આજે સમગ્ર દુનિયામાં કોરોના મહામારી વકરી રહી છે, કોરોનાની વેક્સીન આવી ગઈ છે છતાં બધાજ લોકોને તાત્કાલિક આપવી મુશ્કેલ છે. માટે કોરોનાંથી બચવાનો એક માત્ર ઉપાય છે ઉકાળો. આયુર્વેદિક ઔષધિઓમાંથી બનાવેલો ઉકાળો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે છે. જેથી કોરોના સામે લડવાની શક્તિ આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે.
આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવાથી કોરોના થતો નથી, ઘણા બધા લોકોએ ઉકાળાનું સેવન કરીને કોરોનાને માત આપી છે, કોરોના થયા સમયે જો ઉકાળાનું સેવન કરવામાં આવે તો કફ છૂટો પડીને બહાર નીકળી જાય છે. નવા નિર્માણ પામતા કોરોના વાયરસના પ્રજીવને આપણા શરીરમાં શ્વેત કણોમાં ઉત્પન્ન થતી રોગ પ્રતિકારક શક્તિ મારી નાખે છે. માટે કોરોના રોગ થયા પછી અને પહેલા ઉકાળો ખુબ જ ઉપયોગી છે.
આ સમયે કોરોનાની મહામારી પહેલા કરતા વધારે વકરેલી છે અને કોરોનાના લક્ષણો પણ અલગ જોવા મળે છે. માટે આ કોરોના સામે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી ઉપયોગી છે, જેનાથી કોરોના સહીત બીજા રોગો પણ થતા નથી.
ઉનાળામાં પણ ઉકાળો કરીને પી શકાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળામાં જે વનસ્પતિ શરીરમાં ઈમ્યુનીટી વધારે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. જેથી આપણું શરીર રોગ સામે મજબુત બને. અમે આજે એક શ્રેષ્ઠ આયુર્વેદિક કોરોના સામે રક્ષણ આપતો ઉકાળો બનાવવાની રીત બતાવીશું. અત્યાર સુધીમાં ઘણા લોકોને આ ઉકાળો પીવાથી ખુબ જ ફાયદો થયો છે અને ઘણા લોકો આ ઉકાળો પીવાથી કોરોનામાંથી રીકવર થયા છે.
કોરોના સામે રક્ષણ મેળવવા માટેનો અને કોરોનામાંથી રીકવર થવા માટેનો ઉકાળો બનાવવાની રીત: સૌપ્રથમ સુંઠ અને આદુ 1 ગ્રામ, લીલી હળદર અથવા સૂકી હળદર 1 ગ્રામ, તજ પાવડર 1 ગ્રામ, કાળા મરી 1 નંગ, કાળી દ્રાક્ષ 10 નંગ, અજમા 1 ગ્રામ, તુલસી પાન અથવા ફુદીનાના પાન 10 નંગ અથવા તુળસી અર્ક 10 ટીપા, દેશી ગોળ 5 ગ્રામ, લીંબુ રસ અડધો નંગ, લીમડાનો ગળો અથવા ગળો સત્વ ચૂર્ણ 1 ગ્રામ, સિંધાલુ મીઠું 2 ગ્રામ, 1 ગ્લાસ પાણી વગેરે સામગ્રી લેવી.
ઉકાળો બનાવવાની સામગ્રી: આદુ કે સૂંઠ, હળદર, મરી, દ્રાક્ષ, અજમા, વગેરે ખાંડી લો. ગળો અને તુલસીના પાંદડા છૂંદીને તેનો છૂંદો કરી લો. આ બાદમાં તેને એક ગ્લાસ પાણીમાં નાખીને તપેલીમાં ગરમ કરો. તેમાં તજ પાવડર, ફુદીના પાન અને તુલસીના પાન કે અર્ક, દેશી ગોળ, સિંધાલુ મીઠું વગેરે તેમાં નાખો.
ઉકાળો બનાવવાની રીત: આ એક ગ્લાસ પાણીમાં તમામ ઔષધિઓને ઉકાળવા દેવી, તેમજ તેનો ઉફાળો આવવા દેવો. ઉફાળો આવ્યા બાદ તેને સતત હલાવતા રહો અને જ્યારે તેમાંથી અડધા કરતા ઓછું પાણી વધે ત્યારે આ ઉકાળાને ઉતારીને તેને ગાળી લો. આ ઉકાળો ઉતારી તેમાં સ્વાદ અનુસાર લીંબુનો રસ નાખીને તેને પીવાથી શરીરમાં રોગ પ્રતિકારક વધે છે.
આ ઉકાળો પીવાથી કોરોના રોગ દરમિયાન ઈમ્યુનીટી વધવાની સાથે તે કફ અને ગળાને સાફ કરે છે. આ સિવાય ગળું સાફ થવા સાથે રોગ શ્વાસ નળી અને ફેફસામાં રહેલા કફને પણ દુર કરે છે.
ગળો અને સૂકી દ્રાક્ષનો ઉકાળો બનાવવાની સામગ્રી: સૂંઠ અથવા આદુ 1 ગ્રામ, લીલી હળદર અથવા સૂકી 1 ગ્રામ, તજ પાવડર 1 ગ્રામ, લીમડાની ગળો અથવા ગળો સત્વચુર્ણ 1 ગ્રામ, કાળા મરી 3 નંગ, તુલસી પાન અથવા ફુદીનો પાન 10 નંગ અથવા તુલસી અર્ક 10 ટીપા, કાળી દ્રાક્ષ 10 નંગ, લીંબુ રસ અડધુ નંગ, દેશી ગોળ 5 ગ્રામ વગેરે લો.
ગળો અને સુકી દ્રાક્ષનો ઉકાળો બનાવવાની રીત: સૌથી પહેલા 1 ગ્રામ જેટલી હળદરની ગાંઠ, આદુ કે સુંઠ 1 ગ્રામ, મરી 3 નંગ વગેરેને પીસી લો. આ પછી 1 ગ્લાસ પાણી તપેલીમાં લઈને ગરમ કરો. પાણી ગરમ થતા બધી તેમાં નાખી દો. આ પછી તેમાં ગળો કે ગળોનું ચૂર્ણ, તુલસીના પાન 10 નંગ કે 10 ટીપા અર્ક નાખો, તેમજ 1 તજ પાવડર નાખો. આ પછી કાળી દ્રાક્ષ 10 નંગને તેને ઉકળવા દો. જ્યારે આ ઉકાળાનું પાણી અડધું થઇ જાય ત્યાં સુધી હલાવતા રહો. જયારે તે પાણીમાંથી અડધુ પાણી વધે ત્યારે તેને ઉતારી લો. આ પછી તેને ગાળી લો. જ્યારે આ ઉકાળો થોડો હુંફાળો રહે ત્યારે તેનું સેવન કરવામાં આવે તો કોરોના સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
કોરોના રોગમાં આ ઉકાળો ખુબ જ ઉપયોગી થયો છે. આપણે ત્યાં આયુર્વેદમાં આ ઔષધિઓનું ખુબ જ મહત્વ રહેલું છે. લોકો વર્ષોથી આ ઉકાળાનું સેવન કરતા આવ્યા છે. ઉકાળામાં ઉપયોગમાં લેવામાં આવતી બધા જ પ્રકારની ઔષધિઓ ઇમ્યુનિટી બુસ્ટર તરીકેનું કાર્ય કરે છે. ભારત સરકાર અને મેડીકલ દ્વારા પણ આ ઉકાળો પીવાથી કોવીડ-19 સામે લડવાની શક્તિ ઉત્પન્ન થાય છે તેવું કહેવામાં આવે છે.
માટે આ ઉકાળાનું સવારે અને સાંજે સેવન કરવાથી ફાયદો થાય છે. જે કોરોના દર્દીને આ ઉકાળો આપવામાં આવતા તેના રીપોર્ટ પણ નેગેટીવ આવે છે. માટે કોરોના સામેની પ્રતિકારક શક્તિ ઉકાળાથી ભરપુર માત્રામાં ઉત્પન્ન થાય છે.
અત્યાર સુધીમાં ઉકાળો પીનારા લોકોને કોરોના ભાગ્યે જ થયો હોય તેવું જાણવા મળે છે. દરરોજ જો દિવસમાં સતત ઘણા દિવસો સુધી ઉકાળો પીવાથી બીજા ઘણા પ્રકારના રોગ અને બીમારીઓ પણ થતી નથી. અમે આશા રાખીએ કે કોરોના સામે ઈમ્યુનીટી પાવડર વધારનાર અસરકારક ઉકાળા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
વિનંતી: મિત્રો દરેક લોકો સુધી આ ઉકાળો બનાવાની રીત શેર કરો અને સ્વાસ્થ્ય રહો