પાયોરિયા પેરીઓડોન્ટાઈસીસ દાંતનો સૌથી વધુ થતો રોગ છે અને દાંત ડાઢ પેઢા ગુમાવવાનું સૌથી મોટું કારણ છે, દાંતની વ્યવસ્થિત સફાઈ ન થતી હોય તો દાંતની ઉપર એક સફેદ પીળાશ પડતું પડ જામે છે. જેને પ્લાક કહે છે. જેનો બેક્ટેરિયાના સમૂહો ઘર તરીકે ઉપયોગ કરે છે. આ પ્લાક બ્રશ વડે બરાબર સાફ થઇ શકે છે. પરંતુ, નિયમિત બ્રશ વડે દૂર ન થાય તો તેમાં ક્ષારનો સંગ્રહ થઇ મજબૂત છારી બને છે.
એક વખત છારી બની ગયા પછી તે બ્રશ વડે દૂર થઇ શકતી નથી એટલી મજબૂત રીતે દાંત સાથે ચોંટેલી હોય છે. આ છારી મોટેભાગે દાંત અને પેઢા જયા ભેગા થતા હોય તે ખાંચ પાસે જમા થાય છે. આ છારીના બંધારણમાં ૯૬ % બેક્ટેરિયા હોય છે. જે પેઢામાં ચેપ ફેલાવે છે અને પેઢા પર સોજો લાવે છે.
પાયોરિયા કબજીયાતને લીધે થાય છે તેવું કહેવામાં આવે છે. આપણને મોટા ભાગના રોગ કબજીયાતમાંથી થતા હોય છે, કબજિયાત એ અનેક રોગોનું મૂળ છે. જેથી પાયોરિયા કબજીયાત અને જઠર મંદ થવાને લીધે થાય છે. જેથી સૌપ્રથમ કબજિયાતને ઠીક કરવી જોઈએ.પાયોરિયા રોગમાં દાંતમાં પરું થાય છે. જેથી મોઢામાંથી દુર્ગંધ આવે છે, બાજુમાં બેઠા હોય તે વ્યક્તિને પણ દુર્ગધ આવે. આ રોગથી પેઢા ઢીલા પડી જાય, તેમાં રસી થઈ જાય છે.
પાયોરિયા રોગના આયુર્વેદિક ઈલાજ માટે એરંડિયું તેલ દીવેલ અને કપૂર લેવું. આ માટે દીવેલ 25 ગ્રામ જેટલું લેવું. આ દિવેલમાં 4 ગ્રામ જેટલું કપૂર નાખવું. જેને કપૂર નાખીને બરાબર ઘૂંટવું. જયારે આ મિશ્રણ એક રસ થઈ જાય અને પછી ઠંડુ પડી જાય ત્યારે તેને બોટલમાં ભરી લેવું.
કપૂરથી પેઢામાં રહેલા જંતુઓ નાબુ થાય છે. દીવેલ પેઢામાં લાગવાથી તે સડો અટકાવે છે અને પેઢાને મજબુત બનાવે છે. આ મિશ્રણને કોઈ નાની વાટકી જેવા વાસણમાં લઈને તેમાં આંગળાને બોળીને દાંત અને પેઢાં પર લગાવવું. જો કોઈ પેઢો સોજી ગયો હોય તો પેઢાને દબાવીને પરું કે રસી કાઢી નાખવું. બાદમાં લીમડાના પાણીને ગરમ પાણીમાં નાખીને જયારે આ પાણી લીલું થઈ જાય ત્યારે તેનાથી કોગળા કરવા. જેનાથી એકદમ સાફ થઈ જાય છે.
જયારે આપણે ગયું કે ચીકણું ખાઈએ ત્યારે ગરમ પાણીમાં મીઠું કે ફટકડી નાખીને કોગળા કરીને મોઢાને સાફ કરી નાખવું. મીઠા અને ફટકડીથી મોઢામાં કે પેઢામાં જંતુઓ હોય તો નાશ પામે છે.
તુલસી પણ પાયોરિયા માટે ઉપયોગી થાય છે. તુલસી પણ એન્ટી સેપ્ટિક ગુણ ધરાવે છે. આ ઈલાજ માટે તુલસીના પાંદડાને છોડ પરથી તોડીને તેને પથ્થર પર ઘસીને, પીસીને કે વાટીને તેની ચટણી જેવી લુગદી બનાવી લેવી. આ લુગદીને હાથ પર લઈને દાંતમાં ઘસવાથી ઘણો ફાયદો થાય છે. આ લુગદી જંતુનાશક છે. આ પ્રયોગ દરરોજ કરવાથી ફાયદો થાય છે અને પાયોરિયા મટી જાય છે.
પાયોરિયા માટે દંત મંજન બનાવીને પણ પાયોરિયા મટાડી શકાય છે. કડવા લીમડાના સુકા પાન પાયોરિયામાં ફાયદાકારક છે. આ પાંદડાને માટીના વાસણ કે લોખંડના સમાય વાસણમાં લઈને તેમાં પાંદડાને બાળવા. આ પાંદડાને બાળવા માટે ગેસ, તેલ કે કોઈ લાકડા નાખવા નહિ. જયારે જે વાસણને ચુલા કે ગેસ ઉપર મુકવું. જે ગરમ થશે એટલે બળવા લાગશે. બળીને તે સાવ રાખ જેવા થઈ જાય ત્યારે તેને ગરમ કરવાના બંધ કરી દેવા. આ લીમડાના પાંદડાને જુદા વાસણમાં લઈ લેવા.
આ પછી દેશી બાવળની છાલ લેવી. આ છાલને પણ આવી જ રીતે બાળવી. આં છાલ જાડી હોવાથી બળવામાં થોડો સમય લાગે છે એટલે તેને બરાબર બાળવી. જયારે રાખ જેવા થાય ત્યારે તેને ઢાંકી દેવા. જેથી જલ્દી અને બરાબર બળે છે. જયારે બળી જાય ત્યારે ચુલા ઉતારીને ઠંડા પડવા દેવી. ત્યારબાદ તેને ખાંડીને પાવડર બનાવીને કપડાથી તેને ગાળી લેવો. જેનાથી એકદમ જીણો પાવડર મળે છે. અને તેથી પેઢાને કોઈ નુકશાન ન કરે. આવી જ રીતે લીમડાના પાંદડાની રાખ બનાવીને તેને પણ છાળી લેવી.
આ પછી બંને રાખને સરખા પ્રમાણમાં ભેગી મિક્સ કરીને ચૂર્ણ બનાવી લેવું. આ મિશ્રણ માંથી 250 ગ્રામ જેટલું મિશ્રણ લેવું. આ પાવડરમાં 20 ગ્રામ સિંધાલુ લુણ બારીક કરીને બરાબર મિશ્ર કરવું. આ પછી તેમાં 10 ગ્રામ ફુલાવેલી ફટકડી નાખવી. ફટકડી ફૂલાવવા માટે તેને ખુબ બાળવી અને તેનો પાવડર કરી લેવો.
આ બધું મિક્સ કરીને તેને એક બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણમાંથી સવારે અને સાંજે દાંતણમાં ચૂર્ણ લઈને તેનાથી દાંતણ કરવું. આ મિશ્રણને જમ્યા બાદ પણ મોઢું સાફ કરવા માટે લઇ શકાય છે. આ ઈલાજ કર્યા બાદ લીમડાના પાંદડાના ગરમ પાણીથી કોગળા કરી લેવા. આ ઈલાજ કરવાથી પાયોરિયા જડમૂળથી મટે છે. જેનાથી રસ થતી અટકે છે, પેઢા દુખતા મટે અને મજબુત થાય છે.
આ સિવાય ઘરેલું ઉપચાર દ્વારા પાયોરિયા મટાડી શકાય છે. આ માટે સંતરાની છાલ લેવી અને તેને તડકામાં બરાબર સુકવી દેવી. આ છાલ સુકાઈને કડક થઈ જાય ત્યારે તેનો ખાંડીને પાવડર બનાવી લેવો. આ પાવડરને દાંત પર ઘસવાથી પાયોરિયા મટે છે. આ પાવડરમાં સિંધવ મીઠું, હળદર, સરસવનું તેલ, કલોંજી એટલે કે કાળી જીરીનું તેલ અને એરંડિયું લેવું. આ બધાને મિક્સ કરીને તેને દાંત પર ઘસવું. આ પેસ્ટ સવારે અને સાંજે બે વખત ઘસીને પાયોરીયાને મટાડી શકાય છે. જેને દાંતણ કે આંગળીથી ઘસી શકાય છે.
ભોય રિંગણી પાયોરિયા રોગમાં ખુબ જ ફાયદાકારક છે. ભોયરિંગણીના ફળ દાંતમાં દુખાવો થતો હોય, દાઢ કે પેઢામાં પાયોરિયા થયો હોય તેને મટાડે છે. આ માટે ભોયરીંગણીના બીજને બાળીને તેનો ધુમાડો મોઢામાં લેવાથી પાયોરીયાના જીવાણુંઓ મરે છે. જેના લીધે આ રોગ મટે છે.
લીંબુથી પાયોરિયામાં ફાયદો થાય છે. લીંબુમાં સાઇટ્રિક એસીડ વિટામીન સી હોય છે. જે પેઢાને ફાયદો કરે છે. લીંબુના ચાર ફાડા કરીને ચાર- ચાર મીનીટે કરવાથી ફાયદો થાય છે. એસીડીક સ્વભાવથી પેઢાની અંદરના જીવાણું મરે છે.
ડુંગળીના ટુકડાને તવા પર ગરમ કરવા. તેને ગરમ કર્યા બાદ દાંત ઉપર દબાવી લેવા અને મોઢાને બંધ કરી દેવું. આમ મોઢામાં 10 થી 12 મિનીટ રાખવાથી લાળ મોઢામાં એકઠી થઈ જશે. આ પછી લાળને મોઢામાં બધી બાજુ ઘુમાંવવી. આ પછી લાળને મોઢામાંથી થૂકી નાખવી. આવું દિવસમાં પાંચથી છ વખત કરવું. આ ઉપચાર એક અઠવાડિયા સુધી કરવાથી પાયોરિયા જડમૂળમાંથી મટી જશે. દાંતના જીવાણું પણ મરી જશે અને દાંત અને પેઢા પણ મજબુત થશે.
આમ, આ ઉપરોક્ત ઉપચાર કરીને પાયોરિયા રોગને મટાડી શકાય છે. જેનાથી દાંતનો, દાઢનો અને પેઢાનો સડો, દુખાવો મટે છે. રસી નીકળતી બંધ થાય છે તેમજ મોઢામાંથી આવતી દુર્ગંધ મટે છે. માટે આ ઈલાજો ખુબ જ અસરકારક છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.