આપણે ત્યાં બધી જ જગ્યાએ ભોજન કર્યા બાદ મુખવાસ લેવાનો રીવાજ છે. જેમાં ધાણા, વરીયાળી, તલ, સોપારી વગેરેને મુખવાસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ બધી જ વસ્તુઓમાં વરીયાળી મુખવાસ તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે વરિયાળીમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે.
આપણે વરીયાળીને મુખવાસ તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. જેથી પાચનમાં ઉપયોગી છે. વરીયાળીનું સેવન શરીરમાં શુદ્ધિકરણનું કાર્ય પણ કરે છે અને ખોરાકને છેક આંતરડા સુધી પચાવવામાં ઉપયોગી થાય છે.
બજારમાં વરીયાળી અલગ અલગ પ્રકારની હોય છે, જેમાં સારા પ્રમાણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક, વિટામીન કે, વિટામીન ઈ જેવા અનેક તત્વો મળી આવે છે. જેના લીધે શરીરમાં અગત્યના ફાયદા મળે છે.
વરીયાળી શરીરમાં રહેલા વાત, પિત્ત અને કફ આ ત્રણેય વિકારોનો નાશ કરે છે. સાથે તે બુદ્ધિવર્ધક અને રૂચિવર્ધક પણ છે. વરિયાળીમાં એવા ઘણા ગુણ હોય છે. જે શરીરમાં બીમારીઓનો નાશ કરે છે. વરીયાળી શરીરમાં અનેક રીતે ઉપયોગી થાય છે.
વરિયાળીમાં ફાઈબરનું પ્રમાણ હોવાથી તે પાચનને સારું રાખે છે. વરીયાળીને શેકીને ભોજન પછી નિયમિત મુખવાસ તરીકે ખાવાથી તેમાં રહેલું ફાઈબર પાચનને તંદુરસ્ત રાખે છે. વરીયાળીને બીજા પદાર્થોમાં ભેળવીને સેવન કરવાથી પાચનને તંદુરસ્ત રાખે છે.
વરીયાળીના સેવનથી પેટના ઘણા રોગોને મટાડી શકાય છે. નિયમિત મુખવાસમાં વરીયાળીનું સેવન કરવામાં આવે તો તેમાં રહેલું ફાઈબર પાચનને મજબુત રાખે છે. જેના લીધે પેટનાકબજીયાત, ગેસ, અપચો જેવા રોગો દૂર થઇ જાય છે.
જયારે હાથપગમાં થતી બળતરામાં પણ વરીયાળી ઉપયોગી છે. વરીયાળી અને કોથમીરને વાટીને ગાળી લેવી, આ પછી તેમાં સાકર ભેળવીને તેનું જમ્યા બાદ 4 થી 5 ગ્રામના પ્રમાણમાં સેવન કરવાથી થોડા જ દિવસમાં આ બળતરામાંથી તમે રાહત મેળવી શકો છો.
ચહેરા અને શરીરની ચામડીમાં પણ આ રીતે વરીયાળી ઉપયોગી થાય છે. એક ગ્લાસ દૂધ અને એક ચમચી વરીયાળી લઈને તેને એક ચપટી જેટલા એલસી પાવડર સાથે તેમાં એક ચમચી ખાંડનો પાવડર નાખીને પીવાથી પેટમાં ઠંડક મળે છે તેમજ એસીડીટી પણ દૂર થાય છે. જો તમને વારંવાર ખાટા ઓડકાર આવી રહ્યા હોય તો તમે વરીયાળીના પાણીને ઉકાળીને સાકર સાથે લેવાથી એસીડીટી દૂર થાય છે.
જે લોકોને શરીરમાં કફ અને ઉધરસની સમસ્યા રહેતી હોય તેના માટે પણ વરીયાળી ઉપયોગી છે. પામોમાં વરીયાળીને પલાળીને તેને ઉકાળી લેવી અને આ પછી તેમાં મધ મિક્સ કરીને પીવાથી ઉધરસમાં તરત જ રાહત થઇ જાય છે. તેમજ ઉધરસની તકલીફ દૂર થઇ જાય છે.
જે લોકોને પેટમાં ગેસની સમસ્યા હોય તે લોકો 1 થી 2 ગામ વરીયાળી લઈને તેનું ચૂર્ણ બનાવીને ઉપયોગ કરે તો તેનાથી ખુબ જ ફાયદો થાય છે. તેનું 5 થી 10 મીલીની માત્રામાં સેવન કરવાથી પેટમાં રહેલો ગેસ દૂર થઈ જાય છે.
વરીયાળીને પાણી સાથે વાટીને માથા પર લગાડવાથી માથાના દુખાવામાં આરામ મળે છે તેમજ વરીયાળી ખાવાથી માથાનો દુખાવો મટી જાય છે. જે લોકોને આંખોની સમસ્યા કે તકલીફ છે તેવા લોકો માટે પણ વરીયાળી ખુબ જ ઉપયોગી છે.
વરીયાળીને વાટીને તેમાંથી રસ કાઢી લેવો. આ રસને રૂમાં પલાળીને આંખો પર રાખી લેવો. આનાથી આંખોની જલન, દર્દ તેમજ લાલીમાંની પરેશાની ઠીક થઇ જાય છે. 1 થી 2 ગ્રામ વરિયાળીના ચૂર્ણમાં ખસખસનું ચૂર્ણ ભેળવીને તેનું નિયમિત સેવન કરવાથી આંખોના રોગ ઠીક થાય છે તેમજ આંખોની રોશની પણ ઠીક થવા લાગે છે.
જે લોકોના મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવે છે, જેના શરીરમાં પાચનની કોઈ તકલીફ હોય છે, જે આ રીતે આવતી દુર્ગંધના સમયે મોઢામાં વરીયાળી નાખીને ચાવવામાં આવે તો મોઢામાંથી આવતી દુર્ગંધમાં રાહત થાય છે.
ઘણા લોકો આજના સમયે મેદસ્વીતાથી પરેશાન હોય છે. જે લોકોનું શરીરનું વજન વધી ગયું હોય, જેના શરીરમાં વધારે પ્રમાણમાં ચરબી જામી ગઈ હોય તેવા લોકો આ વરીયાળીના પાવડરને નવશેકા ગરમ પાણી સાથે દિવસમાં બે વખત સેવન કરે તો શરીરમાંથી ચરબી ઘટી જાય છે અને વજન પણ ઓછુ થાય છે.
આપણા શરીરનો દેખાવ ચાહેરાને લીધે હોય છે. જ્યારે આ ચહેરાંની સુંદરતા ઓછી થાય તો મોટાભાગના લોકોને આ ખરાબ લાગે છે, જેના માટે તેઓ બજારમાંથી ક્રીમ વગેરે લાવીને તેનો ઉપયોગ કરે છે. જયારે ચહેરાની સમસ્યા થાય ત્યારે વરીયાળીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લેવું અને ઠંડું પડે ત્યારે તેનાથી ચહેરાને ધોઈ લેવો. આ રીતે ઉપાય કરવાથી ચહેરો સુંદર બને છે.
મોઢાના ચાંદાનો ઈલાજ પણ આ વરીયાળી છે. જયારે વરીયાળીને લઈને તેને મોઢામાં નાખીને ચાવવાથી ચાંદા દૂર થાય છે. આ સિવાય ચાંદાની સમસ્યામાં વરીયાળીના પાણીને ગરમ કરીને તેનાથી કોગળા કરવાથી તેમજ તેમાં ફટકડી નાખીને કોગળા કરવાથી મોઢાની ચાંદી દૂર થાય છે.
મગજની યાદશક્તિ વધારવા માટે પણ આ વરીયાળી ઉપયોગી છે. વરીયાળી સાથે બદામ, સાકર વગેરેને પીસી લઈને તેના મિશ્રણનું સેવન કરવાથી મેમરી પાવરમાં વધારો થાય છે, યાદશક્તિ વધે છે. જે લોકોને વધારે ભુલાઈ જતું હોય, તેમને આ ઉપાય અચૂક કરવો જોઈએ.
આમ, આ રીતે વરીયાળી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે. જેનો ઉપરોક્ત રોગોના ઈલાજમા ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને તમે આ રીતે વરીયાળીને આ રીતે ઉપયોગ કરશો તો પાચન સહીત અનેક બીમારીઓ દૂર થઈ જશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.