એવોકેડો સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. તે પોષક ફળોમાંથી એક છે જે વિટામીન અને ખનીજોથી ભરપુર માત્રામાં ધરાવે છે. એવોકેડો એક ફળ છે જે વિટામીન એ, ડી, કે અને ઈ ધરાવે છે. આ સિવાય આ ફળમાં ફાઈબર પણ ભરપુર માત્રામાં હોય છે. એવોકેડોમાં હ્રદયમાં સ્વસ્થ રાખનારું સંતુલિત અને શ્રેષ્ઠ ફેટ હોય છે જે બીજા ફળોમાં હોતું નથી. એવોકેડોમાં સોડીયમ, સુગર અને કોલેસ્ટ્રોલ હોતું નથી.
એવોકેડો પર્સિયા એમેંરીકાના એક વૃક્ષ, જેનુ સંભવિત મૂળ દક્ષિણ મધ્ય મેક્સિકો માનવામાં આવે છે. એવોકેડોને રુચિરા, મક્ખનફલ જેવા નામોથી ઓળખવામાં આવે છે. આ ફળ એક મોટા બોર આકારનું હોય છે જેમાં એક મોટું બીજ હોય છે. એવોકેડો વ્યાવસાયિક રૂપથી મુલ્યવાન છે અને પુરા વિશ્વમાં ઉષ્ણકટીબંધીય અને ભૂમધ્યસાગરીય જળવાયુંમાં તેની ખેતી કરવામાં આવે છે. એવોકેડો વ્યાવસાયિક રૂપે તેને કાપણી બાદ પકાવવામાં આવે છે.
એવોકેડો એક વિદેશી સદાબહાર વૃક્ષમાં પાકતું ફળ છે. આ ફળ નાસપતી જેવું દેખાય છે અને બોરની માફક ઠળિયા ધરાવે છે. એવોકેડોના ફળ ઘેરા લીલા રંગના હોય છે. ફળ લગભગ 6 થી 7 સેન્ટીમીટર સુધી લાંબા હોય છે. જે ખાવામાં ખારા અને ખાટા મીઠા લાગે છે. ખાસ કરીને એવોકેડોને કાચું ખાવામાં આવે છે. તેની અંદરથી નીકળતી સફેદ માખણ જેવી ક્રીમ લોકોને ખુબ જ પસંદ આવે છે. એવોકેડોનું ફળ અન્ય ફળની જેમ વૃક્ષ પર પાકતું નથી, પરંતુ તેને કેળાની જેમ કાચું તોડીને પકાવવામાં આવે છે.
એવોકેડો વૃક્ષ સામાન્ય રીતે 10 થી 12 મીટર સુધી ઊંચું હોય છે તેમજ આ વૃક્ષ 65 ફૂટ સુધી વધી શકે છે માટે આ વૃક્ષને દુનિયાના સૌથી ઊંચા વૃક્ષની સૂચિમાં મુકવામાં આવ્યું છે. આ વૃક્ષની ખેતી ભારતમાં દક્ષિણ ભારતના તમીલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા જેવા ક્ષેત્રોમાં કરવામાં આવે છે. આ ફળમાં કીટનાશક ગુણ મળી આવે છે. તેના ભરપુર ફાયદાને લીધે એવોકેડોના ફાયદાઓ વિશે જણાવીએ છીએ.
એવોકેડોના ઉપયોગની રીત: એવોકેડોનો ઉપયોગ તમે અન્ય ફળોની જેમ કરી શકાય છે, સલાડ સ્વરૂપે ખાઈને કરી શકાય છે, ભીજન સાથે ચટણી રૂપે ખાઈ શકાય છે, સવારે ખાલી પેટ તેમજ બપોરે જ્યુસ બનાવીને ઉપયોગ કરી શકાય છે, ફેસ પેક તેમજ ફેસ માસ્કના રૂપમાં એવોકેડોનો ઉપયોગ કરી શકાય છે, કેક, સોસ, બ્રેડના રૂપમાં પણ એવોકેડોનો ઉપયોગ કરવામાં આવે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે : વર્તમાન સમયમાં તમે પાંચથી ત્રણ લોકોમાં કોલેસ્ટ્રોલનું વધેલું પ્રમાણ જોવા મળે છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં માટે ઘણા લોકોને ખાવામાં કાળજી રાખવી પડે છે. જેના કારણે શરીરને યોગ્ય પ્રમાણમાં વિટામીન અને મિનરલ્સ નહી મળી શકતા. એવોકેડોમાં ભરપુર માત્રામાં વિટામીન અને મિનરલ મળી આવે છે. પરંતુ તેમાં કોલેસ્ટ્રોલ હોતું નથી એટલા માટે જે લોકોમાં કોલેસ્ટ્રોલ વધેલું છે એમના માટે એવોકેડોનું સેવન ફાયદાકારક છે.
મોઢામાંથી દુર્ગંધ: જે લોકોને મોઢામાંથી દુર્ગંધ આવે છે તેવા લોકો સાથે વાત કરવાનું ઘણા લોકો ટાળી દેતા હોય છે. મોઢામાંથી આવતી દુર્ગંધના કારણે ઘણા લોકોનો આત્મ વિશ્વાસ પણ ડગી જતો હોય છે. મોઢામાંથી આવનારી દુર્ગંધ કે દુર્ગંધના કારણે કબજીયાત, પેટના આંતરડામાં સંકોચન, પાણીની ઉણપ, પાયોરિયા, દાંતોને દરરોજ સાફ નહિ કરવાના કારણે પેટના વિકારોને એવોકેડો ઠીક કરે છે. ફાઈબર કબજીયાત અને પેટના વિકારોને ઠીક કરે છે જ્યારે વિટામીન સી દાંત અને પેઢાના વિકારોને દુર કરીને મોઢાની દુર્ગંધ દુર કરે છે.
ડાયાબીટીસ: ડાયાબીટીસ એટલે કે મધુમેહ એક એવી બીમારી છે જે કોઇપણ વ્યક્તિને ક્યારેય પણ થઈ શકે છે. ખાસ કરીને ડાયાબીટીસ ડાયાબીટીસ વધારે પડતું શરીર અને શરીરમાં વધેલા સુગરના લેવલ વધવાથી થાય છે. એવોકેડોમાં ભરપુર માત્રામાં ફાઈબર મળી આવે છે જે વધારે લોહીમાં સુગરને નિયંત્રિત કરે છે. લોહીનું સુગર નિયંત્રિત થવાથી શરીરમાં સુગરની માત્રા સંતુલિત થઇ જાય છે, જેના લીધે ડાયાબીટીસના દર્દીઓને આરામ મળે છે.
લીવર મજબુત કરે: લીવર મનુષ્યનું સૌથી બીજા નંબરનું મહત્વનું અંગ છે. જે ખરાબ થવાથી મનુષ્યનું સંપૂર્ણ શરીર ખરાબ થઇ જાય છે. લીવર ખરાબ થવાથી શરીર બીજી બીમારીઓનું ઘર બની જાય છે. એટલા માટે વિશેષ રૂપથી લીવરનું ખ્યાલ રાખવું જોઈએ. લીવરનો સીધો સંબંધ પાચનક્રિયા સાથે છે જેના લીધે પાચનક્રિયાની સીધી અસર લીવર પર થાય છે. જેના લીધે લીવર ખરાબ થઈ જાય છે. એવોકેડોમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર, વિટામીન સી મળી આવે છે . જે લીવર અને પાચન તંત્રમાં થનારા ઝેરી પદાર્થોને બહાર કાઢીને લીવરને મજબુત કરે છે.
આંખના રોગો: વધતી ઉમર સાથે આંખોની કાર્ય ક્ષમતા કમજોર થઇ જાય છે. જેના લીધે આંખમાં ધૂંધળું દેખાય છે. ઘણી વખત નજીકની કે દૂરની વસ્તુ દેખાતી નથી. આંખોની રોશની ઓછી થવા લાગે છે. ઘણી વખત આંખોની આ બીમારીઓ મોતિયાનું કારણ બની જાય છે. મોતિયો એક ગંભીર બીમારી છે, જે આંખોમાં ઓપરેશન કર્યા બાદ જ ઠીક થાય છે. એવોકેડોમાં એન્ટીઓક્સીડેન્ટ અને કેરોટીનોઈડ તત્વ મળી આવે છે જે આંખોની ઘણા પ્રકારની નુકશાનીને અટકાવીને મોતિયો જેવી કેટલીય બીમારીને રોકે છે.
આર્થરાઈટીસ રોગ- સાંધાનો વા: આ બીમારીમાં શરીરના વિવિધ સાંધાઓમાં દુખાવો થાય છે. ખાસ કરીને આ વાની તકલીફ ધરાવતા લોકોને ઘુટણ, હાથ અને ઘુટણ, કોણી વગેરે જગ્યા પર દુખાવો થાય છે. સાથોસાથ સાંધાના દુઃખાવા સાથે સોજો તેમજ ગાંઠો પણ બની જાય છે. ગઠીયો વા ની બીમારીમાં હાડકાને કેલ્શિયમ, પ્રોટીન તેમજ વિટામીન ડી જેવા તત્વો મળી નથી શકતા જેના લીધે હાડકા કમજોર થઈ જાય છે. જેના લીધે આવા વાના રોગ થવા લાગે છે. એવોકેડોમાં આવેલા મોનો અનસેટુરેટેડ ફેટી એસિડ, એન્ટીઈન્ફ્લેમેટ્રી, વિટામીન ડી, કેલ્શિયમ, પ્રોટીન ઉચ્ચ માત્રામાં હોય છે જે હાડકાને મજબુત બનાવે છે. હાડકા પર આવનારા સોજા અને જકડનને પણ તે ઓછી કરે છે. આ માટે વા ની તકલીફ ધરાવતા દર્દીઓ માટે એવોકેડો ખુબ જ ઉપયોગી છે.
કેન્સર: અયોગ્ય જીવનશૈલીના કારણે ઘણી એવી ગંભીર અને ઘાતક રોગ થાય છે જે દિન પ્રતિદિન વધી રહ્યા છે. એવામાં ઘણા રોગોમાંથી કેન્સર એવો રોગ છે કે દર વર્ષે હજારો લાખો લોકોના મોત કરે છે. એટલા માટે કેન્સરથી બચવા માટે આપણે આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ. જેના લીધે આપણું શરીર આવા રોગ સામે પ્રતિરક્ષા કરી શકે. આ માટે આવા ખોરાકમાં એવોકેડો એક ખુબ જ ઉપયોગી ફળ છે જે કેન્સર જેવા ઘાતક અને જીવલેણ રોગ સામે લડી શકે. એવોકેડોમાં ઉપયોગી ફેટીએસિડ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ગ્લુટાથિયોન મળી આવે છે જે સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને અન્ય કેન્સરની બીમારીઓથી શરીરને બચાવવા માટે ઉપયોગી થાય છે.
કબજિયાત: પેટના મળનો બરાબર નિકાલ નહિ થવાથી કબજિયાતની સમસ્યા ઠીક થાય છે. કબજિયાત રહેવાથી વ્યક્તિને બરાબર ભૂખ પણ નથી લાગતી તેમજ તણાવ બની રહે છે, ચહેરાની ચામડી પર ખીલ અને મસ-મહ જેવી સમસ્યા થાય છે, સાથોસાથ તે પાચનતંત્ર સંબંધિત બીમારીઓ થવા લાગે છે. જો તમે કબજિયાતની બીમારી ધરાવો છો તો તમને ઘણા રોગો થવાની શક્યતાઓ રહે છે. તો તમે આ બીમારીમાંથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે માટે એવોકેડો ખુબ જ ઉપયોગી ફળ છે. એવોકેડોમાં આ કબજિયાત મટાડવાના ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, પાણી, ઉર્જા, વિટામીન એ વગેરે યૌગિક તત્વ મળી આવે છે કે કબજિયાત ઠીક કરવામાં મદદ કરે છે.
વાળની સમસ્યા: સુંદરતા અને ખુબસુરતી નિખારવા માટે વાળને ઘેરાવદાર, લાંબા, રેશમી, ખોડા વગરના તેમજ મજબુત રાખવા જરૂરી છે, પ્રદુષણ અને સૂર્યના પારજાંબલી કિરણોના કારણે વાળોની ચમક અને ખુબ સુરતી ઓછી થવાની સાથે વાળ કમજોર થવા લાગે છે. એવામાં વાળનું ધ્યાન રાખવું બેહદ જરૂરી છે. આ માટે એવોકેડોમાં વિટામીન ઈ, વિટામીન એ, વિટામીન ડી, પ્રોટીન, વિટામીન સી, એન્ટીઓક્સીડેંટ, કેલ્શિયમ ઉચ્ચ માત્રામાં મળી આવે છે જે વાળમાં થનારા સંક્રમણનો નાશ કરીને વાળને મજબુત અને મુલાયમ બનાવે છે.
ચામડી માટે: ચામડીમાં બેક્ટેરિયાના સંક્રમણને કારણે ખીલ, ડાઘ, કરચલીઓ તેમજ ફોડલાઓ નીકળે છે . જો યોગ્ય સમયમાં આ બેક્ટેરિયાનો નાશ ન કરવામાં આવે તો તેનો પ્રભાવ વધી જાય છે. એટલા માટે તેનું સંક્રમણ અટકાવવું જરૂરી છે. આ બેક્ટેરિયાના નાશ માટે એવોકેડોમાં બીટા કેરોટીન, લાઈકોપીન, વિટામીન ઈ, વિટામીન બી-6, વિટામીન બી-12, વિટામીન સી, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીઈન્ફલેમેટરી તત્વ મળી આવે છે કે આ બેકટેરિયાનો નાશ કરે છે. આ સિવાય એવોકેડોમાં એન્ટીએન્જિંગ તત્વ મળી આવે છે જે ચામડી પર કરચલીઓને રોકે છે જે થયેલી કરચલીઓનો નાશ કરે છે.
વજન વધારવા: એવોકેડોમાં ભરપુર માત્રામાં ફેટ અને કેલરી આવેલી હોય છેમ જેના માટે વજન વધારવા માંગતા લોકો માટે આ ફળ ખુબ જ ઉપયોગી છે. આ ફળ કાર્બોહાઈડ્રેટ અને ફેટનો એક બહેતરીન સ્ત્રોત છે, ખાસ કરીને 100 ગ્રામ એવોકેડોમાં લગભગ 60થી 80 કેલરી ઉર્જા મળે છે, જેથી વજન વધારવા માટે પ્રયાસ કરતા લોકો માટે એવોકેડોનો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ.
બ્લડપ્રેશર: એવોકેડો હાઈબીપીમાં ફાયદાકારક છે, એવોકેડો બીપીને સામાન્ય રાખવામાં મદદ કરે છે, એવોકેડોમાં કેળાથી પણ વધારે પોટેશિયમ હોય છે. આપણને એક દિવસમાં જેટલા પણ પોટેશિયમની જરૂરીયાત હોય છે તેના 14 ટકા જેટલા પોટેશિયમ એવોકેડોમાં મળી આવે છે. માટે પોટેશિયમના વધારે પ્રમાણને કારણે લોકો એવોકેડોના ફળનો આગ્રહ રાખે છે. જે લોકો એવોકેડોનો ઉપયોગ કરે છે જેને બ્લડપ્રેસરની તકલીફ નથી રહેતી.
કીડની માટે ઉપયોગી: ક્રોનિક તેમજ વારંવાર કિડનીના વિકારોના લીધે ઘણા લોકોમાં ખનીજો અને દ્વવ્યોનું સંતુલન બનાવી રાખવામાં આહાર ખુબ જ જરૂરી છે. એવામાં પોટેશિયમ એક એવું ખનીજ છે જેના લીધે હ્રદયની ગતિ યોગ્ય બની રહે છે. એવો કેડો માં પોટેશિયમનો એક એવો સ્ત્રોત છે જેનો આહારમાં સમાવેશ કરીને અન્ય લાભ મેળવી શકાય છે. આ પોટેશિયમના લીધે તે કિડનીના માટે ખુબ જ ઉપયોગી થાય છે. જે ઝેરીલા પદાર્થો અને તરલ પદાર્થોનો નિકાલ કરે છે.
કરચલીઓ મટાડે: એવોકેડોમાં આવેલા એસેંશીયલ ફેટી એસિડ ચામડી પર વધતી ઉમરના સંકેતોને ઓછા કરી શકે છે. એવોકેડોના તેલનું સેવન ચામડીમાટે કોલેજનને વધારી શકે છે. એવોકેડો તેલનો ઉપયોગ કરચલીઓને અને વધતી ઉમરના લક્ષણોને ઘટાડે છે તેમજ સાથોસાથ તે ઘાવને પણ ભરે છે અને ડાઘને દુર કરે છે.
શરીરની તાકાત વધારે: શરીરને તાકાતવાળું બનાવવા માટે એવોકેડોનું દૂધ અને મધ સાથે સેવન કરવાથી માંસપેશીઓ મજબુત બને છે અને તમારૂ શરીર તાકાતવાળું બને છે. નિયમિત રૂપથી એવોકેડોનું સેવન કરવાથી બિલકુલ થાક લાગતો નથી તેમજ શરીરમાં સ્ફૂર્તિ અને તાકાત રહે છે. માટે એવોકેડો શરીરની મજબૂતી અને તાકાત માટે ખુબ જ ઉપયોગી છે.
પુરુષત્વ મજબુત કરે: શરીરમાં પુરુષત્વ કમજોર થવાથી ઘણા પુરુષોની રોમેન્ટિક લાઈફ ખરાબ લાગવા લાગે છે. આ સાથે જેનો જીવન ઉપર પણ ઘણી ખરાબ અસર પડે છે. એવોકેડોના સેવનના કારણે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ ઉત્પન્ન કરવામાં મદદ મળે છે, જેના લીધે પુરુષત્વ શક્તિ કમજોર થવાનો ખતરો ઘણી હદે ઓછો થઈ જાય છે. માટે સુખી અને મનોરંજન ભરી જિંદગી માટે દરરોજ દૂધ સાથે એવોકેડોનું સેવન કરવું જોઈએ.
લોહીના નીકળતું અટકાવે: બોડીબિલ્ડીંગ પ્રેક્ટીસ તેમજ બળવાળી મજુરી કરનારા લોકો માટે એવોકેડો ઉપયોગી ફળ છે. એવોકેડો એવું ફળ છે છે નવી કોશિકાઓના નિર્માણમાં ખુબ જ મદદ કરે છે. જ્યારે આવું બળવાળી સખ્ત કામ કરનારા લોકોમાં તે કાર્ય દરમિયાન કોશિકાઓ તૂટે છે જે જયારે નવી કોશિકાઓના જલ્દી નિર્માણ માટે એવોકેડોનું સેવન કરવું જોઈએ.
ગર્ભાવસ્થામાં ઉપયોગી: એવોકેડોનું ફળનું સેવન જો ગર્ભવતી મહિલાઓ કરે તો તે જન્મ દોષોના જોખમને ઓછું કરી શકે છે. એવોકેડોમાં ફોલેટનો બહેતરીન સ્ત્રોત છે, માટે ડોકટરો પણ ગર્ભવતી મહિલાઓને એવોકેડોનું સેવન કરવાની સલાહ આપતા હોય છે જેના લીધે બાળકનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે, તેમજ બાળકના વિકાસમાં ઉપયોગી થાય છે.
આ સિવાય એવોકેડોના ઉપયોગથી હાડકા અને માંસપેશીઓ મજબુત બને છે. કીડનીની બીમારીઓ અને કિડનીની તકલીફો દુર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરીને હ્રદય સ્વસ્થ રાખી શકાય છે, પાચન તંત્ર મજબુત બને છે, આંખોની નીચેના કાળા સર્કલ તેમાં રહેલા વિટામીન ઈના કારણે દુર થાય છે. એવોકેડોમાં મળી આવતા તત્વો સ્વસ્થ ચરબી અને પોષક તત્વો જેવા કે ફોલેટ, તાંબુ અને વિટામીન સી અને ઈ જે તમારા મગજને તેજ બનાવે છે.
આમ, એવોકેડો ખુબ જ ઉપયોગી ફળ છે, જેના ઉપરોક્ત રોગો માટે શરીરમાં આયુર્વેદની દ્રષ્ટીએ ઉપયોગ કરવામાં આવે છે, જેના મહત્વને ધ્યાનમાં રાખીને આ ફળ વિશેની માહિતી તમારા સુધી પહોચાડવાના હેતુથી અને તમે તેના ગુણને લીધે એવોકેડો ઉપયોગ કરો કરો અને રોગ મુક્ત રહી શકો એટલા માટે આ લેખના માધ્યમથી આ માહિતી રજૂ કરી છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું 👍 બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.