ઘણા લોકોને લોહી જાડું થવાની સમસ્યા અવારનવાર થઈ જતી હોય છે. લોહી જાડું થવાને લીધે હ્રદય સંબંધી અનેક બીમારીઓ થવાની શક્યતાઓ ખુબ જ વધી જાય છે. વધારે પડતું લોહી જાડું થવાથી હ્રદય રોગના હુમલા આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. શરીરમાં અચાનક દુખાવો વધી જાય છે. ઘણી વખત આ સમસ્યામાં વ્યક્તિ ખુબ જ ગભરાઈ જાય છે. જેના લીધે મૃત્યુ પણ થઈ શકે છે.
ઘણી વખત આ સમસ્યા જાય છે અને વ્યક્તિને પેટમાં ઉપરની તરફ દુખવા લાગે છે. જયારે હોસ્પીટલમાં જઈને રીપોર્ટ કરાવીએ ત્યારે ખબર પડે કે લોહી જાડુ થઈ ગયું છે. જેના માટે આપણે લોહી પાતળું કરવાની ટીકડીઓ લેતા હોઈએ છીએ. જો કે આયુર્વેદમાં ઘણી બધી એવી ઔષધિઓ આવેલી છે જેના લીધે દવા બનાવીને પીવાથી લોહી જાડું થયું હોય તો પાતળું કરી શકાય છે.
ઘણી વખત લોહી પાતળું કરવાની દવાઓ લેવાથી શરીરમાં કોઈ ઈજા થઈ હોય તો જેમાંથી લોહી નીકળતું હોય તો લોહી સતત નીકળ્યા જ કરે છે. જયારે દાઢી કરતા હોઈએ અને બ્લેડ વાગી જાય તો સતત લોહી નીકળ્યા જ કરે છે. લોહી પાતળું કરવાની દવા લેતા લોકોને મગજમાં આવેલી કેટલીક બારીક કેશવાહિનીઓ તૂટી જવાનો ખતરો રહે છે. જે લોકોને ડાયાબીટીસ હોય છે તેવા લોકોની આંખોની નસો કેટલીક વાર બારીક બારીક ફાટી જાય છે આ લોકોને દેખાવાનું પણ ઓછુ થઈ જાય છે કે બંધ થઈ જાય છે.
જે લોકો ઉત્તેજના માટે સંભોગ સંબંધી કોઈ ગોળીઓ લેતા હોય તેવા લોકોને પણ જનનાંગોની રક્તવાહિનીઓ તૂટી જાય છે. આંખો અને મગની રક્તવાહિનીઓ તૂટી જાય છે. માટે લોહી પાતળું કરવા માટેની જે દવાઓ છે તેની આડઅસર પણ ઘણી છે.
આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ બતાવવામાં આવી છે, જે કુદરતી રીતે જ લોહીને પાતળું રાખે છે. જે કોઈપણ રીતે આડઅસર વગર શરીરમાં ફાયદો પહોચાડીને શરીરમાં લોહીને પાતળું કરવાની ક્ષમતા ધરાવે છે, જેના વિશે અમે અહીંયા જણાવી રહ્યા છીએ. જેનો ઔષધીય પ્રયોગ કરવાથી લોહી પાતળું થવાની સાથે હ્રદયની બીમારીઓમાં અને પેટની બીમારીઓમાં પણ ફાયદો કરે છે.
આ ઔષધિઓથી બનાવેલ દવા નિર્ધારિત લોહીને પાતળું કરે છે. આ ઉપાય કરવાથી હ્રદયમાં કે પગોમાં કોઇપણ જગ્યાએ નસોમાં બ્લોકેજ હોય, હાથમાં કોઈ જગ્યાએ બ્લોકેજ હોય, મગજની નસોમાં બ્લોકેજ હોય, ગળાની નસોમાં બ્લોકેજ હોય, કોલેસ્ટ્રોલ કે કેલ્શિયમના બ્લોકેજ હોય તો તેના માટે આ ઉપાયો ઉપયોગી થશે.
જો તમારા શરીરમાં ટ્રાઈગ્લીસરાઈડ વધી ગયું હોય અને તેના કારણે બ્લોકેજનો ડર હોય તેના ઈલાજ માટે શિમલા મરચા ખુબ જ ઉપયોગી થાય છે. આ પ્રયોગમાં એક શિમલા મરચું લેવું, એક ગાજર લેવું, પ્રમાણસર દૂધી લેવી અને કોબીજ લેવી.
આ ચારેય વસ્તુનું જ્યુસ સવારે અને સાંજે થોડા દિવસ સુધી પીવું. આ જ્યુસનું સેવન રાત્રે જમવાના અડધો કલાક પહેલા લેવું અને સવારે નાસ્તાના અડધો કલાક પહેલા લઈ લેવું. આ રીતે નિયમિત રીતે આ જ્યુસ માત્ર 15 દિવસ સુધી લેવાથી ટ્રાઈગ્લીસરાઈડ સામાન્ય થઈ જશે. લોહી પણ પાતળું થઈ જશે.
આ સિવાય લોહી પાતળું કરવા માટે અર્જુન અને તજનો ઉકાળો બનાવીને પી શકાય છે. જેના લીધે ખુબ જ સારા પ્રમાણમાં લોહી પાતળું થાય છે.
આ ઉકાળો બનાવવા માતે અર્જુન વૃક્ષની છાલ લેવી. આ પછી થોડા તજ લેવા અને તેને ખાંડીને પાવડર કરી લેવો. આ પાવડરને છાળીને કોઈ ડબ્બીમાં ભરી લેવો. આ પછી અર્જુનની છાલને સુકાવીને તેને કોઈ ખારણીમાં નાખીને ખાંડી લેવી. જેનો સંપૂર્ણ પાવડર કરી લેવો. આ પાવડર થઈ જાય પછી આ પાવડરને કોઈ વાસણમાં રાખી મુકવો.
અર્જુની છાલનો ઉકાળો બનાવવા માટે ગેસ કે ચૂલો ચાલુ કરીને કોઈ એક વાસણમાં બે કપ પાણી નાખીને રાખી દો. એક કપ ઉકાળો બનાવવા માટે બે કપા પાણી લેવું. પહેલા થોડુક પાણી ગરમ થવા દેવું જયારે આ પાણી હળવું ગરમ થઈ જાય ત્યારે તેમાં અર્જુનની છાલનો પાવડર નાખી દેવો.
આ પછી તેને ઢાકી દેવું અને ધીમે ધીમે આ પાણીને ગરમ થવા દો. જયારે આ પાણી ગરમ થઈ જાય થઈને ઉકાળો આવવા લાગે ત્યારે તેમાં તજની છાલનો પાવડર નાખો. થોડીવાર ગરમ થવા લીધા બાદ જેમાંથી પાણી બે કપનું એક કપ જેટલું બળી જાય અને એક કપ જેટલું વધે ત્યારે ચૂલાને બંધ કરી દો.
હળવી આંચ પર આ ઉકાળાને બનાવવા માટે તમારે લગભગ 7 થી 12 મિનીટ જેટલો સમય લાગશે. આ રીતે તમારો ઉકાળો તૈયાર થાય છે. આ પછી તેને તમે કોઈ કપડાથી ગાળી લો જેથી પાવડર અંદરથી નીકળી જાય.
આ ઉકાળામાં તમે સ્વાદ માટે કોથમીરના પાંદડા નાખી શકો છો. તેમાં આદુનો રસ કાઢીને એક ચમચી જેટલો આદુનો રસ નાખવો. આ મિશ્રણ વાળા ઉકાલાને પીવાથી લોહી એકદમ પાતળું થઈ જાશે.
જે લોકોને કોલેસ્ટ્રોલને લીધે ઘણી બધી તકલીફો થતી હોય તેવા લોકોએ દુધી અને કોથમીરનો રસ કાઢી લેવો અને આ રસમાં લસણની કળીનો રસ, આદુના ટુકડાનો રસ અને લવિંગનો પાવડર. થોડીક અડધાથી ઓછી ચમચી જેટલી હળદર નાખીને આ રસનું ધીરે ધીરે લાળ રસ સાથે ભળીને શરીરમાં જાય એ રીતે સેવન કરવું. આ ઉપાય કરવાથી લોહી પાતળું થશે. પિત્ત પણ સંતુલીત થઈ જશે.
આ ઉપાય કરવાથી તેના અઢળક ફાયદાઓ થશે. લીલા આદુમાં જીંજરોલ નામનું તત્વ હોય છે. જેના લીધે આ લોહી પાતળું થાય છે. માટે આ ઉપાયમાં માત્ર લીલું આદુ જ વાપરવું. સુકાયેલા આદુ સુંઠનો ઉપયોગ કરવો નહિ.
આ સિવાય આસનો પણ લોહીને પાતળું કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. જે માટે અનુલોમ વિલોમ, કપાલભાતિ વગેરે પ્રાણાયામ કરવા. દિવસમાં થોડા થોડા સમયે પાણી પીતુ રહેવું. જેના લીધે પણ લોહી પાતળું થાય છે.
મીઠું ઠંડો ગુણ ધરાવે છે. ગરમીનું શોષણ કરે છે. માટે મીઠાનું વધારે કરતું સેવન કરવાથી શરીરમાં લોહી હોય છે તેને ઠંડું કરીને જાડું કરે છે. જેથી લોહીને પાતળું કરવા માંગતા હો તો તમારે મીઠાનું ખાવામાં પ્રમાણ ઘટાડી દેવું.
આ સિવાય દરરોજ લોહીને નિયમિત રીતે પાતળું કરવા માટે દરરોજ રાત્રે સૂતી વખતે 3 થી 4 ટમેટા ખાઈ લેવા. આ ટમેટા ખાવાથી લોહી પાતળું થઈ જાય છે અને હાર્ટએટેકની પણ કોઈ શક્યતાઓ નહિ રહે.
આમ, આ ઉપરોક્ત ત્રણ ઉપાયો કરવાથી શરીરમાં લોહી પાતળું કરવામાં ખુબ જ ફાયદો થાય છે. આ ત્રણેય ઉપાયો ડાયાબીટીસ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ અને શરીરમાં બ્લોકેજ જેવી તમામ સમસ્યાને ઠીક કરવા માટે ઉપયોગી છે. આ ઉપાય શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. અમે આશા રાખીએ કે આ ઉપાયો તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારા શરીરમાં લોહી જાડું થવાની સમસ્યા દૂર થાય.