અનિયમિત ભોજનથી કબજીયાત રહેવાની સમસ્યા સામાન્ય બાબત છે. કબજિયાત બધાં રોગોનું મૂળ છે. જમ્યા બાદ બેઠા રહેવાથી કે જમ્યા બાદ સુઈ જવાથી કે કોઈ એક જગ્યા પર બેઠા રહેવાથી આ સમસ્યા થાય છે. કબજિયાત એવી સમસ્યા છે કે દર્દીનું પેટ યોગ્ય રીતે સાફ થવા દેતી નથી અને મળત્યાગના સમયે ખુબ જ મુશ્કેલી પડે છે. જેના લીધે દર્દીને વારંવાર શૌચાલય જવું પડે છે. કબજિયાત પેટની સમસ્યા છે જેમાં મળ કડક થઇ જાય છે જેના લીધી દર્દીને તકલીફ થાય છે. મળત્યાગ કરતી વખતે શૌચક્રિયા કરતા સમયે લાંબા સમય સુધી બેસી રહેવું પડે છે. જે ક્યારેક મસા જેવા રોગને પણ ઉત્પન્ન કરી શકે છે.
આ સમસ્યા થવાથી દર્દી આળસુ બની જાય છે. લાંબા સમય સુધી કબજિયાત રહેવાથી ઘણીબધી બીમારીઓ થઇ શકે છે. જેથી કબજિયાતના લક્ષણો દેખાતા જ તેનો ઈલાજ કરવો જોઈએ. આ ઈલાજ માટે અમે આયુર્વેદિક ઉપચાર બતાવી રહ્યા છીએ જે અપનાવવાથી કબજિયાત દુર થાય છે. કબજિયાતના કારણે ડાયવર્ટીકયુલાઈટીસ અને આંતરડાના કેન્સર સુધીના રોગો થવાની શક્યતા વધી જાય છે.
વાયુ, પિત્તરસ અને કફના લીધે શરીરનું સંતુલન જળવાય છે. આ ત્રણ બાબતોમાં અસંતુલન સર્જાય તો બીમારી આવી શકે છે. ખાવાપીવામાં લાપરવાહી અને જઠર મંદ પડે છે. જેનાથી ખોરાક બરોબર વલોવાતો નથી. અને જેથી પચવામાં તકલીફ પડે છે. જેનાથી શરીરમાં ઝેર ભળે છે અને આમાંથી વાયુના ગેસના પરિણામે કબજિયાત થાય છે. કબજિયાત બે પ્રકારના હોય છે. આકસ્મિક અથવા અસ્થાયી કબજિયાત અને ક્રોનિક કોન્સ્ટીપેશન કબજિયાત.
કબજિયાત થવાના કારણો: સમયસર ભોજન નહી કરવાથી, તળેલું ભોજન વવધારે કરવાથી, વજન ઘટાડવા માટે ડાયટ કરવાથી, પેન કિલરના વધારે પડતા ઉપયોગથી, એક જ પ્રકારનું ભોજન લેવાથી, મેંદાથી બનેલા અને મસાલાથી ભરપુર ખોરાક ખાવાથી, ભોજનમાં રેસાવાળો ખોરાક નહિવત પ્રમાણમાં ખાવાથી, ઓછું પાણી કે તરસ છીપાઈ નહી તેવા પ્રવાહીની ઉણપથી, રાત્રે મોડું ભોજન કરવાથી, રાત્રે જાગવાથી, વધારે પ્રમાણમાં તમાકુ, ચા, કોફી, અને સિગારેટ વગેરે વસ્તુઓનું સેવન કરવાથી, પહેલા લીધેલું ભોજન પચ્યા પહેલા બીજી વખત ભોજન કરવાથી. ચિંતા અને તનાવયુક્ત જીવન જીવવાથી, હોર્મોન્સમાં અસંતુલન અને થાઈરોઈડની પરેશાનીના કારણે, લાંબા સમય સુધી રોગ અને દર્દનાશક દવાનો ઉપયોગ કરવાથી કબજિયાત થઇ શકે છે. કબજિયાત નાના અને મોટા આંતરડા વચ્ચે સર્જાતી અવ્યવસ્થાને કારણે થાય છે.
કબજિયાત થવાના લક્ષણો: અનિયમિત અને ઓછી માત્રામાં મળત્યાગ, મળત્યાગમાં દબાણ, નાના અને બારીક અને કઠણ મળ, પેટમાં વારંવાર દર્દ, પેટ ફૂલી જવું, શ્વાસમાં દુર્ગંધ, નાકમાંથી પાણી ટપકવું, ઓછી ભૂખ લાગવી, માથામાં દુખાવો થાય, ચક્કર આવે, ચહેરા પર ફોલ્લીઓ થાય, પેટમાં ભાર રહે છે અને પેટ ભરેલું લાગે છે, પેટમાં ગેસ થાય છે, શરીરમાં આળસ ઉત્પન્ન થાય. પીંડીઓમાં પીડા થાય, મોઢામાં ચાંદી પડે, ચામડી પર મસ થાય વગેરે કબજિયાત થવાના લક્ષણો છે.
આ કબજિયાત થાય ત્યારે તેને અટકાવવાના અને તેમાંથી રાહત મેળવવાના કેટલાક ઉપાયો અમે બતાવી રહ્યા છીએ જે અનુસરવાથી કબજિયાત દુર થાય છે.
સુંઠ: વાયુદોષથી થયેલી કબજિયાતમાં ઝાડા કઠણ, સુકો,કાળાશ પડતો અને મહા મહેનતે આવે છે. તે માટે રાતે અને સવારે 2 ચમચી દીવેલ ગરમ ચા કે સુંઠવાળા ગરમ ઉકાળા દૂધ સાથે રોજ લેવું. તેથી ખુલાસાથી ઝાડો થશે.
હરડે: જેમને કફ શરદીનો કોઠો હોય તેને ઝાડો ખાસ ચીકણો આવતો હોય તેમણે ઝાડો સાફ લાવવા માટે સૂંઠ, સંચળ, હરડે અને મીંઢી આવળની ફાકી કે દીનદયાળ ચૂર્ણ નામની દવા 1 ચમચી સવારે નવશેકા પાણી સાથે લેવાથી કબજિયાતમાં રાહત રહે છે.
સગર્ભા સ્ત્રીને કબજિયાત રહેતી હોય તો હરડે ના આપવી. કબજિયાતના સમયે સાટોડી, દેવદાર, ગળો, હરડે અને સુંઠનો નવશેકો ઉકેળો સવાર-સાંજ તેમાં 1 થી 2 ચમચી દીવેલ મેળવી પીવાથી લાભ થાય છે. 4 ગ્રામ હરડે અને 1 ગ્રામ તજ 100 ml પાણીમાં ઉકાળીને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
અંજીર: અંજીરમાં કબજિયાત દુર કરવાના ગુણો મળી આવે છે. જેનાથી મળત્યાગ કરવામાં સહાયતા મળે છે. અને જૂની કબજીયાત અને ગેસની સમસ્યાને દુર કરે છે.
ત્રિફળા: ગરમીના કારણે ઝાડા સુકાઈને જઈને પીળા રંગનો પણ કઠણ થાય છે, જલદી ઉતરતો નથી. આ સમયે ત્રીફ્ળાનું ચૂર્ણ 1 ચમચી અથવા ગરમાળાનો ગોળ 10 ગ્રામ, પાણીમાં ઓગળીને પીવાથી ઝાડો ખુલીને આવે છે. આ સમયે દુધમાં ઘી નાખીને પણ પી શકાય છે.
સૂકી દ્રાક્ષ: 10 થી 12 ગ્રામ સુકી દ્રાક્ષ લઇ તેને પાણીમાં પલાળી લો. દ્રાક્ષ સંપૂર્ણ રીતે પલળી ગયા બાદ તેમાંથી બીજ કાઢી લો. ત્યારપછી આ દ્રાક્ષને દુધમાં ઉકાળીને ગરમ કરો. દૂધમાં દ્રાક્ષ બરાબર ગરમ થયા બાદ આ દૂધ પીવાથી કબજિયાત મટે છે.
એરંડાનું તેલ: રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દુધમાં 1 થી 2 ગ્લાસ ગરમ દુધમાં 1 થી 2 ચમચી એરંડાનું તેલ નાખીને પીવાથી કબજિયાત દુર થાય છે. એરંડાનું તેલ શરીરના આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે.
બીલીપત્રનું ફળ: બીલીનું ફળ કબજિયાત દુર કરવા માટે ફાયદાકારક છે. અડધો કપ બીલીના ફળનો ગર્ભ અને ચમચી ગોળ નાખીને સાંજે ભોજન લેતા પહેલા સેવન કરવાથી કબજિયાત દુર થાય છે. બીલીના ફળનું સરબત બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે.
ટમેટા: પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ સાફ થઈ થાય છે અને જેનાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે.
જીરું અને અજમા: જીરું અને અજમાને હળવા ગરમ કરીને પીંસી નાખો. જેમાં કાળું મીઠું નાખીને આ ત્રણેયનું મિશ્રણ ડબામાં રાખી લો. દરરોજ અડધી ચમચી હળવા હુંફાળા પાણી સાથે પીવાથી કબજિયાતમાં ફાયદો થાય છે. અજમો અને સોનમુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે. અજમાના ચૂર્ણમાં સંચોરો નાખી ફાંકવાથી કબજિયાત મટે છે.
મુલેઠી: એક ગ્લાસ પાણીમાં એક ચમચી મુલેઠીનું ચૂર્ણ અને એક ચમચી ગોળ ભેળવીને તેનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે. મુલેઠી કબજિયાતમાં આંતરડામાંથી જૂના મળને સાફ કરવાનું કાર્ય કરે છે.
વરીયાળી: રાત્રે સુતા પહેલા એક ચમચી વાંટલી એક ચમચી વરીયાળી ગરમ પાણી સાથે પીવાથી કબજિયાત ઠીક થાય છે. વરિયાળીમાં મળી આવતા ઉડનશીલ તેલ પાચનક્રિયાને મજબુત કરે છે અને ગેસ્ટ્રીક એન્જાઈમના ઉત્પાદનને વધારે છે.
મધ: મધનો ઉપયોગ કબજિયાત દુર કરવા માટે ફાયદાકારક છે. મધ શરીરમાંથી કફને પણ સાફ કરી નાખે છે. મધમાં લેક્સટીવ ગુણ મળી આવે છે. જે કબજીયાતની સમસ્યા દુર કરવામાં સહાયક થાય છે. મધ શરીરના કચરાને સાફ કરે છે. સવારમાં ભૂખ્યા પેટે મધ ખાવાથી કબજિયાત થોડા સમયમાં જ દુર થાય છે. રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દુધમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી કબજિયાત મટે છે.
પાલખ: પાલખમાં પણ મધ જેવો જ લેક્સટીવ ગુણ મળી આવે છે. જે કબજીયાતને દુર કરે છે. જો શાકભાજી કે સલાડમાં અથવા ચટણી સાથે પાલખ લેવામાં આવે તો વ્યક્તિને કબજીયાતની સમસ્યા રહેતી નથી.
કોફી: સામાન્ય રીતે લોકો કોફી પીતા હોય છે, પરંતુ જે લોકો કોફીનું સેવન કરતા નથી તે લોકોને કબજિયાત થાય છે, જો આ લોકોને કોફી પીવડાવવામાં આવે તો કબજિયાત દુર કરે છે. કોફી મળ ત્યાગ કરવાની પ્રવૃત્તિને જાગૃત કરે છે.
ખાટી બદામ કે આલું બદામ: આલું બદામના સેવનથી કબજિયાતમાં રાહત થાય છે. આલું બદામમાં લેક્સટીવ ગુણ હોય છે જેનાથી મળત્યાગ આસાનીથી થાય છે. અને જેનાથી કબજિયાતમાં રાહત રહે છે.
ઇસબગુલ: ઈસબગુલનું ચૂર્ણ કબજીયાતનો રામબાણ ઈલાજ છે. જેનો ઉપયોગ દૂધ અથવા પાણીમાં ભેળવીને પીવાથી કબજિયાત બિલકુલ દુર થાય છે.
પપૈયું: પપૈયામાં વિટામીન ડી ભરપુર માત્રામાં હોય છે. પપૈયું ખાવામાં ટેસ્ટી હોય છે જે દરેક લોકોને પસંદ આવે છે. જે દરેક લોકોને પેટની સમસ્યા માટે ખુબ જ ફાયદાકારક છે. પપૈયું કબજીયાતની સમસ્યા દુર કરે છે. જેનું વિટામીન ડી રોગ પ્રતિકારક શક્તિપણ વધારે છે. કાચા પપૈયાને સલાડ, ચટણી કે મુરબ્બો કે હળવો બનાવીને ખાવામાં ઉપયોગમાં લઇ શકાય છે. વડનું ફળ ખાવાથી પણ કબજિયાત દુર થાય છે. આ મેં બતાવેલા ઉપાયો કબજિયાતના દર્દી માટે ખુબજ ફાયદાકારક છે.
કબજિયાતના દર્દી માટે અમે બતાવેલા આ ઉપાયો ખુબ જ અસરકારક સાબિત થશે. કબજિયાતના રોગને આ ઉપાયોમાંથી જે ઉપાય અનુકૂળ આવે અને તમારી પાસે જે જડીબુડ્ડી ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરી શકો છો. અમને ખાત્રી છે કે આ ઉપચારથી તમને જરૂર ફાયદો થશે, આપણા પૂર્વજો અને વડીલો જ્યારે મેડીકલ સારવાર શક્ય નહોતી ત્યારે આ આયુર્વેદિક ઉપચાર થકી જ કબજીયાતને જડમૂળમાંથી નાબુદ કરતા હતા.અમારા આ ઉપચારથી અનેક લોકોની કબજીયાતની સમસ્યા દુર થઈ છે. જેથી આપ પણ આ ઉપચાર અપનાવીને તમારી સમસ્યાને નાબુદ કરી શકો છો.
સાહેબ જીરું અને સોનામુખી અને કાળું નમક નું હું ચૂર્ણ કાયમ લૌસુ તો લાંબા ગાળે નુકસાન તો નઈ થાય ને જણાવવા વિનંતી
ના નુકસાન તો નહિ થાય પણ એવું લાગે તો કોઈ આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી. આભાર