આપણા શરીરના સૌંદર્યમાં માથાના વાળ મહત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરમાં દેખાવમાં પણ વાળ અગત્યનો ભાગ ભજવે છે. આપણા વાળ બરાબર હોય તો આપણે શાંતિથી રહી શકીએ છીએ. ઘણા લોકોને વાળ સફેદ થઈ જતા હોય છે, માથામાં ટાલ પડી ગઈ હોય તો તેઓ ખુબ જ પરેશાન રહેતા હોય છે. શરમ અનુભવતા હોય છે. વાળ સફેદ થવાથી વ્યક્તિની ઉમર વધારે દેખાય છે.
ઘણા વ્યક્તિને નાની ઉમરમાં વાળ સફેદ થવા માંડે તો તે વ્યક્તિ લઘુતાગ્રંથીથી પીડાય છે. ચિંતામાં રહે છે. માનસિક પરેશાની અનુભવે છે. શરમથી લોકોથી દુર રહવાનું વધારે પસંદ કરવા લાગે છે. આ માટે આ બધી જ સમસ્યાના સમાધાન માટે અમે અહિયાં વાળ સફેદ ન થાય તેનો ચમત્કારિક ઉપચાર બતાવી રહ્યા છીએ.
આ ઉપચાર કરવાથી 50 થી 60 વર્ષની ઉમર સુધી વાળને કાળા રાખી શકાય છે. જ્યાં સુધી ઘડપણ ન આવે ત્યાં સુધી વાળ કાળા જ રહે છે. સાથે વાળ ખરતા પણ નથી. આ નુસખાથી વાળની બીજી કોઇપણ સમસ્યા પણ નહિ થાય. આ ઉપચાર દરેક ઉમરના વ્યક્તિ અજમાવી શકે છે.
આ નુસખા માટે પંચરત્ન તેલ બનાવવામાં આવે છે. આ તેલથી ખુબ જ ચમત્કારિક ફાયદો મેળવી શકાય છે. આ તેલ બનાવવા માટે આમળાનું તેલ, કલોંજીનું તેલ, દિવેલાનું તેલ, કણજીનું તેલ અને કોપરેલ તેલ લઈને બનાવી શકાય છે.
આમળાનું તેલ મેડીકલ સ્ટોર કે જનરલ સ્ટોર મળી રહે છે, આ તેલમાં અલગ અલગ કંપનીના તેલ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. જેમાંથી કોઈ સારી કંપનીનું તેલ પસંદ કરી શકાય છે. કલોંજીનું તેલ પણ બજારમાં કે કોઈ જનરલ સ્ટોર અને મેડીકલ સ્ટોર મળી રહે છે. કલોંજીનું તેલ પિગમેન્ટ સેલ માટે ઉપયોગી છે. જે વાળને કાળા રાખે છે. તે આ તે આ કોષને નુકશાન થતું અટકાવે છે. આ તેલ આવા કોષની સંખ્યા વધારે છે અને વાળને કાળા રાખવાનું કાર્ય કરે છે.
એરંડિયું તેલ કે જેને દીવેલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ત્યાં વર્ષોથી માથામાં નાખવા માટે આ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અન્ય કંપનીના તેલ ઉપલબ્ધ ન હતા ત્યારે આ તેલનો ઉપયોગ માથામાં નાખવા માટે કરવામાં આવતો હતો. આ એરંડાનું દીવેલ તેલ વાળને મજબુત રાખવાનું કાર્ય કરે છે. આ તેલ વાળને જાડા કરે છે.
કણજીનું તેલ બજારમાં સાવ સામાન્ય કિમતમાં મળી રહે છે. દેશી ઓસડીયા વાળા કે ગાંધીની દુકાનેથી તેમજ મેડીકલ અને જનરલ સ્ટોર પરથી આ તેલ મળી રહે છે. આ તેલને વાળનું અમૃત માનવામાં આવે છે. આ તેલનું મુખ્ય કાર્ય માથામાં રહેલા વર્ષો જુનો ખોડાને કાઢવાનું છે. જો માથામાં ખોડો નહિ હોય તો આ તેલ ભવિષ્યમાં ખોડો નહિ થવા દે. આ તેલ ખરતા વાળને રોકવાનું કાર્ય કરે છે. અકાળે નાની ઉમરે માથામાં ટાલ પડી જવી જેવી સમસ્યાઓને દુર કરે છે.
નારીયેળ તેલ કે જેને કોપરેલ તેલ કહેવામાં આવે છે. કોપરેલ તેલમાં વિટામીન ઈ હોય છે. આ તેલ વાળને લાંબા કરવા માટે, વાળના પોષણ માટેનું કાર્ય કરે છે. આ તેલનો ઉપયોગ બધા જ લોકો કરી શકે છે. ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે બધા જ તેલ મિક્ષ કરીને પંચરત્ન તેલ બનાવી શકાય છે.
આ પંચરત્ન તેલ બનાવવા માટે કોઈ વાસણમાં આમળાનું તેલ 1 ચમચી, 1 ચમચી કલોંજી તેલ, 1 ચમચી એરંડાનું દીવેલ તેલ, 1 ચમચી કણજીનું તેલ. તેમ ચારેય તેલ એક એક ચમચી લેવા. ત્યાર બાદ નારીયેળનું કોપરેલ તેલ 3 ચમચી લેવું મતલબ કે કોપરેલ તેલ ત્રણ ગણું લેવું.
આ બધા જ તેલને મિક્ષ કરીને બરાબર હલાવી નાખવા. જેથી એક મિક્સ તેલ બની જાય છે. આ મિક્સ કરેલા તેલને સ્ટીલની કટોરીમાં, સ્ટીલની વાટકીમાં 2 થી 3 મિનીટ સુધી ગરમ કરવું. આ બધા જ તેલમાં એરંડાનું તેલ જાડું હોય છે એટલે આ બધા તેલમાં ભળવું નથી એટલા માટે ગરમ કરવું જરૂરી છે.
ગરમ કર્યા બાદ આ તેલને કોઈ બોટલમાં રાખી શકાય છે. જેને કોઇપણ કાચની બોટલ કે કાચની બોટલમાં ભરી શકાય છે. આ તેલના એકાંતરા દિવસે લગાવી શકાય છે. એટલે કે એક એક દિવસ છોડીને લગાવી શકાય છે.
દરરોજ સાંજે આ તેલ વાળના મૂળમાં લગાવવું. આ તેલ લગાવવા માટે આંગળીઓના ટેરવા માં તેલમાં બોળીને માથામાં તેલ પર લગાવી શકાય છે. આંગળીઓના ટેરવા પર તેલ લગાવીને 10 મિનીટ જેટલા સમય સુધી આ તેલ માથામાં લગાવતા રહેવું. આ તેલને માથાના બધા જ વાળના મૂળમાં લાગી જાય એ રીતે લગાવવું.
આ તેલની બરાબર માલીશ થઈ ગયા બાદ આખી રાત્રી માથામાં રહેવા દેવું અને બીજા દિવસે સવારે આ તેલને માથામાં કોઇપણ શેમ્પુ નાખીને ધોઈ લેવું. આ શેમ્પુથી વાળને ધોઈ નાખવા, માંથું ધોઈ નાખવું. આ બાદ એક દિવસ છોડીને આ તેલને લગાવી શકાય છે.
આ રીતે એક મહિના સુધી આ તેલ લગાવવાથી તેનું પરિણામ આવવાની શરૂઆત થઈ જાય છે. તમારા વાળ જો નાની ઉમરે સફેદ થઈ ગયા હશે તો નવા જે વાળ ઉગશે તે વાળમાં કાળાશ આવશે. એ વાળ કાળા થશે. સ્ત્રીઓને ખરતા વાળની સમસ્યા આ તેલની ચમત્કારિક રીતે મટાડી શકાય છે. આ તેલ લગાવવાથી માત્ર 10 દિવસમાં જ વાળ ખરતા ઓછા થઈ જશે. ધીમે ધીમે ખરતા વાળની સમસ્યા સાવ બંધ થઈ જશે.
જો આ તેલની તમારા વાળ સફેદ થવાની અને વાળ ખરી જવાની સમસ્યા મટી જાય તો આ તેલને અઠવાડિયામાં બે થી ત્રણ વખત લગાવી શકાય છે. આ રીતે માથાની વાળ, ખોડો, ઊંદરી જેવી સમસ્યામાં આ તેલ ખુબ જ ફાયદો કરે છે.
આમ, આ તેલ જેને આપણે પંચરત્ન તેલ તરીકે ઓળખીશું. આ તેલ ખુબ જ અસરકારક પરિણામ આપે છે. માથાના વાળ સફેદ થવાની, વાળ ખરી પડવાની, વાળ ટૂંકા રહેવાની માથામાં ખોડો થવો, ટાલ પડવી. જેવી અનેક સમસ્યાઓમાં આ તેલ ખુબ જ ફાયદો કરે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા વાળની સમસ્યામાં ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.