હાલમાં સમયમાં કમરનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાને લીધે આજે ઘણા લોકો પીડાઈ રહ્યા છે. આ સમસ્યા હાલમાં મોટા ભાગના લોકોમાં જોવા મળતી હોય છે. આ સમસ્યા મોટા ભાગે વાયુના વિકારના કારણે કે કોઈ વસ્તુના વધારે પડતા સેવનથી થતી હોય છે. આ સમસ્યા થવા પાછળ આ બીજા અનેક કારણો પણ હોઈ શકે છે.
કમરનો દુખાવો એક ખુબ જ અસહનીય સમસ્યા છે. જેનાથી ઘણા લોકો એટલા બધા પરેશાન હોય છે કે ચાલી પણ શકતા નથી. જ્યારે અમુક લોકો તો આ સમસ્યાને લીધે વાંકા વાંકા ચાલતા હોય છે. આ સમસ્યાથી વેદમાં જે લોકોને થાય તે જ જાણી શકે.
ઘણા લોકો સવારે સુઈને જાગે છે તો કમરમાં વધારે પડતો દુખાવો થાય તો પથારીમાંથી સરળતાથી ઉભા પણ નથી થઇ શકતા જયારે અમુક લોક આ સમસ્યાને બેઠા હોય ત્યારે ઉભા થવામાં પણ તકલીફ અનુભવે છે. જેથી ઉભા થતા ક્યારેક પડી પણ જાય છે. ઘણી વખત સ્નાયુ જકડાઈ જવાથી કે સ્નાયુઓ ભેગા થઇ જવાને લીધે આ કમર દર્દ થાય છે. અમે આ લેખમાં કમરના દર્દને ઠીક કરવા માટે ઉપયોગી એવી થોડી કસરતો વિશે આ આર્ટીકલમાં જણાવી રહ્યા છીએ જે કરવાથી કમરનો દુખાવો મટી જાય છે.
સુપીન સ્પાઈલ ટ્વીસ્ટ: આ એક ખુબ જ સરળ આસન છે. આ આસન કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તેને સુપ્ત મ્ત્સ્યેન્દ્રાસન પણ કહેવામાં આવે છે. આ આસન જેટલું સરળ છે એટલું ઉપયોગી પણ છે. આ આસન શરીરની પાછળના મણકા કમરના હાડકાને વાળીને લાંબુ અને મજબુત બનાવ છે. આ આસન શરીરના આંતરિક અંગોની માલીશ કરીને તેને વિષાક્ત પદાર્થોથી મુક્ત કરે છે.
આ આસન કસરત કરવાથી માંસ પેશીઓમાં ખીંચાવ આવે છે અને હાડકાને કમરના વાયુનો પ્રકોપ હોય તો તેને પણ દૂર કરે છે. આ કસરત કરવા માટે સૌપ્રથમ અઆન પાથરીને તેના પર સુઈ જવું. આ પછી તમારા બંને હાથોને ખંભાથી સીધા જ બંને બાજુ ફેલાવી દેવા, આ પછી પગને ઘૂંટણ તરફ વાળી લેવા અને ઉપરની તરડ ઊંચા કરવા.
જમણા પગને ડાબા ઘૂંટણ પર ટેકવી દેવો. આ પછી શ્વાસ છોડતા છોડતા , જમણા કુલ્હાને ઉઠાવવો અને પીઠની ડાબી બાજુ વાળી દેવો અને જમણા ઘૂંટણને નીચે તરફ જવા દેવો અને આવું કરતા સમયે બંને હાથને જમીન ઉપર જ રાખવા. આ સાથે જમણો ઘૂંટણ પૂરી રીતે શરીરની ડાબી બાજુ ટકી શકે તેવો પર્યત્ન કરવો. આ પછી માથાને જમણી તરફ ઘુમાવવું. આ મુદ્રા 30 થી 60 સેકન્ડ સુધી રોકાઈ જવું અને પછી સામાન્ય સ્થિતિમાં આવી જવું. આ આ કસરત કરી શકાય છે તે શરીરમાં થતા કમરના દુખાવાને મટાડે છે.
કેટ એન્ડ કેમલ સ્ટ્રેચ: આ આસન શરીરમાં કમરના દર્દને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. આ આસનમાં પોતાનાં હાથ અને ઘૂંટણો ના બળથી ઘોડાની મુદ્રામાં આવી જવું. હાથ એકદમ સીધા રાખવા. શ્વાસ ઉપર તરફ છોડતી વખતે માથાને છાતી તરફ લાવવું અને કમરના ઉપરના ભાગને બહારની તરફ ગોળ કરવો. આ આસન કરવાથી પીઠના ભાગ પર તણાવ અનુભવાશે જેનાથી સ્નાયુ ખીન્ચાવ અનુંભવશે અને કસરત થશે જેના લીધે કમરનો દુખાવો ઠીક થાય છે.
હવે શ્વાસ લેતા લેતા માથાને ઉપર તરફ લઈ જવું. કમરના ઉપરના ભાગને અંદરની તરફ ગોળ વાળી લેવું. આ મુદ્રાથી છાતીમાં તણાવ આવશે. આ આસન અનુકુળ સમય પ્રમાણે કરી શકાય છે. જેનાથી કમરના દુખાવામાં ખુબ જ સારો ફાયદો થાય છે અને દુખાવો મટે છે.
કોબ્રા પોઝ: કોબ્રા પોઝ કરવા થી કમરના દર્દમાં ખુબ જ રાહત મળે છે. તેને કરવું પણ ખુબ જ સરળ છે. આ આસન કરવા માટે પેટના બળે સુઈ જવું. તમારા બંને હાથોને છાતીની પાસે લાવવા, આ પછી ઊંડો શ્વાસ લેવો અને શ્વાસ લેતા લેતા છાતીને ઉપરની તરફ ઉઠાવવી. પોતાની ક્ષમતા અનુસાર પોતાના માથાને પાછળની તરફ લઈ જવું. આ પચો ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા છાતીને નીચેની તરફ લાવવી. તેને 15 થી 20 વખત ધીરે ધીરે કરવું. આ આસન કરવાથી તમારો કમરનો દુખાવો જલ્દીથી ઠીક થઇ જશે.
બ્રીજ પોઝ: બ્રીજ પોઝ કરવા માટે પગના તળિયા નીચેની તરફ રાખીને સુઈ જવું. આ પછી શરીરના બંને ઘૂંટણ ના બળ પર પુલના આકારમાં બનાવવું. બંને હાથને સાઈડમાં રાખવા મને હિપ્સને શ્વાસ લેતા લેત આ ઉઠાવવાનો પ્રયાસ કરવો. તમારી ક્ષમતા અનુસાર હિપ્સને ઉઠાવવા અને જમીન પર રાખવાથી આ ક્રિયા 20 થી 30 વખત કરવી.
સાઈડ બોન્ડીંગ પોઝ: આ શરીરમાં કમરના દુખાવાને ઠીક કરે તેવું ખુબ જ અસર કારક આસન છે. આ આસન કરવા માટે શરીરનાપગને પહોળા કરીને ઉભા રહેવ ઉ. બંને હથેળીઓ ના હાથને પંજાને ભેગા કરીને હાથને ઉપર તરફ લઇ જવા તેમાં હથેળી ઉપર તરફ રાખવી. શ્વાસ લેતા લેંતા પોતાના હાથને ઊંચા કરવા અને જ્યાં સુધી શરીરના હાથમાં ખેંચાણ અનુભવાય ત્યારે હાથને છોડી દેવા. અને શરીરન ડાબી તરફ વાળવું અને પછી જમણી તરફ વાળવું. આ કસરત થોડા સમય સુધી કરવી.
આમ, આ આટલી કસરતો કરવાથી શરીરમાં થતો કમરનો દુખાવો મટાડવામાં ખુબ જ ઉપયોગી થાય છે. આ ખુબ જ અસરકારક ઉપાય છે. આ કસરતનો અભ્યાસ થોડા સમય સુધી કરવાથી કમરમાં દુખાવામાં રાહત મેળવી શકાય છે. આ ખુબ જ અસરકારક ઉપાય છે. જે સ્નાયુ અને અને હાડકાને કસરત આપીને કમર દર્દને ઠીક કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.