લો. આ રીતે અળસીનો ઉપયોગ ઘણા લાંબા સમયથી કરવામાં આવે છે, તેમજ તેનાથી ખુબ જ ઝડપથી ખરજવું મટે છે. આ સિવાય દરરોજ નિયમિત રીતે અળસીનું સેવન કરવાથી ચામડી સંબંધિત રોગ દુર રહે છે.
હળદર: હળદરમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ આવેલા હોય છે, સાથે તેમાં એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે ખરજવાને મટાડે છે, તેમજ તેના સોજા અને પરું કે પાણીને પણ દુર કરે છે. હળદરમાં દૂધ અને ગુલાબ જળ ભેળવીને પ્રભવિત સ્થાન પર લગાવો. 15 થી 20 મિનીટ રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. હળદરના ઉપયોગથી ખરજવું મટે છે.
જેઠીમધ: જેથીમધના મૂળનું ચૂર્ણ અને જરૂર પ્રમાણે પાણી લો. જેઠીમધના મૂળથી બનેલા ચૂર્ણને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પછી તેનો પેસ્ટ પ્રભાવિત સ્થાન પર લગાવો. જેઠીમધમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, આ માટે તે ખરજવાના ઈલાજ તરીકે જેઠીમધનો વર્ષોથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને તેનાથી થોડા જ સમયમાં ખરજવું મટે છે.
લેવેન્ડર તેલ: લેવેન્ડર તેલના થોડા ટીપા લો. તેમજ એક રૂનું પોતું લો. તમે તમે નહાવામાં પાણીમાં લેવેન્ડર તેલના થોડા ટીપા મિક્સ કરો. આ પછી તે પાણીથી ન્હાઈ લો. આ સીવાય કપાસના રૂથી મદદથી આ તેલને ખરજવા પર લગાવો.
રાઈ: નાના રાઈના દાણા ખરજવાને ઠીક કરવામાં ઉપયોગી છે. રાઈને 30 મિનીટ સુધી પાણીમાં પલાળીને રાખી દો. પછી તેની પેસ્ટ બનાવીને ખરજવા વાળી જગ્યા પર લગાવી દો. આ રાઈના તેલ અને તેની ફોતરીમાં એન્ટી બાયોટીક તેમજ એન્ટી ફંગલ ગુણ આવેલા હોય છે, જે ખરજવાને મટાડે છે.
ખાવાનો સોડા: બેકિંગ સોડા ખરજવા માટે તેમજ ચામડી પર થતી લાલ ફોલ્લીઓને મટાડવા માટે ઘરેલું ઉપાયમાં અજમાવામાં આવે છે. ખાવાનો સોડામાં એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ખરજવામાં રાહત આપે છે. ૩ ચમચી પકવવા સોડા પાવડર અને તેમાં પાણી ઉમેરો અને ખંજવાળ વાળા ભાગમાં લગાવો. આ પછી 10 મિનીટ બાદ ધોઈ લો. આ ઉપાય કરવાથી ખરજવું મટે છે.
આમ, આ ઉપાય કરવાથી ખરજવા નામનો ચામડીનો ફૂગના જીવાણુંઓથી થતો રોગ મટે છે, આ ઉપરોક્ત ઉપાયો કરવાથી ખુબ જ અસરકારક કાર્ય કરીને આ ખરજવાને મટાડે છે. આ ઉપરોક્ત ઉપાય માત્ર આયુર્વેદિક ઔષધીઓ અને જડીબુટ્ટીઓ ઉપર આધારિત હોવાથી શરીરમાં કોઈ આડઅસર થવાનો ભય રહેતો નથી. આશા રાખીએ કે આ ખરજવા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને અથવા તમારા પરિવારમાંથી જે કોઈને ખરજવું થયું હોય તો તે આ માહિતી દ્વારા મટાડી શકો.
આવી બીજી 🥑 આયુર્વેદિક માહિતી અને ટીપ્સ 👌 માટે 🍎 “દેશી ઓસડીયા” ફેસબુક પેજ ને લાઈક કરો. દરરોજ ઘરેલું ઉપચાર તમારા ફોનમાં મેળવવા 👉 અહી ક્લિક કરી પેજ લાઈક કરો.
Good advice
Kharjvu chepi chhe??? Mara husband ne chhe ene kidhu to e k hu bahar suish…ene 4 yrs thi chhe…Mane ena jevu thyu chhe… Khanjval pan ave. …shu karu… Permanent cure mare thay…hu mara pati thi alag thava mangu chhu …pls guide me thanks