ચામડીની બીમારી નો દેશી ઈલાજ, ધાધર, ખસ, ખરજવું અને એલેર્જીને સંપૂર્ણ મટાડે છે ડોક્ટરની દવા નહી લેવી પડે
ઘણા લોકોને વારંવાર પરસેવો રહેવાથી, સ્નાન કરવામાં બેદરકારી રાખવાથી, સમયસર સ્નાન નહી કરવાથી, બીજા ચામડીના રોગથી પીડાતા લોકોના કપડા, રૂમાલ, દાંતિયો કે તેની પથારીમાં સૂવાથી કે તેના સાબુનો ઉપયોગ કરવાથી ફુગથી ફેલાતા ચામડીના રોગો થાય છે. જેમાં ધાધર, દાદર, ખસ, ખરજવું, ખંજવાળ કે ખુજલી મુખ્ય છે.
આ રોગની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. આ રોગ એટલી હદે વધી જાય છે કે ઘણા વર્ષો સુધી રહીને શરીરમાં ઘર કરી જાય છે. આ રોગને ઘણી દવાઓ કરવા છતાં પણ મટાડી શકાતો નથી. પરંતુ જો આયુર્વેદિક ઉપચારો કરવામાં આવે તો આ રોગને જડમૂળમાંથી મટાડી શકાય છે.
અમે આ લેખમાં આ ચામડીના રોગમાંથી ચામડીના ધાધરના રોગને મટાડવાના આયુર્વેદિક ઉપચારો બતાવીએ છીએ જે કરવાથી ધાધર સમ્પૂર્ણ મટી જશે અને ચામડીના બીજા રોગમાં પણ ફાયદાકારક થશે. આ રોગ ફુગથી થાય છે એટલે કે ફંગલ ઇન્ફેકશનથી થાય છે. માટે એન્ટી ફંગલ ગુણ ધરાવતી કોઇપણ ઔષધીઓ વાપરવામાં આવે તો આ રોગ મટી શકે છે.
આ ઈલાજ માટે સૌપ્રથમ કપૂર, 3 લીંબુ, ખાવાનો સોડા, ચમચી, ચપ્પુ, 1 ગ્લાસ પાણી ભરેલો ગ્લાસ, નારીયેળનું કોપરેલ તેલ અને કડવા લીમડાના પાંદડા લેવા. આ ઈલાજ માટે પ્રથમ કપૂરની એક ગોળી લેવી. આ ગોળીને વાટીને તેનો પાવડર કરી નાખવો.
કપૂરના આ પાવડરને વાટીને એક વાટકીમાં નાખવો. ખાવાના સોડાને એક ચમચી લઈને તેને આ કપૂરના પાવડરમાં મિક્સ કરી લેવો. હવે વાટકીના આ મિશ્રણની અંદર બે ચમચી જેટલું પાણી નાખવું. પાણી નાખ્યા બાદ તેને બરાબર હલાવવું.
આ બાદ લીંબુ લઈને તેના ટુકડા કરીને આ મિશ્રણમાં નીચોવી નાખવું. આ લીંબુના ફાડા વડે આ મિશ્રણને હલાવીને તેને આ ધાધરના રોગ લગાવવું. તેને ધાધર પર લગાવ્યા બાદ બરાબર માલીશ કરવું. આ પ્રયોગ એક અઠવાડિયા સુધી કરવો. આ ઇલાજમાં ચામડી પર બળતરા થવા પામશે. પરંતુ ધાધરના રોગમાં ખૂબ જ સારું પરિણામ આપે છે.
બીજા પ્રયોગમાં વાટકીમાં કપૂરની ગોળીને વાટીને પાવડર બનાવવો. હવે આ પાવડરમાં એક લીંબુ નીચોવી દેવું. બાદમાં તેમાં બે ચમચી જેટલું નારિયેળનું કોપરેલ તેલ નાખવું. આ મિશ્રણને પણ ધાધર પર લગાવવું.
ત્રીજા પ્રયોગમાં તમારે લીમડાના પાંદડા લેવા. જ્યારે આ લીમડાને તમારે સ્નાન કરવાનું હોય ત્યારે પાણી ગરમ કરવું. આ ગરમ પાણીમાં લીમડાના પાંદડા નાખવા. લીમડો એન્ટીફંગલ ગુણ ધરાવે છે. જેથી લીમડાના પાંદડાનો ઉપયોગ કરીને સ્નાન કરવાથી ચામડી પરનો ધાધરનો રોગ મટે છે.
ધાધરના રોગમાં લીમડાની આંતર છાલનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે સાંજે લીમડાની ઉપરની ભૂખરા કલરની છાલ ઉખાડીને કુવાડી વડે અંદરની છાલ લઇ લેવી. આ છાલને ઉતારીને તને રાત્રે પાણીમાં પલાળી લેવી. આ પાણીને સવારે ગરમ કરીને આ પાણીથી સ્નાન કરવાથી ધાધરની સમસ્યા ઝડપથી મટે છે.
ધાધરના ઈલાજ માટે આમલીના કાતરા લેવા. આ કાતરામાંથી આંબલીયા કાઢી લેવા. એક સીપર જેવા પથ્થર પર લીંબુનો રસ નાખવો અને તેના પર આંબલીયા ઘડવા. આ આંબલીયાનો માવા કે પ્રવાહી જેવ ગર્ભ થાય તેને લઈને ધાધર પર દિવસના બે વખત લગાવવું. આ પ્રયોગ દરરોજ કરવો. આ પ્રયોગ કરવાથી ધાધર મટી જાય છે.
ધાધરના ઈલાજ માટે કેસુડો પણ ઉપયોગી છે. ખાખરાના જે પડીયા આવે છે જેને પિત્ત પાપડો કે પલાશ પાપડો કહેવામાં આવે છે. આ ખાખરાના બીજ એટલે કે પિત્તપાપડાને લીંબુના પાણીમાં બરાબર વાટી નાખવા. આ સિવાય તેને ખારણીમાં નાખીને ખાંડી પણ શકાય છે.
આ બાદ તેને સીપર કે પથ્થર પર ઘસી નાખવા કે લસોટી નાખવા. એમાં લીંબુ ભેળવીને તેને એક રસ કરવા. તેને એકરસ કરીને બરાબર દિવસમાં બે વખત સવારે અને સાંજે જ્યાં ધાધર થઈ હોય ત્યાં લગાવવા. આ મિશ્રણને દરરોજ તાજું બનાવવું. આ મિશ્રણને ધાધરના પ્રમાણમાં બનાવી શકાય છે.
કુવાડિયાનો છોડ ધાધર માટે રામબાણ ઔષધી છે. આ કુવાડીયાના પાંદડા મગફળીના પાંદડા જેવા જ હોય છે. આ છોડ પર લાંબી શીંગો આવે છે. આ શીંગમાં બી હોય છે. આ બીજને આ શીંગોમાંથી કાઢીને પથ્થર પર વાટી લેવા કે ખાંડી નાખવા. આ બીજને લીંબુના રસમાં ઘસીને તેને ચોપડી શકાય છે. આ ઈલાજથી ધાધર ખુબ જ ઝડપથી મટે છે.
કુવાડિયાના પાનનો રસ એટલે કે લીલા કુવાડીયા પાનનો રસ કાઢી દિવસમાં બે વખત ધાધર ઉપર લગાડવાથી ધાધર ચમત્કારિક રીતે કાબુમાં આવે છે. આ કુવાડીયાના ચૂર્ણને પાણીમાં પલાળીને તેને ગાળીને દિવસમાં બે વખત લગાડવાથી પણ ધાધર મટે છે.
ધાધરના ઉપચારમાં લીમડાના પાંદડા, એલોવીરા જૈલ એટકે કે કુવાર પાઠાની જૈલ, હળદર, કપૂર અને ગલગોટાનું ફૂલ લેવું. આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને એક તેલ તૈયાર કરવું. આ તેલ બનાવવા માટે 100 તલનું તેલ, 100 મિલી નારિયેળના તેલને મિક્સ કરીને સામાન્ય ગરમ કરવું.
આ પછી તેમાં 25 ગ્રામ લીમડાના પાંદડા, 25 ગ્રામ એલોવીરા જૈલ, 50 ગ્રામ ગલગોટાના ફૂલના પાંખડીઓ મિક્સ કરો. હવે આ મિશ્રણને સામાન્ય તાપમાને ગેસ પર ગરમ કરો. 10 મિનીટ પછી ગેસ બંધ કરી દો. આ પછી તેલને ઠંડું થવા દો. તેમાં એક ચપટી હળદર, બે ચપટી કપૂર મિક્સ કરો. હવે આ તેલને સંપૂર્ણ રીતે ઠંડું થવા દો. આ તેલને ગાળીને કાચની બોટલમાં ભરી દો. આ તેલ જ્યારે પણ ધાધર કે ચામડીના કોઈપણ રોગ થાય ત્યારે આ તેલ વાળા મિશ્રણને ચોપડી શકાય છે અને તેમાંથી રાહત મેળવી શકાય છે.
આયુર્વેદમાં આ રોગના ઈલાજ માટે ઘણી બધી દેશી ઔષધિઓથી બનેલી દવાઓ ઉપલબ્ધ છે. આ દવાનો ઉપયોગ કરવાથી ધાધરમાં સચોટ પરિણામ મળે છે. આ માટે નિષ્ણાંત વેધની સલાહ પ્રમાણે ગંધક રસાયણ, કિશોર ગુગળ, આરોગ્ય વર્ધિની વટી, મંજીષ્ઠાદિકવાથ જે ગોળી કે ચૂર્ણ સ્વરૂપે મળે છે. આ પ્રયોગ કરવાથી ધાધર ખુબ જ ઝડપથી અને જડમૂળમાંથી નાબુદ થાય છે.
આ તમામ ઉપરોક્ત ઉપચારો ધાધરની સમસ્યાઓને ઠીક કરવા માટે ઉપયોગી છે. આ ઉપરોક્ત ઉપચારો આયુર્વેદમાં અનુભવસિદ્ધ થયેલા પ્રયોગો છે. આ પ્રયોગો કરવાથી ઘણા બધા લોકોને ખુબ જ ફાયદો થયો છે. અમે આશા રાખીએ કે આ ઉપચારો વિશેની માહિતી તમારા માટે પણ ખુબ જ ઉપયોગી થાય અને તમે આ ભયંકર રોગમાંથી છુટકારો મેળવી શકો.
મિત્રો અત્યારે આ રોગ ઘણો ફેલાતો જાય છે અને લોકો તેની જપટમાં આવતા જાય છે, એટલે આયુર્વેદ દ્વારા તેને અટકાવી શકાય છે. બને એટલા લોકો સુધી આ શેર કરવા વિનંતી
Aapka what’s up number dijiye, ya customer care number dijiye