આપણે આપણા ઘાસ ઉગાડતી વખતે અનેક નિંદામણને કાઢી નાખીએ છીએ. પરંતુ આવા નિંદામણ પણ અનેક ઔષધીઓનો ભંડાર રહેલો છે. આ ઔષધિઓ ખતરનાક રોગને દવા કરતા પણ વધારે અસર કરીને મટાડી શકે છે. જે રોગ દવાથી ન મટે તે આ નિંદામણથી મટી છે છે. માટે આપણે વર્ષોથી ભારતના લોકો આવી જડીબુટ્ટીઓને સહારે જીવતા આવ્યા છીએ અને આજે બધા જ દેશો કરતા આપણો દેશ વધારે વસ્તી ધરાવે છે.
અહિયાં અમે આવી જ એક પ્રભાવશાળી ઔષધીય જડીબુટ્ટી વિશે જણાવી રહ્યા છીએ. જે અઘરામાં અઘરા રોગને મટાડી શકે છે. જે વનસ્પતિના છોડનું નામ છે લુણી. આપણે બધાં જ તેને લાખાલુણી તરીકે ઓળખીએ છીએ. જેને ભારતના અલગ અલગ ભાષાઓમાં અને અલગ અલગ પ્રદેશોમાં મોટી લુણી, લોણા, ખુરસા,ફૂલકા, લુનાક, ઢોલ, લોનક જેવા નામોથી ઓળખવામાં આવે છે. લાખાલુણીને અંગ્રેજીમાં Purslane, Pussley, Pigweed તરીકે ઓળખવામાં આવે છે.
લાખાલુણીને સંસ્કૃતમાં લેણીકા કહેવામાં આવે છે. આ છોડ મુખ્યત્વે નાની અને મોટી એમ બે જાતોમાં થાય છે. મોટી લાખાલુણીના પાંદડા જરા ગોળ રતાશ પડતા લીલા તથા જાડા-દળદાર હોય છે. તેના ફૂલ સફેદ તથા બીજ નાના અને પીળાશ પડતા હોય છે.
કહેવાય છે કે આ વનસ્પતિના છોડને જમીન પરથી ઉખેડી નાખવામાં આવે તો પણ તેના મૂળનો 25 વર્ષ સુધી નાશ થતો નથી. આ છોડ સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે.
આ ઘાસ જેવા છોડમાં લીલા શાકભાજી કરતા પણ વધારે ગુણો રહેલા છે. જેમાં વિટામીન, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, મિનરલ્સ જેવા તત્વો પુષ્કળ રહેલા છે. આ છોડમાંથી ઓમેગા ૩ ફેટી એસીડ મળે છે. ખાસ કરીને વિટામીન એ અને આ તત્વો મળે છે જે કેન્સર સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે અને કેન્સર સામે લડવામાં મદદ મળે છે.
આ લાખાલુણી કેન્સર, હ્રદય, લોહીની ખામી, હાડકાની મજબૂતી, શક્તિમાં વધારો, માથાનો રોગ, બાળકોને મગજનો વિકાસ, આંખનો રોગ, કાનનો રોગ, મોઢાના રોગ, ચામડીના રોગ, થૂકમાં લોહી આવવું, મૂત્ર રોગ, પેટના રોગ, તેમજ ઝેર ચડવું, સોજા ચડવા, મુત્રપિંડ, કીડની, મૂત્રાશય રોગ, હરસ મસા, માથાની ગરમી, દુઝતા મસા જેવી સમસ્યાઓમાં ફાયદો કરે છે. સ્વાદે લાખાલુણી ખાટી હોય છે. ખાવાથી મોઢાંમાં કુરકુરી થાય છે. આપણે તેને નિયમિત સલાડમાં ખાઈ શકીએ છીએ. સલાડમાં તેમજ રાબ બનાવીને લાખાલુણીનો ઉપયોગ કરી શકાય છે. લાખાલુણીના ભજીયા, મુઠીયા, ભાજી વગેરે બનાવીને ખાવાથી અનેક લાભ મળે છે.
લાખાલુણીનો છોડ લગભગ ભારતના બધા જ રાજ્યોમાં થાય છે. લાખાલુણીમાં અમે બતાવ્યા સિવાયના પણ અનેક તત્વો હોય છે જેના લીધે તે એન્ટી બાયોટીક, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી વાયરલ, એન્ટીસેપ્ટિક, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણોનું મિશ્રણ છે. માટે લગભગ બધા જ રોગોનો ઈલાજ આ લાખાલુણીથી થઈ શકે છે. માટે તેના દરરોજ 2 પાંદડા ખાવા સમ્પૂર્ણ રોગ નાશક માનવામાં આવે છે. માટે આ ઔષધીને અમૃત ઔષધી પણ માનવામાં આવે છે.
કેન્સર: લીવર કેન્સર, સર્વાઈકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ફેફસાના કેન્સરને ઠીક કરવામાં લાખાલુણીના પાંદડા ખુબ જ ઉપયોગી છે. આ કેન્સરને ઠીક કરવા માટે લાખાલુણીના પાંદડાને રસા કાઢીને, પાંદડા ચાવીને, પાંદડાનો સલાડ બનાવીને, શાકભાજી તેમજ તેનો બીજની રાબ બનાવીને ખાવાથી કેન્સર સામે રક્ષણ મળે છે. કેન્સરના વિકારને ઝડપથી ઠીક કરવા માટે લુણીના પાંદડા સફળ માનવામાં આવ્યા છે.
ઘાવ ભરવા: શરીરમાં કોઈ ઈજા કે વાગવાથી ઘાવ પડે છે. ત્યાં સોજો આવે છે અને ભીંગડા વળી જાય છે. આ સિવાય પ્રાણી કે જીવજંતુ કરડવાથી પણ ઘાવ પડે છે. આ બધા જ ઘાવ ઠીક કરવામાં લુણી ઉપયોગી છે. ઘાવ ઠીક કરવા લાખાલુણીના પાંદડાનો રસ ઘાવની બધી જ બાજુ લગાવવાથી ઘાવનો સોજો અને ઘાવ જલ્દી મટે છે.
ઉચ્ચ બ્લડપ્રેસર: વધી રહેલા ઉચ્ચ બ્લડપ્રેસરને સામાન્ય કરવા માટે પણ લાખાલુણી ઉપયોગી છે. આ બ્લડ પ્રેસરના ઈલાજ તરીકે લાખાલુણીના પાંદડા દરરોજ સવારે 3 થી 4 જેટલા લઈને તેને ચાવવા અથવા તો તે પાંદડાની શાકભાજી બનાવવી. તેમજ પાંદડાને સલાડના રૂપમાં ખાવાથી ધમનીઓ વ્યવસ્થિત કાર્ય કરે છે. જેના લીધે લોહીનું દબાણ નિયંત્રણમાં રહે છે.
હાર્ટએટેક: હાઈ કોલેસ્ટ્રોલ, હાઈપરટેન્શનને નિયંત્રિત કરવા માટે લાખાલુણીના પાંદડાનો રસ પીવો તેમજ લાખાલુણીના બીજને ચાવીને ખાઈ જાઓ. લાખાલુણી બ્લડ કલોટીંગ સમસ્યા ઠીક કરવામાં વિશેષ ઉપયોગી છે. લુણીની સેવન એલડીએલ અને એચડીએલ લેવલને નિયંત્રિત કરવામાં ઉપયોગી છે. તે બ્રેન સ્ટ્રોક, હાર્ટએટેકના જોખમને ઘટાડવામાં ઉપયોગી છે.
વજન ઘટાડવા: ઝડપથી વજન ઘટાડવા માટે લાખાલુણીના કાળા બીજને ગરમ પાણી સાથે સેવન કરવું ફાયદાકારક છે. લાખાલુણીના બીજ શરીરમાંથી વધારની ચરબીને દુર કરવા તેમજ કેલરીને બાળવામાં ઉપયોગી છે. જલ્દી વજન ઘટાડવા માટે 7 થી 8 લાખાલુણીના બીજ ગરમ પાણી સાથે સેવન કરવાથી તેમજ તેની તેમનો પેસ્ટ બનાવીને સેવન કરવાથી ફાયદો થાય છે. લુણીમાં કેલરીના 20 કિલોકેલરી/100 ગ્રામ હોય છે. આ સિવાય તેમાં ફાઈબર પણ મળી આવે છે.
ઉર્જા પ્રદાન કરવા: શરીરમાં વધારે ઉર્જાના સ્ત્રોત માટે લાખાલુણી ખુબ જ ઉપયોગી છે. જેમાં લાખાલુણીના પાંદડાની શાકભાજી, સલાડ, રસ વગેરેનું સેવન કરવાથી શરીરમાં ભરપુર ઉર્જા મળે છે. કાર્ય કરતા થાક લાગે કે શરીરમાં નબળાઈ આવે ત્યારે આ છોડની ભાજી બનાવી શકાય છે. જેનાથી શરીરમાં જલ્દી સ્ફૂર્તિ આવે છે.
યાદશક્તિ વધારવા: લાખાલુણી સ્કુલ અને કોલેજના બાળકો માટે ખુબ જ ઉપયોગી છે. કારણકે બાળકોના મગજના વિકાસમાં, શાકભાજી, સલાડ અને રસ ઉપયોગી થાય છે. આ સેવન કરવાથી Autism અને ADHD અને Disorder થી રોકવામાં સહાયક છે. લાખાલુણીનું સેવન સ્મરણ શક્તિ વધારે છે. તે બાળકોને ભૂખ મટાડવા, આંખની રોશની વધારવા, પેટની પાચન સમસ્યા ઠીક કરવામાં ઉપયોગી થાય છે.
પેશાબમાં બળતરા મટાડે: પેશાબની બળતરા મટાડવા માટે લાખાલુણી ઉપયોગી થાય છે. લાખાલુણીના પાંદડા લઈને તેનો રસ લાખીને તેનું સેવન કરવાથી, લાખાલુણીના થેપલા બનાવીને ખાવાથી અને તેના પાંદડાનો પેસ્ટ કરીને યોની કે શિશ્ન પર લગાવવાથી પેશાબના રોગો મટે છે.
ઝેરનો નાશ કરે: લાખાલુણી બધા જ પ્રકારના ઝેરનો નાશ કરવા માટે ઉપયોગી છે. તે સાપ, વિછી, જીવજંતુ, પતંગિયું, ભમરી, કાંડર, મધમાખી વગેરેના ઝેરનો નાશ કરવા માટે ઉપયોગી છે. આ બધાજ પ્રકારના ઝેરના ઈલાજ માટે બસ તેના પાંદડાને તોડીને તેને ખાવાથી ઝેરનો નાશ થાય છે. અને ઝેર શરીરમાંથી બહાર નીકળો જાય છે.
ચામડીના રોગો: લાખાલુણી ચામડીના રોગો માટે ઉપયોગી છે. તે ચામડીના રોગોનો ઈલાજ એક મલમ પ્રકારે અને દવા કરતા પણ વહેલા ચામડીના રોગને મટાડી શકે છે. આ સિવાય સૌપ્રથમ ચામડી પર જ્યાં પર રોગ હોય તેને ગરમ પાણીથી ધોઈ લો. આ જગ્યા ધોઈ લીધા બાદ ત્યાં આ લાખાલુણીમાંથી રસ કાઢીને ત્યાં પર લગાવો. આવી રીતે ચામડી સુકાયા બાદ ત્યાં લાખાલુણીનો રસ લગાવવાથી ચામડીનું સંક્રમણ, બેક્ટેરિયા એલર્જી વગેરેમાં સુધારો કરીને રોગને ઠીક કરે છે.
હાડકા મજબુત કરે: હાડકા મજબુત કરવા માટે પણ લાખાલુણી ઉપયોગી છે. આ છોડમાં કેલ્શિયમ અને હાડકાને મજબૂતાઈ આપનારા તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેના લીધે તે હાડકાને મજબૂતાઈ આપી શકે છે. આ માટે દરરોજ લાખાલુણીના પાંદડા, તેમાં ગોળ અને દૂધ નાખીને તેનો ગુલકંદ બનાવીને સેવન કરવાથી શરીરના હાડકા મજબુત બને છે. તેમજ કોઈ ઈજા કે અકસ્માત થાય તો ભાંગતા નથી. આ સિવાય તે દાંતને પણ મજબુત કરે છે.
લોહી શુદ્ધ કરે અને લોહી વધારે: લાખાલુણી એક પ્રકારે ભાજી છે. માટે અ છોડમાં આયર્ન બધી જ વનસ્પતિ કરતા વધારે પ્રમાણમાં રહેલું છે. વધારે પ્રમાણમાં રહેલા આ લોહતત્વને કારણે તે શરીરમાં હિમોગ્લોબીન વધારે છે. જેના લીધે જલ્દી બીમારી આવતી નથી તેમજ તે એનીમિયા જેવી લોહીની ઉણપ ધરાવતી બીમારીને ઠીક કરે છે. લુણી વિટામીન અને મિનરલ્સનો ખજાનો છે. માટે તે લોહીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે.
લાખાલુણીનો ઉપયોગ કરવાની રીત: સૌપ્રથમ આપણે લાખાલુણી મુઠીયા બનાવતા શીખીશું. તેમાં સૌપ્રથમ 250 ગ્રામ લુણીની ભાજી, 1 કણકી કોરમાનો લોટ, 1 કપ બાજરીનો લોટ, અડધો કપ ઘઉંનો કરકરો લોટ, 1 ચમચી આદુ મરચાનો પેસ્ટ, 1 ચમચી દહીં, મીઠું, અડધી ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી ખાંડ, 2 થી 3 ચમચી વઘાર માટે તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી તલ કોથમીર અને ફુદીનો જરૂર મુજબ.
મુઠીયા બનાવવાની રીત: લાખાલુણીની ભાજીને સાફ કરી બરાબર ધોઈ લેવીં, હવે કે મોટા વાસણમાં ત્રણેય લોટ ભેગા કરી લેવા. હવે આ લોટમાં ભાજી ઉમેરી તેમાં આદું, મરચા અને લસણની પેસ્ટ લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરવા.
હવે તેમાં દહીં ઉમેરી ખાંડ ઉમેરવી અને જરૂર મુજબ પાણી લઈને તેનો લોટ બાંધવો. આ લોટના મુઠીયા વાળી લેવા અને તેને બાફી લેવા. બાદમાં તેને ઠંડા થવા દેવા. ત્યારબાદ તેને કાપી અને વઘાર કરી લેવો. જ્યારે ભાજી સાફ કરીએ ત્યારે તેમાં થોડો ફુદીનો આને કોથમીર પણ ઉમેરી દેવા જેથી સ્વાદિષ્ટ લાખાલુણીના મુઠીયા તૈયાર. આ મુઠીયા ઉપરોક્ત રોગોમાં લાભ કરે છે.
લાખાલુણીની ભાજીના ઢોકળા: લાખાલુણીના સ્વાદિષ્ટ ઢોકળા બને છે. તે પણ અનેક રોગમાં ફાયદો કરે છે. ઢોકળા બનાવવા માટે 500 ગ્રામ લાખાલુણીની ભાજી, 350 ગ્રામ ઢોકળાનો લોટ, ચપટી હિંગ, અડધી ચમચી હળદર, 150 ગ્રામ દહીં, 4 વાટેલા લીલા મરચા, 4 થી 5 ચમચા તેલ, પાણી અને વઘાર માટે 3 થી 4 મોટા ચમચા તેલ અને રાઈ લેવા.
લાખાલુણીના ઢોકળા બનાવવાની રીત: સૌપ્રથમ લાખાલુણીની ભાજીને બરાબર ધોઈને સાફ કરી લો. જેમાં 4 થી 5 વખત ધોવાથી તે બરાબર સાફ થઇ જશે. બાદમાં તેને જીણી જીણી સમારી લો. ભાજીમાં દહીં, હિંગ, તેલ, હળદર, મીઠું અને મરચા નાખીને 4 થી 7 મિનીટ સુધી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં લોટ ઉમેરો. પછી તેમાં થોડુ થોડું પાણી ઉમેરતા જાવ. તેનું લચકા જેવું ખીરું તૈયાર કરો. જો કે ખીરૂ પાતળું થઇ જાય તેનો ખ્યાલ રાખો.
આ ઢોકળાના કુકરમાં પાણી ગરમ કરો. પાણી ગરમ થાય એટલે ઢોકળા ઉતારવાની થાળીમાં તેલ લગાવી દો અને થોડું પાથરી દો. તેને કુકરમાં મૂકી 10 થી 15 મિનીટ થવા દો. આજ રીતે બીજા ખીરાની થાળીઓ ઉતારો. હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ નાખી તતડે એટલે તૈયાર કરેલા ઢોકળા વઘારી લો. આ રીતે થાય છે લાખાલુણીના ઢોકળા. આ ઢોકળા ખાવાથી લાખાલુણીના બધા જ ફાયદા મળે છે.
આમ, લાખાલુણીનો ભાજી, મુઠીયા, ઢોકળા, ચાટ, સલાડ, જ્યુસ અને તેને ચૂકવીને ચૂર્ણ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તેનાથી આયુર્વેદ પ્રમાણે મોટાભાગના રોગોને મટાડી શકાય છે તેમજ આવતા રોગોને અટકાવી પણ શકાય છે. આ લુણી બધા જ રોગો સામેની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. માટે અમે આ માહિતી તમે લુણીનો ઉપયોગ કરી શકો તે માટે રજૂ કરી છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.