જાંબુનું ઝાડ ભારતમાં બધે જ જોવા મળે છે. જાંબુના ફળ ખાસ કરીને ચોમાચાની શરૂઆતમાં પાકે છે. આપણે જાંબુ સ્વાદિષ્ટ હોવાથી તેનું સેવન કરીએ છીએ. પરંતુ જાંબુ આયુર્વેદની દ્રષ્ટીએ પણ અતિ ઉપયોગી છે. માટે તેનો આપણે દવા તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.
જાંબુ કાળા રંગના મીઠા મધુરા કે ખાટામીઠા હોય છે. જેનું વૃક્ષ લીમડાના વૃક્ષની જેમાં ઊંચું થાય છે. જાંબુના પાંદડા ચીકુના વૃક્ષ જેવા હોય છે પરંતુ તેનાથી થોડા લાંબા હોય છે. તેના વૃક્ષની છાલ ઉપરથી સફેદ રંગની અને અંદરથી લીલાશ પડતી હોય છે. જાંબુનું વાનસ્પતિક આમ Syzygium cumini છે. આયુર્વેદમાં જાંબુ, પાંદડા, બીજ, ઠળિયા, છાલ વગેરેનો પ્રયોગ કરવામાં આવે છે.
જાંબુની મુખ્યત્વે 5 પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં જાંબુ, સફેદ જાંબુ, કાઠ જાંબુ, ભૂમિ જાંબુ, ક્ષુદ્ર જાંબુ એમ વગેરે જાતિઓ જોવા મળે છે. જાંબુથી ખુબ જ સારા સ્વાસ્થ્ય લાભો મળે છે. જાંબુમાં વિટામીન બી અને આયર્ન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ખનીજ, ચરબી, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ, વિટામીન એ, બી, સી અને ગેલિક એસીડ વગેરે તત્વો પર્યાપ્ત માત્રામાં હોય છે,
જાંબુના ઠળિયામાં જમ્બોલીન નામનું તત્વ હોય છે, તે એક ગ્લુકોસાઈટ પદાર્થ હોય છે. જે શરીરના સ્ટાર્ચના રૂપમાં પરિવર્તન કરે છે માટે તે ડાયાબીટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે. જાંબુ ખાવાથી કેન્સર, મોઢાની ચાંદી, ડાયાબીટીસ, જેવા અનેક રોગોમાં ઉપયોગી છે. માટે અમે જાંબુથી થતા અનેક ફાયદાઓ વિશે અહિયાં બતાવીશું.
ધ્યાનમાં રાખવા જેવી વાત કે જાંબુનું ખાલી પેટે ક્યારેય પણ સેવન કરવું જોઇએ નહીં. જાંબુ ખાધા બાદ ક્યારેય પણ દૂધનું સેવન ના કરવું જોઇએ.
15 ગ્રામ જેટલી જાંબુની ગોઠલીને વાટીને 1-1 ગ્રામની ગોળી બનાવીને સવારે અને સાંજે પીવાથી બહુમુત્ર રોગ એટલે કે વારંવાર પેશાબ લાગવાની સમસ્યા મટે છે. જાંબુના સુકા ઠળિયા 5 થી 6 ગ્રામની માત્રામાં ત્રણ વખત પીવાથી ડાયાબીટીસ કન્ટ્રોલમાં રહે છે.
30 ગ્રામ જાંબુની નવી કુંપળોને અને 5 ગ્રામ કાળા મરી પાણી સાથે વાટીને સેવન કરવાથી ડાયાબીટીસ કાબુમાં રહે છે. જાંબુની અંદરની છાલ બાળીને રાખ બનાવીને દરરોજ 2 જેટલી રાખ લેવાથી પેશાબમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે. જાંબુ ખાવાથી ડાયાબીટીસ કાબુમાં રહે અને મટે છે.
જાંબુડાના વૃક્ષની છાલને આગમાં પકાવીને તેની રાખને મધ સાથે ખાવાથી ખાટી ઉલટી બંધ થાય છે. જાંબુ, કાંચનારની લાકડી ને બાળીને તેના કોલસાનું બારીક મંજન બનાવીને દાંત પર ઘસવાથી પેઢામાંથી લોહી નીકળતું બંધ થાય છે. જાંબુને સરકામાં પલાળીને સવારે અને સાંજે દરરોજ ખાવાથી શીળસની સમસ્યા મટે છે.
જાંબુની છાલને પાણીમાં નાખીને ઉકાળી લીધા બાદ તેના પાણીથી સવારે અને સાંજે કોગળા કરવાથી દાંત મજબુત થાય છે. જાંબુના વૃક્ષની છાલ આગમાં બાળીને તેમાં થોડું સિંધવ મીઠું નાખીને મંજન બનાવીને તેનું દરરોજ કરવાથી દાંતના પેઢામાંથી પરું અને લોહી નીકળતો પાયોરિયા રોગ મટે છે.
મોઢામાં ઘાવ, ચાંદી વગેરે થવા પર જાંબુની છાલનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી મટે છે. જાંબુના પાંદડા વાટીને 300 મિલી પાણીમાં ભેળવી ગાળીને કોગળા કરવાથી મોઢાની ચાંદી મટે છે. જાંબુના ગર્ભને વાટીને તેનું ચૂર્ણ બનાવીને તેને છાશ સાથે ભેળવીને પ્રયોગ કરવાથી વારંવાર ઝાડા લાગવાની સમસ્યા ઠીક થાય છે.
જાંબુના તાજા રસને બકરીના દુધ સાથે સેવન કરવાથી ઝાડા મટે છે. જાંબુનું સરબત બનાવીને પીવાથી ઝાડા મટે છે. જાંબુના ઠળિયાનું ચૂર્ણ બનાવીને ખાંડ સાથે ભેળવીને ખાવાથી ઝાડા બંધ થાય છે. જાંબુના વૃક્ષની છાલ મધ સાથે પીવાથી ઝાડા અને મરડો મટે છે.
જાંબુ અને કેરીની છાલ બરાબર માત્રામાં લઈને તેનો ઉકાળો બનાવીને તેમાં થોડું મધ ભેળવીને પીવાથી ગર્ભવતી સ્ત્રીને પિત્તના કારણે થનારી ઉલટી બંધ થાય છે. કાનના દુખાવામાં જાંબુનું તેલ નાખવાથી ફાયદો થાય છે. કાનમાં રસી નીકળવાની સમસ્યામાં જાંબુ અને આંબાના મુલાયમ પાંદડાના રસમાં મધ ભેળવીને ટીપા ટીપા કરીને કાનમાં નાખવાથી કાનમાંથી રસી નીકળવાની સમસ્યા દુર થાય છે.
જાંબુ અને કાંથાના તાજા પાંદડા અને કપાસના તાજા ઝિંડવા એટલે કે કપાસના ફળને બરાબર માત્રામાં લઈને નીચોવીને તેનો રસ કાઢીને તે રસમાં મધ ભેળવીને કાનમાં નાખવાથી કાનમાથી રસી નીકળવી અને દુખાવો અને કાનમાં ચાસકા આવવા મટે છે.
પાકેલા જાંબુ ખાવાથી પથરી મટે છે. જાંબુના ઠળિયાનું ચૂર્ણ દહીં સાથે ખાવાથી પથરી દુર થાય છે. જાંબુના ઠળિયાનું ચૂર્ણ દહીં સાથે ખાવું તેમજ દહીં સાથે પીવાથી પેશાબમાં વીર્ય વહી જવાની સમસ્યા ઠીક થાય છે.
જાંબુના ઠળિયા અને કેરીની ગોઠલીનો અંદરનો ભાગ સુકાવીને તેનું ચૂર્ણ બનાવીને તે ચૂર્ણને હળવા ગરમ પાણી કે છાસ સાથે લેવાથી હરસમસા ઠીક થાય છે. જાંબુના વૃક્ષની છાલનો રસ કાઢીને તેમાં 10 ગ્રામ રસમાં મધ ભેળવીને દરરોજ સવારે અને સાંજે પીવાથી હરસમસા રોગ ઠીક થાય છે અને લોહી સાફ થાય છે. જાંબુના વૃક્ષની છાલનો રસ 2 ચમચી અને મધ 2 ચમચી ભેળવીને દરરોજ સવારે અને સાંજે પીવાથી લોહીવાળા મસા મટે છે.
જાંબુના પાંદડાનો રસનું સેવન કરવાથી મરડો મટે છે. 20 ગ્રામ જાંબુની ગોઠલી પાણીમાં વાટીને સવારે અને સાંજે સેવન કરવાથી લોહીવાળો મરડો મટે છે. 10 ગ્રામ જાંબુનો રસ દરરોજ ત્રણ વખત લેવાથી મરડો રોગ મટે છે.
જાંબુના તાજી છાલને છાયડે સુકાવીને ખાંડી અને પીસીને ગાળી લો. 5 ગ્રામની માત્રામાં દૂધ કે પાણી સાથે સવારે અને સાંજે સેવન કરવાથી પ્રદર રોગ મટે છે. જાંબુના પાંદડાનો રસ 10 થી 20 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી રક્તપ્રદર રોગ મટે છે. જાંબુના બીજોનું ચૂર્ણ બનાવીને પીવાથી ડાયાબીટીસ મટે છે.
છાયડે સુકાવેલા જાંબુની છાલનું ચૂર્ણ 1 ચમચીની માત્રામાં દિવસમાં 3 વખત પાણી સાથે લેવાથી લ્યુકોરિયા, શ્વેત પ્રદર રોગ રોગ ઠીક થાય છે. જાંબુનો સરકો 1 ચમચી પાણીમાં ભેળવીને અપચો મટે છે. જાંબુની છાલનો ઉકાળોથી ઘાવ ધોવાથી ઘાવ ઠીક થાય છે.
જાંબુની ઠળિયા ને સુકાવીને તેને વાટીને ચૂર્ણ બનાવીને રાખી લો. અડધી ચમચી ચૂર્ણ પાણીમાં સવારે અને સાંજે પીવાથી પથરી ઠીક થાય છે. પાકેલા જાંબુ ખાવાથી પથરી રોગ ઠીક થાય છે. જાંબુના ઠળિયાનું ચૂર્ણ દહીં સાથે ખાવાથી પથરી મટે છે. દરરોજ જાંબુ ખાવાથી કીડનીમાંથી પથરી ધીરે ધીરે નીકળી જાય છે.
જાંબુના 1 ચમચી રસને થોડા ગોળ સાથે ખાવાથી એસીડીટી મટે છે. 5 ગ્રામની જાંબુના કોમળ પાંદડા રસ કાઢીને થોડા દિવસો સુધી પીતા રહેવાથી યકૃતમાં વધારો થતો અટકે છે. અડધી ચમચી જાંબુનો સરકો પાણીમાં ઘોળીને લેવાથી યકૃતમાં વૃદ્ધિ અટકે છે.
જાંબુના પાંદડાનો રસ કાઢીને 7 થી 14 મિલી પીવાથી વધારે તરસ લાગવાની સમસ્યા ઠીક થાય છે. જાંબુના સુકા પાંદડાનો ઉકાળો બનાવીને પીવાથી અને તેમાં ખાંડ ભેળવીને દિવસમાં 3 વખત પીવાથી તાવમાં તરસ લાગવાની સમસ્યા ઠીક થાય છે. જાંબુનો ગર્ભ ખાવાથી તેનો રસ પીવાથી તરસમાં આરામ મળે છે.
જાંબુના ઠળિયાનું 5 ગ્રામ ચૂર્ણ દરરોજ સવારે ગરમ દૂધ સાથે લેવાથી લેવાથી વીર્ય પાતળું થવાનું બંધ થઈને અને વીર્ય રોગ ઠીક થાય છે. 4 જાંબુના ઠળિયાનું ચૂર્ણ સવારે અને સાંજે પીવાથી સ્વપ્નદોષ ઠીક થાય છે. પગના તળિયે વાઢીયા કે પગમાં ચાંદી અને ઘાવ બને છે તેવા સમયે લેવાથી પગની તકલીફો મટે છે.
જાંબુની છાલને નારીયેળના તેલમાં વાટીને બળેલા ભાગ પર લગાવવાથી રૂઝ વળે છે. જાંબુના પાંડાને પાણીમાં ઉકાળીને સ્નાન કરવાથી વધારે પરસેવો આવવાનો બંધ થાય છે. જાંબુના ઠળિયાને ઉકાળીને ન્હાવાથી પરસેવો આવવાનો ઠીક થાય છે.
જાંબુના ઠળિયાને ઘસીને લગાવવાથી મહ કે મસ મટે છે. તલ દુર થાય છે. કોલેરાથી પીડિત દર્દીને 5 ગ્રામ જાંબુના સિરકામાં ચાર ગણા અને એક કલાકના અંતરમાં લેવાથી કોલેરા મટે છે. પેટના દર્દમાં આ સિરકાનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
જાંબુના ઠળિયાનો ઉપયોગ ચૂર્ણ બનાવીને ગરમ દૂધ સાથે સેવન કરવાથી નપુસંકતા દુર થાય છે. જાંબુના ઠળિયાની ચૂર્ણ પાણી સાથે દર 4 કલાકના અંતરે લેવાથી મોઢાના રોગો મટે છે. જાંબુની છાલના ઉકાળામાં ચોખા-ભાત અને જવને 10-10 ગ્રામ લોટ બનાવીને ચાટવાથી ગર્ભવતી સ્ત્રીને ઝાડા મટે છે.
જાંબુના પાંદડાનો રસ વીંછીએ મારેલા ડંખના સ્થાન પર લગાવવાથી ઝેર ઉતરીને ઘાવ ઠીક થાય છે. ગરમીના કારણે શરીર પર ફોડલીઓ નીકળી હોય તો જાંબુના ઠળિયા ઘસીને લગાવવાથી ફોડલીઓ મટે છે.
લોહી અને ચીકાશ વાળા ઝાડામાં જાંબુના રસને ગુલાબજળ સાથે વાટીને બારીક વાટી લીધા બાદ મધ સાથે પીવાથી અને જાંબુના પાંદડા ના રસમાં મધ, ઘી અને દૂધ ભેળવીને લેવું જોઈએ. જાંબુનો રસ ગુલાબના રસમાં ભેળવીને પીવાથી લોહી નીકળતા ઝાડા મટે છે.
જાંબુના ઠળિયાને સુકવીને બારીક બારીક વાટી લો. તેમાં બે ચપટી ચૂર્ણ સવારે અને સાંજે મધ સાથે લેવાથી ગળામાં આવેલ સોજો મટે છે. જાંબુના ઠળિયાને વાટીને તેમાં મધ ભેળવીને આ ગોળીઓ સૂચવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલે છે. જાંબુનો રસ લેવાથી પેટના દર્દ ઠીક થાય છે. જાંબુના મૂળની છાલ, લોધ્ર અને ધાવડીના ફૂલને બરાબર માત્રામાં લઈને તેમાં મધ સાથે ભેળવીને માલીશ કરવાથી ખુલી ગયેલી યોનીમાં સંકોચન થાય છે.
જાંબુના ઠળિયા વાટીને ફોડકા પર લગાવવાથી ફોડકા મટે છે. જાંબુના રસમાં જેટલી સિંધવ મીઠું નાખીને પીવાથી કમળો કે પીળિયો રોગ મટે છે. જાંબુના ઠળિયા ખીલ પર ઘસવાથી ખીલ મટે છે. જાંબુના ઠળિયાને છાયડે સુકાવીને તેનું ચૂર્ણ બનાવીને આ ચૂર્ણ બે ગ્રામની માત્રામાં લેવાથી બાળકને રાત્રે પથારીમાં પેશાબ કરવાની આદત છૂટે છે.
આમ, આ રીતે જાંબુ ઘણા બધા રોગોમાં ઉપયોગી છે. જેમાં જાંબુમાં રહેલા ઔષધીય ગુણોના કારણે તે કોઇપણ પ્રકારની આડ અસર વગર બધા જ રોગોને ઠીક કરે છે. જાંબુના ઠળિયા, ફળ, મૂળ, છાલ અને પાંદડા વગેરેનો દવા કરીને ઉપયોગ કરીને રોગોને મટાડી શકાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે રોગ મુક્ત બનો.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.