જેઠીમધ એક ખુબ જ ઉપયોગી ઔષધી છે. જે શરદી, ઉધરસ, કફ અને બીજા અનેક રોગોંના ઈલાજમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે કેલ્શિયમ, ગ્લીસરાઈઝિક, એસિડ, એન્ટી ઓક્સીડેન્ટ, પ્રોટીન અને ચરબી જેવા ગુણોનો ધરાવે છે. જેથી જેઠીમધનો ઉપયોગ આંખના નેત્રરોગ, મુખના રોગ, ગળાના રોગ, ઉદરના રોગ, શ્વાસની તકલીફ, હ્રદય રોગ માટે આપણે આયુર્વેદમાં વર્ષોથી ઉપયોગ થાય છે. જેથીમધનું વાનસ્પતિક નામ Glycyrrhiza glabra Linn છે.
જેઠીમધનો ચૂર્ણ સ્વરૂપે, પાવડર સ્વરૂપે, સિરપ સ્વરૂપે, ગોળી કે ટેબ્લેટ સ્વરૂપે તેમજ સીધો જ ઔષધી સ્વરૂપે જેઠીમધનો ઉપયોગ થાય છે. જેઠીમધના 5 થી 6 ફૂટ ઊંચા છોડની આપણે ત્યાં પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં ખેતી કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે આ જેઠીમધ મધુર, કડવું, શીતળ, રુચિકર, પચવામાં ભારે, બળવર્ધક, વીર્યવર્ધક, રસાયન તથા વર્ણ અને સ્વરને સુધારનાર છે. તે વાયુ અને પિત્તદોષ, રક્તસ્ત્રાવ, વ્રણ-ઘા, ઉલટી, ચામડીના રોગો, સુકી ઉધરસ અને પ્રદરના રોગોનો નાશ કરે છે.
શરદી અને ઉધરસના રોગો: જેઠીમધ ગળામાં ખરાશ, શરદી, ઉધરસ અને દમ જેવી બીમારીમાં અકસીર રામબાણ ઉપાય છે. જેઠીમધ શ્વસનતંત્રમાં થયેલા સંક્રમણને દુર કરે છે. એન્ટી ઓક્સીડેન્ટ ગુણના કારણે જેઠીમધ સોજાને ઓછો કરીને વાયુમાંર્ગને શાંત કરે છે. જેના કારણે ઉધરસમાં આરામ મળે છે. જેઠીમધ સુચવાથી અને ખાંસી અને દમના રોગીને રાહત મળે છે. ટીબીમાં જેઠીમધ સુચવાથી લાભ મળે છે.
કફની તકલીફ: ખાંસી બાદ તે જો કફ મીઠો અને સુકો હોય છે તો વારંવાર ખાંસી ખાઈને ખુબ જ મુશ્કેલીથી નીકળી શકે છે. જયા સુધી ગળામાંથી કફ નહિ નીકળી શકતો ત્યાં સુધી રોગી ઉધરસ ખાતો રહે છે. એટલા માટે 2 કપ પાણીમાં 5 ગ્રામ જેઠીમધનું ચૂર્ણ નાખીને એટલું ઉકાળો કે પાણી અડધો કપ વધે. આ પાણીને અડધો સવારે અને અડધો સાંજે સુતા પહેલા પી લેવો. 3 થી 4 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી કફ પાતળો થઈને ખુબ જ સરળતાથી નીકળી જાય છે
જેથીમધનું સેવન કરવાથી કફની સમસ્યા દૂર થાય છે અને ફેફસા સ્વસ્થ રહે છે. સાથે જ અસ્થમાની સમસ્યામાં પણ જેઠીમધ ખુબ જ લાભકારી છે. જેથીમધના કારણે કફ ઓગળીને શરીરમાંથી બહાર નીકળી જાય છે અને કફ રહેતો નથી.
ઉલટી લાવીને કફ કાઢવો: પેટમાં એસીડીટીના કારણે મોળો જીવ થાય છે. સાથે પિત્તનું પ્રમાણ પણ વધવા લાગે છે. તબિયતમાં બેચેની અને ઘબરાહટ થાય છે. ઉલટી થઇ શક્તિ જેના કારણે માથાનો દુખાવો શરુ થઇ જાય છે. આવી સ્થિતિમાં ઉલટી લાવવા માટે 2 કપ પાણીમાં 10 ગ્રામ જેઠીમધનુ ચૂર્ણ નાખીને ઉકાળતા જેમાંથી અડધું બળી જાય ત્યારે તેને ઉતારીને ગાળીને ઠંડું થયા બાદ તેમાં 3 વાટેલી રાઈ નાખીને પીવાથી ઉલટી થઇ જાય છે. આ પ્રયોગ કરવાથી પેટમાં જામેલો કફ, પિત્ત નીકળી જાય છે, અને તબિયત હલકી થઇ જાય છે, અત્યારે કોરોનામાં કફનું પ્રમાણ વધારે હોય છે ત્યારે આ પ્રયોગ ખુબ જ જરૂરી છે.
ફેફસાનો રોગ: જેઠીમધ ફેફસાનો સોજો, ગળામાં ખરોશ પડવી, ગળું બળવું, સુકો કફ અને ખાંસીમાં લાભ કરે છે. જેઠીમધ ફેફસાને બળ આપે છે. જયારે ફેફસા સંબંધી રોગોમાં પણ લાભકારી છે. જેથીમધને નાગરવેલના પાનમાં નાખીને ખાવાથી લાભ થાય છે. ફેફસાનો ટીબી રોગમાં પણ જેઠીમધનો ઉકાળો બનાવીને ઉપયોગ કરી શકાય છે.
સુકી ખાંસી-ઉધરસ: સુકી ખાંસીમાં કફ ઉત્પન્ન કરવા માટે 1 ચમચી જેઠીમધ ને મધ સાથે દિવસમાં 3 વખત ચાટવું જોઈએ. તેનું 20 થી 25 ગ્રામ ઉકાળો સવારે અને સાંજે પીવાથી શ્વાસનળી સાફ થઇ જાય છે.
આંખના રોગો: જેઠીમધના કવાથથી આંખ ધોવાથી આંખના રોગો મટે છે. તેના ચૂર્ણમાં સરખા પ્રમાણમાં વરીયાળીનો પાવડર મિક્સ કરીને દરરોજ સવારે અને સાંજે ખાવાથી આંખની બળતરાની સમસ્યા દુર થાય છે.
નપુંસકતા: દરરોજ જેઠીમધ સુચવાથી નપુસંકતા નષ્ટ થાય છે. 10 ગ્રામ જેઠીમધને વાટીને ચૂર્ણ કરી, ઘી અને મધમાં ભેળવીને ચાટવાથી અને ઉપરથી મિશ્રીમાં ભેળવેલ ગરમ ગરમ દુધને પીવાથી નપુસંકતાનો રોગ મટે છે. 10-10 ગ્રામ જેઠીમધ, ખાખર વેલ, તજ, લવિંગ, ગોખરું, ગિલોય અને મુસળીને લઈને વાટીને ચૂર્ણ બનાવી લેવું. આમાંથી અડધી ચમચી ચૂર્ણ સતત 40 દિવસ સુધી સેવન કરવાથી નપુસંકતા રોગ ઠીક થાય છે.
પેશાબના રોગ: પેશાબમાં બળતરા, પેશાબ રોકાઈને આવું, વધારે આવવું, ઘાવ એને ખંજવાળ તેમજ પેશાબ સંબંધી બધી જ બીમારીમાં જેઠીમધનો પ્રયોગ લાભ દાયક છે. તેને ખાધા બાધ દરરોજ 4 વખત 2 કલાકના અંતરે ચુસતા રહેવાથી લાભદાયક છે. જેઠીમધ બાળકો પણ ખાઈ શકે છે. 1 ચમચી જેઠીમધનું ચૂર્ણ 1 કપ દુધ સાથે લેવાથી પેશાબની બળતરા ઠીક થાય છે.
હ્રદય રોગ: જેઠીમધ હ્રદયરોગમાં પણ ખુબ જ ઉપયોગી છે. જેઠીમધનો ક્વાથ બનાવીને 10-15 મિલી પીવાથી ઉદરશૂળ મટી જાય છે. વધારે શિરાઓ અને ધમનીઓ પર અસંતુલિત ભોજનની અસર, ખોટી આદતો અને કામનો વધારે બોજ પડવાથી કમજોરી આવી જાય છે. જેનાથી હ્રદયને હાની પહોંચે છે. જેના કારણે અનિંદ્રા, વધારે બ્લડ પ્રેસર જેવા રોગ થઇ જાય છે. એવામાં જેઠીમધનું સેવન ખુબ જ લાભદાયક છે.
ઘાવ અને ફોલ્લા: જો જેઠીમધનો લેપ ફોલ્લા પર લગાવવામાં આવે તો એ જલ્દી પાકીને ફૂટી જાય છે. આવે તો એ જલ્દી પાકીને ફૂટી જાય છે. જેઠીમધ અને તેલને વાટીને તેમાં આયુર્વેદિક ઘી મિક્ષ કરીને ઘાવ પર લગાવવાથી ઘાવ ભરાઈ જાય છે.
મોઢામાં ચાંદી કે ફોલ્લી: મોઢામાં ચાંદી પડી હોય ત્યારે જેથીમધમાં મધ લગાવીને ચૂસવાથી રાહત મળે છે. ખાંસી અને ગળાની તકલીફમાં જેઠીમધ સુચવાથી ફાયદાઓ થાય છે. જેઠીમધ ચૂસવાથી એડકી પણ બંધ થાય છે.
હ્રદય સંબંધી રોગ: જેથીમધનું સેવન કરવાથી શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને શ્રેષ્ઠ કોલેસ્ટ્રોલ વધે છે. જેના લીધે હ્રદય સંબંધી તકલીફ થવાની સમસ્યા ઠીક થાય છે. સાથે હ્રદય રોગનું જોખમ પણ ઘટે છે.
ઘાવ: જેઠીમધ પેટમાં બની રહેલા એસીડ તેજાબને નષ્ટ કરીને અલ્સરના રોગથી બચાવે છે. પેટના ઘાવ માટે તે સફળ ઔષધી છે. જેઠીમધ ખાવાથી કોઈ આડઅસર નથી થતી. જેઠીમધને વાટીને ઘી સાથે ચૂર્ણના રૂપમાં દરેક પ્રકારના ઘાવ પર બાંધવાથી ઘાવ ઠીક થાય છે. ચાકુ કે ચપ્પુ વગેરે ઘાવ ને કારણે ઉત્પન્ન થયેલા તેજ દર્દ રોગીને ખુબ જ પીડા આપે છે. તે દર્દ જેઠીમધના ચૂર્ણને ઘીમાં ભેળવીને થોડા ગરમ કરીને લગાવવાથી ઘાવ જલ્દી ઠીક થાય છે.
પ્રસુતિ ધાવણ સમસ્યા: જે સ્ત્રીઓને બાળકના જન્મ બાદ ધાવણ બરાબર ન આવતું હોય કે ઓછું આવતું હોય તો તેમણે દરરોજ અડધી ચમચી જેથીમધનું ચૂર્ણ અને અડધી ચમચી સાકર દુધમાં મિક્સ કરી લેવી. આ ઉપાય કરવાથી ધાવણ ધીરે ધીરે વધશે અને આરોગ્યમાં પણ સુધારો થશે.
શરીર બળતરા: હાથપગના તળિયામાં, મૂત્ર માર્ગમાં, ઝાડામાં, છાતીમાં, આંખોમાં ક્યાય પણ બળતરા થતી હોય તો જેઠીમધ અને શતાવરી એક-એક ચમચી લઇ મિશ્ર કરી એના ત્રણ ભાગ કરી લેવા. દસેક દિવસમાં જ બળતરા શાંત થઈ જશે.
એસીડીટી: ભોજન કર્યા બાદ જો ખાટા ઓડકાર આવે છે, બળતરા થાય છે તો જેઠીમધ ચૂસવાથી લાભ થાય છે. ભોજન પહેલા જેઠીમધને 3 નાના નાના ટુકડાને 15 મિનીટ સુધી સૂચવાથી અને આ પછી ભોજન કરવાથી ફાયદો થાય છે. જેઠીમધનું ચૂર્ણ 1 થી 4 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી આમાશયની એસીડીટી મટે છે અને પેટનું દર્દ મટી જાય છે.
કબજીયાત: 125 ગ્રામ વાટેલા જેઠીમધ, 3 ચમચી વાટેલી સુંઠ, 2 ચમચી ગુલાબના સુકા ફૂલને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો. જયારે તે ઠંડું પડી જાય ત્યારે તેને ગાળીને સુતા સમયે દરરોજ પીવાથી પેટમાં જામેલો કચરો એક પ્રકારનો ચીકણો મળ નીકળી જાય છે. 5 ગ્રામ જેઠીમધને ગરમ દૂધ સાથે સુતા પહેલા પીવાથી સવારે મળ સાફ આવે છે અને કબજિયાત મટે છે.
હેડકી: જેઠીમધના ચૂર્ણને મધ સાથે ચાટવાથી હેડકી બંધ થઈ જાય છે. જેઠીમધના મૂળને નાકમાં સુંઘવાથી હેડકી બંધ થઇ જાય છે. જેઠીમધને સુચવાથી પણ હેડકી મટે છે. જેઠીમધ ચૂર્ણ મધ સાથે ખાવાથી હેડકી રોકાઈ જાય છે.
અનિયમિત માસિક ધર્મ: 1 ચમચી જેઠીમધ ચૂર્ણ થોડા મધમાં ભેળવીને તેને ચટણી જેવું બનાવીને ચાટવાથી અને ઉપરથી મિશ્રી ભેળવીને ઠંડું કરીને દૂધ ઘૂંટી ઘૂંટીને પીવાથી માસિક સ્ત્રાવ નિયમિત થઈ જાય છે. આનાથી ઓછામાં ઓછા 40 દિવસ સુધી પીવું જોઈએ. જો ગરમીના કારણે માસિક સ્ત્રાવમાં લોહી વધારે માત્રામાં અને વધારે દિવસો સુધી આવે છે તો 20 ગ્રામ જેઠીમધ ચૂર્ણ અને 80 ગ્રામ વાટેલી મિશ્રી ભેળવીને 10 ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓ એક કપ ચોખાના પાણી સાથે સેવન કરવાથી ખુબ લાભ થાય છે. જેઠીમધના સેવન દરમિયાન ગરમ મસાલો, લાલ મરચું, માંસ જેવી ગરમ ચીજો ન ખાવી.
ઝેર: કોઈ વ્યક્તિને ભૂલથી કે કોઈ કારણસર ઝેર કે દવા પીધી હોય તો જલ્દી ઉલટી કરાવવી જોઈએ. ગળામાં આંગળી નાખવાથી તરત ઉલટી આવી જાય છે. જો આ રીતે ઉલટી ન થાય તો એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જેઠીમધ અને 2 ચમચી મિશ્રી ભેળવીને પાણીમાં નાખીને ઉકાળી લો. જ્યારે તે અડધું બચે ત્યારે ગાળીને પી લો. તેનાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે.
નજીકનું જોવામાં તકલીફ: નજીકનું જોવામાં તકલીફ પડી રહી હોય તો જેઠીમધનો પ્રયોગ ગુણકારી છે. 1 ચમચી જેઠીમધનો પાવડર, એટલી જ માત્રામાં મધ અને અડધો ભાગ ઘી ત્રણેયને ભેળવીને એક ગ્લાસ ગરમ દુધમાં સવારે અને સાંજે લેવાથી નજીકનું જોવામાં પડતી તકલીફની સમસ્યા મટે છે.
માંસપેશીઓનું દર્દ: જેઠીમધ સ્નાયુની કમજોરી દુર કરવી સાથે માંસપેશીઓનું દર્દ અને સોજો પણ દુર કરે છે. માંસપેશીઓના દર્દમાં જેઠીમધ સાથે શતાવરી અને અશ્વગંધાના સમાન રૂપમાં લઈને ભેળવી દો. સ્નાયુની દુર્બળતામાં દરરોજ એક વાર જટામાંસી અને જેઠીમધનો ઉકાળો બનાવીને પીવો જોઈએ.
ટાલ પડવી-ખોડો: જેઠીમધનો પાવડરમ, દૂધ અને થોડાક કેસર, આ ત્રણેયને મિક્સ કરીને પેસ્ટ બનાવીને નિયમિત રૂપથી વાળ આવવા સુધી માથા પપર લગાવો.જેનાથી વાળ ખરવા અને વાળનો ખોડો વગેરેમાં લાભ થાય છે.
વંધ્યત્વ: જેઠીમધ ચૂર્ણ મધ સાથે સેવન કરવાથી શુક્ર વૃદ્ધિ અને વંધ્યત્વ મટે છે, જેનાથી સ્ત્રીઓમાં શુક્રકોષ જવાથી બાળક રહે છે. 3 ગ્રામ જેઠીમધના મૂળનું ચૂર્ણ, 3 ગ્રામ ઘી અને 2 ગ્રામ મધ દિવસમાં 3 વખત સેવન કરવાથી વીર્યની ઉણપ પણ દુર થાય છે. જેઠીમધ અને લાલ ચંદન પાણી સાથ ઘસીને શરીર પર લેપ કરવથી બળતરા શાંત થઈ જાય છે.
આ સહીત જેઠીમધના ઉપયોગથી લોહી નીકળવું, આંખમાં બળવું અને રોશની વધારવી, માથાનો દુખાવો, શરીરનો રંગ ઉઘડવો, વાઈ, વાળની સમસ્યા અને રોગ, વધારે તરસ, નાક કાનમાંથી લોહી નીકળવાથી ઉલટી, પેટમાં ગેસ બનવો, કમળો, કમજોરી, લોહીનો વા, ગુમડા, આંતરડાની વૃદ્ધિ, આંખ આવવી, શ્વાસ દમ, અસ્થમા, મેલેરિયા, દાંત ઉગવા, મળદ્વારની સમસ્યા, રતાંધળાપણું, જીભ બળવી, ગર્ભાશયનો સોજો, ઉલ્ટી, મોઢાની દુર્ગંધ, અન્નનળીમાં બળતરા, પ્રદર રોગ, લૂ લાગવી, ગોળી વાગવાનો ઘા, ગોળો, વાયુ, આફરો, પેટની ચૂંક, સફેદ પાણી પડવું, પેટનો દુખાવો, પેટમાં દુખાવો, હ્રદયના ધબકારા, શીતળા, હોઠ ફાટવા, ગળામાં સ્વરતંત્રમાં તકલીફ, ગળું બેસી જવું અને બીજા અન્ય રોગો સાથે 96 થી વધારે રોગોનો ઈલાજ આ જેઠીમધ દ્વારા થઈ શકે છે.
આમ, જેઠીમધ આયુર્વેદમાં સ્થાન ધરાવતી ખુબ જ અગત્યની ઔષધી છે. જેનો ઉપરોક્ત રોગ સહીત અનેક રોગમાં ઉપયોગી છે. આ જેઠીમધ નજીકની દેશી ઓસડીયા વાળાની કે પંચારીની દુકાને તેમજ આયુર્વેદના સ્ટોર પર બધા જ સ્વરૂપે મળે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે રોગોમાંથી છુટકારો મેળવી શકો.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.