આજના પ્રદુષણ યુક્ત વાતાવરણમાં જાતજાતની બીમારીઓ ફેલાઈ રહી છે, જેના આ પ્રદુષણની વધારે પડતી અસર ફેફસા પર પડે છે. એના કારણે ફેફસાની ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. ફેફસામાં કફ, શરદી વગેરે ભરાવાથી શ્વાછોશ્વાસની ક્રિયામાં અડચણ ઉભી થાય છે. જેનાથી શરીરમાં પુરતો ઓક્સીજન મળી શકતો નથી અને ઓક્સીજન લેવલ શરીરમાં ઘટી જાય છે.
અમે અહિયાં આ ઓક્સિજન લેવલ વધારવાનો અસરકારક ઈલાજ અહિયાં બતાવીશું. જેમાં ફેફસાની સફાઈ કરીને ઓક્સીજન લેવલ વધારવાના જરૂરી પ્રયાસો કરવામાં આવે તો જરૂરથી ઓક્સીજન લેવલ વધે છે.
આ માટે પ્રથમ કપૂર, અજમો અને લવિંગ વગેરે લઈને તેમાં ઈલાયચી તેમજ તુલસીના પાંદડા વાટીને નાખવા. આ રીતે તમામ ઔષધીય જડીબુટ્ટી વગેરેને ભેગી કરીને તેને એક નાના રૂમાલમાં બાંધી દેવા. આ વસ્તુને રૂમાલમાં બાંધ્યા બાદ તેને નાક વડે 17-18 વખત તેને સુંઘવાથી નાક અને શ્વાસનળી ચોખ્ખી અને સ્વચ્છ બને છે. સાથે ફેફ્સા સુધી આ સુગંધ પહોંચતા તે ત્યાંથી પણ કફને દુર કરે છે. જેથી શ્વાસ ક્રિયામાં આવતી સમસ્યા દુર થાય છે અને સરળતાથી શ્વાસ લઇ શકાય જેથી શરીરમાં પૂરતો ઓક્સીજન મળે છે. જેના લીધે ઓક્સીજન લેવલ વધે છે અને ઘટેલું લેવલ 95-96 થઈ જાય છે. આ ઉપાય 3-3 કલાકમાં અંતરે કરવો. એક જ દિવસમાં તમારું ઓક્સિજન લેવલ બરાબર થઈ જશે.
ઝંડુ બામ એ નાકને અને શ્વસન તંત્રને ખૂલું કરવામાં ખુબ જ ઉપયોગી છે. ઝંડુબામ નાક વાટે લેવાથી બંધ થયેલું નાક ખુલી જાય છે અને શરીરમાંથી કફ પણ છૂટો પડી જાય છે. જેના લીધે ઓક્સીજન પુરતો મળતા ઓક્સીજન લેવલ વધે છે.
નાકમાંથી અને ગળાથી કફને દુર કરીને પુરતો ઓક્સીજન લેવા માટે પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં ઝંડુ બામ નાખવું. તેમાં તે ગરમ થઈને બામ ઓગળે તે પ્રમાણે નાક અને ગળું ખૂલું રાખીને તેને નાસ લેવી. આ પદ્ધતિથી ગળામાંથી અને નાકમાંથી કફ પાણીની જેમ પડવા લાગશે. આ પદ્ધતિ અપનાવવા નાક અને નાકમાંથી પાણી નીકળવા માંડે છે,પરંતુ ધીરે ધીરે આ નસ્ય પ્રયોગ કરતા રહેવાથી કફ નીકળી જાય છે અને ફેફસા સાફ બને છે.
આ સિવાય ફેફસામાં કફ જામેલો હોય છે જે દુર કરવા માટે સુકા તુલસીના પાંદડા, કાથો, કપૂર અને ઈલાયચી વગેરે બરાબર માત્રામાં લઈને તેને વાટી લો. આમાં નવ ગણી ખાંડ ભેળવીને વાટી લો. આ મિશ્રણન એક ચપટી માત્રામાં દિવસમાં બે વખત ખાવાથી ફેફસામાં રહેલો કફ દુર કરવામાં મદદ મળે છે. જેનાથી ફેફસા પૂરતા પ્રમાણમાં હવા લે છે જેના લીધે ઓક્સિજન લેવલ વધે છે જેનાથી લોહીને શુદ્ધ કરવામાં ક્રિયા પૂરતા પ્રમાણમાં થાય છે. લોહીનું શુદ્ધિકરણ ફેફસામાં થાય છે. અને બાદમાં હ્રદયમાં જાય છે.
આ પછી આદુ પણ ફેફસાને શુદ્ધ કરવાનું કાર્ય કરે છી. 500 મિલીથી 1 લીટર જેટલા પ્રમાણમાં પાણી લઈને તેમાં 250 થી 300 ગ્રામ ગોળ નાખવો. તેમાં આદુને છીલીને એક ટુકડા જેટલા પ્રમાણમાં નાખી દેવું. તેમાં લસણની કળીઓનો છૂંદો કરીને પણ નાખવો. તેમા થોડા પ્રમાણમાં 2 ચમચીની માત્રામા હળદર નાખો. આ મિશ્રણને ચુલા પર ગરમ થવા મૂકી દો. જયારે તેમાં હુંફાળો આવે ત્યારે તેને ઉતારીને ગાળી લો અને તેનું ભૂખ્યા પેટે સેવન કરો. રાત્રે સુતા બાદ અઢી કલાક બાદ સેવન કરો. આ ઉપાય થોડા દિવસો સુધી કરવાથી ફેફસાની સફાઈ થાય છે અને કફ નીકળી જાય છે.
ગાજર દ્વારા પણ ફેફસાની સફાઈ કરી શકાય છે. ગાજરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે. એક ગાજર લઈને તેને એક તપેલીમાં ગરમ કરો. આ ગાજર બફાઈ ગયા બાદ પાણી ઉતારી લો અને તેને છૂંદીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં શુદ્ધ મધને 4 થી 5 ચમચી જેટલું નાખો. મધ નાખ્યા બાદ તેને આ પેસ્ટમાં નાખીને બરાબર હલાવો. બરાબર હલાવ્યા બાદ ગાજરનું ગરમ કરેલું પાણી આ પેસ્ટમાં ભેળવી દો. આ પાણી સાથેનું મિશ્રણ એક કાચની બોટલમાં રાખી શકાય છે અને તેનો વારંવાર ઉપયોગ કરી શકાય છે.
આ મિશ્રણ દવા દિવસમાં 3 સમય 3-3 ચમચી લેવું. આ મિશ્રણ લીધા બાદ કોઈ વસ્તુનું સેવન ન કરવું. આ ઈલાજ ફેફસામાંથી કફ સાફ કરવામાં ઉપયોગી છે અને શ્વાસની તકલીફ દુર કરે છે. ફેફસાની તમામ ગંદકી આ ઈલાજ કરવાથી દુર થાય છે.
ફુદીના દ્વારા ફેફસાને શુદ્ધ કરવામાં મદદ મળે છે. ફૂદીનામાં એક પ્રકારની કુદરતી સુગંધ હોય છે. જે શ્વાસની પ્રક્રિયા સુધારે છે. દરરોજ 3 થી 5 પાંદડા ફુદીનાના બરાબર ચાવીને તેમાં લાળ બરાબર ભરાય એ રીતે 8 મિનીટ સુધી ચાવીને જીભ પર રાખવા અને બાદમાં ગળી જવા. ફેફસામાં જમા થયેલા ઝેરીલા વિષાક્ત તત્વો જામે લડવામાં અને તેને દુર કરવામાં તેમજ ફેફસામાં કફને દુર કરવામાં ફુદીનો ખુબ જ ઉપયોગી છે.
હળદર ખુબ જ પ્રમાણમાં ખનીજ તત્વો અને પોષક તત્વો ધરાવે છે. જેમાં એન્ટીઓક્સીડેંટ માટેના ગુણો હોય છે. આજે તેની ઉપયોગીતાને લીધે તેન ખુબ જ મહત્વ રહેલું છે, તે ફેફસાનો સોજો અને કફને સાફ કરવામાં ઉપયોગી છે. આ ઉપાય માટે હળદરને ગરમ પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો ફેફસાનો કફ નીકળી જાય છે. હળદર ફેફસામાં લાગતા સંક્રમણને અટકાવે છે. તે ફેફસાને મજબુત કરે છે.
કસરત પણ શરીર માટે ખુબ જ ઉપયોગી છે. સાથે તે ફેફસાની સફાઈમાં પણ ઉપયોગી છે. કસરત અને યોગ કરવાથી શ્વસન પ્રક્રિયા ઝડપથી થાય છે. આ માટે યોગમાં દરરોજ 15 મિનીટ ઊંડો શ્વાસ લેવાથી ફેફસાની માંસપેશીઓ મજબુત અને શક્તિશાળી બને છે. તેના લીધે ફેફસા જ પોતાની રીતે સફાઈ કરીને ગંદકી સાફ કરે છે.
લસણ,અ એન્ટીઈન્ફ્લામેટ્રી ગુણ હોય છે. જે ઘણા પ્રકારના ઇન્ફેકશન સામે લડવામાં કરગર છે.લસણનું સેવન અસ્થમા જેવી ગંભીર બીમારીઓથી છુટકારો મેળવવા માટે ઉપયોગી છે. લસણ ફેફસાના કેન્સરની સંભાવના પણ ઘટે છે. આ માટે એક લસણની 3 થી 4 લસણની કળીઓ લઈને તેનો છૂંદો કરી લેવો. આ છૂંદો સવારે ખાલી પેટ મધ સાથે મિક્સ કરીને ખાવાથી ફેફસામાંથી કચરો અને કફ સાફ થાય છે.
ક્રેનબેરી ફેફસા માટે અને ફેફસાની બીમારીમાં ખુબ જ ઉપયોગી છે. ક્રેનબેરી ફેફસામાં થયેલા સંક્રમણ સામે લડવામાં ઉપયોગી છે. આ માટે ક્રેન બેરીનો 400 મિલીલીટર રસ પીવાથી શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વો મળે છે. જે શ્વસન માટે ઉપયોગી છે. આ રસ ફેફસાની સફાઈ કરે છે અને ફેફસામાં રહેલી ગંદકીન બહાર કાઢે છે.
આમ, આ ઉરોક્ત તમામ ઉપાયો ફેફસાની સફાઈ માટે ખુબ જ કારગર નીવડે છે, જે ફેફસામાં રહેલી કફ, ધુમાડો જેવી ગંદકીને સાફ કરે છે. જેના પરિણામે ફેફસા પુરતી હવા મળે છે જેના લીધે આપણે ઓક્સીજન લેવલ જરૂરી માત્રામાં રાખી શકીએ છીએ. જો તમારું ઓક્સિજન લેવલ ઘટે તો આ માહિતીના આધાર પર ઉપરોક્ત પ્રયોગ કરીને વધારી શકો છો. આ ઉપચાર દ્વારા 24 કલાકમાં પુરતી અસર જોવા મળે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.