ઘણા લોકોને ઘણું આગળ પ્રગતિ કરવાનું સ્વપ્ન હોય છે. જેના લીધે તે કોઈને કોઈ એવા ધંધાની કે બિઝનેસની શોધમાં હોય છે કે જેનાથી સતત આવકમાં વધારો થતો રહે. પરંતુ ઘણી વખત વ્યક્તિને સતત આવક કરી આપતા બિઝ્નેસ વિશે માહિતી હોતી નથી. જેના પરિણામે કોઈ નાનો મોટો બીઝનેસ ચાલુ કરતા હોય છે. પરંતુ કયારેક આ ક્ષેત્રમાં અનુભવ નહિ હોવાને લીધે ખાસ પ્રગતી થતી નથી.
આજે ઘણા લોકો આગળ વધવા માટે નોકરી છોડી અને કોઈ ચોક્કસ બીઝ્નેસ કરવા માંગતા હોય છે. તમારે કોઈ પણ ધંધો ચાલુ કરવા માટે જે ધંધાની માગ હોય તેવો ધંધો પસંદ કરવો કરવો જોઈએ. ધંધો ચાલુ કરતા પહેલા તેના બધા જ પાસાઓને તપાસી લેવા જોઈએ. આ માટે અમે જે એક એવો બીઝનેસ બતાવી રહ્યા છીએ. જે તમને કોઈ કોઈ પણ પ્રકારના જોખમ વગર જ ઘણો બધો નફો કરાવી શકે છે.
આજે સમગ્ર જગ્યાએ મહામારીનું ગ્રહણ લાગી ગયું છે. જેના લીધે હાલમાં અનેક ક્ષેત્રો બંધ છે. જયારે ખેતી એક વ્યવસાય છે કે જે લોકોની જરૂરીયાત હોવાથી સતત ચાલતો રહે છે. આપણા દેશના મોટાભાગના લોકો કોઈને કોઈ રીતે ખેતી સાથે સંકળાયેલા છે. જેના લીધે આ ક્ષેત્રમાં બધા જ લોકોને માહિતી હોય છે. પરંતુ અમે આ ખેતીમાં સરગવાની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. જે તમને ભરપુર ફાયદો કરાવી શકે છે.
આજના સમયે આયુર્વેદમાં સરગવાની ખુબ જ માંગ છે. સરગવાના પાંદડા, પાવડર, જ્યુસ તેમજ શીંગો સહીત બધા જ અંગોનો અને તેની પેદાશોનો આયુર્વેદમાં તેમજ ખોરાકમાં ઉપયોગ થાય છે. જેના પરિણામ સ્વરૂપ આ સરગવાની ખેતીમાંથી ઘણી બધી જ આવક થઈ શકે છે. હાલમાં સરગવામાંથી અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે, જેનાં લીધે સરગવાની માંગ ખુબ જ રહેલી છે.
હાલમાં આ ખેતીમાં ઘણા સેલેબ્રીટી લોકો પણ રોકાણ કરી રહ્યા છે. ઘણા લોકો આજે નોકરી છોડીને આ ખેતી કરી રહ્યા છે. સરગવાની ખેતી કરવી પણ સરળ છે. સરગવાની ડાળી લગાવી દેવાથી અને તેને પાણી આપતા રહેવાથી સરળતાથી ઉગી જાય છે. જેથી તેનો ઉછેર કરવો પણ ખુબ જ સરળ છે. આ સરગવાની ખેતીથી તમે મહિને 50 હજાર રુપિયા કમાઈ શકો છો. જે અંદાજીત વાર્ષિક એક વીઘે 6 લાખની આવક કરાવી શકે છે.
સરગવો એક ઔષધીય છોડ છે. આ ખેતી કરવા માટે કોઈ ખાસ જમીનની જરૂર પડતી નથી. આ સરગવો ઉગાડ્યાં બાદ તમે એક 10 મહિનામાં આવક મેળવવાની શરુ કરી શકો છો. જેને એક વખત વાવી દીધા બાદ વારંવાર વાવણી કરવાની જરૂર પડતી નથી. આ એક છોડ માંથી આવક મેળવવા માટે પણ બઝાર અને નિકાસ કરવી પણ ખુબ જ સરળ છે.
સરગવો આયુર્વેદમાં 300થી વધારે રોગોને મટાડે છે. જેના લીધે કોઈને કોઈએ દવામાં વાપરવામાં આવે છે. સરગવાને હિન્દીમાં સહજન અને અંગ્રેજીમાં Drumstick કહેવામાં આવે છે. આ સરગવાની ખેતી સાથે તમે તેની વચ્ચે બીજા પાકો પણ ઉગાડીને આવક મેળવી શકાય છે.
સરગવાનું વૃક્ષ છે જે મોટા ભાગે ગમે તેવા વાતાવરણમાં પણ થઇ શકે છે. જે સામાન્ય પ્રકારે એક વૃક્ષ હોવાથી તેને ખાસ પાણીની જરૂરીયાત રહેતી નથી. આ સરગવાને ફૂલ અને પાક માટે 25 થી 30 ડીગ્રી તાપમાનની જરૂરીયાત રહે છે. માટે સામાન્ય તાપમાન વાળી જગ્યાએ થઇ શકે છે. સરગવાને એક વખત ઉગાડી દીધા બાદ તે સતત 10 વર્ષ સુધી ખુબ જ સારી ઉપજ આપી શકે છે. તમે બજારમાંથી ખાસ ઉપજ આપતી સરગવાની જાતો મંગાવીને ઉપજ મેળવી શકો છો.
વિજ્ઞાનિક રીતે સરગવામાં ઉપયોગી 92 વિટામિન્સ, 46 એન્ટી ઓક્સીડેન્ટસ, 36 પેઈન કીલર્સ અને 18 પ્રકારના એમીનો એસીડ જોવા મળે છે. જેથી તે ખુબ જ મહત્વ ધરાવે છે. આ માટે તમે એક વીઘાની અંદર લગભગ 500 જેટલા સરગવાનાં રોપા વાવી શકો છો. જે વાવવાનો ખર્ચો પણ ખુબ જ ઓછો થાય છે. આ છોડનાં સરગવાના માત્ર પાંદડા વેચીને વાર્ષિક 60થી વધારે આવક મેળવી શકો છો. જયારે સરગવાની શીંગોનું વેચાણ કરીને 1 લાખથી વધારે રૂપિયાની આવક મળી શકે છે. આ સિવાય તમે જાતે જ આ સરગવાના પાંદડાનો પાવડર બનાવીને પણ તેની આવક મેળવી શકો છો.
આમ, તમે સરગવાની ખેતી કરવા માગતા હો તો સરગવાની ખુબ જ સરળતાથી ખેતી કરી શકો છો. જે તમને સીધી જ રોકડી આવક કરાવી શકે છે. આ રીતે આવનારા સમયમાં તમારા માટે આ ખેતી કરવાની માંગ પણ ખુબ જ રહેલી છે, જેથી તમારે સરગવાની ખેતી કરી લેવી જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.