શું તમને વારંવાર સોજા ચડી જાય છે?, ધાધરનો પ્રશ્ન છે?, ખુબ ખંજવાળ આવે છે? તમારા ઢોરને વારંવાર જીવાત પડે છે?, જીવાત મરતી જ ન હોય?, આવા અનેક રોગ પર અમૃત જેવું કાર્ય વનસ્પતિ વિશે અમે આ આર્ટીકલમાં જણાવી રહ્યા છીએ.
આર્ટીકલ મા આ છોડ તમારા રોગ ઉપર કેવી રીતે કામ કરે છે. તેની સંપૂર્ણ માહિતી અમે આ આર્ટીકલમાં જણાવી રહ્યા છીએ. આ આર્ટીકલમાં અમે ખુબ જ સરળ તમને સમજાય એવી રીતે માહિતી આપી રહ્યા છીએ. આપણે ત્યાં આ વનસ્પતિ ખુબ જોવા મળે છે. તમે આ વનસ્પતિના ઉપયોગ જાણીને ખુબ જ ફાયદો મેળવી શકશો.
આ વનસ્પતિ છે, કીડામારી. જેને સંસ્કૃતમાં ધૂમ્રપત્રા કહે છે. આ વનસ્પતિના પાંદડા રાખોડી ધુમાડા કલરનાં જોવા મળે છે. જયારે મરાઠીમાં પણ કીડામાર કહે છે. આ વનસ્પતિનું લેટીન નામ aristolochia bracteolata તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ દેખાવમા આ છોડ ચોમાસામાં પુષ્કળ ઉગી નીકળે છે. આ છોડના પાંદડા ધુમાડા જેવા કાળાશ પડતા લાગે છે.
આ કીડામારના છોડ કીરંજી જેવા રંગના દેખાય છે. જેના લાંબી લાંબી દાંડી હોય છે. આ ફળના ડોડવા નાના બોર જેવડા હોય છે અને તેના ફળમાં ઉભા આંકા હોય છે. આં છોડનાં ફળમાંથી કાળા કલરના બીજ નીકળે છે. આ છોડના પાનનો રસ ઘણો ક કડવો અને તેમાંથી એકદમ ઉગ્ર વાસ આવતી હોય છે. આ છોડને તમે આવી રીતે ઓળખી શકો છો. ખાસ તો આ છોડ તેના ડોડવા પરથી ઓળખી શકાય છે. આ વનસ્પતિનો છોડ સાવ નાનો એવો ઘાસ જેવડો છોડ હોય છે.
આ વનસ્પતિનો છોડ ખુબ જ ઔષધીય છોડ છે અને તેનો ઉપયોગ અનેક રોગનાં ઈલાજમાં થાય છે. આર્યભીષક ગ્રંથ પ્રમાણે આ છોડ વિશે એવી માહિતી મળે છે કે જો નાના બાળકને કબજિયાત રહેતો હોય, ઝાડા સાફ ન આવતા હોય તો, આ કીડામારીના પાન લઈને આ પાનને ગરમ કરી લેવા. આ પાનને ગરમ કરીને આ પાન નાનું બાળક છે તેની નાભિ પાસે, આ પાન રાખી દેવા અથવા તો બાળકના પેડુમાં આ પાન બાંધી દેવા. આવું થોડાક દિવસ કરવાથી એકદમ કુદરતી રીતે ઝાડો સાફ આવવા લાગે છે.
તમારા ઢોરને ચાંદી પડી હોય, અને તેમાં જીવડા પડ્યા હોય, તમારે કોઈપણ પ્રકારની દવા ન કરવી હોય તો આ કીડામારીના પાંદડા લાવી રાખવા. આ પાંદડા લાવીને તેને છુંદી નાખવા. આ રીતે તેને ખારણીમાં નાંખીને ખાંડી નાખવા. જેની ચટણી બનાવીને જ્યાં જીવડા પડ્યા હોય ત્યાં માત્ર બે દિવસ આ પેસ્ટ મુકવી. આ ઉપાય કરવાથી ખુબ જ સારૂ પરિણામ આવે છે. આં ઉપાય કરવાથી બધા જ જીવડા મરી જાય છે. અને ધીરે ધીરે તેનો ઘાવ પણ રુઝાઈ જાય છે, આ માટે જ આ વનસ્પતિનું નામ કીડામારી નામ પડ્યું છે.
તમને હાથ, પગમાં કે શરીરનાં કોઈ અંગોમાં સોજા આવી ગયા હોય તો, આ કીડામારીનાં પાનનો રસ લેવો. આ પાનનો રસ કાઢી લેવો. અને તમારે ત્યાં પર જેવી રીતે તેલની માલીશ કરીએ તેવી રીતે આ આં પાનની માલીશ કરવી, જેના લીધે સોજા ચડતા હોય તે સોજા ઉતરી જાય છે.
જો તમને ધાધર, ખંજવાળ અને ખરજવું વગેરે થયા હોય તો તેવા લોકોએ આ કીડામારીના પાન લેવા. આ પાન લઈને તેનો એકદમ સરસ મજાનો રસ કાઢી લેવો. આ રસ એકદમ કડવો અને તેમાંથી એકદમ ઉગ્ર વાસ આવે છે. આ રસ તમારે ખસ, ધાધર, ખરજવું થયું હોય, આ જગ્યા પર તમારે સવારે સ્નાન કરીને આ રસ લગાવી દેવો. આ રીતે આ રસનો પ્રયોગ સવારે અને સાંજે એમ બે વખત કરવો. આ રીતે બે ટાઈમ થોડા દિવસ પ્રયોગ કરશો તો ધાધર ઉપર ખુબ જ સારું પરિણામ આપે છે.
આમ, આ કીડામારી ખુબ જ ઉપયોગી છે. જેનો આ રીતે ઉપયોગ કરવાથી ઉપરોક્ત રોગોમાં ખુબ જ ફાયદો આપે છે. આ છોડનો ઔષધી તરીકે બાહ્ય ઉપયોગ કરવાથી આ રીતે ખુબ જ ઉપયોગી થાય છે. અમે આશા રાખીએ કે આ કીડામારી વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.