મીઠો લીમડો ખુબ જ ઉપયોગી છોડ છે. આપણે તેનો ઉપયોગ દાળ અને કઢીમાં નાખવા માટે કરી છે. જેનો મોટા ભાગે કઢીમાં ઉપયોગ થતો હોવાથી હિન્દીમાં તેને કરીપત્તા કહેવામાં આવે છે. આ છોડ અનેક ઔષધીય ગુણ ધરાવે છે. ઘણા રોગમાં ઉપયોગી થાય તેવા પોષક તત્વો પણ આ છોડ ધરાવે છે.
જે લોકોને ડાયાબીટીસ હોય અને શુગર વધારે રહેતું હોય તેઓએ દરરોજ સવારે 10 થી 15 પાન સવારે ભૂખ્યા પેટે ચાવીને ખાઈ જવા અથવા તો આનો જ્યુસ કે રસ કાઢીને ભૂખ્યા પેટે પી જવો. આ રસ પીધા પછી એક કલાક સુધી કંઈપણ ખાવું કે પીવું નહિ. મીઠા લીમડાના પાન અતિ સુગંધી, પૌષ્ટિક અને આયુર્વેદિક રીતે ગુણીયલ છે.
ડાયાબીટીસને કાબુમાં રાખવા માટે મીઠા લીમડાના ઓછામાં ઓછા 10 પાનનું તો સેવન કરી જ જવું. આ સેવન એક મહિના સુધી કરવું. આજે આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ વધારે છે. ડાયાબીટીસ જે કાચા આમનું સ્વરૂપ છે. આજે ઘણા લોકો ડાયાબિટીસનાં કારણે દુખી થાય છે. આ ડાયાબીટીસને કાબુમાં રાખવા માટેની કોઈપણ ખર્ચ વગરની ઔષધી છે. મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી બ્લડશુગર પણ ઘટે છે.
વાળ ખરવાની સમસ્યામાં પણ મીઠો લીમડો ઉપયોગી છે. જે લોકોના વાળ ખરતા હોય કે અચાનક સફેદ થવા લાગ્યા હોય તો તેવા સમયમાં મીઠા લીમડાના પાન ખાવા અથવા તેનું ચૂર્ણ ખાવું. મીઠા લીમડાના પાંદડાનો પેસ્ટ બનાવીને મેંદીની જેમ જ માથામાં લગાવવામાં આવે તો માથાના ટાલ પડવાની કે ખોડોની સમસ્યા અને વાળ ખરવાની સમસ્યા મટે છે.
મીઠા લીમડાના પાનને સુકવીને આ ચૂર્ણ ઓલીવ ઓઈલના તેલમાં ઉકાળીને જ્યારે તેલ પાકી જાય ત્યારે તેને ઠંડું પાડીને બાટલીમાં ભરી દેવું. આ તેલને નિયમિત દરરોજ રાત્રે વાળના મૂળમાં લગાવવાથી વાળ મુલાયમ અને ચમકીલા બને છે. વાળનો ગ્રોથ પણ વધે છે. વાળ ખરતા પણ બંધ થાય છે.
મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે તથા મોતિયામાં પણ ખુબ જ ફાયદો થાય છે. પ્રાચીન સમયમાં આ પ્રકારની દેશી દેશી વનસ્પતિઓ અને તેના પ્રયોગથી આપણા વડીલો અને પૂર્વજો સાજા રહેતા, આ ઔષધિમાં મીઠો લીમડાનો પ્રયોગ પણ સામેલ છે.
ઉલટી અને અપચો હોય તો મીઠા લીમડાના પાન લીંબુના રસની સાથે સાકર મેળવીને પીવાથી તાત્કાલિક ફાયદો થાય છે. ઉલ્ટી બંધ થઈ જાય છે અને અપચો પણ શાંત થવા લાગે છે. મીઠા લીમડાના પાનને લસોટીને તેને છાશમાં ઉમેરી નરણા કોઠે ખાવાથી પેટની કે કાંઈ ગરબડ હોય તે મટે છે. મીઠા લીમડાના પાન અતિ સુગંધી, પૌષ્ટિક અને આયુર્વેદિક રીતે ગુણીયલ છે.
આ લીમડામાં કુદરતી ઇન્સુલીન હોય છે અને કુદરતી એન્જાઈમ પણ હોય છે. માટે આ લીમડો પાચન શક્તિ પણ વધારે છે. મેટાબોલીઝમ સિસ્ટમને વધારે છે. કોઈને કોઈ પ્રકારે પેટમાં મીઠો લીમડો જશે તો ફાયદો કરશે. મીઠા લીમડા અને ધાણાની ચટણી બનાવીને ખાવાથી પણ ખુબ જ ફાયદાકારક છે. મીઠા લીમડાના સેવનથી કે મીઠા લીમડાના પાનના રસના સેવનથી ખોરાકનું વ્યવસ્થિત પાચન થાય છે.
મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા હોય છે, જેનાથી ઘણા લોકો પરેશાન હોય છે. કોલેસ્ટ્રોલના પ્રમાણથી હ્રદય સંબંધી બીમારીઓ આવે છે. હાર્ટએટેક થવાની સંભાવનાઓ વધી રહી છે. કોલેસ્ટ્રોલ હ્રદયમાં લોહીની નળીઓમાં બ્લોકેજ ઉત્પન્ન કરે છે. હ્રદયની નળીઓને બંધ કરે છે. સાથે લોહીમાં ભળીને લોહીને પણ જાડું કરે છે. જાડું લોહી શરીરમાં પરિભ્રમણ કરવામાં મુશ્કેલી થાય છે અને જેનાથી હાર્ટએટેકનું જોખમ ઉભું થાય છે. જયારે મીઠા લીમડાના પાનના રસના સેવનથી લીવર અને લોહી શુદ્ધ થાય છે તેમજ પાતળું રહે છે. જેથી હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
જેથી મીઠા લીમડાના પાનના રસમાં કાર્મી નેટીવ નામનું તત્વ હોય છે, જે કબજીયાતને મટાડવા માટે ઉપયોગી છે. પેટની અન્ય સમસ્યાઓ પણ આનાથી સારી રીતે ઠીક થાય છે. આ માટે નરણા કોઠે સવારે 10 થી 12 પાન ચાવીને ખાઈ જવાથી યુરિક એસીડ કન્ટ્રોલમાં આવી જાય છે.
મીઠા લીમડાના પાનના સેવનથી ભૂખ પણ ઉઘડે છે. અવનવા ભોજનના લીધે કે ખાણી પીણીના લીધે લોહીમાં બગાડ થાય છે. જયારે મીઠા લીમડાના સેવનથી લોહીનું શુધ્ધીકરણ થાય છે. ગળોના રસ સાથે મીઠા લીમડાનું સેવન કરવાથી લોહીને શુદ્ધ રાખી શકાય છે.
હાલમાં મેદસ્વિતાની સમસ્યા ખુબ જ વધી ગઈ છે. ઘણા લોકોને પેટ કે શરીર વધી જવાની સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યામાં વજન અને શરીર ઘટાડવા માટે મીઠા લીમડાના પાનનું દૈનિક સેવન કરવાથી કે પાનને ચાવવાથી અને તેનો રસ ગળે ઉતારવાથી મેદસ્વિતા ઘટી જાય છે.
ઝાડા, મરડો, હરસ વગેરે રોગો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. મનના દોષ પણ ખુબ છે. આ રોગને મટાડવા માટે મીઠા લીમડાના પાનને મધ સાથે લેવાથી, મીઠા લીમડાના પાનનો રસ મધ સાથે લેવાથી ઝાડા, મરડો અને હરસમાં ખુબ જ ફાયદો થાય છે અને મટે છે.
મીઠા લીમડાના મૂળનો રસ કીડનીને શુદ્ધ કરવામાં ખુબ જ ઉપયોગી છે. અત્યારના ચીજ અને ચરબી વાળા તેમજ પાચન ન થાય તેવા ખોરાક ખાવાથી લીવરને ખુબ જ કાર્ય કરવું પડતું હોય છે. જેના લીધે લીવરની કાર્ય ક્ષમતા ઘટવા લાગે છે. આ લીવરને ફરી વખત યોગ્ય રીતે કાર્યરત કરવા માટે મીઠા લીમડાના મૂળનો રસ ખુબ જ ઉપયોગી છે.
ક્યારેક રસોઈ કરવાથી કે બીજા કોઈ કારણસર દાઝી ગયા હોય ત્યારે શરીરમાં ચામડી બળી જાય છે. ફોલ્લા થાય છે. ફરફોલા પડે છે. આ જગ્યા પર મીઠા લીમડાના પાનની લુગદી કરીને, પાનને વાટીને તેનો પેસ્ટ બનાવીને આ લુગદીનો લેપ આ દાઝેલા ભાગ પર કરવાથી તેમાં તાત્કાલિક રૂઝ આવે છે. આ બધા જ પ્રયોગો આપણા આયુર્વેદિક ગ્રંથોમાં દર્શાવેલા છે અને અનુભવસિદ્ધ થયેલા છે.
હાલમાં પ્રમાણમાં થાઈરોઈડનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. આ થાઈરોઈડને મટાડવા માટે પણ મીઠા લીમડાના પાનનું નિયમિત સેવન કરવામાં આવે તો થાઈરોઈડ પણ સમય જતા બે મહિના કે ત્રણ મહિનામાં મટી જવા લાગે છે.
કોઇપણ કારણથી લીવર નબળું પડ્યું હોય, મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી લીવર ફરી વખત શક્તિશાળી, કાર્યરત અને નીરોગી બને છે. ખાસ કરીને શરીરના કોઇપણ રોગને શાંત રાખવા માટે આપણું લીવર સ્વસ્થ હોવું જોઈએ. લીવર બિલકુલ નીરોગી હોવું જોઈએ.
આમ, મીઠો લીમડો ખુબ જ ઉપયોગી ઔષધી છે. મીઠા લીમડાના ઉપયોગથી ડાયાબીટીસ, લોહીનું શુદ્ધિકરણ અને લીવરની સફાઈ તેમજ પાચન સંબંધી અનેક સમસ્યાઓને મટાડી શકાય છે. અમે આશા રાખીએ આ મીઠા લીમડા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.