મધ ખાવાના અનેક ફાયદાઓ છે. તેમાં ગ્લોકોઝ, શર્કરા, વિટામીન, ખનીજ જેવા અનેક પોષ્ટિક તત્વો હોય છે. એટલા માટે લોકો મધને જોયા વગર જ ખરીદી લેતા હોય છે. પરંતુ એવું નથી કે બધી જ બ્રાન્ડના મધ ભેળસેળ વાળા હોય છે. પરંતુ આજકાલ માર્કેટમાં ઓર્ગેનિક અને શુદ્ધ મધના નામ પર નકલી અને મિલાવટ વાળા મધ વધારે વેચાય રહ્યા છે.
જો તમે પણ મધ ખાવ છો તો તમારે ઘરેલું નુસ્ખા દ્વારા મધની ઓળખ કરવી જોઈએ કે મધ અસલી છે કે નકલી? અમે અહિયાં તે નુસ્ખા બતાવી રહ્યા છીએ.
ગરમ પાણી દ્વારા: મધને ઓળખવા સૌથી શ્રેષ્ઠ અને સરળ પદ્ધતિ છે ગરમ પાણી. તે માટે કાચનો ગ્લાસ લઈને અથવા કટોરીમાં પાણી ગરમ કરીને ભરી લો. એમાં એક ચમચી મધ નાખો. જો તે પાણીમાં પૂરી રીતે મિક્સ થઈ જાય છે તો સમજી જવું કે મધ ભેળસેળ વાળું છે. જ્યારે જો તે મોટા તાર બનાવે છે અને વાસણના તળીએ બેસી જાય છે તો તે મધ અસલી છે. મધમાં ભેળસેળ માટે માટે અને બનાવટી મધ બનાવવા માટે તેમાં ખાંડ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તે પાણીમાં ભળી જાય છે.
આગ દ્વારા: જો તમે પાણી દ્વારા બરાબર તપાસ નથી થઇ રહી હોય તો આગથી પણ તપાસ કરી શકો છો. તે માટે આ માટે મીણબતી સળગાવો અને પછી એક સળી પર રૂ ચોટાડીને તેમાં મધ લગાવી દો. પછી તે મધ લગાવેલા રૂના ટુકડાને આગ પર રાખો. તો રૂ સળગવા લાગશે તો મધ શુદ્ધ છે. જો સળગવામાં સમય લગાડે છે મધમાં પાણીની ભેળસેળ છે. મધની સૌથી સારી પરખ ઠંડીમાં હોય છે. શુદ્ધ મધ ઠંડીમાં જામી જાય છે. જ્યારે ઉનાળામાં ઓગળી જાય છે.
આયોડીન દ્વારા: જો તમારા ઘરમાં આયોડીન મૌજુદ હોય તો તેના દ્વારા તમે મધની શુદ્ધતાની તપાસ કરી શકો છો. મધ લઈને તેને પાણીમાં મિક્સ કરો. ત્યારપછી તેમાં થોડુક 5 થી 5 ટીપા આયોડીન ભેળવો. ભેળવ્યા પછી થોડા સમય 5 મિનીટ સુધી રહેવા દો. જો આ મિશ્રણ જાંબલી જાંબલી રંગમાં બદલી જશે તો તે મધ માં ખાંડ અને લોટ ભેળવ્યો હશે. મધમાં બટેટાના રસનો ઉપયોગ કરાયો હશે તો તે મધ આ રીતથી ઓળખાય જશે.
કુતરા દ્વારા: જો મધ શુદ્ધ હશે તો તે મધ કુતરા ક્યારેય ખાતા નથી. જો મધ ભેળસેળ વાળું હશે અને તે કુતરાની સામે રાખી દો તો તે મધ કુતરા ખાવા લાગશે. આમ કુતરા મધ ખાય જાય તો સમજવું કે તે મધ ભેળસેળ વાળું છે. આ મધને રોટલી કે રોટલામાં ચોપડીને પણ કુતરાને ખવરાવી શકાય છે, જો તે શુદ્ધ હશે તો રોટલી કુતરા ક્યારેય નહી ખાય.
વિનેગાર દ્વારા: થોડું મધ અને તેમાં થોડું પાણી અને બેથી ત્રણ ટીપા વિનેગાર નાખી મધને બરાબર હલાવવું, જો મધ ચોખ્ખું હશે તો તેમાં ફીણ નહિ વળે અને ભેળસેળ વાળું હશે તો તેમાં ફીણ વળી જશે. મધમાં હાઇડ્રોકલોરિક એસિડ નાખીને પણ મધની પરખ કરી શકાય છે. મધમાં હાઇડ્રોકોરીક એસિડ અને થોડીક ખંડ નાખો અને મધને થોડા સમય રહેવા દીધા બાદ તે ગુલાબી રંગ ધારણ કરશે તો મધ નકલી છે અને તેમાં વેજીટેબલ ઘી ભેળવવામાં આવ્યું હશે.
ટીશ્યુ અથવા બ્લોટિંગ પેપર દ્વારા: મધની શુદ્ધતાની પરખ બ્લોટિંગ થવા ટીસ્યુ પેપરથી કરી શકાય છે. આ માટે બ્લોટિંગ પેપર અથવા ટીસ્યુ પર મધના એક એક ટીપા નાખો. જો મધમાં પાણીની ભેળસેળ હશે તો પેપર સૂચી જશે અને શુદ્ધ મધ પેપર પર જમા રહેશે.
માખી દ્વારા: માખી લગભગ બધાં જ ઘરમાં હોય છે એવામાં અસલી મધની ઓળખ માખી દ્વારા પણ થઇ શકે છે. માખી દ્વારા તપાસ કરી શકાય છે કે શુદ્ધ મધમા માખી ફસાતી નથી અને ફડફડ ઉડી જાય છે, જયારે ભેળસેળ વાળા મધમાં માખી ફસાઈ જાય છે.
અંગુઠા દ્વારા: મધનું એક ટીપું અંગુઠા અને આંગળી વચ્ચે રાકો. જેનાથી તાર બનાવવાની કોશીશ કરો. જો મધ શુદ્ધ હશે તો તેમાં મોટા તાર બનશે અને શુદ્ધ મધ અંગુઠા પર જમા જ રહેશે. જ્યારે ભેળસેળવાળું બનાવટી મધ ફેલાઈ જશે.
સફેદ કપડા દ્વારા: સફેદ કપડા દ્વારા શુદ્ધ મધની ઓળખ કરવા માટે સૌપ્રથમ સફેદ કપડું લઈને તેમાં મધના થોડાક ટીપા પાડવાના છે, આ પછી કપડાને શુદ્ધ પાણીથી ધોવાનું છે જો તે શુદ્ધ મધ હશે તો કપડા પર ડાઘ નહી રહે જ્યારે ભેળસેળ વાળું મધ હશે તો મધ કપડા પર ડાઘ રહેવા દેશે.
મધ ફ્રીજમાં મુકવાથી તે જામી જાય છે, જયારે ભેળસેળ વાળું મધ ફ્રીજમાં મુકતા જામતું નથી, મધની ઓળખ કરવા માટે કાચના વાસણમાં ભરીને મધને ફ્રીજમાં મુકવું, જો તે જામશે નહિ તો તે મધ ભેળસેળ વાળું હશે. ચોખા મધના વાસણમાં રૂપિયાની કોઇપણ કડકડતી નોટ ડુબાડી બહાર કાઢવામાં આવે ત્યારે નો એવી જ જણાય તો તે મધ ચોખ્ખું હશે અને જો મધમાં ખાંડ કે ગોળ સહીત બીજી કોઈ વસ્તુ ભેળવી હશે તો નોટ ભીની અને બગડેલી જણાશે.
ખાવામાં ઉપયોગમાં લેવામાં આવતી બ્રેડ પણ મધના અસલી અને નકલી પરખ કરે છે. શુદ્ધ મધ બ્રેડ પર નાખવાથી તે કઠોર થઇ જશે અને ભેળસેળ વાળું મધ બ્રેડ પર લગાવવાથી નરમ અને ભીની થઇ જશે. કાચના ટુકડા પર તમારા પાસે જે મધ હશે તેનું એક ટીપું કાચ પર પાડો, જો તે મધ શુદ્ધ હશે તો તે સાપ જેવું ગોળ બનશે જ્યારે ભેળસેળ વાળું મધ હશે તો તે આખા કાચના ટુકડામાં ફેલાઈ જશે
આમ, જો તમે મધ ભેળસેળ વાળું અસલી છે કે નકલી તે જાણવા માંગતા હો તો ઉપરોક્ત ઘરેલું પદ્ધતિઓ અપનાવીને મધને પારખી શકો છો, નકલી બનાવટી મધ ઔષધીય ગુણ ધરાવતું નથી અને તેમાં કરેલી ભેળસેળ શરીરને માટે વિરોધી અસર ઉભી કરે છે. જેથી અમે આશા રાખીએ છીએ કે આ અમે બતાવેલી ઘરેલું અસલી મધ ચકાસવાની પદ્ધતિનો ઉપયોગ કરવાથી તમે અસલી મધની ઓળખ કરી શકો અને ભેળસેળથી બચી શકો.
🙏 મિત્રો આ ઉપયોગી માહિતી દરેક વ્યક્તિ સુધી પહોચાડો, નીચે આપેલા Share બટન ઉપર ક્લિક કરો