કમળો એક એવો રોગ છે જેમાં ચામડી અને આંખોમાં પીળાશ આવી જાય છે જે એક લીવરને લગતો રોગ છે. આ સ્વાસ્થ્ય સંબંધી રોગ જયારે ઉત્પન્ન થાય છે જ્યારે બોડીમાં ઝેરનું પ્રમાણ વધી જાય છે. કમળો એક પ્રકારનું બિલીરૂબીન નામનું પીળું પીગમેન્ટનું પ્રમાણ વધવાને કારણે થાય છે, બીલીરૂબીન લીવરમાં લાલ લોહીની કોશિકાઓને તૂટવાથી બચાવે છે. કમળો નવજાત બાળકોને વધારે થાય છે. ખાસ કરીને અધૂરા સમયમાં જન્મેલા બાળકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. શરીરમાં પીત્તરસના વધારાથી કમળો થાય છે. કમળાને આયુર્વેદમાં કમળાને લોહીમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધવાથી થતા રોગોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સિવાય કમળો અન્ય કોઈ બીમારી અથવા તો સ્વાસ્થ્ય સ્થિતિના કારણે પણ થઈ શકે છે. જીવનશૈલી અને ખાદ્ય સામગ્રીના આદતના પરિણામે શરીરમાં પિત્તરસનું સ્તર વધી શકે છે. જેના લીધે કમળો થઈ શકે છે.
કમળાના રોગના લક્ષણો: કમળાના દર્દમાં વ્યક્તિના નખ, આંખ, ઝાડો, પેશાબ તથા આખા શરીરની ત્વચા પીળા રંગની થઈ જાય છે. આ સિવાય આ રોગમાં તાવ, ઠંડી લાગે, પેટમાં પીડા થાય, ફ્લૂ લાગે, ચામડીના રંગમાં બદલાવ આવે, પીળા રંગનું યુરીન અને માટીના રંગનું મળ આવે, વજન ઘટી જાય, ઓછી ભૂખ લાગે, હાથમાં ખંજવાળ આવે, ધાધર જેવા રોગો થાય, પેટમાં દર્દ થાય અને લીવરના રોગ વગેરે કમળાના રોગના લક્ષણો છે.
કમળો થવાનું કારણ: લીવરમાં સોજો, પિત્તરસના પ્રવાહમાં ખામી, લીવરમાં કાર્સીનોમાં, વધારે પડતું દારૂનું સેવન, જન્મતા બાળકનું ઓછુ વજન, નીઓનેટલ કમળો વગેરે કારણે કમળો થાય છે, આ સિવાય હેપેટાઈટીસ, પેન્ક્રીયાસનું કેન્સર, દારૂ સંબંધી લીવરની બીમારી, સડકના કિનારે સડેલી અને ગંદા પાણી પીવાથી અને કાયમી દવાઓ લેવાથી કમળો થઇ શકે છે.
શેરડીનો રસ: શેરડીનો રસ કમળાના રોગના ઈલાજ માટે અત્યંત લાભકારી છે., દિવસમાં ત્રણથી ચાર માત્ર શેરડીનો રસ પીવાથી કમળાના રોગમાં ખુબ જ ફાયદો થાય છે. કોઈ રોગી લોટનું ખીરું ખાઈને શેરડીનો રસ પીવે તો અઠવાડિયામાં કમળો ઠીક થઇ જાય છે. ઘઉંના દાણા અને તેની જેટલા શેરડીના રસને મેળવીને સેવન કરવાથી કમળો મટે છે.
હળદર: હળદર કમળાના રોગના ઉપચાર માટે ખુબ જ ફાયદાકારક છે. જ્યારે કમળો થાય ત્યારે અડધો ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર ભેળવી દો. આ દ્રાવણ રોજ દિવસમાં ત્રણ વખત પીવો. જેનાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો નાશ પામે છે. આ ઉપાયથી વધારે પડતા બિલીરુબીન શરીરમાંથી બહાર નીકળે છે. કમળાના રોગ માટે આ સરળ ઉપાય છે જેનાથી લોહીની સફાઈ થઈ જાય છે.
નારંગી: નારંગી પાચનતંત્રને વ્યવસ્થિત કરે છે. નારંગી કમલમાં ખુબજ પ્રભાવશાળી સાબિત થાય છે. નારંગીના રસનું સેવન કરવાથી બીલારુબીનની માત્રા ઓછી થાય છે અને જેનાથી લીવરની કમજોરી દુર થાય છે.
ટમેટા: ટમેટા લાઈકોપીનનો ભરપુર સ્ત્રોત છે. સવારમાં ખાલી પેટે ટમેટાના રસનું સેવન કરવાથી લીવર સ્વસ્થ થાય છે. ટમેટાને નરમ બનાવવા માટે થોડા સમય સુધી પાણીમાં ગરમ કરો. સારી રીતે ગરમ કર્યા બાદ તેની છાલને ઉખેડી નાખીને ટમેટાના ગર્ભને એક વાસણમાં કાઢો અને તેનો સારી રીતે છૂંદો કર્યા બાદ પીવાથી કમળાનો રોગ નાબુદ થાય છે.
આદું: આદુંમાં ઘણાબધા એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે હાઈપોલીપીડેમિક પણ છે એટલા માટે તે લીવર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આદુની ચા બનાવીને પીવાથી કમળાના રોગમાં રાહત મળે છે.
દહી: કમળો થાય ત્યારે દહીનું સેવન કરવું જોઈએ. દહીંમાં પ્રોબાયોટીક્સ પ્રતિરક્ષાને બહેતર બનાવવા માટે પ્રયાસ કરે છે. આ દહીનું લોંદો બિલીરૂબીનના સ્તરને નીચે લાવે છે અને હાનીકારક બેક્ટેરિયાથી સુરક્ષા આપે છે. કમળાના રોગને ઠીક કરવા માટે દરરોજ એક વાટકો દહી ખાવું જોઈએ.
આમળા: આમળા વિટામીન સી અને અન્ય જરૂરી પોષકતત્વોથી ભરપુર હોય છે, જે કમળા સામેના રક્ષણમાં મદદ કરે છે. આમળા લીવરની કાર્યપ્રણાલીમાં સુધારો લાવવામાં મદદ કરે છે. આમળાનું ચૂર્ણ ખાવાથી બીલીરુબીનનું સ્તર સંતુલિત થાય છે. આમળાનું સેવન કરવા માટે આમળાને ગરમ પાણીમાં ઉકાળો. આ આમળાનો પેસ્ટ બનાવીને પાણી અને મધ સાથે ભેળવીને પીવાથી કમળાના રોગમાં રાહત રહે છે.
બકરીનું દૂધ: બકરીનું દૂધ ગાયના દુધની તુલનામાં પચવામાં સરળ છે, એટલા માટે બાળકોથી લઈને વૃધ્ધો સુધી જે કોઈને કમળો થાય તો બકરીનું દૂધ પીવડાવવું જોઈએ. બકરીના દુધમાં ઉપયોગી એન્ટી બોડી હોય છે. જે કમળાના રોગને ઠીક કરવામાં મદદ કરે છે. આમ પણ બકરી વગડામાં ઘાસચારો ચરતી હોય ત્યારે તે મોટાભાગની જડીબુટીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જેથી બકરીનું દૂધ આયુર્વેદિક હોય છે.
પપૈયું: કમળાના રોગમાં પપૈયું અસરકારક સાબિત થાય છે. પપૈયાની ચટણી, કચુંબર, સલાડ અને રસ ઉપયોગમાં લેવાથી કમળાનો રોગ થતો નથી. પપૈયાના પેસ્ટમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી કમળાનો રોગ નાબુદ થાય છે. નિયમિત રૂપે 15 દિવસ સુધી પપૈયાના પાંદડાના પેસ્ટ લગાવવાથી કમળાના રોગનો અસરકારક ઈલાજ છે.
આકડાના મૂળ: આંકડાના છોડના મૂળ 1 થી 2 ગ્રામની માત્રામાં લઇ જેમાં થોડુક મધ ભેળવીને ખાવાથી કમળો જડમુળથી નાબુદ થાય છે. પાલખ, આમળા, હળદર, સુંઠ, લોખંડી રાખ અને કાળા તીખા આ બધાને સંપૂર્ણ માત્રામાં લઈને ચૂર્ણ બનાવી લો. દિવસમાં ત્રણ વખત આ ચૂર્ણ 1.5 ગ્રામની માત્રામાં લેવાથી જુનો કમળો સંપૂર્ણ નાશ પામે છે.
સંતરા: સંતરા કે નારંગી પાચનક્રિયાને વ્યવસ્થિત કરે છે. આ ફળ કમળામાં ખુબ જ પ્રભાવશાળી પરિણામ આપે છે. સંતરાના રસનું સેવન કરવાથી બીલીરુબીન પદાર્થની માત્રામાં ઘટાડો થાય છે અને લીવરની કમજોરી દુર થાય છે. સંતરાનો રોગ એટલો બધો પ્રસિદ્ધ અને ફાયદાકારક છે કે જેના પર લોકો ઉપવાસ કરે છે જેથી શરીરના બધાં રોગો મરી જાય છે. બધાં લોકો આ રીતે ઉપવાસ કરી શકે છે પરંતુ શરીર કમજોર હોય તો ઉપવાસ કરવા ઠીક નથી.. દરરોજ સવારમાં ખાલી પેટે સંતરાનો રસ પીવાથી પાચન શક્તિ વધે છે. દિવસમાં 5 થી 6 વખત સેવન કરવાથી ફાયદો થાય છે. અઠવાડિયા સુધી આ સેવન કરવાથી શરીરમાં રાહત અનુભવાય છે. સંતરાની જગ્યાએ સંતરા જેવું જ બીજોરું નામનું ફળ પણ કમળામાં ખુબ જ ફાયદો કરે છે.
બદામ: બદામમાં એવા ઘણા ઘણા ગુણો છે જેનાથી લીવર મજબુત બને છે. લોકો માત્ર મગજ અને યાદ શક્તિ માટે બદામનો ઉપયોગ કરતા હોય છે પરંતુ બદામ, એલચી અને ખારેકનો ઉપયોગ કરવાથી લીવર મજબુત બને છે અને કમળો ઠીક કરે છે. 6-7 બદામ, ૩ એલચી અને 2 થી ૩ ખારેક લઈને એક વાસણ લઇ તેમાં પાણી ભરીને ડૂબાડો. આ પાણીમાં નાખેલી વસ્તુને સવારમાં પલળી ગયા પછી કાઢીને સારા પાણીમાં ધોઈ સારી રીતે સાફ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી સાકર અને એક ચમચી મધ ભેળવીને સારી રીતે પી લેવાથી કમળાનો રોગ નાબુદ થાય છે.
મૂળો: મૂળો લીવર માટે ખુબ જ સારો સ્ત્રોત છે અને તે લોહીને શુદ્ધ કરવા માટે અને શરીરથી બીલીરુબીન સહિય હાનીકારક ઝેરી પદાર્થો અને કચરાને સમાપ્ત કરવામાં સહાયતા કરવામાં એક શક્તિશાળી ડેટોફાયરના રૂપમાં કાર્ય કરે છે. કમળના ઉપચારમાં મૂળો અને મૂળાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. તાજા મુળાના પાંદડાનો રસ કાઢો અને એક ગ્લાસ મૂળાના પાંદડાનો રસ દરરોજ દિવસમાં બે વખત પીવાથી કમળામાં રાહત મળે છે. કમળાના રોગમાં આ ઉપયોગ 10 દિવસ ઉપયોગ કરવાથી જેમાં ફાયદો થાય છે. મૂળાના રસમાં સ્વાદ લાવવા અને પ્રભાવશાળી બનાવવા માટે તુલસીના પાંદડા પણ નાખી શકાય છે. જો મૂળાના પાંદડા ના ભાવે તો રોજ મૂળા ખાવાથી પણ ફાયદો થાય છે. કાળા મૂળા વધારે ફાયદો આપે છે જેનો સલાડમાં અને ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે.
ગાજર: કમળા માટે ગાજર પણ પ્રભાવશાળી સાબિત થાય છે. ગાજર લીવરની સફાઈ કરે છે. ગાજરમાં બીટા કેરોટીન હોય છે જે વિટામીન એ ના રૂપમાં હોય છે. જેમાં એવા ગુણ હોય છે જે કમળાના રોગથી શરીરમાં આવેલી ઉણપને ભરપાઈ કરે છે. ગાજરનો ઉપાય કરવો સહેલો અને સરળ છે. દરરોજ ગાજરનો રસ પીવાથી, તેનો સલાડ તરીકે ઉપયોગ કરવાથી, અથાણા ખાવાથી, ગાજરનું શાક અને મુરબ્બો ખાવાથી કમળાના રોગ સામે રક્ષણ આપે છે.
આમ, આ તમામ ઔષધિઓ તમે કમળાના રોગમાં ઉપયોગમાં લઇ શકો છે, જે શરીરમાં ઝેરીલા પદાર્થો અને રોગોને દુર કરે છે. જેથી કમળો રોગ અને ઝેર શરીરમાંથી દુર થાય છે જેમાં લીધે કમળો મટે છે, આ તમામ જડીબુટ્ટીઓ આપણી આજુબાજુ અને રસોડામાં તેમજ બજારમાં મળી રહે છે. જેથી તે મેળવવી સરળ અને સસ્તી છે, અને તેનો ઉપયોગ કરવો પણ સહેલો છે. અમને વિશ્વાસ છે કે તમારા માટે આ માહિતી ખુબ જ ઉપયોગી થશે અને અને કમળાના રોગને નાબુદ કરી શકશો જેથી તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે
આવી બીજી 🥑 આયુર્વેદિક માહિતી અને ટીપ્સ 👌 માટે 🍎 “દેશી ઓસડીયા” ફેસબુક પેજ ને લાઈક કરો. દરરોજ ઘરેલું ઉપચાર તમારા ફોનમાં મેળવવા 👉 અહી ક્લિક કરી પેજ લાઈક કરો.