આપણે હાથલા થોરને ફાફડિયો થોર પણ કહીએ છીએ. આ ફાફ્ડીયા થોરને હિન્દીમાં નાગફણી પણ કહેવામાં આવે છે. આ છોડને હથેળી જેવા પાંદડા હોય છે. જેથી તેને હાથલો થોર કહેવાય છે. જયારે બંને બાજુએ પાંદડા ફાફડા જેવા હોવાથી અમુક વિસ્તારમાં ફાફડિયો થોર કહે છે. જયારે જે દેખાવમાં સાપની ફેણ જેવા હોય તેથી નાગફણી પણ કહે છે.
આ છોડનું વાનસ્પતિક નામ ઓપ્યુન્સા ફિકસ ઈન્ડીકા (Opuntia ficus indica) છે. આ છોડ ગુજરાત સહીત ભારતના અનેક વિસ્તારમાં જોવા મળે છે. તે ખાસ કરીને રણ પ્રદેશમાં પણ ઉગે છે. જેને પાણીની જરૂરિયાત નહીવત પ્રમાણમાં હોય છે. તેમજ તેને પાંદડા પર અણીદાર કાંટા આવે છે. તેમજ તેને ફૂલ પણ પાંદડા પર જ આવે છે. જેને ફીંડલા કહેવામાં આવે છે. આ ફીંડલા આરોગ્યની ખુબ જ ઉપયોગી છે. જે શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે. જેને ફીંડલાને ઘણા લોકો ડીંડલા પણ કહે છે.
આ ફળ ખુબ જ લાલ કલરના હોય છે તેમજ ખાવામાં પણ સ્વાદીષ્ટ હોય છે. આ ફીંડલાનું જ્યુસ બનાવીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે. ફીંડલાનું જ્યુસ પીવાથી હિમોગ્લોબીન અને લોહી વધારે છે. કેલ્શિયમ વધારે છે.
લોહીના શુદ્ધિકરણ માટે અતિ ઉપયોગી છે. થેલેસેમીયા દર્દીને લોહી વધારવાનો સમયગાળો વધારે છે, શારીરિક નબળાઈ દુર કરે છે, તે મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે, લીવરની તકલીફ માટે ઉપયોગી છે, પાચન તંત્રને મજબુત બનાવવા માટે ઉપયોગી છે, ચામડીની તકલીફને થતા રોગો માટે ઉપયોગી છે, સાંધાનો ઘસારો દુર કરે છે, એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં કચરો બહાર કાઢે છે. હાડકા મજબુત બને છે, તે દમ અને અસ્થમાની તકલીફ દુર કરવા માટે ઉપયોગી છે.
આ સમસ્યાનો ઈલાજ થઇ શકે માટે અમે અહિયાં આ ફીંડનું જ્યુસ કેવી રીતે રીતે બનાવવું તે જણાવીએ. ફીંડલાનું જ્યુસ બનાવવા માટે સૌપ્રથમ તમારે યોગ્ય સીઝનમાં આ હાથલા થોર એટલે કે ફાફ્ડીયા થોરના છોડ શોધવાના પડશે. આ છોડ ખાસ કરીને વાડમાં કે ખેતરના શેઢા પર તેમજ જંગલ વિસ્તારમાં તમને મળી રહેશે.
ત્યાં પર જતા તેને પાંદડા પર ઉપર ફૂલેલા અને માટલાની જેમ ઢાંકણ ચડાવેલું હોય તેવા પીળા રંગની ડીશ જેવું હશે તેમજ તે જાંબુ જેવા લાલ કલરના ફૂલ હશે. જેને ત્યાંથી લાવીને તેમાંથી જ્યુસ બનાવી શકાય છે.
ફીંડલાનું જ્યુસ બનાવવાની રીત:
સૌપ્રથમ 250 ફીંડલા, 2 ચમચી ખાંડ કે સાકર, ચમચીના ચોથા ભાગનું સંચળ અને પાણી તેમજ જરૂરી વાસણ એકઠું કરવું. આ બાદ ફીન્ડલાને ચીપિયા વડે ચુલા પર શેકવા. એવી રીતે શેકવા કે તેની બધી જ બાજુ શેકાય જાય. આ ફીન્ડલા પર શેકતી વખતે સમ્પૂર્ણ કાંટા બળી જવા જોઈએ.
આ રીતે શેકાઈ જવાથી છોલતી વખતે તેની છાલો પરની લાળ આપણને વાગે નહિ. આ પછી થોડું ઠરે એટલે તેના પરથી છાલ ઉખાડી લેવી. આ છાલ સાવ હળવી હશે અને પાતળી હશે જેથી જલ્દી ઉખડી જશે. આ પછી તેમાં 1 કપ પાણી નાખો અને ચમચીના ચોથા ભાગની સાકર નાખો. હલાવ્યા બાદ તેમાં સંચળ નાખો અને તેને મિક્સરમાં નાખીને મિક્સ કરી લો.
આ બરાબર મિક્સ થયા બાદ તેને બહાર કાઢીને ગાળી લેવું. જેથી જે શુદ્ધ થઇ જાય અને તેને બીજ અલગ થઇ જાય. આ ગાળેલું મિશ્રણ એક ગ્લાસમાં નાખો અને તેમાં બરફ નાખો એટલે તે ઠંડું પડે. આ રીતે તૈયાર થાય છે. ફીન્ડલાનું જ્યુસ. આ જ્યુસ પીને તમે શરીરના અનેક લાભો મેળવી શકો છો.
સ્વાસ્થ્ય વર્ધક: ફીંડલામાં ભરપુર માત્રામાં પોષકતત્વો,, વિટામીન અને રેસા હોય છે. આ ફળમાં રહેલા તત્વો સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે માટે મેડીકલ દવાઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફળમાં રહેલું કોલેસ્ટ્રોલ અબે સંતુલિત ચરબી વધુ વજનવાળા, હિમોગ્લોબિનની ઉણપ, પેટના રોગો અને હ્રદય રોગો માટે ઉપયોગી છે.
વજન ઉતારવા: ફીંડલાનું જ્યુસ પીવાથી વજન ઉતરે છે. ફીંડલાના જ્યુસમાં ફાઈબરનું પ્રમાણ હોય છે. જે ભૂખને ઓછી કરે છે. માટે ખાવામાં પણ લાંબો સમય લાગે છે. જેથી શરીર ખાલી રહે છે. જેના પરિણામે વજન અને શરીરમાં વધારે પ્રમાણમાં ચરબી જમા થતી નથી જેથી શરીર શરીર ઘટે છે અને વ્જ્હ્ન ઘટે છે.
કેન્સર સામે રક્ષણ: ફીંડલામા ફેલવોનોઇડ નામનું તત્વ હોય છેમ જે બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, પેટનું કેન્સર, પેનક્રિયા, ઓવરીન, સર્વિકલ અને ફેફસાના કેન્સરના જોખને ઘટાડે છે. ફીંડલા શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે. અને તેની સામે લડવાનું કાર્ય કરે છે. જેથી કેન્સર સામે રાહત મળે છે.
પેટના ચાંદા: ફીંડલા રહેલા તત્વો માનસિક તાણને ઓછી કરવાની સને પેટના રોગોમાં પણ ફાયદો કરે છે, પેટમાં પડેલા ચાંદાને પણ આ ફીન્ડલાનું જ્યુસ મટાડે છે. જે લોકોને પેટના ચાંદાની તકલીફ વારંવાર રહેતી હોય તેવા લોકો જો ફીન્ડલાનું સેવન કરે તો તેને આ તકલીફ કાયમ માટે મટી જાય છે.
શરીરને સ્વસ્થ રાખે: શરીરને હ્ર્ષ્ટપુષ્ટ રાખવામાં ફીંડલાનું જ્યુસ ખુબ જ ફાયદો કરે છે. તે શરીરમાં જરૂરી તત્વો પુરા પાડે છે. તે શરીરને ઉપયોગી એવા અનેક તત્વો પુરા પાડે છે. જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે.
હાડકા અને દાંતને મજબુત બનાવે: ફીંડલામા કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. માટે તેનું જ્યુસ પીવાથી આ તત્વો શરીરમાં દાખલ થાય છે. જેના લીધે આપણા શરીરના બધા જ હાડકા મજબુત બને છે. સાથે તે દાંતને પણ મજબુત બનાવે છે. આ જ્યુસનું સેવન કરવાથી દાંતના રોગો પણ દુર રહે છે. અને મોઢાની દુર્ગંધ પણ મટે છે.
ચયાપચયની ક્રિયા સુધારે: ફીંડલામાં વિવિધ પ્રકારના એન્ટીઓક્સીડેંટ હોય છે. જેમકે ફ્લેવોનોઈડસ, ક્યુર્સેટીન્સ, ગેલિક એસીડ, ફેનોલીક તત્વ વગેરે હોય છે. આ જ્યુસ પીવાથી એન્ટીઓક્સીડેંટ શરીરમાં દાખલ થાય છે જેના લીધે યકૃત અને પિતાશયને રાહત મળે છે. આ બધાની સાથે પાચનશક્તિ સારી બનશે અને તમે સ્વસ્થ રહી શકશો.
ડાયાબીટીસ: ફીન્ડલાનું જ્યુસનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે. તે લોહીમાં વ્ધ્ડતું સુગરનું પ્રમાણ અટકાવે છે. અને સુગરના લેવલને કન્ટ્રોલમાં રાખે છે. લોહીમાં સુગરના લેવલને નિયંત્રિત રાખે છે. આ રીતે તે ડાયાબીટીસના દર્દીઓને ખુબ જ ઉપયોગી થાય છે. ખાસ કરીને તે ડાયાબીટીસ ટાઈપ-2 ના દર્દીઓ માટે આ જયુસ ખુબ જ ઉપયોગી છે .
લીવર સુરક્ષા: લીવરની તકલીફો મટાડવા માટે પણ હાથલા થોરના ફીંડલાનું જ્યુસ ઉપયોગી છે. આપણા શરીર માટે લીવર ખુબ જજ ઉપયોગી અંગ છે. જે ઝેરી પદાર્થોનું નિયંત્રણ કરે છે, માટે આપણે તેનું રક્ષણ કરવા માટે ફાફડીયા થોરના ફીંડલા કે ફળનું જુસ પીવું જોઈએ. પિત્તાશયની તકલીફ માટે પણ ફીંડલાનું જ્યુસ દુર કરે છે.
અસ્થમા અને ઉધરસ માટે: આ ફીન્ડલાનું જ્યુસ પીવાથી પીવાથી ખાંસી અને ઉધરસની તકલીફ દુર કરવામાં ઉપયોગી છે. આ જ્યુસનું જો શરીરમાં જો ખાંસી કે અસ્થમાની તીક્લીફ રહેતી હોય તો આ જુસ પીવામાં આવેલો શરીરમાંથી કફ બહાર નીકળી જાય છે. આ કફ નીકળી જતા ઉધરસ મટે છે.
આંખ માટે ઉપયોગી: ફીન્ડલાનું જ્યુસ પીવાથી આંખની બીમારીમાં ફાયદો કરે છે. જો આંખ બળવી, આંખમાં સોજો આવવો, આંખમાંથી પાણી પડતું હોય તેમજ આંખમાં છીપડા આવે તો ફીંડલાનું જ્યુસ ખુબ જ ઉપયોગી છે. ફીંડલાનું જ્યુસ આંખની સમસ્યામાં ઠંડક આપીને આંખોને સુરક્ષિત રાખવામાં ઉપયોગી છે.
કબજિયાત: ફીંડલાનું જ્યુસ પાચન તંત્ર માટે ઉપયોગી છે. જે પાચન તંત્રને સુરક્ષિત રાખવામાં આવે તો તે ઝાડા, મરડો જેવી સમસ્યા માટે રાહત આપે છે. ફીંડલાનું જ્યુસ પીવાથી પાચન તંત્ર સાથે તે કબજિયાત જેવી સમસ્યાનેસરળતા થી દુર કરે છે. કબજિયાતને અનેક રોગોનું મૂળ માનવામાં આવે છે. જેમાં પેટ બરાબર સાફ થતું નથી અન તેના પરિણામે જે કચરો અંદર ભરાઈ રહીને રોગ ઉત્પન્ન કરે છે.
લોહીની ઉણપ દુર કરે: ફીંડલા લોહી વધારવા માટે ઉપયોગી છે. જેમાં બીટ કે બીજા અન્ય ફળો કરતા લોહી વધારનારા અનેક ગુણો હોય છે. જેના લીધે જો ફીંડલાના જ્યુસ પીવાથી શરીરમાં લોહી વધે છે. જેના લીધે સ્ત્રીઓમાં ખાસ કરીને એનીમિયા જેના લોહીની ઉણપ ગર્ભાવસ્થા દરમિયાન સર્જાય છે, તે દુર કરે છે. સાથે જ્યુસ પીવાથી થેલેસેમિયાના દર્દીમાં લોહીનો વધારો થાય છે. માટે લોહી બદલવાના સમયમાં પણ વધારો થાય છે.

લ્યુકોરિયા: લ્યુકોરિયાની બીમારીમાં મહિલાઓમાં યોનિમાંથી સફેદ પાણી નીકળે છે. જેને રક્ત પ્રદર કે શ્વેત પ્રદર કહેવામાં આવે છે. આ બીમારીથી સ્ત્રીઓમાં નબળાઈ આવે છે. સાથે પ્રજનન સંબંધી બીમારી કે જેને સુજાક અને ગોનોરિયા જેવી તકલીફ થાય છે. આ સમસ્યા સ્ત્સરી અને પુરુષ બન્નેમાં થાય છે. માટે આ રોગમાં જો ફીંડલાનું જ્યુસ પીવામાં આવે તો આ રોગમાં રાહત થાય છે. અને તે રોગ મટે છે.
કમળો: કમળાની તકલીફ દુષિત પાણી પીવાથી થાય છે. આ સમસ્યામાં શરીર પીળું પડે છે. આંખો પીળી થાય છે. આ બીમારી વખતે જો ફીંડલાનું જ્યુસ દર્દીને આપવામાં આવે તો તેના શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે. જેથી આ રોગ સામે રક્ષણ કરીને તે શરીરમાં શુદ્ધ લોહી ઉત્પન્ન કરે છે. જેથી શરીર ડીટોકસીફાય થાય છે. જેના પરિણામે ઝેરી તત્વો બહાર નીકળે છે. જેના લીધે કમળો મટે છે.
ચામડીના રોગ: ચામડી તમામ પ્રકારના રોગો મટાડવા માટે ફીંડલાનું જ્યુસ ઉપયોગી છે. ફીંડલાનું જ્યુસ જો પીવામાં આવે તો શરીરમાં લોહીને વધારે છે. હિમોગ્લોબીન વધારે છે. સાથે તે શરીર અને લોહીને શુદ્ધ કરે કરે છે. જેના લીધે ચામડીના રોગો મટે છે. આ ફીંડલાનું જ્યુસ પીવાથી ધાધર, ખસ, અને ખરજવું જેવા રોગો મટે છે.
આમ, ફીંડલા ખુબ જ ઉપયોગી ઔષધી છે. જે શરીરમાં પુષ્કળ પ્રમાણમાં લોહી વધારે છે માટે આજે તેની માગ વધારે છે. આ ઔષધી કુદરતી રીતે લોહી વધારે છે જેથી તેનું જ્યુસ બનાવીને તમે પી શકો અને આ ઉપરોક્ત સમસ્યામાં ફાયદો મેળવી શકો એ માટે અમે અહિયાં આ માહિતી રજૂ કરી છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું 👍 બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.