અહી તમને એસિડિટી માટેના આયુર્વેદ ઉપચાર, પેટમાં ગેસ થવાના કારણો, એસીડીટી થવાના કારણો, એસીડીટી નો ઉપચાર, પિત્ત થવાના કારણો, ગેસના કારણે છાતીમાં દુખાવો જેવા તમામ વિષય ઉપર માહિતી આપવાના છીએ.
આયુર્વેદમાં એસીડીટીને અમ્લપિત્ત કહેવામાં આવે છે. આ એસીડીટી મસાલા વાળા, ગરમ અને તીખું ભોજન ખાવાને કારણે થાય છે. આયુર્વેદ અનુસાર વા, પિત્ત અને કફના અસંતુલનના કારણે એસીડીટી થાય છે. એસીડીટી થતા હોજરી અને પેટમાં ગરમી પિત્ત વધી જવાથી, કંઠ, પેટ હોજરી કે છાતીમાં ખાસ દાહ- બળતરા,બેચેની, અપચો, ગેસ વાયુ, કડવા- તીખા કે ખાટા ઓડકાર આવે છે. જેને એસીડીટી કહેવામાં આવે છે.
ખાસ કરીને એસીડીટી છાતી અને ઉદરમાં થનારી બળતરા અને દર્દ શરીરમાં એસિડની વધારે માત્રા થવાથી થાય છે. તેને લોહીમાં 20 ટકા એસિડ અને 80 ટકા ક્ષાર એલ્કાઈ હોય છે. જ્યારે લોહીમાં તેજાબની માત્રા વધી જાય છે ત્યારે ભોજન પચાવનાર અંગને પ્રભાવિત કરે છે. એસીડીટીમાં વ્યક્તિના અંગમાંથી હોજરીમાંથી ખોરાક પાછો ઉપર અન્નનળીમાં ચડે છે, જેના કારણે ખાટા તીખા ઓડકાર આવે છે, પેટમાં બળે છે. જેના લીધે આ એસીડીટી થયા કરે છે.
એસીડીટીના પ્રકારો:
એસીડીટી ખાસ કરીને શરીરના ભાગના હિસાબે બે પ્રકારે થાય છે, ઉધ્વર્ગ ગામી અને અધોગ ગામી એમ બે પ્રકારની એસીડીટી થાય છે. આ જેમાં શરીરના ઉપરના ભાગમાં અને નીચેની ભાગમાં એસીડીટી થાય છે.
એસીડીટીમાં કારણો:
વધારે મરચા અને મસાલા વાળા ખોરાક ખાવાથી, પહેલાના ભોજન પચ્યા બાદ ભોજન કરવાથી, વધારે ખાટા એસીડીક પદાર્થો ખાવાથી, પુરતી ઊંઘ ન લેવાથી, વધારે સમય ભૂખ્યા રહેવાથી, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી, લાંબા સમય સુધી પેન કિલર જેવી દવાઓ લેવાથી, વધારે મીઠાનું સેવન કરવાથી, શરાબ વાળા કેફીન યુક્ત પદાર્થનું સેવન કરવાથી, વધારે ધુમ્રપાન, વધારે તણાવ અને ભોજનને બરાબર ન પચવાના કારણે એસીડીટી થાય છે.
એસીડીટીના લક્ષણો:
છાતીમાં બળતરા લાંબા સમય સુધી રહે છે. ખાટા ઓડકાર આવે છે, ક્યારેક ઓતરાઈ જાય છે, વધારે ઓડકાર આવવાથી મોઢામાં કડવાશ આવે છે, પેટ ફૂલે છે, ક્યારેક ઉલ્ટી થાય છે, ગળામાં ઘરઘરાહટ થાય, શ્વાસ લેતા સમયે દુર્ગંધ આવે, માથા અને પેટમાં પણ દર્દ થાય, બેચેની થાય અને હેડકી આવે જેવા લક્ષણો આ એસીડીટીમાં જોવા મળે છે.
એસીડીટી નો ઘરગથ્થું ઉપચાર:
આમળા: આમળાનો 2 ચમચી રસ અને 2 ચમચી મિશ્રી ભેળવીને પીવાથી એસીડીટી અણ ખાટા ઓડકાર મટે છે. આમળાના બીજોનું ચૂર્ણ ૩ થી 6 ગ્રામને 250 મિલીલીટર દુધની સાથે દિવસમાં 2 વખત સેવન એસીડીટી મટે છે. આમળાનો રસ એક ચમચી, ચોથા ભાગનો તળેલો જીરાનું ચૂર્ણ, અડધી ચમચી ધાણાનું ચૂર્ણ અને મિશ્રી ભેળવીને લેવાથી એસીડીટી થોડા જ દિવસમાં ઠીક થાય છે. આમળાનું 2 ગ્રામ ચૂર્ણ નારિયેળના પાણી સાથે લેવાથી એસીડીટીનો રોગ મટે છે.
બટેટા: બટેટું ક્ષારીય હોય છે, જે એસીડીટીને ઘટાડે છે. જેને એસીડીટીનો રોગ મટે છે, ખાટા ઓડકારો આવે છે અને વાયુ ગેસ વધારે બને છે, તેવા લોકોએ શેકેલા બટેટા ખાવા જોઈએ. તેનાથી એસીડીટી રોગમાં જલ્દી આરામ મળે છે. તેમાં પોટેશિયમ ક્ષાર હોય છે જે એસીડીટી મટાડે છે.
દૂધ: અડધા ગ્લાસ કાચા દુધમાં અડધો ગ્લાસ પાણી તેમજ 2 વાટેલી ઈલાયચીનું ચૂર્ણ નાખીને સવારે પીવાથી એસીડીટીમાં આરામ મળે છે, સાદું અને ઠંડું દૂધ 2-2 ઘૂંટડા દિવસમાં ઘણી વખત પીવાથી ખાટા ઓડકાર તેમજ મોઢામાં આવતું કડવું પાણી બંધ થાય છે.
દાડમ: 100 ગ્રામ દાડમના દાણા, 50 ગ્રામ તજ, 2 લાલ ઈલાયચી, 50 ગ્રામ તમાલ પત્ર, 100 ગ્રામ મિશ્રી, 10 ગ્રામ જીરું અને 10 ગ્રામ ધાણાના બીજ એક સાથે વાટીને ચૂર્ણ બનાવી લો. તે 5-5 ગ્રામ ચૂર્ણ દિવસમાં ૩ વખત ઠંડા પાણી સાથે લેવાથી એસીડીટી મટે છે તેમજ માથાના દુખાવામાં પણ આરામ અપાવે છે. 10-10 મિલી લીટર દાડમનો રસ દિવસમાં 2 વખત સેવન કરવાથી ઉલ્ટી અને તીખા ઓડકાર મટે છે. ત્રિફળાને સારી રીતે વાટીને ગરમ
ત્રીફળા ( હરડે, બહેડા, આમળા): ત્રિફળા ચૂર્ણ અડધી અડધી અડધી ચમચી દિવસમાં 2 થી ૩ વખત પીવાથી એસીડીટી મટે છે. ત્રિફળા, પીપળો, જીરું અને કાળા મરી બરાબર માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી લો. તેમાં આ અડધી ચમચી મધ નાખીને સવારે સવારે અને સાંજે ચાટવાથી પેટના ગેસની સમસ્યા દુર થાય છે. ત્રિફળાને સારી રીતે વાટીને ગરમ કરી ગરમ લોખંડના વાસણમાં લેપ કરીને રાતભર રહેવા દેવું. સવારે આ મિશ્રણને મધ કે ખાંડમાં ભેળવીને સેવન કરવાથી એસીડીટીના રોગમાં લાભ મળે છે. ત્રિફળા ચૂર્ણને ગરમ પાણી સાથે સેવન કરવાથી બાળકોને પેટમાં થનારી એસીડીટી મટે છે.
સુંઠ: સુંઠ, આમળા અને મિશ્રી બરાબર માત્રામાં લઈને તેને બારીક વાટીને ચૂર્ણ બનાવીને દરરોજ સેવન કરવાથી એસીડીટી મટે છે. 40 થી 50 મિલી લીટર ઉકળતા પાણીમાં 15 ગ્રામ સુંઠનું ચૂર્ણ ભેળવીને 20 થી 25 મિનીટ સુધી ઉકાળીને ગાળીને સેવન કરવું, તે 15 થી 25 મીલીગ્રામની માત્રામાં સેવન કરવાથી આફરો અને પેટનું દર્દ મટી જાય છે, આ પાણીના થોડોક ખાવાનો સોડા નાખી દિવસમાં ૩ વખત સેવન કરવું. તેનાથી અપચો, ખાટા ઓડકાર અને ગેસની સમસ્યા દુર થાય છે.. સુંઠ, સંચળ, મીઠું, શેકેલી હિંગ, દાડમ દાણા અને અમરવેલ બરાબર માત્રામાં લઈને વાટીને ચૂર્ણ બનાવી લેવું. તે 2 ચપટી ચૂર્ણ સવારે અને સાંજે પીવાથી એસીડીટીનો રોગ મટે છે.
અગાથિયો: અગાથિયાની છાલ 60 ગ્રામને 1 લીટર પાણીમાં પકાવી લો અને જયારે પાણી 250 મિલીલીટર વધે ત્યારે તેને ગાળીને તમા 2 ગ્રામ હિંગ ભેળવીને ચાર ભાગ કરીને દિવસમાં 4 વખત સેવન કરો. તેનાથી એસીડીટીના કારણે ઉત્પન્ન પેટના દર્દ અને ખાટા ઓડકાર બંધ થાય છે, અને એસીડીટી મટે છે.
જવ: જવનું જ્યુસ કે પાણી મધ સાથે સેવન કરનારા ગેસ, ઓડકાર અને મોઢામાં પાણી કે તીખો ઓડકાર બંધ થાય છે. જવ અને અરડૂસાને મિલાવીને ઉકાળો બનાવીને તેમાં તજ, તમાલ પત્ર અને ઈલાયચીનું ચૂર્ણ અને મધ ભેળવીને પીવાથી એસીડીટીના કારણે થનારી એસીડીટી તરત મટી જાય છે.
મૂળો: ગરમીના કારણે ખાટા ઓડકાર આવે છે તો એક કપ મૂળાના રસમાં મિશ્રી ભેળવીને સેવન કરવું. તેનાથી ખાટા ઓડકાર મટે છે. મૂળાના 100 મિલીલીટર રસમાં 10 મિલી લીટર આમળાનો રસ અથવા ૩ ગ્રામ આમળાનું ચૂર્ણ ભેળવીને દિવસમાં ૩ વખત સેવન કરવાથી એસીડીટી મટે છે. મૂળાના પાંદડાનો 10 થી 20 મીલીલીટર રસમાં મિશ્રી ભેળવીને નિયમિત પ્રયોગ કરવાથી એસીડીટીમાં આરામ મળે છે. કાચા મૂળામાં ખાંડ ભેળવીને ખાવાથી એસીડીટીનો રોગ ઠીક થાય છે.
પેઠા: એસીડીટીના દર્દીને દરરોજ ભોજન બાદ ભોજન બાદ 2 પેઠા ખાવા જોઈએ. પેઠાથી આમાશય અને આહાર નળીનો જલન દુર થાય છે. સફેદ પેઠાના રસમાં ખાંડ નાખીને પીવાથી એસીડીટી મટે છે. એસીડીટી રોગને મટાડવા માટે પેઠા ખુબ જ ઉપયોગી થાય છે.
નારિયેળ: કાચા લીલા નારિયેળનો 100 થી 500 ગ્રામ મિલીલીટર પાણી દિવસમાં 2 વખત પીવાથી એસીડીટી ઠીક થાય છે. કેળાના ફળનો 20 થી 40 મિલીલીટર રસ કાળા મરીના ચૂર્ણમાં ભેળવીને સવારે પીવાથી રોગ ઠીક થાય છે. નારિયેળ ગર્ભ in રાખને 6 ગ્રામની માત્રામાં દરરોજ સેવન કરવાથી એસીડીટીની બીમારી ઠીક થાય છે.
કેળા: કેળા પર ખાંડ અને ઈલાયચી નાખીને ખાવાથી એસીડીટી મટે છે. કેળામાં સ્તમ્ભ કે ફળનો 20 થી 40 મિલીલીટર રસ કાળા મરીના ચૂર્ણ ભેળવીને સવારે અને સાંજે પીવાથી એસીડીટી મટે છે. આ ઈલાજમાં એસીડીટીમાં શરીરમાં ઉત્પન્ન પિત્તરસને હળવો કરે છે તેમજ ગેસની સમસ્યાને પણ મટાડે છે.
ડુંગળી: 60 ગ્રામ સફેદ ડુંગળીના ટુકડાને 30 ગ્રામ દહીંમાં ભેળવીને દિવસમાં ૩ વખત ખાવાથી 7 દિવસમાં એસીડીટીનો રોગ મટી જાય છે. ડુંગળીના રસમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી પેટ, છાતી અને પેશાબની બળતરા શાંત થાય છે અને એસીડીટીના રોગમાં લાભ મળે છે.
જીરું: જીરું, ધાણા અને મિશ્રી ત્રણેયને બરાબર માત્રામાં વાટીને 2-2 ચમચી સવારે અને સાંજે ભોજન પછી ઠંડા પાણી સાથર ફાંકી લેવાથીએસીડીટી મટે છે. જીરાનું ચૂર્ણ 5 ગ્રામને ગોળ સાથે સેવના કરવાથી એસીડીટીનો રોગ ઠીક થાય છે. જીરા અને ખાંડ ભેળવીને ચૂર્ણ બનાવી અડધી ચમચીની માત્રામાં દૂધ સાથે સેવન કરવાથી એસીડીટી મટે છે.
પાલક: પાલક અને 5 પરવળને વાટીને પાણીમાં ઉકાળી લો અને તેને ઠંડા કરીને તેમાં કોથમરી અને મીઠું ભેળવીને પીવો. તે એસીડીટીના રોગીને સવારે અને સાંજે પીવડાવવાથી ગળા અને છાતીમાં બળવું તેમજ ઓડકાર અને બેચેની જેવી સમસ્યા દુર થાય છે.
કોથમીર: 2 ચમચી સુકાયેલા ધાણા, 1 ચમચી સુંઠ, અડધી ચમચી જીરું અને 4 લવિંગને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણમાં થોડીક મિશ્રી ભેળવીને દિવસમાં અ૩ વખત લેવાથી પેટમાં એસીડીટી વધવી, છાતી અને આંખોમાં બળવું, આળસ, ચીડિયાપણું, જેવી સમસ્યા ઠીક થાય છે. લીલી કોથમીરને પાણીમાં વાટીને કાળું મીઠું ભેળવીને ભેળવીને પીવાથી એસીડીટી મટે છે.
પીપળો: પીપળાના ફળને સુકાવીને વાટીને ચૂર્ણ બનાવી લેવું. ૩ ગ્રામની માત્રામાં ઠંડા પાણી સાથે લેવાથી એસીડીટીથી આરામ મળે છે. નાની પીપળનું 5 ગ્રામનું ચૂર્ણ મધ સાથે સેવન કરવાથી આરામ મળે છે. પીપળામાં એસીડીટીને મટાડનારા ગુણ હોય છે.
દ્રાક્ષ: સુકી દ્રાક્ષ, હરડે અને ખાંડ બરાબર-બરાબર માત્રામાં લઈને સારી રીતે વાટી લઈને તેની 1-1 ગ્રામની ગોળીઓ બનાવવી. આ 1-1 ગોળીઓ સવારે અને સાંજે ઠંડા પાણી સાથે સેવન કરવાથી એસીડીટી તેમજ ગળામાં બળવું મટે છે. રાત્રે 100 મિલીલીટર પાણીમાં દ્રાક્ષ 10 ગ્રામ અને વરીયાળી 5 ગ્રામ પલાળીને રાખી દો અને સવારે તેને પાણીમાં મસળીને પીવો. તેનાથી એસીડીટી મટે છે.
જેઠીમધ: ભોજન કર્યા બાદ ખાટા ઓડકાર આવે છે, તે એસીડીટીના લક્ષણો છે આ સમસ્યામાં જેઠીમધને સુચવાથી તે મટે છે. ભોજન પહેલા જેઠીમધના નાના નાના ટુકડા 15 મિનીટ સુધી સુચવાથી અને તે પછી ભોજન કરવાથી અપચો નથી થતો અને એસીડીટીમાં આરામ મળે છે.
લસણ: લસણની કળીને દેશી ઘીમાં તળીને ધાણા 5 ગ્રામ અને 5 ગ્રામ જીરા સાથે વાટીને દિવસમાં ૩ વખત વખત લેવાથી એસીડીટી મટે છે. લસણને ખાલી પેટ સવારે ખાવાથી એસીડીટી દુર થાય છે. એસીડીટી મટાડવા માટે આ ઉપાય ખુબ જ ઉપયોગી છે.
સફેદ જીરું: 40 ગ્રામ કાળું જીરું અને 40 ગ્રામ ધાણા પાણી સાથે વાટીને 320 ગ્રામ ઘીમાં ભેળવીને પકાવી લો. તે 6 થી 20 ગ્રામ સુધીની માત્રામાં દરરોજ સેવન કરવાથી એસીડીટી મટે છે. સફેદ જીરું, કાળું ઝીરું, વચ, શેકેલી હિંગ અને કાળા મરી બરાબર માત્રામાં વાટીને ચૂર્ણ બનાવીને અડધી અડધી ચમચી ચૂર્ણ પાણી સાથે સેવન કરવાથી આરામ મળે છે.
ગુલાબજળ: ગુલાબ જળમાં ગુલાબનું ફૂલ, 2 ચમચી ઈલાયચી અને એક ચમચી ધાણાના ચૂર્ણ ભેળવીને ભોજન કર્યા બાદ સેવન કરવાથી એસીડીટી રોગ ઠીક થાય છે. એક કપ ગુલાબજળ, 2 ચમચી ચૂનાનું પાણી અને એક ચમચી લીંબુનો રસ લઈને તેને સારી રીતે ભેળવી દો અને તેનું સેવન ૩ વખત કરવું. તેનાથી ખાટા ઓડકારો, ઉલ્ટી અને ગેસની સમસ્યા ઠીક થાય છે. ગુલાબજળમાં ચંદનનું તેલ ભેળવીને શરીર પર માલીશ કરવાથી એસીડીટીના કારણે ઉત્પન્ન થતો થાક અને દર્દ દુર થાય છે.
લીમડો: લીમડાના પાંદડા અને આમળાનો ઉકાળો બનાવીને એસીડીટી મટે છે. ધાણા, સુંઠ, લીમડાની સીંક અને ખાંડ ભેળવીને ઉકાળો બનાવીને સવારે અને સાંજે પીવાથી ખાટા ઓડકારો, અપચો અને વધારે તરસ લાગવાની સમસ્યા ઠીક થાય છે.
ઘી અને અંજીર: ચોથાભાગનું ગરમ પાણી, એક ચમચી ઘી અને અડધી ચમચી મીઠું ભેળવી લો અને તરત તેનું સેવન કરો. ઘી આંતરડાની દીવાલમાં ચીકણાઈ આપવામાં મદદ કરે છે અને મળ ત્યાગ સરળ બનાવે છે. તે ઘોળમાં આવેલા બ્યુરેટીવ એસિડમાં એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રભાવ હોય છે જે મીઠું અને મીઠું એક સ્વચ્છ આંતરડુ પ્રદાન કરવાના બેકટેરિયાને મારી શકે છે. જેનાથી આંતરડા સાફ થાય છે અને એસીડીટી મટે છે.
આમ, એસીડીટી ઉપરોક્ત તમામ ઉપચાર કરવાથી મટે છે. આ તમામ ઔષધીઓ આયુર્વેદિક હોવાથી શરીરમાં કોઈ આડઅસર થતી નથી. આ ઉપચારો ખુબ જ અસરકારક હોવાથી એસીડીટીને મટાડે છે,જો તમે આ એસીડીટીની સમસ્યાથી પરેશાન છો તો તમે આ ઉપરોક્ત ઈલાજ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.