આપણા આરોગ્યમાં દવા કરતા પણ વધારે અસર દેશી ઓસડીયા કરે છે. જે ખતરનાક રોગોને પણ જડમૂળમાંથી નાબુદ કરવાની ક્ષમતા ધરાવે છે. આવી વનસ્પતિઓ આપણી આજુબાજુમાં ઘાસ સ્વરૂપે કે આપણા રસોડામાં મસાલા સ્વરૂપે હોય છે. પરંતુ આપણે તેનો ઉપયોગ વિશે જાણતા નથી. અહિયાં અમે આવી જ એક ઔષધી અજમા વિશે જણાવીશું.
પ્રાકૃતિક રીતે મળી રહેતી આ જડીબુટ્ટીઓ આપણે ખાસ કરીને મસાલા તરીકે કરીએ છીએ. જેનો ઉપયોગ પકવાનો બનાવવામાં થાય છે. અજમો એક ઘરગથ્થુ ઔષધ તરીકે જાણીતો છે. આપણે ખુબ જ જુના સમયથી અજમાનો ઉપયોગ કરીએ છીએ. અજમાનો ઉપયોગ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે.
અજમાને અંગ્રેજીમાં Ajwain Seeds કહેવામાં આવે છે. જેનું વાનસ્પતિક નામ ટ્રકીસ્પર્મમ એમ્મી(Trachyspermum Ammi) છે. અજમામાં અબાષ્પ્શીલ તેલ, ક્યુમીન, કૈમફીન, ડાઈપેન્ટીન, મીરસીન, ફીનોલ, લિનોલિક, ઓલિક, પોમેટિક, નીકોટેનીક અમ્લ, રાઈબોફ્લેવીન, બીટા પાઈનીન અને થાઈનીન જેવા તત્વો મળી આવે છે. અજમાના ફળમાં થાયમોલ અને તેલમાં સાઈમીન મળી આવે છે.
અજમામાં ફાઈટોકેમિકલ જેવા કાર્બોહાઈડ્રેટ, ગ્લાઈકોસાઈડસ, સેપોનિન્સ ફીનોલીક કમ્પાઉન્ડ હોય છે, આ સાથે અજમામાં પ્રોટીન, ફેટ, ફાઈબર, મિનરલ્સ જેવા કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન તેમજ નિકોટીનીક એસીડ વગેરે મળી આવે છે.
દાંતના રોગ અજમામાં આવેલા થાયમોલને લીધે જે એન્ટીબેકટેરીયલ ગુણ હોય છે, જે દાંતના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. જે મોઢું અને દાંત બંનેને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. અજમામાં રહેલા એન્ટી કેરોજોનીક ગુણના કારણે દાંતની જગ્યામાં જે બેક્ટેરિયા વિકાસ પામે છે તે બેકટેરિયાનો નાશ કરે છે.
ઘરેલું ઈલાજમાં એસીડીટી, પેટમાં બળવું વગેરેમાં અજમાનો ઉપયોગ થાય છે. એક ગ્રામ જેટલું અજમા અને બદામ લઈને ખુબ જ ચાવીને ખાવાથી પેટમાં ફાયદો થાય છે. પેટ સંબંધી સમસ્યામાં પાણી સાથે 1 ગ્રામ અજમા લઈને તેનું સેવન કરવાથી પેટનો રોગ મટે છે.
અજમા સ્વાદ માટે ઉપયોગી સાથે અજમાને ગરમ કરીને શેકીને તેમાં તેના માપ જેટલું જ સિંધવ મીઠું નાખીને બરાબર પીંસીને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી કોઠાનો વાયુ દુર થાય છે. પેટની તમામ પ્રકારની બીમારીઓને દુર કરવા માટે અજમાનો ઉપયોગ કરવામ આવે છે.
અજમો પેટની પીડા મટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. પેટની ચૂંક પીડ વગેરે સમસ્યામાં અજમો અને મીઠાની ફાકી લેવાતી આ રોગ મટે છે. અજમાનો અર્ક ચૂંક મટાડવા માટે ઉપયોગી છે. અજમાને ગરમ કરીને પાણી સાથે લેવાથી અજીર્ણ પેટની ચૂક મટે છે.
અજમા, સિંધવ મીઠું, કાળા મરી અને જવખાર લઈને તેને પપૈયા દુધમાં લઈને વાટી લેવા. આ પછી તેમાં લીંબુ પાણી નાખીને તડકામાં સુકવી દેવા. આ મસાલો ક્યારેક ક્યારેક હલાવતા રહેવો. આ મિશ્રણ સુકાઈ જાય ત્યારે દવા બની જશે. આ દવાનું સેવન કરવાથી પાચનશક્તિ ઠીક થાય છે. તેના લીધે અપચો મટે છે. આમાશય સંબંધી સમસ્યા ઠીક થાય છે, વારંવાર ઝાડાની તકલીફ દુર થાય છે.
અજમાને લેવાથી પાચન શક્તિ મજબુત બને છે, જેના પરિણામે બધા જ રોગો મટે છે. જયારે પીધેલું દૂધ બરાબર ન પચતું હોય ત્યારે અજમાનું સેવન કરવાથી જલ્દી પચી જાય છે. ભારે મીઠાઈ ખાવાથી પેટમાં જો ન પચે ત્યારે અજમાનું સેવન કરવામાં આવે તો તે ભોજન પચી જાય છે.
અજમાને ગૌમૂત્રમાં પલાળીને સાત દિવસ છાયડે સુકવી રાખ્યા બાદ સેવન કરવાથી પેટનો ગેસ, વાયુ, ગોળો વગેરે મટે છે. આ સિવાય આ ગૌમૂત્ર મિશ્રણ પીવાથી જળોદર, ખાટા ઓડકાર, પેટમાં દુખાવો, પેટમાં ગરબડી, ડમડમો વગેરે મટે છે. અજમામાં હિંગ ભેળવીને તેનો લેપ બનાવીને પેટ પર લગાવવાથી પેટ ફૂલવું, ગેસ મટે છે.
આ અજમાને પતાસામાં નાખીને ૩ થી 4 ટીપા અજમાના પાંદડાના તેના પર પાડીને ગરમ કર્યા બાદ ખાવાથી ઉલ્ટી અને ઝાડા મટે છે. અજમા અને મીઠાનું તાજા પાણી સાથે સેવન કરવામાં આવે તો ઝાડાની સમસ્યા મટે છે.
અજમા, સિંધવ મીઠું, હરડે અને સૂંઠ લઈને તેનું સેવન કરવાથી પેટનો દુખાવો મટે છે. પેટમાં મરોડ આવી હોય તો અજમાના પાંદડાના ખાવાથી મરોડ મટે છે. પેટફૂલી જાય, દુખાવો થાય, ગોળો બને ત્યારે અજમા, હરડે, અને ઘીમાં શેકેલી હિંગનું મીઠા સાથે ચૂર્ણ બનાવીને પાણી સાથે લેવાથી મટે છે.
અજમા અને ગોળનું સેવન માસિક ધર્મ ભોગવી રહેલી સ્ત્રીઓ કરવાથી માસિકમાં રુકાવટ આવે છે. અજમા અને ગોળને ગરમ કરીને સેવન કરવાથી ગર્ભાશયની ગરમી સાફ થઈ જાય છે. આ સિવાય અજમાના ચૂર્ણનું ગરમ દુધમાં સેવન કરવામાં આવે તો માસિક ધર્મમાં ફાયદો થાય છે.
અજમાને મલમલના કપડામાં બાંધીને પોટલી બનાવીને ગરમ કર્યા બાદ સુંધવાથી શરદી અને કફ મટે છે. અજમાનો ઉકાળો બનાવીને ગરમ પાણી કે દૂધ સાથે સેવન કરવામાં આવે તો શરદી, દૂધરસ, કફ અને માથાનો દુખાવો મટે છે.
અજમા, જેઠીમધ, ચિત્રક મૂળનો ઉકાળો બનાવીને પીવાથી ઉધરસ મટે છે. અજમા તથા અડધી નાની પીપરનો ઉકાળો બનાવીને પીવાથી તાવ અને ઉધરસઠીક થાય છે. જૂની ઉધરસ હોય તો તેમાં અજમાનો ઉકાળો પીવાથી મટે છે અને કફ બહાર નીકળે છે. ફુદીનાનો રસ સાથે અજમા લોને તેમાં દેશી કપૂર નાખીને તેને પીવાથી શરદી, કફ, માથાનો દુખાવો મટાડે છે.
કરમિયામાં અજમાના ચૂર્ણનું છાશ સાથે સેવન કરવાથી આંતરડામાં રહેલા કરમિયા મટે છે. અજમાના ચૂર્ણમાં કાળું મીઠું સવારે સેવન કરવાથી અપચો, ગઠીયો, પેટના કરમિયાને લીધે થનારી બીમારી પેટ ફૂલવું, પાચન તંત્ર કમજોરી, એસીડીટી વગેરે ઠીક થાય છે.
કપડામાં રાખીને બાળકોને ચટાડવાથી પેટના દર્દ તરત જ ઠીક થઇ જાય છે. બાળકોને અજમા ખવરાવાવથી રાત્રે પથારીમાં પેશાબ કરવાની સમસ્યા મટી જાય છે. અજમા, કાળુંમીઠું અને ગરમ પાણી સાથે બાળકોને આપવાથી બાળકની પેટમાં કરમિયાની સમસ્યા મટે છે.
અડધા કપ અજમાનો રસ પાણીમાં મિક્સ કરીને સાંજે જમ્યા પછી લેવાથી અસ્થમા ઠીક થાય છે. ખાંસીની સમસ્યા રસમાં સંચળ મિક્સ ગરમ પાણી સાથે લેવાથી ખાંસી મટે છે.
અજમા અને તલનું તેલ લઈને તેમાં અજમા પકાવીને ગાળ્યા બાદ તેને ઠંડું કર્યા બાદ તેના ટીપા કાનમાં પાડવાથી કાનનો દુખાવો મટે છે. પ્રસુતિ બાદ ઘણી મહિલાઓને ભૂખ ન લાગવાની સમસ્યા તેમજ ગર્ભાશયના વિકારો અજમાના સેવનથી મટે છે. અજમાના લાડુ કે અજમાનું ચૂર્ણ બનાવીને ખાવાથી ઘણા રોગો મટે છે.
3 ગ્રામ અજમા અને 10 તલના તેલ સાથે સેવન કરવાથી અને આ સેવન દિવસમાં ત્રણ વખત કરવાથી ડાયાબિટીસ કાબુમાં રહે છે. પાણીમાં અજમા વાટીને તેનો લેપ દર્દ પર કરવાથી દુખાવો મટે છે. અજમાને આગમાં નાખીને તેના ધૂમાડાનો શેક લેવાથી શરીરમાં થતો દુખાવો મટે છે.
3 ગ્રામ અજમામાં 10 મિલી સફેદ ડુંગળીનો રસ તથા 10 ગ્રામ સાકર સાથે ભેળવીને દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી 21 દિવસમાં નપુસંકતા, શીઘ્રપતન, શુક્રાણુની ઉણપ જેવા રોગો મટે છે. અજમાનો ઘટ્ટ લેપ બનાવીને ધાધર, ખંજવાળ વગેરે પર લગાવવાથી ઘાવમાં લાભ થાય છે. અજમાને ઉકળતા પાણીમાં નાખીને તે ગરમ થઇ જાય ત્યારે ઠંડું કરીને ધાધર, ફૂન્સી, ભીની ખંજવાળ વગેરે પર લગાવાથી ચામડીના રોગ મટે છે.
અજમા અને ગોળ સરખા વજને લઈને તેને ખાંડીને સારી રીતે મિક્સ કરીને તેનેઈ નાની નાની 1 ગ્રામની ગોળીઓ બનાવીને સવારે અને સાંજે આ ગોળીઓનું સેવન કરવાથી શરીરમાં નીકળેલા શીળસ મટે છે.
અજમાને ગરમ પાણી સાથે લેવાથી પેશાબની સમસ્યા ઠીક થાય છે. અજમાને પાણીમાં પલાળીને ગાળીને પીવાથી તાવ ઉતરી જાય છે. ટાઢિયો તાવ વખતે અજમા ખાવાથી તાવ ઉતરે છે. તાવમાં વધારે પરસેવો આવતો હોય તો અજમાને શેકીને તેનું ચૂર્ણ બનાવીને લેવાથી તાવ ઉતરે છે.
મેલેરિયા તાવમાં અજમાને પાણીમાં પલાળીને રાત્રે મુક્યા બાદ સવારે તેને ગાળીને તેમાં થોડુંક મીઠું નાખીને પીવથી મેલેરિયા મટી જાય છે. અજમાને દિવસમાં ચાવવાથી દારૂ પીવાથી આદત છૂટી જાય છે. પાણીમાં અજમાને ઉકાળીને છાળીને તેનો કપ કપ દરરોજ પીવાથી દારૂની આદત છૂટી જાય છે.
અજમા, કપૂર અને ફુદીનાના રસને થોડા દિવસમાં સુધી સુકવી દીધા બાદ તે દવા બને છે જેનું કોલેરામાં સેવન કરવાથી કોલેરા મટી જાય છે. ઈજા વખતે અજમાને પોટલીમાં બાંધીને તેને દર્દ વાળા સ્થાન પર બાંધવાથી ઈજા મટે છે, અને આરામ મળે છે અને ધીરે ધીરે આ ઈલાજથી ઈજા ઠીક થાય છે.
અજમાના તેલના થોડા ટીપાને સાકરમાં ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી ગોનોરિયા મટે છે. 10 ગ્રામ ગોળમાં અજમાને વાટીને તેને કાંટો વાગ્યો હોય તે સ્થાન પર બાંધવાથી કાંટો સરળતાથી નીકળી જાય છે. અજમા અને સિંધવ લેવાથી હરસમાં ફાયદો થાય છે.
અજમાનું ચૂર્ણ કીડનીની બીમારીમાં લેવાથી રાહત મળે છે, મધમાખી અને ભમરી કે વીંછી કરડે ત્યારે અજમા, કપૂર ના ફુદીનાના રસને 17 દિવસ સુધી કાચની શીશીમાં સુકવીને રાખ્યા બાદ તે દવાને લગાવવાથી ઝેર ઉતરે છે અને દર્દ ઠીક થાય છે.
અજમા, ફટકડી, દહીં વગેરેને સરખી રીતે મિક્સ કરીને તેને માથામાં લગાવવાથી માથામાંથી લૂ અને લીખોનો નાશ થાય છે. માથાનો ખોડો મટે છે. તેમજ માથામાં રહેલી ઊંદરી અને માથામાં પરસેવો કે ખંજવાળ આવવાની સમસ્યા દુર થાય છે.
આમ, આ રીતે અજમા આયુર્વેદમાં અનેક રોગો અને સમસ્યાના ઈલાજ તરીકે વપરાય છે. અજમા અનેક ગુણો અને ખનીજો તેમજ તત્વોથી ભરપુર હોવાથી તેનો દવા બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. તેમાં આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે માત્ર અજમાનો એક મસાલા તરીકે નહી પરંતુ ઔષધી તરીકે ઉપયોગ કરી શકો અને અનેક રોગોમાંથી મુક્તિ મેળવી શકો.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.