આપણે ત્યાં અલગ અલગ પ્રદેશમાં મીઠાનું ઉત્પાદન થાય છે. મીઠાથી જેમાં અમુક પ્રદેશનું ખાસ પ્રકારનું મીઠું ઔષધી તરીકે ઓળખાય છે. જેમાં સિંધાલુ મીઠું, સંચળ વગેરે ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં છે. અમે આ લેખમાં સંચળ કે જેને હિન્દીમાં કાળા નમક તરીકે ઓળખવામાં આવે છે. જેની ઉપયોગિતા અને ઔષધીય ફાયદાઓ વિશે જણાવીશું.
સંચળનો સવારમાં ઉઠીને એક ગ્લાસ પાણીમાં બે ચપટી મેળવણ કરીને પીવાથી શરીરમાં ખુબ જ લાભ થાય છે. સંચળ સાદીખાર અને સિંધવ મીઠું એ બંનેના મેળવણથી તૈયાર કરવામાં આવે છે. આપણા દેશમાં પ્રાચીન સમયથી સંચળનો ખુબ જ મોટો વપરાશ છે. સાદીખાર એ પંજાબના વિવિધ ભાગોમાંથી ખોદીને કાઢવામાં આવે છે. એજ રીતે સિંધાલુ હિમાચલ પ્રદેશમાંથી પણ ખોદીને કાઢવામાં આવે છે. જ્યારે અમુક અંશે વિદેશમાંથી પણ આયાત કરવામાં આવે છે.
આ બંને ઔષધીય દ્રવ્યો છે. આ ઔષધીય દ્રવ્યોમાંથી આ લેખમાં આપણે સંચળ વિશે જાણીશું. તેની મુખ્યત્વે ઉપયોગીતા એ છે કે તે રેચક છે. તે બધા જ પ્રકારના સ્થિતિઓનું પાચન કરનારું છે. ઉપરાંત તે ઉષ્ણ છે. તે અમ્લપિત્તને શાંત કરનારું છે. તે ઉધ્વવાયુને પણ શાંત કરે છે. તે પેટમાં આફરો ચડ્યો હોય, પેટમાં વાયુ વધી ગયો હોય, ખાટા ઓડકાર આવતા હોય, જેને આપણે ડકાર કહીએ છીએ.
સંચળ આ બધા રોગને ત્વરિત શાંત કરી અને શરીરના પેટના આંતરડાની અને હોજરીને શુદ્ધ કરનાર છે. આ સંચળનો ઉપયોગ કરવા માટે સંચળ પાવડર લઈને સવારમાં એક ગ્લાસ પાણી ગરમ કરવું. તેમાં બે ચપટી ભરીને સંચળ નાખી દેવું. તેમાં થોડુક લીંબુનું જળ ઉમેરવાનું અને તેને હલાવીને મિક્સ કરીને એક ગ્લાસ પાણી પી જવું.
આ પાણી પીવાથી શરીરની આંતરિક ક્રિયાઓ ખુબ જ રીતે સાફ થઈ જશે. શરીરમાં આંતરડા પણ સાફ થઈ જશે અને શરીરની નિરોગીતામાં પણ ફાયદો થશે. હ્રદય રોગના દર્દીને ખાસ કરીને મીઠું ખાવાની સલાહ આપવામાં આવતી નથી. પરંતુ આયુર્વેદના મત અનુસાર સંચળ એક ઔષધી દ્રવ્ય હોવાથી વેધ કે ડોક્ટરની સલાહ લઈને હાર્ટએટેકના દર્દીઓ પણ તેની થોડી માત્રામાં સેવન કરી શકે છે.
આ સંચળ જમ્યા બાદ આફરાની સમસ્યા રહેતી હોય, અરુચિ થઈ હોય, ક્યાય ગમતું ન હોય, પેટ ભારેભારે લાગતું હોય, ખોટા ઓડકાર આવતા હોય, ત્યારે ઉપરોક્ત જણાવ્યા અનુસાર બે ચપટી સંચળ ગ્લાસ પાણીમાં નાખીને પી જવાથી ખુબ જ ફાયદો થાય છે. સચોટતાથી ઈલાજ થાય છે. બીજી કોઈ દવા લેવાની જરૂરિયાત રહેતી નથી.
આ સંચળ આપણા શરીર અને રોગને મટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. પેટ જ સર્વ રોગનું મૂળ છે. પેટમાં રહેલી હોજરી રોગને શાંત કરે છે અને રોગને ઉદીપ્ત પણ કરે છે. માટે હોજરી અને આંતરડું વગેરેને સંચળ જેવા દ્રવ્યોથી શુદ્ધ રાખવામાં આવે તો ઘણા બધા રોગોથી બચી શકાય છે.
સંચળથી મળશુદ્ધિ પણ થાય છે. જેનાથી કબજિયાત જેવા રોગો મટે છે. કબજિયાત પેટનો રોગ છે. જેને બાદી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મળ બહાર આવી શકતું નથી, જેના પરિણામે આંતરડામાં કચરો ભરાઈ રહે છે અને જેના લીધે ઘણા બધા રોગ ઉદ્ભવે છે. કબજિયાત રોગ જ મોટા ભાગના રોગનું મૂળ છે.
છાતીમાં બળતરાથી રાહત માટે સંચળ ખુબ જ ઉપયોગી છે. ખાસ કરીને સંચળમાં આયર્નની માત્રા ભરપુર હોય છે, જે છાતીમાં બળતરાથી રાહત અપાવવામાં કામ કરે છે. માટે જે લોકોને છાતીમાં બળતરા થતી હોયતે લોકો સંચળનું સેવન કરીને ફાયદો મેળવી શકે છે.
સંચળ ખાવાથી ડાયાબીટીસના દર્દીઓને પણ ખુબ જ ફાયદો થાય છે. ડાયાબિટીસને ઓછી માત્રામાં મીઠું અને ઓછી માત્રામાં મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં સંચળનો સારી રીતે ઉપયોગ કરી શકાય છે. કારણ કે અન્ય મીઠાની સરખામણીએ આ સંચળમાં ઓછી માત્રામાં સોડીયમ હોય છે.
વજન ઘટાડવા માટે પણ સંચળ ખુબ જ ઉપયોગી છે. દરરોજ સામાન્ય મીઠાની જગ્યાએ સંચળ મીઠું ઉપયોગ કરવામાં આવે તો વજનમાં ઝડપથી ઘટાડો થાય છે. આહારમાં વધારે માત્રામાં સોડીયમ લેવાથી વજન વધે છે તેવું જાણવા મળે છે. જયારે સંચળમાં એન્ટી ઓબેસિટી ગુણ મળી આવે છે. જે વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે.
બ્લડપ્રેસર માટે પણ સંચળ ઉપયોગી છે, આહારમાં વધારે માત્રામાં સોડિયમનો ઉપયોગ કરવાથી બ્લડપ્રેસર વધે છે. એવામાં સામાન્ય મીઠાની જગ્યાએ ઓછી માત્રામાં સંચળનું સેવન કરવાથી આ સમસ્યાથી દુર રાખે છે, કારણ કે સંચળમાં ઘણી માત્રામાં મિનરલ્સ હોય છે. સંચળમાં ખુબ જ ઓછી માત્રામાં સોડીયમ ક્લોરાઈડ હોવાથી બ્લડપ્રેસર કાબુમાં રહે છે.
સંચળનો ફાયદો વાળમાં પણ થાય છે. સંચળમાં કલીજિંગ અને એક્સફોલીએટીંગ ગુણ હોય છે, જે વાળ અને તેના મૂળને સાફ કરવાનું કાર્ય કરે છે. મીઠા યુક્ત પાણીથી વાળ ધોવાથી વાળની કંડીશનિંગ થાય છે.
સંચળનો ફાયદો ચામડીમાં પણ થાય છે. તે એક કુદરતી મિનરલ્સથી ભરપુર છે, જેના કારણે તે સ્ક્રબ અને સ્પાની જેમ ઉપયોગ કરવાથી મૃત કોશિકાઓને હટાવવામાં મદદ મળી શકે છે. સંચળ ચામડીની કુદરતી બનાવટને સુરક્ષિત રાખીને ચમક આપે છે. તે ચામડીની કોશિકાઓને પુન: જીવિત કરવાનું કાર્ય કરે છે. તેમાં ક્લીજીંગ પ્રોપર્ટીઝ પણ હોય છે, જે ચામડીની ગંદકીને સાફ કરવાનું કાર્ય કરે છે.
સાંધાનો દુખાવો અને દર્દમાં રાહત આપવાનું કાર્ય પણ આ સંચળ કરે છે. માંસપેશીઓનું દર્દ અને સાંધાનો દુખાવાથી તે મીઠું આરામ આપે છે. તમને એક કપડામાં 1 કપ સંચળ નાખીને તેને બાંધીને એક પોટલી બનાવી લેવી. આ પછી તેને એક વાસણમાં ગરમ કરીને અને તેનાથી સાંધાનો શેક કરવો. તેને ફરી વખત કરી અને દિવસમાં બે વખત શેક કરી શકાય છે.
સંચળ ખાવાથી લોહી પાતળું થાય છે. જેનાથી આખા શરીરમાં આરામ મળે છે. એવામાં હાઈ કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેસર ઠીક થઈ જાય છે. હાઈ બીપીની સમસ્યામાં મીઠાની જગ્યાએ સંચળનો ઉપયોગ કરી શકાય છે.
અનિંદ્રાની સમસ્યા દુર કરવામાં સંચળ ઉપયોગી છે. સંચળમાં આવેલા ખનિજ આપણી તંત્રિકા તંત્રને શાંત કરે છે. મીઠું, કાર્ટીસોલ અને એડ્રનલાઈન, જેવા બે ખતરનાક સ્ટ્રેસ હોર્મોન્સને ઓછું કરે છે. એટલા માટે તેનાથી રાત્રે ઊંઘ લાવવામાં મદદ મળે છે.
ખોડાની સમસ્યાથી મુક્તિ અપાવે છે. તો તમને ખોડાની અને વાળ ખરવાની સમસ્યા હોય તો સંચળ અને ટમેટાનું જ્યુસ અઠવાડિયામાં એક દિવસ માથા પર લગાવો. તે ખોડાને દુર કરશે અને વાળની ગ્રોથ પણ વધારશે.
સંચાલમાં ખનીજ હોય છે અને જેના કારણે તે એન્ટીબેક્ટેરીયલનું કામ પ કરે છે. જેના કારણે શરીરમાં મૌજુદ ખતરનાક બેક્ટેરિયાનો નાશ થાય છે. સંચળમાં આવેલું ક્રોમિયમ ચહેરા પરના ડાઘ સાથે લડે છે અને સલ્ફર ચામડીને સાફ કરે છે અને કોમળ બનાવે છે. આ સિવાય સંચળ વાળું પાણી પીવાથી એક્ઝીમાં અને રેશની સમસ્યાને દુર કરે છે.
નાક અને ગળામાં પડેલી ખરાશને કારણે શ્વાસ લેવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે. આ માટે સંચળનો ઉપયોગ કરવો જોઈએ. સંચળ શ્વસન સંબંધી વિકારોમાં લાભકારી માનવામાં આવે છે. સાઈનસ, એલેર્જી કે અસ્થમા વાળા લોકો માટે તે ખુબ જ ઉપયોગી છે. આ માટે શ્વાસ લેવાના મશીનમાં સંચળ નાખો અને તેનાથી દિવસમાં બે વખત શ્વાસ લો.
શરીરમાં સંચળનો લગભગ ચોથો હિસ્સો હાડકામાં જમા થઈ જાય છે, કારણ કે તેમાં કેલ્શિયમ સિવાય, હાડકાને તાકાત આપવા માટે મીઠું ખુબ જ જરૂરી છે. આસ્ટીયોપોરોસિસ એક વિકાર છે જેમાં આપણા હાડકામાં સોડીયમની ઉણપ આવે છે, જેનાથી હાડકાની તાકાત ઓછી થઈ જાય છે. આ સમસ્યાને સંચળ દ્વારા એક ચપટી સાથે વધારે પાણીના સેવનથી રોકી શકાય છે.
સંચળ ઘણા પ્રકારના ડીપ્રેશનના ઉપચારમાં લાભકારી થઇ શકે છે. તે બે હોર્મોન, મેલેટોનીન અને સેરોટોનીનને સંરક્ષિત કરવામાં મદદ કરે છે, જે સારી ઊંઘ લાવવા માટે તે ખુબ જ જરૂરી છે. ખાવામાં સંચળનો પ્રયોગ તમારા શરીરને ગરમીની ઋતુમાં ઠંડક આપી શકે છે. ખાસ કરીને સંચળ હિમાચલ પ્રદેશ કે હિમાલય પર્વત માંથી પ્રાપ્ત કરવામાં આવે છે અને આ મીઠાની તાસીર ઠંડી હોય છે. માટે તેને ભોજનમાં સામેલ કરવાથી તેનાથી શરીરમાં ઠંડક પહોંચે છે.
આમ, સંચળ આયુર્વેદની દ્રષ્ટીએ ખુબ જ ઉપયોગી છે. અને શરીરમાં ઘણા બધા ફાયદાઓ કરે છે. સંચળનો ઉપયોગ કરવાથી પેટની તકલીફો સાથે અનેક ફાયદાઓ મેળવી શકાય છે. અમે આશા રાખી કે આ સંચળના ફાયદાઓ વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.