આધાશીશી કે જેને માઈગ્રેન તરીકે ઓળખવામાં આવે છે. આ આ રોગમાં સવારે સૂર્ય ઉગતાની સાથે જ માથામાં દુખાવો શરૂ થઈ જાય છે. આ રોગમાં અડધું માથું દુખે છે. એટલે તેને આધાશીશી કે અધકપારી તરીકે ઓળખવામાં છે. આ રોગમાં તેજ દર્દ થાય છે.જેમાં શરીરનો કોઈ હિસ્સો વધારે પ્રભાવિત થાય છે.
આ રોગ ખાસ કરીને મહિલાઓને વધારે પ્રમાણમાં થાય છે. આ રોગ ઘણા દિવસો અને ઘણા કલાકો સુધી રહે છે. જો તેનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તેની અસર દૈનિક ક્રિયાઓ પર પડે છે. માટે અમે અહિયાં આ આધાશીશી નામના રોગને મટાડવાના ઈલાજ વિશે જણાવીશું.
આધાશીશીના લક્ષણો: આ સમસ્યામાં ઘણા દિવસો સુધી માથું દુખે છે, મૂળ બદલે છે, કબજિયાત રહે છે, ગરદન જકડાઈ જાય છે, અનિયંત્રિત તણાવ, ચીડિયાપણું, ખુબ જ સુસ્તી અનુભવાઈ છે, ભૂખમાં બદલાવ અને જીવ મુંજાય છે, પ્રકાશથી સંવેદનશીલતા, જોવામાં પરેશાની, હાથ અને પગમાં પીન અને સોઈ વાગતી હોય તેવું મહેસુસ થાય છે, માથાની બંને તરફ તેજ દર્દ થાય છે, પ્રકાશમાં સંવેદનશીલતા, ઉલ્ટી થાય, ધૂંધળું દેખાય, ચક્કર આવે વગેરે લક્ષણો આ આધાશીશી નામના રોગમાં જોવા મળે છે.
આધાશીશીના કારણો: મગજમાં સેરોટોનીન નામનું રસાયણ હોય છે, જે આ સમયે અસંતુલિત થઈ જાય છે, જેના પરિણામે માથાનો દુખાવો થાય છે, મહિલાઓમાં હોર્મોન ફેરફાર કે પરિવર્તન સમયે આ સમસ્યા ખાસ કરીને થાય છે, તણાવ અને ચિંતા, મૌસમ બદલાવ, ઊંઘમાં અને તેના સમયમાં ફેરફાર વગેરે કાઆરને માથાનો દુખાવો ઉપડે છે, ગર્ભનિરોધક ગોળીઓનું વધારે પડતું સેવન પણ આ સમસ્યા ઉભી કરે છે. અહિયા આપણે આ રોગ મટાડવાના ઈલાજ વિશે ચર્ચા કરીએ.
ઘી: ઘી થી આધાશીશીનું દર્દ ઠીક થઈ જાય છે, આધાશીશીનું દર્દ ઠીક કરવા માટે દરરોજ ઘીના 2 ટીપા નાકમાં નાખો. આ ઉપાય દિવસમાં બે વખત કરવાથી માથાનો દુખાવો તરત દુર થઈ જાય છે. ઉનાળાની ઋતુમાં ગરમીના કારણે માથાનો દુખાવો થાય છે તો ઘીનો ઉપયોગ કરો. તેનાથી બે મીનીટમાં માથાનો દુખાવો મટી જાય છે.
ગાજર અને કાકડી: સલાડમાં ગાજર અને કાકડીનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો મટે છે. આ ઉપાય માટે સૌપ્રથમ ગાજર અને કાકડીનો રસ કાઢો. તેને ગરદન અને કાંધ પર લગાવો. તેનાથી તમને આરામ મળશે. તે થોડા દેશી નુશખાની મદદથી માથાના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે.
બરફના ટુકડા: બરફના ટુકડાનો એક ટુકડાને એક પેકમાં રાખીને માથા પર માલીશ કરો. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જેનાથી દર્દ ઓછું કરી શકાય છે. સાથોસાથ તે ઠંડી ચીજનો પેક બનાવી શકો છો. તેના સિવાય તેને કાંધ અને ગરદનની આસપાસ લગાવો. જેનાથી તરત રાહત મળે છે.
કપૂર: કપૂરમાં એન્ટી બેક્ટેરીયલ, એન્ટી ફન્કશનલ જેવા મેડીકલ ગુણ હોય છે. જે ચામડીથી સંબંધિત ઘણી સમસ્યાઓને દુર કરે છે. કપૂરને ઘીમાં ભેળવીને માથા પર હળવા હાથોથી માલીશ કરવાથી માઈગ્રેન એટલે કે આધાશીશીની સમસ્યાથી થનારા દર્દમાં રાહત મળે છે.
લીંબુની છાલ: આરોગ્ય અને સૌન્દર્યમાં લીંબુનો રસ ખુબ જ કારગર માનવામાં આવે છે. લીંબુના છાલોને વાટીને તેનો લેપ તૈયાર કરો. આ લેપને માથા પર લેપ કરો. તેનાથી તરત રાહત મળશે. આ રસમાં ખુબ જ શરીર ઉપયોગી પોષક તત્વો હોય છે. જે મગજને શાંત કરે છે.
કોબીજ: શાકભાજી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી કોબીજ માથાના આ પ્રકારના દુખાવામાં ખુબ જ ઉપયોગી થાય છે. કોબીજમા ભરપુર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સાથે આધાશીશી કે માઈગ્રેનના દુખાવામાં પણ ખુબ જ ઉપયોગી છે. આ માટે કોબીજને વાટીને ગરદન અને ખંભા પર લગાવવાથી આધાશીશીથી રાહત મેળવી શકાય છે.
દ્રાક્ષ: આધાશીશીના દુખાવાને દુર કરવામાં દ્રાક્ષનું સેવન ફાયદાકારક છે. આ દ્રાક્ષ મૌસમી ફળ હોવાની સાથે તે કાર્બોહાઈડ્રેટ, વિટામીન એ અને સી તેમજ ડાઈટરી ફાઈબર મળી આવે છે. તે બધાજ જરુરી તત્વો માઈગ્રેનના દર્દને ઓછુ કરવામાં કારગર છે.
તજ: તજ અસહનીય દર્દને ઓછુ કરવામાં તજથી બનેલા લેપનો પણ ઉપયોગ શકાય છે. તજને વાટીને ચૂર્ણ બનાવી લો. આ પછી તેમાં સીમિત માત્રામાં પાણી નાખીને પેસ્ટ બનાવી લો. માથામાં દર્દ વાળી જગ્યા પર લગાવો અને અડધા કાલક પછી ગ્રામ પાણીથી ધોઈ લો. આ ઉપાયથી માથાનો દુખાવો ઓછો થઇ જશે.
આદું: કોઈપણ દર્દને દુર કરવામાં આદુને બેહદ ઉપયોગી માનવામાં આવે છે. પ્રાચીન સમયથી જ આદુનો ઉપયોગ પેન કીલર તરીકે થતો આવ્યો છે. આદુના રસમાં લગભગ 200 તત્વ મળી આવે છે. જે એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી નોર્સીયા અને એન્ટી વિટામીન ગુણોથી યુક્ત હોય છે. તે કારણે તે આદુના સેવનથી માઈગ્રેનના દર્દને દુર કરવામાં રામબાણ ઔષધી છે.
તુલસી: ઘણા બધા રોગોને ઠીક કરવા માટે તુલસી ઉપયોગી છે. જેમાં તુલસીના તેલથી માઈગ્રેનના દર્દથી રાહત મેળવવામાં પણ તુલસી ઉપયોગી છે. તુલસીનું તેલ માથામાં માથામાં નાખવાથી આધાશીશીના દુખાવામાં ખુબ જ રાહત મળે છે. આ તેલ માંસ પેશીઓમાં આરામ આપે છે, જેનાથી તણાવ ઓછો થાય છે.
આમ, માથાનો દુખાવો કે આધાશીશીની સમસ્યાથી રાહત મેળવવા માટે આ ઉપરોક્ત ઉપાયો ખુબ જ ઉપયોગી છે. જો તમને માઈગ્રેન કે માથાનો દુખાવો હોય તો તમે ઉપરોક્ત કોઇપણ ઉપાયો કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માથાના દુખાવા આધાશીશી, અધકપારી, માઈગ્રેન કે અડધા માથાના દુખાવાની આ સમસ્યાને દુર કરવામાં ખુબ જ ઉપયોગી થશે.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.