ચોમાચાની શરૂઆત થાય એટલે એટલે આપણે ત્યાં વાર તહેવારની મૌસમ ચાલુ થઈ જાય છે. જેમાં ઘણા બધા ધાર્મિક અને સામાજિક તહેવારો આવે છે. આપણે ત્યાં ઘણા બધા મેળાઓ વ્રત આવતા હોય છે. જેમાં લોક માન્યતા અને કથાઓ જોડાયેલી હોય છે. જેના લીધે તેમાં લોકો મોટાભાગે આ તહેવારો સાથે વ્રત પણ કરે છે અને તેમાં ઉત્સવ પણ ઉજવે છે.
આ ઉત્સવો સાથે ઉપવાસ આપણા ઋષિમુનીઓએ જોડી દીધા છે. જેના પાચળ આપણું આયુર્વેદ રહેલું છે. આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે આ સમય દરમિયાન જો ઉપવાસ કરવામાં આવે તો શરીરમાં ખોરાક બરાબર પાચન થાય અને પાચન થાય તેવા હળવા ખોરાક લેવાથી પાચન શક્તિ જે આ સમય દરમિયાના મંદ હોય છે તે ઠીક થાય છે.
ચોમાચા દરમિયાન આપણે ત્યાં અનેક તહેવારો આવે છે, જેમાં સ્ત્રીઓ માટે ગૌરી વ્રત, શ્રાવણ મહિનામાં અનેક તહેવારો, ગણેશ ચતુર્થી, નવરાત્રી વગેરે આવે છે. આયુર્વેદ એમ જણાવે છે કે ચોમાંચાના ચાર મહિના એકટાણા કે ઉપવાસ કરવા જોઈએ.
હિંદુ શાસ્ત્રોમાં શ્રાવણ મહિનાના ઉપવાસ વિશે જણાવ્યું છે. આયુર્વેદમાં પણ ઉપવાસનું ખુબ જ મહત્વ બતાવ્યું છે. જો તમે ઉપવાસ ન કરી શકો તો તમે હળવો ખોરાક લઈ શકો છો. આ ઉપવાસ માટે વિજ્ઞાનીક કારણ પણ રહેલું છે.
ચોમાચાની અંદર ભેજવાળું વાતાવરણ હોય છે. આ ભેજવાળા વાતાવરણની અંદર આપણો જઠરાગ્ની મંદ પડે છે. પાચન શક્તિ મંદ પડે છે. આ માટે આ સમય દરમિયાન ઘણા લોકો ચાતુર્માસ કરે છે. ઘણા લોકો આ સમયે માત્ર કરવા ખાતર ઉપવાસ કરતા હોય છે. તે લોકોને ઉપવાસ શા માટે કરવામાં આવે છે, જેનું શરીર સંબંધી આરોગ્યમાં શું મહત્વ છે તે જાણતા નથી.
આ ઉપવાસ સમય દરમિયાન આપણે એક પ્રકારે પાચન તંત્રને આરામ આપતા હોઈએ છીએ. જેના લીધે શરીરની અંદર જે ટોક્સીક હોય, કાચો આમ હોય, જે કાચો આમ બળીને પૂરો થઇ જાય છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ અંદરના કચરાને બાળી નાખે છે. એટલા માટે આયુર્વેદમાં અને આપણા ધર્મ શાસ્ત્રમાં ઉપવાસનું આયોજન કરેલું છે.
પરંતુ આજે લોકો ઉપવાસમાં પણ ઘણી બધી વસ્તુઓ ખાધા કરતા હોય છે. જે દરરોજ ખાતા હોય જેનાથી પણ વધારે વસ્તુઓ ખોરાકમાં ખાઈ લે છે. જેના લીધે ફાયદો થવાની જગ્યાએ નુકશાન વધારે પ્રમાણમાં થાય છે. ઘણા લોકો તો ખારી સિંગ, કેળા, લાડવા, ફળફળાદી ખુબ જ ખાઈ લેતા હોય છે. જેના લીધે પાચન ક્રિયાને આરામ આપવાની જગ્યાએ વધારે કાર્ય કરવું પડે છે.
ચોમાચા દરમિયાન આપણા શરીરમાં પાચન શક્તિ મંદ પડેલી હોય છે. જેના લીધે ખોરાકનું બરાબર પાચન થતું નથી. જેના લીધે ખોરાક શરીરમાં કાચોને કાચો જ રહે છે. માટે કોઇપણ ઉપવાસ કરતા હોય, ચાતુર્માસ કરતા હોય તેનું ધાર્મિક કારણ કરતા વધારે આયુર્વેદિક કારણ છે. પેટને આરામ આપવા માટે ઉપવાસ હોય છે.
ચોમાચામાં ચાર મહિના દરમિયાન મંદાગ્ની થાય છે. ભેજવાળા વાતાવરણમાં ખોરાક પચે નહિ. આપણે બીમાર ન પડીએ એટલા માટે ઉપવાસ કરવો જોઈએ. એને ધર્મ સાથે એટલા માટે જોડી દીધો છે કે છે કે પુણ્યની આશાએ લોકો ઉપવાસ કરે. જેનું કોઈ કારણ નથી.
શાસ્ત્રોની દ્રષ્ટીએ અગિયારસનું મહત્વ શરીર વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. અગિયારસ એ આપણા શરીરમાં રહેલી 11 ઈન્દ્રિયો હોવા સાથે છે. જેમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11 નું મન. માટે 15 દિવસમાં એક અગિયારસના દિવસે આ ઇન્દ્ર્રીયોને કોઇપણ પ્રકારનો આહાર આપવાનો નથી. માટે ફરાળની જગ્યાએ ફળાહાર આપવો. કોઇપણ ફ્રુટ લઈને ચોવીસ કલાક સુધી સુધી ભૂખ્યું રહેવું. આ અગીયાર ઇન્દ્રિયોને પરમાત્માના ધ્યાનમાં, આત્મ ચિંતનમાં, હરી કીર્તનમાં, ભાવ ભક્તિ અને ભજનમાં ચોવીસ કલાક કાઢવા. આ રીતે આધ્યાત્મિક વિકાસ માટે અગિયારસ કરવી. આ માટે જ આગિયારસ પસંદ કરવામાં આવી છે.
આ અગિયાર ઇન્દ્રિયોને હરી કીર્તનમાં, આત્મ ચિંતનમાં વાપરીએ તો સાચા અર્થમાં અગીયારસ કરી કહેવાય. અનેક જાતનો ખોરાક ખાઈને અગિયારસ કરવામાં આવે તો અગિયારસનો પૂરતો લાભ મળતો નથી.
ઉપવાસ કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મજબુત થાય છે. જેનાથી શરીરમાં બીમારીઓથી લડવાની ક્ષમતા વધે છે. આ સિવાય ન્યુરોલ્જીયા, કોલાઈટીસ, થાક, કબજીયાત અને માથામાં દુખાવો થવાનો ખતરો ઓછો થઈ જાય છે.
આ સિવાય ઉપવાસથી પાચન તંત્ર પર સકારાત્મક પ્રભાવ પડે છે. મહિનામાં ઓછામાં ઓછા બે વખત ઉપવાસ કરવાથી આપણી પાચન ક્રિયા ઠીક રહે છે. આ ઊપવાસ દરમિયાન આપણા પેટ અને લીવરને ખુબ જ આરામ મળે છે.
મગજની યાદ શક્તિ વધારવા માટે ઉપવાસ એક કારગર ઉપાય છે. જો તમારું ખાન પાન સારું છે અને તમે અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરો છો તો તમારી વિચારવાની ક્ષમતા અને યાદ શક્તિમાં વધારો થાય છે. આ સિવાય આપણા મગજમાં બ્રેન ડેરાઈવ્ડ ન્યુરોટ્રોફીક ફૈકટર નામનું પ્રોટીન ખુબ જ માત્રામાં વધે છે. તે પ્રોટીન આપણા મગજની કાર્ય શૈલીને નિયંત્રિત કરે છે. તેનાથી મગજ શાંત અને સ્વસ્થ રહે છે.
વજન ઓછું કરનારા લોકો માટે પણ ઉપવાસ એકસારો વિકલ્પ છે. ઉપવાસથી આપણા શરીરમાં ફેટ ઓછુ કરવામાં મદદ મળે છે. જે લોકોને વધારે ખાવાની આદત છે તેને માટે ઉપવાસ ખુબ જ જરૂરી છે. ઉપવાસ ભૂખને પણ નિયંત્રિત રાખે છે. જેનાથી વજન વધવાની સંભાવના પર પણ વિરામ લાગી જાય છે.
ઉપવાસ માનસિક શાંતિનો સારો વિકલ્પ છે. જેનાથી તણાવ, ચિંતા અને અરુચિ બચી શકે છે. વ્રત રાખવાથી મન શાંત રહે છે અને આપણી ઈચ્છા શક્તિ પણ મજબુત થાય છે. આ રીતે ઉપવાસ કરવાથી બીજા ઘણા ફાયદાઓ પણ શરીરને મળે છે.
આમ, આ રીતે તમે આ રીતે ધાર્મિક માન્યતાઓ સાથે થઇ રહેલા ઉપવાસનું આયુર્વેદિક કારણ જાણી શકશો. જેનાથી તમે સમજી શકશો કે ચોમાચા દરમિયાન ઉપવાસ શા માટે કરવામાં આવે છે, ચોમાંચામાં ઉપવાસ કરવા જોઈએ. જેથી આપણું આરોગ્ય સારું રહે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોઈ થાય.