પેટમાં ગેસ થવાની સમસ્યા ઘણા બધા લોકોને રહેતી તકલીફ છે. આ સમસ્યા થાય ત્યારે પેટ ફૂલી ગયેલું દેખાય છે, પેટમાં આફરો ચડ્યો હોય એવું લાગે છે, પેટમાં ગરબડ થવા લાગે છે, મોટાભાગે બપોરનું ખાવાનું તમે ખાવ, બપોરનો ખોરાક તમે લો, આ પછી ગેસ થવાની સમસ્યા વધારે જોવા મળે છે.
તમે બપોરનું ભોજન લીધું હોય એ પછી તમને ગેસ થાય છે. આયુર્વેદમાં આ ગેસની સમસ્યાના ઈલાજ બતાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી કાયમી ગેસ થતો હોય, દરરોજ ખાધા પછી ગેસ થતો હોય, કે ક્યારેક ક્યારેક ગેસ થતો હોય, ત્યારે આ ઉપાય કરવાથી આ ગેસની સમસ્યા સાવ મટી જાય છે.
આ ગેસની સમસ્યા થવાનું કારણ મોટા ભાગે અનિયમિત ભોજન છે. ભોજન લેવાનો તમારો સમય ફિક્સ ન હોય, આ અનિયમિત ભોજનને કારણે ગેસ થવાની શક્યતા પુરેપુરી છે. આ સિવાય તીખું તમતમતું અને મસાલેદાર ભોજન કરવાથી કે ચટાકેદાર ભોજન કરવાથી ગેસ થવાની શક્યતા રહે છે.
આ સિવાય પચવામાં ભારે હોય તેવા ખોરાક લેવાથી, કોઈ એન્ટીબાયોટીક લેવાથી, કે અમુક પ્રકારની દવાઓનું સેવન કરવાથી પણ ગેસની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા મોટા ભાગે બપોરે જમ્યા પછી થાય છે. જ્યારે આ સમસ્યા પેટમાં વધે છે ત્યારે પેટમાં દુખાવો થાય છે તેમજ છાતીમાં દુખાવો થાય છે.
આ સમયે મોઢામાં ઉલટી થવાની સમસ્યા કે મોઢામાંથી ઉબકા આવતા હોય તેવું લાગે છે. આ છાતીમાં થતા ગેસને અવળો ગેસ કહેવામાં આવે છે. આ અવળો ગેસ કે સામાન્ય ગેસ થતો હોય તો પણ આ દેશી ઉપચાર કરવાથી ચોક્કસ આ ગેસની સમસ્યા મટી જાય છે.
આ ગેસની સમસ્યા કાયમ થાય તો તેમાંથી ગેસ થવાની સમસ્યા થાય છે. જેમાંથી એસીડીટી થવાની સંભાવના રહે છે. અ સિવાય કબજિયાતની સમસ્યા પણ થાય છે. અને જેનાથી પેટની ઘણી બધી સમસ્યાઓ થાય છે.
વધારે પ્રમાણમાં દરરોજ તમને ગેસ થાય તો તમને આંતરડાની સમસ્યા થઇ શકે છે. આંતરડાની બીમારી થઇ શકે છે, અને આંતરડાખરાબ થઇ શકે છે અને પાચનની સમસ્યા પણ થાય છે. પાચન તંત્રની સીસ્ટમ ખરાબ થઇ જાય છે.
આ સમસ્યાના ઉપાય તરીકે તમારે જમતા સમયે જમવાના એક કલાક પહેલા એક ગ્લાસ હુંફાળું પાણી લેવું, એક ગ્લાસમાં પાણી લઇ તેમાં અડધી ચમસી ખાવાનો સોડા નાખવો. આ ખાવાનો સોડા નાખ્યા બાદ એક ચપટી તેમાં સંચળ નાખવું.
આ પછી પછી તેમાં એક એક અડધું લીંબુ તેમાં નીચોવી લેવું. આ લીંબુ નીચોવીને તેને જમવાના એક કલાક પહેલા પી જવું. આ પીધા પછી એક કલાક બાદ બપોરનું ભોજન કરવું. આ ઉપાય દિવસમાં માત્ર એક જ વખત કરવો.
જમતા પહેલા આ ઉપાય કરવો, જમતી વખતે ધીમે ધીમે અને ચાવીને ખાવું. આનાથી અડધી ચમચી તો ચાવીને ખાશો તો ઠીક થઇ જાય છે. જમ્યા બાદ તરત પાણી ન પીવું. પરંતુ એક ગ્લાસ મોળી છાશ, એક ચપટી તેની અંદર સંચળ નાખવું. તેમાં અડધી ચમચી જેટલો અજમો નાખવો અને તેમાં એક ચપટી કાળા મરીનો પાવડર નાખીને આ મોળી છાશ એક ગ્લાસ જેટલી પી લેવી. જમીને બેઠા બેઠા જ એક ગ્લાસ આ છાશ પી લેવી. આ પછી ઉભા થયા બાદ પાણી ન પીવું. જમ્યા બાદ 45 મિનીટ સુધી પાણી ન પીવું. માત્ર આટલો ઉપાય કરવાથી ગેસની બીમારી ઠીક થઇ જાય છે.
તમે કાયમ ગેસ થતો હોય તો ગેસ મટી જાય છે, અવળો ગેસ થતો હોય તો આ અવળો ગેસ પણ મટી જાય છે. આ સિવાય પેટની નાની મોટી સમસ્યા રહેતી હોય તો તે સમસ્યા પણ દૂર થઇ જાય છે. આફરો ચડતો હોય તેવી સમસ્યા હોય, પેટમાંથી સતત અવાજ આવતો હોય, આ બધી જ સમસ્યા મટી જાય છે.
આમ, આ એક ખુબ જ ઉપયોગી ઉપાય છે, આ ઉપાય કરવાથી આમ ગેસ સહિત પેટની નાની મોટી સમસ્યાઓ ઠીક થઇ જાય છે. આ એક ખુબ જ ઝડપથી સમસ્યાને ઠીક કરતો ઉપાય છે. આ ઉપાય કરવાથી કોઈ આડઅસર થયા વગર જ ઈલાજ શક્ય બને છે. અમે આશા રાખીએ ક ગેસની સમસ્યા માટે આ ઉપાય તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.