આપણા રોજબરોજમાં અનેક શાકભાજીઓનો ઉપયોગ કરીએ છીએ. આ શાકભાજીઓમાંથી અમુક શાકભાજીઓ પોતાના ગુણ પ્રમાણે શરીરમાં અલગ અલગ ફાયદો કરે છે. આ બધી જ શાકભાજીઓ શરીરમાં અનેક રોગો સામે રક્ષણ આપવાના કોઈને કોઈ ગુણ ધરાવે છે. આ બધી જ શાક્ભાજીઓમાં શરીરમાં ઘણી એવી શાકભાજી ઉપયોગી હોય છે, જે રોગની દવા તરીકે પણ ઉપયોગી થાય છે.
આજે આપણે જાણીએ છીએ કે કોઈને કોઈ વ્યક્તિ અમુક પ્રકારના રોગથી પરેશાન રહેતો હોય છે. આ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય કે જેને કોઈ રોગ ન થયો હોય. વ્યક્તિને જીવન દરમિયાન કોઈને કોઈ રોગ આવ્યા જ કરે છે. આવી બીમારીઓમાં અમુક બીમારીઓ એવી હોય છે કે તે એકવાર થયા પછી શરીરમાંથી પીછો છોડતી નથી.
આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબીટીસ એક એવી બીમારી છે કે શરીરમાં લાગી ગયા બાદ આજીવન આ રોગને મટાડવા માટેની દવા લેવી પડતી હોય છે. જેનાથી વ્યક્તિને આર્થિક બોજ તરીકે આ ડાયાબીટીસ રહી જાય છે. જો કે આપણા આયુર્વેદમાં અમુક એવી ઔષધિઓ આપવામાં આવી છે કે જેના નિયમિત ઉપયોગથી આ ડાયાબીટીસને મટાડી શકાય છે.
આવી જ એક ભીંડો નામની શાકભાજી છે, કે જે ચીકણી શાકભાજી છે જે શરીરમાં જે લોકોને ડાયાબીટીસની સમસ્યા હોય તેમના માટે ખુબ જ ઉપયોગી થઇ શકે છે. તેમાં ફોલિક એસિડ, કેલ્શિયમ, વિટામીન બી અને સી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
આ ભીંડો ખુબ જ ચીકણો હોય છે જેથી તે ફાઈબર ધરાવે છે. આ ફાઈબર પાચન તંત્રમાં તો ઉપયોગી થાય જ છે. સાથે તે ડાયાબીટીસને ઘટાડવામાં પણ ઉપયોગી છે. આ ભીંડામાં રહેલા ગુણો ગ્લાઈકેમિક નિયંત્રણને પ્રોત્સાહન આપે છે અને પછી ઇન્સુલીન સેન્સીટીવીટીને સુધારવામાં ઉપયોગી છે. પેટમાં ભીંડાને લીધે ફાઈબર જવાથી શરીર પણ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને પાચન ઠીક થાય છે. જેથી શરીરમાં શુગરનું કંટ્રોલ પણ જળવાઈ રહે છે. આ ભીંડો જો ડાયાબીટીસને શરૂઆતનાં તબક્કામાં ખુબ જ ફાયદો કરી શકે છે.
જ્યારે ડાયાબીટીસની તકલીફ હોય તેવા સમયે ભીંડાનું પાણી ડાયાબીટીસના દર્દીઓ માટે બેસ્ટ છે. આ માટે સૌપ્રથમ 2 ભીંડા લઈને તેના ડીટીયા કાપી નાખવા, આ પછી તેને 1 ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દેવા. સવારે આ પાણીમાંથી ભીંડાનું પાણી કાઢીને આ પાણીને પી જવું. આ પાણી નિયમિત દરરોજ પીવાથી બ્લડ સુગર કન્ટ્રોલ કરવમાં મદદ મળે છે.
ઘણી વખત આ બધી જ તકલીફને લીધે શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. જે શરીરમાં અને ખાસ કરીને હ્રદયની નળીઓમાં બ્લોકેજ ઉભું કરે છે. આ બ્લોકેજને લીધે હ્રદયની કોઈને કોઈ તકલીફ થઇ શકે છે. જયારે ભીંડાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ભીંડામાં રહેલા ઔષધીય ગુણોને લીધે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે.
એન્ટીઓક્સીડેન્ટ ગુણો ખુબ જ સારી માત્રામાં હોવાથી તે તમારા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે સાથે તેમાં ફાઈબર હોવાથી પણ પાચન ઠીક થઈને યોગ્ય માત્રામાં ચરબી શરીરમાં વપરાય છે જેના પરિણામે કોલેસ્ટ્રોલ ઘટે છે. આ ભીંડાનું નિયમિત સેવન કરવાથી તણાવ ઓછો થાય છે. ભીંડામાં રહેલું પેકટીન નામનું તત્વ કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. ભીંડામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણો હોય છે કે ખુબ જ સારી રીતે કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
જયારે શરીરમાં વા કે ઘૂંટણનો દુખાવો હોય ત્યારે પણ ભીંડાથી ફાયદો મળે છે. ભીંડામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબુત બનાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. ભીંડામાં જે ચીકણો પદાર્થ રહેલો હોય છે તે પણ હાડકા માટે ખુબ જ ઉપયોગી થાય છે.
ભીંડામાં આંખ માટે ઉપયોગી એવું વિટામીન એ તત્વ મળી આવે છે, સાથે તેમાં બીટા કેરોટીન નામનું સૌથી મહત્વનું પોષક તત્વ મળી આવે છે અને આ બંને તત્વો આંખોની રોશની માટે ખુબ જ ઉપયોગી હોય છે. જેના લીધે આંખમાં આવતી મોતિયો અને બીજી ઘણી આંખોની બીમારીઓ દૂર રહે છે.
ભીંડા સુંદર અને ચમકદાર ચામડી માટે ઉપયોગી છે. ભીંડામાં વિટામીન એ અને સી, કેલ્શિયમ અને ફોલેટ હોય છે કે ચામડીનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે. આ જો તેનો ઉપયોગ કરવો હોય તો તમે ચામડીમાં ભીંડાની પેસ્ટ બનાવીને પણ તમે લગાવી શકો છો. જેને ચહેરા પર લગાવવાથી ચહેરો સુંદર પણ બને છે.
ભીંડામાં કેલ્શિયમ નામનું ખુબ જ અગત્યનું એક તત્વ આવેલું હોય છે. આ ભરપુર મેગ્નેશિયમ ભીંડામાં ભરપુર હોવાને લીધે તેનાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. આ મેગ્નેશિયમ શરીરમાં નસો તથા મસલ્સને મજબુત અને તંદુરસ્ત રાખે છે. આ ઉપરાંત વિટામીન બી અને વિટામીન એ ઓન હોય છે, સાથે તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ પણ ધરાવે છે. જેનાથી કોઈ વ્યક્તિ બ્લડપ્રેસરની બીમારીથી પીડાતું હોય તો તેવા વ્યક્તિઓ માટે ભીંડો ખુબ જ લાભદાયી છે. ભીંડા બ્લડપ્રેસરને કાબુમાં કરે છે.
જે લોકોને કબજીયાતની તકલીફ રહેતી હોય, તેવા લોકો જો ભીંડાનું પાણી પીશે અથવા ભીંડાની શાક ખાવાનું રાખશો તો તેમનાથી ફાયદો થશે. ભીંડામાં સારા પ્રમાણમાં કાર્બ્સ મળી આવે છે જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ભીંડામાં એન્ટી ઓબેસિટી ગુણ પણ હોય છે જે વધતા વજનને ઓછુ કરવામાં મદદ કરે છે. આ માટે જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેવા લોકોને ડાયેટમાં ભીંડાનો સમાવેશ કરવો જોઈએ.
આમ, ભીંડો શરીરમાં ખુબ જ ઉપયોગી તત્વો પુરા પાડે છે, જે ડાયાબીટીસથી માંડીને ઘણા બધા રોગોને દૂર કરવામાં ઉપયોગી છે. આ ભીંડામાં રહેલા ઔષધિય ગુણ હોય છે. જેના લીધે તે શરીરમાં થતી આવી તકલીફોને દૂર કરવામાં ઉપયોગી થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.