તકમરિયા એટલે એક પ્રકારનો જંગલી વનસ્પતિનો છોડ, જે તુલસીના છોડ જેવો જોવા મળે છે, તકમરિયાનો છોડ બધે જ જોવા મળે છે, આ છોડ ઉનાળાની ઋતુમાં ખુબ જ ઉપયોગી છે, જેના આયુર્વેદિક ફાયદાઓ અનેક છે. તકમરિયા એક ખુબ જ ગુણી ઔષધી છે. તે ભારતમાં ઘણા સ્થાનો પર જોવા મળે છે. જોવામાં તકમરિયા એક સાધારણ છોડ છે, પરંતુ તે જડીબુટ્ટી પ્રકારે ખુબ જ કામ કરે છે. તકમરિયા શ્રેષ્ઠ ઔષધીય ગુણોથી ભરપુર છે.
અહી તમને તકમરીયા નો English માં meaning સમજાવામાં આવ્યો છે, તકમરિયાને અંગ્રેજીમાં Basil કહેવામાં આવે છે.
તકમરિયા ખુબ જ નાનો એવો છોડ છે. તેના પાંદડા તુલસીના છોડને મળતા આવે છે, જે એક જંગલી ઘાસ પ્રકારનો છોડ જ્યાં તેના બીજ પડે ત્યાં ઉગી નીકળે છે, ઉનાળાની ઋતુમાં આ તકમરિયાના બીજને પલાળીને ઠંડા પીણામાં નાખીને ઉપયોગ કરવામાં આવે છે. જે પાણીમાં પલાળતા ફૂલી જાય છે. જે ઉનાળાની ઋતુમાં શરીરમાં ઉર્જા પ્રદાન કરે છે. તેના આયુર્વેદિક ફાયદાઓ અનેક હોવાથી તેના વિશે આપણે અહિયાં ચર્ચા કરીએ.
વજન ઘટાડવા માટે: ઘણા લોકો પોતાનું વજન ઓછુ કરવાના ઉપાયો શોધતા હોય છે. જો વજન ઘટાડવાના ઉપાયો શોધવામાં આવે તો તેમાં તકમરિયા ખુબ જ ઉપયોગી છે. વજન ઘટાડવાના એક સારા વિકલ્પ તરીકે તકમરિયાનો ઉપયોગ કરી શકાય છે. વજન ઓછુ કરવા માટે એક ગ્લાસ પાણીમાં બે ચમચી તકમરિયા લેવા. આ પછી આ મિશ્રણને સરખી રીતે હલાવવું. થોડી વાર રહેવા દેવાથી તકમરિયા ફૂલી જશે. પરંતુ તમારે તે બીજ ફૂલે તે પહેલા પીવાના છે. આ બીજ ફાઈબર ધરાવે છે જેનાથી લાંબા સમય સુધી ભૂખ નહિ લાગે. જેનાથી આ નિયમ જળવાઈ રહેતા વજન ઘટે છે.
કબજીયાત: તકમરિયાના બીજ ફાઈબરથી ભરપુર છે, તે વિશેષરૂપે અઘુશનશીલ ફાઈબર ધરાવે છે. જ્યારે તકમરિયાના બીજ પાણીના સમ્પર્કમાં આવે છે તો તે એક જૈલી પદાર્થ બની જાય છે. તે જે મળમાં બલ્ક જોડે છે અને મળત્યાગ કરવામાં સહાયતા કરે છે, જેનાહી કબજીયાત રાહત મળે છે.
ડાયાબીટીસ: ડાયાબીટીસમાં ખુબ જ ઉપયોગી તકમરિયા આયુર્વેદમાં અનેરું સ્થાન ધરાવે છે. ડાયાબીટીસના ઉપચારમાં તેનો ઉપયોગ સરબત બનાવીને કરવામાં આવે છે, ડાયાબીટીસ સાથે તે બ્લડપ્રેસર સામે પણ રક્ષણ આપે છે. તે પાચનતંત્ર સુધારે છે સાથે તે લોહીમાં સુગરનું પ્રમાણ જાળવે છે.
કેન્સર: તકમરિયામાં અલ્ફા-લિનોલીક એસિડ હોય છે, જે સ્તનના કેન્સરને રોકે છે. તેના બીજમાં આલ્ફા લિપોઇક એસિડ હોય છે જે એક ઓમેગા-૩ ફેટી એસિડ ધરાવે છે. આ તકમરિયા સ્વસ્થ કોષોને નુકસાન પહોચાડ્યા વગર કેન્સરના કોષોનો નાશ કરે છે.
એનીમિયા: તે એનીમીયાની બીમારીમાં ઉપયોગી છે, એનીમીયામાં શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે તેમજ શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ બરાબર જળવાતું નથી. તેમજ શરીરમાં અનેક સમસ્યાઓ આવે છે. આ પરિસ્થિતિ અનેક કારણે થાય છે તેમજ તેમાં આયર્નની ઉણપ સર્જાય છે. આ એનીમિયા સામે સુપર ન્યુટ્રીશનથી ભરપુર તકમરિયા ખુબ જ ફાયદો કરે છે. કારણ કે તકમરિયા આયર્નનું પ્રમાણ પુષ્કળ ધરાવે છે. તેનાથી લોહી પણ વધે છે.
ઉર્જા આપે: તકમરિયા પ્રોટીનથી ભરપુર હોવાથી શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. વધારામાં તે વિવિધ વિટામીન અને મિનરલ ધરાવે છે, જેનાથી આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ આપે છે, એ શરીરનું મેટાબોલીઝમ સ્તર પણ વધારે છે. તતેનો નિયમિત ઉપયોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે.
હાડકા મજબુત બનાવે: આપણા શરીરમાંથી જેમ જેમ પાણીની માત્રા ઓછી થતી જાય તેમ તેમ આપણા હાડકા કમજોર થતા જાય કે માટે શરીરમાં પાણીની માત્રા જળવાવી જરૂરી છે, હાડકાને મજબુત કરવા માટે તકમરિયાનું સેવન ખુબ જ ઉપયોગી છે, તકમરિયામાં કેલ્શિયમની સાથે સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકા મજબુત બનાવે છે.
ચામડી માટે ઉપયોગી: તકમરિયામાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ હોય છે જે તે ચામડીનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. ચામડીના સ્વાસ્થ્ય માટે તકમરિયા ખુબ જ ઉપયોગી થાય છે. જે એક એન્જીંગ તત્વ ધરાવે છે જેના લીધે તે ખીલ મસ સાથે ચામડી પર પડેલા ડાઘને પણ દુર કરે છે જે કરચલીઓ દુર કરીને ચહેરાને સુંદર બનાવે છે.
હ્રદય સ્વાસ્થ્ય: હ્રદય રોગ અને કેન્સરથી તકમરિયા શરીરનું જોખમ ઘટાડે છે, તકમરિયામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાંથી ફ્રી રેડીક્લ્સને બહાર કાઢવામાં મદદ કરે છે. ફ્રી રેડીક્લ્સનો સંબંધ હ્રદય એટલે કે દિલના રોગ અને કેન્સર સાથે હોય છે. આ બીજ ટ્રાઈગ્લીસરાઈડના સ્તરને ઓછો કરીને હ્રદયને સ્વસ્થ રાખવામાં ખુબ જ લાભદાયક સિદ્ધ થાય છે.
પ્રોટીનની ઉણપ દુર કરે: જીમમાં કસરત કરતા લોકોને વધારે પ્રોટીનની જરૂર રહે છે. એવામાં તકમરિયાનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે પ્રોટીનનો મખ્ય સ્ત્રોત હોવાની સાથે શરીરમાં પ્રોટીનની ઉણપ પણ દુર કરે છે. મસલ્સ બનાવવા માટે મદદ આ તકમરિયા દ્વારા મળે છે. યોગ્ય માત્રામાં પ્રોટીન લેવાથી તેની ઉણપ નિવારવા માટે ખોરાકમાં તકમરિયા લેવા જરૂરી છે.
યાદશક્તિ વધારે: આજના સમયમાં ઘણા લોકોને યાદશક્તિ ઓછી થી હોવાનું અનુભવાય છે. યાદશક્તિ ઓછી થવાનું મુખ્ય કારણ દારૂ કે બીજા નશા કારક પીણા પીવાનું માનવામાં આવે છે. આવા ઝેરી પદાર્થ લેવાથી મગજ નબળું પડે છે. એવામાં યાદશક્તિ ઓછી થવા લાગે છે. તેનાથી બચવા માટે તકમરિયાનું સેવન કરવું જોઈએ. જેનાથી યાદ શક્તિ વધે છે.
વાળ માટે: સ્વાસ્થ્યની સાથે સાથે તે વાળ માટે પણ લાભકારક માનવામાં આવે છે. તેમાં વિટામીન બી વધારે માત્રામાં હોવાથી વાળને પોષણ આપે છે, તેમજ વાળ સ્વસ્થ થવાની સાથે સાથે ઘટ્ટ લાંબા મુલાયમ અને ખોડાથી વાળને મુક્ત કરે છે.
પાચન તંત્ર સુધારે: તકમરિયાનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યામાં રાહત મળે છે. તેમાં ફાઈબરની માત્રા વધારે હોવાના કારણે પાચનક્રિયા સક્રિય ચલાવવા માટે મદદરૂપ થાય છે. પેટ સ્વસ્થ રહેવાથી પેટનો દુખાવો, એસીડીટી, કબજિયાત, અલ્સર વગેરે સમસ્યાઓમાં રાહત આપવામાં તકમરિયા ખુબ જ ઉપયોગી છે.
આંખની રોશની વધારે: વરીયાળીના પાણીમાં વિટામીન એની સાથે જ એન્ટીઓક્સીડેન્ટ અને ઘણા પ્રકારના ન્યુટ્રીયનટ્સ જોવા મળે છે. જે આંખોને સ્વસ્થ રાખે છે સાથે સાથે તે આંખની રોશનીમાં પણ વધારો કરે છે, તકમરિયા ઘડપણની ઉમરના મોતિયાની બીમારીને ઘટાડે છે અને દુર રાખે છે. તકમરિયાનું સેવન કરવાથી મોતિયાનું બીમારી દુર રહે છે.
બ્લડપ્રેસર: તકમરિયાનું સેવન બ્લડપ્રેસરને દુર રાખે છે. આ તકમરિયામાં પોટેશિયમ ભરપુર માત્રામાં આવેલું હોય છે જે હ્રદયના ધબકારાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, તેથી જે દર્દીઓને હાઈબ્લડપ્રેસરની સમસ્યા હોય છે તે તકમરિયા અને વરીયાળીનું સરબત બનાવીને પીવે તો બ્લડપ્રેસર કાબુમાં રહે છે. આ સિવાય તકમરિયાની રાબ બનાવીને પીવાથી પણ બ્લડપ્રેસર કન્ટ્રોલમાં રહે છે.
માસિક સમસ્યા: પીરીયડ એટલે કે માસિક સમસ્યા દરમિયાન સ્ત્રીને અસહ્ય દુખવો થાય છે. જ્યારે આ દુખાવા સામે રક્ષણ માટે તેમજ વધારે પડતા લોહીના સ્ત્રાવને અટકાવ માટે તકમરિયા ફાયદાકારક છે, આ ઈલાજ માટે તકમરિયા નું સરબત કે તકમરિયા પલાળીને પીવાથી આ સ્થિતિ કંટ્રોલમાં રહે છે.
સોજો મટાડવા: તકમરિયાના નિયમિત સેવન કરવાથી સોજો આવવાની તકલીફ દુર થાય છે, એક ગ્લાસ પાણીમાં એક ચમચી તકમરિયા અડધો કલાક પલાળો. અડધો કલાક પછી આ બીજ વાળું પાણી ઘાટા ઘોળમાં બદલાઈ જશે. અ ઘોળ પીવાથી પાચન પ્રણાલી ખુબ જ સારી થાય છે. તેનાથી ફાઈબરનું ઊંચું પ્રમાણ મળે છે.
કોલેસ્ટ્રોલ નિયંત્રણ: તકમરિયામાં ઓમેગા-૩ તેલના ગુણ હોય છે, આ ગુણના પરિણામે હ્રદય અને કોલેસ્ટ્રોલની તકલીફ દુર કરવામાં મદદ કરે છે. તકમરિયામાં ઓમેગા-૩ તકમરિયામાં ભરપુર માત્રામાં હોય છે જે શરીરમાંથી કોલેસ્ટ્રોલને બહાર કાઢે છે.
એસીડીટી: તકમરિયા ગુણમાં એકદમ ઠંડા હોય છે. આથી એસીડીટીથી પીડાતા લોકો જો ઠંડાપીણામાં તકમરિયા મેળવીને પીવે તો તે એસીડીટીમાંથી છુટકારો મેળવી શકે છે, આ ઉપરાંત ગરમ કોઠો ધરાવતા વ્યક્તિઓ પણ જો તેનું સેવન કે તો તેને શરીરની ગરમી ઓછી કરવામાં મદદ મળે છે. આમ તકમરિયા એસીડીટી માટે બેસ્ટ ઘરેલું ઉપચાર છે.
તાવ: તકમરિયામાં તાપમાન ઓછું કરવાના ગુણ હોય છે. તકમરિયાને રોજ ખાધા પછી જરૂરી પોષણ મળે છે અને શરીરનું તાપમાન પણ ઠીક રહે છે. આ ગુણોથી વ્યક્તિની અંદરની શક્તિને જાળવી રાખવા અને સુધારવામાં મદદ મળે છે. હદય રોગ ને કેન્સરથી બચાવે છે. સાથે તે તાપમાન સ્થિર રાખીને તાવને કાબુમાં રાખે છે.
દાંત સ્વાસ્થ્ય: તકમરિયાના બીજ બેક્ટેરિયા, ફૂગ અને વિષાણુંને મારી હટાવતા લડવૈયા છે. દાંતનો સડો, તેની બાઝી ગયેલી છારી, મોઢાના અલ્સરમાં રાહત રૂપ છે, મો માંથી આવતી દુર્ગંધ પણ તે દુર કરે છે. આ ઈલાજ માટે બીજને પલાળ્યા વગર જ સીધા ખાઈ જવાના છે, જેના લીધે મોઢાની તકલીફ તેમજ દાંતની તકલીફ મટે છે. તકમરિયાના આ બીજને ખાલી પેટ ખાવાથી આ બધી જ તકલીફ દુર થાય છે.
ગર્ભાવસ્થા: તકમરિયામાં ભરપુર માત્રામાં પોષક તત્વ હોય છે, જેનાથી ગર્ભવતી મહિલાઓને ભોજનમાં તેનો સમાવેશ કરીને તેનો ફાયદો ઉઠાવી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને શરીરમાં પોષક તત્વની ઉણપ રહે છે. તેની પૂર્તિ આં તકમરિયાના સેવનથી થાય છે. તકમરીયાનું સરબત બનાવીને પીવાથી બાળકને જન્મ આપનારી મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય એન બાળકના વિકાસમાં ફાયદો રહે છે.
ઊંઘમાં સુધારા માટે: અનિંદ્રાની તકલીફ ધરાવતા લોકો માટે તકમરિયા ઉપયોગી થાય ચેહ, તકમરિયામાં ટ્રીપ્ટોફેન નામનું એક ખાસ તત્વ હોય છે જે માનસિક સ્વસ્થ રહેવા માટે ઉપયોગી છે. તે ચિંતા અને ડીપ્રેશન સાથે અનિંદ્રાની સમસ્યામાં પણ સહાયક થાય છે. માટે તકમરિયાનું સેવન કરવાથી ઊંઘ વ્યવસ્થિત આવે છે.
મનોદશા સુધારવા: મુડ સ્વીંગ અને મનોદશાના સુધારા માટે તકમરિયા ખુબ જ ઉપયોગી છે. તકમરિયાના બીજ સ્વાસ્થ્ય લાભથી જોડાયેલા રોગમાં કે બીમારીમાં ફાયદો કરે છે. તે ચિંતા, ડીપ્રેશન અને સાથે માનસિક આવેગને નિયંત્રિત કરવામાં સહાયક સાબિત થાય છે. માટે તકમરિયાના સેવન દ્વારા માનસિક આવેગ કે ગાંડપણ જેવા લક્ષણો ઓછા થાય છે, જેના લીધે વળગાડ જેવી અંધવિશ્વાસી સમસ્યામાં પણ તે સુધારો લાવે છે.
આમ, તકમરિયા ખુબ જ ઉપયોગી ઔષધીય છોડ છે, જેના નિયમિત સેવન કરવાથી મગજમાં શાંતિ અને ઠંડક મળે છે, સાથે તેના લીધે ઉનાળાની ગરમી તેમજ તડકાની સમસ્યામાં પણ રાહત આપે છે. જેથી તેનો ઉપયોગ ઉનાળામાં બહોળા પ્રમાણમાં થાય છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને ઉપરોક્ત સમસ્યામાં તમને રાહત રહે.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.