આપણો ચહેરો સુંદર હોય તો દરેક લકોને ગમે છે. સુંદર ચહેરાથી આપણી ઇમ્પ્રેસન પણ સારી પડે છે. પરંતુ કોઈ કારણસર આપણો ચહેરો ખરાબ થઈ જાય તો પણ આપણને ખરાબ લાગવા લાગે છે અને નિતનવા પ્રયોગો આપણે આ ડાઘ મટાડવા માટે કરતા હોઈએ છીએ. તેજસ્વી અને ગ્લોઈંગ ત્વચા સુંદરતાની સાથે સાથે સારા સ્વાસ્થ્યની નિશાની છે.
ત્વચાની સંભાળની સાથે બાહ્ય સંભાળની પણ જરૂર હોય છે. ચમકતી ત્વચા એ પણ આધાર રાખે છે કે તમે કેવા ખાદ્ય પદાર્થો વાપરી રહ્યા છો. જો સંતુલિત આહાર લેવામાં આવે તો ચહેરો સ્વસ્થ રહે છે. આ સિવાય ચહેરા પર અમુક વસ્તુની બેદરકારીને લીધે ડાઘ પડી ગયા હોય છે. અમે આ આર્ટીકલ દ્વારા ડાઘને મટાડવાના અસરકારક ઉપાયો બતાવીશું. જેના લીધે આ ડાઘને કાઢવા માટે તમારે કોઈ ક્રીમની જરૂર પડશે નહિ.
ગાજર: ગાજર ખાવાથી અથવા દરરોજ 1 ગ્લાસ જ્યુસ પીવાથી ડાર્ક સર્કલની સમસ્યા દુર થાય છે. વળી, તેમાં હાજર બીટા કેરોટીન, વિટામીન એ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ગુણધર્મો ત્વચાના મૃત કોષોને સ્થિર થવા દેતા નથી, જે હંમેશા ચહેરાને ચમકદાર બનાવે છે.
કેરી: કેરીમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-એ ભરપુર માત્રામાં હોય છે, જે ત્વચા પર અકાળે વૃદ્ધત્વ અથવા કરચલીઓ અટકાવે છે. ત્વચાની ચમક અને કુદરતી સૌન્દર્ય કેરી દ્વારા જાળવી શકાય છે. તે ચામડી પર નવા કોષોને વધારવામાં પણ મદદ કરે છે. મૌસંબી, નારંગી અને દ્રાક્ષ વગેરે જેવા ખાટા ફળનું સેવન કરવાથી ચામડી સ્વસ્થ રહે છે. માટે ડાઘને દુર કરવા માટે કેરીને વાટીને ડાઘ પર લગાવવાથી તે ડાઘ મટે છે.
ગ્રીન ટી: દરરોજ એક કપ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. જેના લીધે ચામડીની સમસ્યા દુર થાય છે અને ચહેરાની પ્રાકૃતિક સુંદરતા આવે છે. 1 કપ ગરમ પાણીમાં અડધું લીંબુ ભેળવી દો. આ મિશ્રણમાં સ્વાદ માટે એક ચમચી જેટલું મધ પણ ઉમેરી શકાય છે અને તેમાં 2 ચમચી જેટલો એલોવીરાનો રસ ભેળવીને પણ પી શકાય છે. દરરોજ આ પીણાનું સેવન કરવાથી ચહેરો સુંદર બને છે. તેમજ ચામડી પરના ડાઘ પણ દુર થાય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી: લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેમાં પાલક, મૂળો, સરસવ, કોથમીર, કોબીજ, તાંદળજો અને મેથી વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ ભાજી પ્રકારના શાક મૃત ચામડીને દુર કરે છે તેમજ ચહેરા પરના ડાઘને દુર કરે છે. આ શાકભાજીઓમાં આયર્ન પ્રમાણ વધારે હોવાથી લોહીનું પ્રમાણ વધારે છે અને નવા કોષોનું નિર્માણ ખુબ જ જલ્દી કરે છે.
પાણી: ચહેરાની ચમક માટે પાણી પણ ખુબ જ ઉપયોગી છે. માટે પાણી પીવું માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ ત્વચા માટે પણ ઉપયોગી છે. જ્યારે તમે દિવસ દરમિયાન પાણી પીતા હો ત્યારે તમે હાઈડ્રેટેડ રહો છો. જેનો વધારે પ્રભાવ ચહેરા પર પડે છે. પાણી શરીરમાંથી ઝેર દુર કરે છે તેમજ કરચલીઓને પણ દુર કરે છે. સાથે તે ડાઘને પણ મટાડે છે.
એવોકેડો: એવોકેડો ચામડીના ડાઘ માટે ખુબ જ ઉપયોગી ઔષધી છે. જે ખીલ, મહ અને કાળા ડાઘને દુર કરવા માટે ઉપયોગી છે. આ ફળનું સેવન સૂર્યના કિરણોથી ચામડી અને ચહેરાને થતું નુકશાન અટકાવે છે. એવોકેડાના ફળના ગર્ભને વાટીને ચહેરા પર લગાવવાની ચહેરાની ચમક વધે છે.
બટેટા: બટાટામાં ચહેરાના ખીલ, મહ અને તેના ડાઘને મટાડવાના તેમજ સોજાને મટાડવાના ગુણ છે. માટે ચહેરા પર પડેલા કાળા ડાઘને મટાડવા માટે બટાકાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાટાને બે ભાગમાં કાપીને પાણીમાં પલાળી દેવા. આ ટુકડાને કાળા ડાઘ પર 10 મિનીટ સુધી રહેવા દો. અંતમાં ગરમ હુફાળા પાણીથી ચહેરાને ધોઈ લો. આ સિવાય બટેટાનો છૂંદો કરીને તેમાં મધ ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા કાળા ડાઘ પર 10 થી 20 મિનીટ સુધી લગાવીને રાખો બાદમાં ચામડીને ગરમ પાણીથી ધોઈ લો. આમ બટેટા દ્વારા ચહેરા પરના કાળા ડાઘને હટાવી શકાય છે.
મધ: ચામડીના તમામ રોગનો ઈલાજ મધ દ્વારા શક્ય છે. ચહેરા પરના કાળા ડાઘને કાઢવા માટે દૂધ અને મધને ભેળવીને એક મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને રૂની મદદથી કાળા ડાઘ પર લગાવો અને 10 થી 15 મિનીટ સુધી રહેવા દીધા બાદ તે જગ્યાને ધોઈ લો. એક વાટકામાં મધ, દૂધ અને દાળિયા ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને થોડીવાર સુકાવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. આમ આ ઈલાજ કરવાથી ચહેરા પરના ડાઘ દુર થશે.
ટમેટા: ટમેટામાં વિટામીન સી મળી આવે છે. જે ચહેરાના ડાઘ અને નિશાનને દુર કરવામાં મદદ કરે છે. આ માટે ટામેટાના રસને કાઢીને ચહેરા પર લગાવી દો તેમજ ટમેટાના ટુકડાને ચહેરા પર ગોળાઈમાં ઘુમાવતા રહો. આ પછી તેને થોડી વાર સુકાવા દીધા બાદ ઠંડા પાણીથી ધોઈ લો. આ ઉપાય કરવાથી ચહેરા પર ચમક આવે છે તેમજ ડાઘ મટે છે.
લીમડાના પાંદડા: તમે લીમડાના પાંદડાના ફાયદાઓ વિશે જાણતા જ હશો. લીમડાના પાંદડાને વાટીને ચહેરા પર લગાવો. આ સિવાય લીમડાના પાંદડાનું સેવન કરવાથી ચહેરા પરના ડાઘ મટી જશે. સતત 10 થી 15 દિવસ સુધી આ ઉપાય કરવાથી ચહેરાના ડાઘ અને નિશાન સાફ થઈ જશે, સાથે શરીરનું લોહી પણ સાફ થાય છે.
સંતરા: સંતરાની છાલમાં વિટામીન સી હોય છે. સાથે તેમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ પણ હોય છે. સંતરાની છાલનો ઉપયોગ ચહેરા પરના ડાઘને હટાવવા માટે થઈ શકે છે. ડાઘ દુર કરવા માટે સંતરાની છાલને સુકવીને વાટી લેવી અને પછી આ પાવડરમાં પાણી નાખીને પેસ્ટ બનાવીને ડાઘ પર લગાવવો. ડાઘ પર સુકાઈ ગયા બાદ ત્યાં હળવા હાથથી મસાજ કરવો અને પછી ઠંડા પાણીથી ધોઈ લેવું. આ ઈલાજ થોડા દિવસો સુધી કરતા રહેવાથી ડાઘ સંપૂર્ણ મટી જાય છે.
એલોવીરા: બે ચમચી તાજી એલોવીરા જૈલ, એક ચપટી ભરીને હળદર તેમજ ખાવાનો સોડા તેમજ અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને એક લેપ બનાવો. સારી રીતે મિક્સ કરીને આ લેપને ચહેરા પર ડાઘ વાળા ભાગ પર રાખી દો. આ લેપ લગાવ્યા બાદ તેને ત્યાં જ સરખી રીતે સુકાવા દો અને આ પછી થોડા સમય બાદ તેને ધોઈ લો. આમ એક અઠવાડિયા સુધી આ ઉપાય કરવાથી ચહેરા પરના ડાઘ મટવાની શરૂઆત થઇ જશે.
ફુદીનો: ફુદીના દ્વારા ચહેરા પરના ડાઘને દુર કરી શકાય છે. ડાઘના ઈલાજ માટે 8 થી 10 ફુદીનાના પાંદડાને લઈને પાણી સાથે ભેળવી લો અને સારી રીતે લો. વાટી લીધા બાદ તેને ચહેરા પર લગાવો. આ પછી તેને 20 મિનીટ સુધી ચહેરા પર દીધા બાદ ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. આ ઈલાજ કરવાથી ચહેરાની ચમક આવે છે તેમજ ડાઘ મટે છે.
સ્ટ્રોબેરી: જો તમે ચહેરા પર વધારે પ્રમાણમાં થયેલા ડાઘથી કંટાળી ગયા છો તો તમે સ્ટ્રોબેરી ફળ દ્વારા ખુબ જ ઝડપથી મટાડી શકો છો. આ ડાઘ દુર કરવા માટે સ્ટ્રોબેરીનો પેસ્ટ બનાવો અને તેમાં ચણાનો લોટ નાખીને ફેસ પેક તૈયાર કરો. આ ફેસપેકને ચહેરા પર લગાવી રાખ્યા બાદ સુકાવા માટે રાખી દો. જે ચહેરા પર સુકાઈ ગયા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસપેક ડાઘ અને નિશાન જેવી સમસ્યાને ખુબ જ ઝડપથી દુર કરે છે અને ચહેરાની ચમક લાવે છે.
આમ, આ તમામ ઉપચારો કરીને ચહેરાની ચમક વધારી શકાય છે. ચહેરાની ગ્લોઈંગ અને ડાઘને દુર કરી શકાય છે. આમ આ તમામ ઉપચારો ચહેરાનો નીખાર લાવવા માટે ઉપયોગી છે. આ ઉપચાર કરવાથી કોઈ દવાની જરૂર પણ પડતી નથી. આશા રાખીએ કે ચહેરા પરના ખીલ, મહ, કરચલીઓ તેમજ તેના લીધે પડેલા ડાઘ અને તેના નિશાનને દુર કરવા માટે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે સુંદર રહી શકો તેમજ ચહેરાની સુંદરતા જાળવી શકો.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.