આપણા શરીરમાં વ્યક્તિને માનસિક અને શારીરિક સમસ્યાઓ ઉભી કરતા ઘણા બધા રોગો શરીરમાં થાય છે. આ રોગમાં પગથી લઈને માથા સુધી, મોઢાથી લઈને પાચન મળદ્વાર સુધી, બહારથી લઈને અંદર સુધી આવા અનેક રોગો થાય છે. આ રોગોનું તેની હદ કરતા સ્થિતિ ખરાબ થાય તો અમુક રોગો ખુબ જ મુશ્કેલીમાં મૂકી શકે છે. આવી અવાર નવાર કોઈને કોઈ બીમારીઓ આવ્યા કરે છે જેમાંથી અમુક બીમારીઓ તો આજીવન રહે છે.
આ બીમારીમાં ધાધરનો રોગ એવો એક ચામડીનો રોગ છે, જેની સમય સર સારવાર ન કરવામાં આવે તો તે વર્ષો સુધી શરીરમાં રહે છે. આ રોગ એક ચામડીનો રોગ છે, જે વ્યક્તિના શરીર પર થાય છે. આ રોગના પરિણામ સ્વરૂપે વ્યક્તિને અનેક જગ્યાએ ખંજવાળ આવે છે અને એની જગ્યાએથી બીજી જગ્યાએ ખંજવાળવાથી તે બીજી જગ્યાએ પણ જાય છે.
આ ધાધરને મટાડવા માટે તમારે કુવારપાઠું લેવું. તેના પાંદડા તોડીને તેમાંથી ચપ્પુ વડે ઉપરનું ચ[કવચ ઉતારીને અંદરથી ગર્ભ કાઢી લેવો. આ ગર્ભને વાટીને તેમાંથી જૈલ કાઢી લેવી અને તેને ફ્રીજમાં મૂકી દેવી.
આ આપણે ત્યાં જોવા મળતા ચેહમોળાનાં પાંદડા લેવા અને તેને વાટીને તેમાંથી પણ ગર્ભ કાઢી લેવો. સેચમોળું બધા જ ખેતરમાં નિંદામણ તરીકે ઉગી નીકળે છે અને દરેક વિસ્તારમાં થાય છે. જેના પાંદડા લઈને તેમાંથી તેને ચોળીને ગર્ભ કાઢી લેવો અને ફ્રીજમાં રાખી દેવો. આ પછી એક કુવાડીયાના છોડમાંથી થોડા પાંદડા લેવા અને તેને વાટી લેવા અને આ પાંદડાને વાટીને તેની અંદર કુવાડીયાના બીજનું તેલ નાખવું અને તેને ફ્રીજ રાખી દેવું.
આ પછી તેમાં કરંજના બીજ લઈને તેને સરખી રીતે વાટી લેવા. આ વાટીને તેની અંદર પછી થોડા સમય બાદ આ બધી જ વસ્તુને સરખા પ્રમાણમાં લઈને એક લેપ તૈયાર કરવો. આ લેપને લઈ તેને જ્યાં પણ ધાધર થઇ હોય તેવી જગ્યાએ લગાડી દેવો. આ લેપને 12 કલાક જેટલા સમય સુધી ધાધર પર રહેવા દેવો. આ એક ખુબ જ ઉપયોગી અને અસરકારક ઈલાજ છે. તમે માત્ર બે દિવસ લગાવશો તો તેની અસર દેખાવા માંડશે.
આ સમસ્યાથી વ્યક્તિ એના દુખાવા અને ખંજવાળીને કંટાળી જાય છે. આ સમસ્યામાં રાત્રે ખંજવાળ વધે તો રાત્રી દરમિયાન વ્યક્તિને ખુબ જ પરેશાની થાય છે. વ્યક્તિને અનેક મુશ્કેલીઓ પડે છે. વ્યક્તિ આ રોગને મટાડવા ઘણી બધી દવાઓ કરાવે છે છતાં પણ આ રોગ મટી શકતો નથી એટલો બધો આ ભયંકર રોગ છે. જેના લીધે વ્યક્તિ માનસીક રીતે ખુબ જ પરેશાન રહેતો હોય છે.
જો આ ધાધરમાં ધ્યાન ન આપવામાં આવે તો આ રોગ દિવસેને દિવસે વધતો જાય છે. આ રોગમાં ગોળ રીંગ થાય છે અને ચકામાં થાય છે. આ ધાધર થાય ત્યારે અમુક બાબતોની કાળજી રાખવી. જેમાં કોઇપણ પ્રકારની ગળપણ વાળી ચીજો બંધ કરી દેવી
આ પ્રકારે મીઠાશ અને ગળપણ કોઇપણ પ્રકારના ગળપણ સંપૂર્ણ બંધ કરી દેવા. જેમાં ગોળ અને ખાંડ સપૂર્ણ બંધ કરી દેવા. ગોળમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. ઘણા લોકો ભોજન સાથે પણ ગોળ ખાતા હોય છે. પરંતુ જો ધાધર થઇ હોય તો આવા ગળ્યા પદાર્થો બંધ કરી દેવા. મીઠાઈને બંધ કરી દેવી.
ઘણા લોકોને વધારે પડતું ખાવાની ટેવ હોય છે. આવા લોકો અવનવા સ્વાદિષ્ટ ખોરાક ખાધા કરતા હોય છે. તેઓ અનેક રીતે તીખું કે તળેલું ખાતા હોય છે. પરંતુ ધાધરની બીમારીમાં આ તળેલી વસ્તુઓ ખુબ જ નુકશાન કરે છે અને ધાધર મટવા દેતી નથી. માટે આવી તળેલી ખાવાની વસ્તુઓ બંધ કરી દેવી.
મસાલા વાળી ચટાકેદાર વસ્તુઓ પણ આ રોગમાં ખુબ જ તકલીફો ઉભી કરે છે. માટે મસાલા વાળી ચટાકાદાર વસ્તુઓ ખાવાની પણ બંધ કરી દેવી. ઘણા લોકો ચોકલેટ, મિલ્ક શેક અને કોલ્ડ્રીંક જેવી ઘણી વસ્તુઓ ખાતા હોય છે. પરંતુ આ પ્રકારના દરેક પદાર્થો બંધ કરી દેવા. અમુક પ્રકારના ફળો પણ ધાધર વધારે તેવા ગુણો ધરાવતા હોય છે. આ ફળોમાં ગળપણ રહેલું હોય છે, જેના પરિણામ સ્વરૂપે ધાધરનું પ્રમાણ વધે છે. આવા ફળોમાં કેળા, ચીકુ, અને સીતાફળ શરીરમાં કેલ્શિયમ વધારે છે અને તેમાંથી અનેક પોષક તત્વો મળે છે. પરંતુ ધાધર હોય તે દરમિયાન આ ફળોની સેવન ન કરવું જોઈએ. આ ફળો શરીરમાં કફને વધારે છે અને ધાધર કફના વધારાના પ્રકોપને લીધે થાય છે.
જો શરીરમાંથી કફનું પ્રમાણ ઘટે તો ચામડીના રોગ મટી જાય છે અને કોઇપણ પ્રકારની ખંજવાળ ઓછી થવા લાગે છે.
ધાધર વાળા લોકોએ દહીં પણ બંધ કરી દેવું. ખાસ કરીને રાત્રે દહીં ક્યારેય ન ખાવું જોઈએ. માટે હંમેશા દદહીં ખાવાની જરૂરિયાત ઉભી થાય તો સવારે જ મોળું દહીં ખાવું. પરંતુ ધાધર થઇ હોય તેવા લોકોએ દહીંનું સેવન થોડા સમય સુધી બંધ કરી દેવું.
આ સિવાય માંસાહાર, દારૂ, આ પ્રકારની ખરાબ આદતો હોય તો બંધ કરી દેવી જોઈએ. આ આદતોથી ધાધરમાં નુકશાન થાય છે અને અન્ય રોગોને પણ શરીરમાં આવકારે છે. આ બધું તમારે બંધ કરી દેવું જોઈએ. ઘણા લોકો સુકા મેવાનું સેવન વધારે કરતા હોય છે. આ સુકો નાસ્તો લાંબા સમય સુધી રાખવામાં આવ્યો હોય છે એ પણ તળવામાં આવેલો નાસ્તો વધારે હોય છે. માટે આવા સુકામેવા કે નાસ્તા જેવા પદાર્થો બંધ કરી દેવા જોઈએ. જેના લીધે શરીરમાં ધાધર લાગુ પડે છે. કાજુ, દ્રાક્ષ વગેરે પણ ધાધર દરમીયાન બંધ રાખવા.
ઘણા લોકોને માખણ, બટર વગેરે ખાવાની ટેવ હોય છે. પરંતુ જ્યાં સુધી ધાધર ન મટે ત્યાં સુધી આ માખણ વગેરેનું સેવન ન કરવું. મીઠું અને ખારાશ પણ શરીરમાં આવા ચામડીના રોગોને વધારે છે. માટે મીઠું કે ખારાશ બંધ કરી દેવી. વધારે પડતા મીઠા વાળી ચીજો ઓછી ખાવી અને રસોઈમાં પણ તેનો ઉપયોગ ઓછો કરવો. વાસી રાંધેલો ખોરાક ન ખાવો. ઘણા લોકોને રાત્રે રાંધેલું સવારે અને સવારે રાંધેલુ સાંજે ખાવાની આદત હોય છે જેનાથી પણ ચામડીના રોગો થાય છે. પરંતુ વાસી ભોજન બિલકુલ બંધ કરી દેવું. કારણ કે વાસી ભોજન છે તે ધાધરને વધારી શકે છે.
આમ, ધાધર થઇ હોય તો આટલી કાળજી રાખીને પછી જો આ લેપ લગાડવામાં આવે તો ધાધર 100 ટકા મટી જાય છે. આ એક કુદરતી ઉપચાર હોવાથી ધાધરને જડમૂળમાંથી મટાડે છે. આ એક રામબાણ ઉપાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.