શાસ્ત્રોમાં હરડેની ઉત્પતિ અમૃતથી થઈ હોવાનું માનવામાં આવે છે. શાસ્ત્રોમાં હરડેની ખુબ જ પ્રસંશા કરવામાં આવી છે. હરડે વાત, પિત્ત અને કફનો નાશ કરવાના ગુણ ધરાવે છે. ખાવામાં ઉપયોગમાં લેવાતા 6 રસોમાંથી પાંચ રસ આ હરડેમાં હોય છે. ગળ્યો, ખાટો, કડવો, તીખો, તૂરો, ખારો આ 6 રસમાંથી ખારો સિવાયના પાંચેય રસ હરડેમાં હોય છે.
હરડે વિશેની માહિતી આયુર્વેદ ગ્રંથ ભાવ પ્રકાશ નીઘંટુમાં ખુબ જ મળે છે. આ ગ્રંથમાં સાત પ્રકારના હરડેનો ઉલેખ્ખ મળે છે. પરંતુ અત્યારે 3 પ્રકારની જ હરડે જોવા મળે છે. હરડેનો ખાસ ઉપયોગ ત્રિફળામાં થાય છે. હરડેને સર્વ રોગ પ્રશ્મની કહેવામાં આવે છે. હરડે સ્વાસ્થ્ય વર્ધક અને ઉત્તમ ગુણોથી ભરપુર છે. માટે તેનો ઉપયોગ અનેક રોગમાં કરવામાં આવે છે.
હરડેના વૃક્ષ 24 થી 30 મીટર ઊંચા, મધ્યમ આકારના, અને ડાળીઓ વાળા હોય છે. તેના પાંદડા સરળ, ચમકીલા અને અંડાકાર અને ભાલાકાર હોય છે. તેના ફળ અંડાકાર તેમજ ગોળાકાર હોય છે. હરડેનું વાનસ્પતિક વિજ્ઞાનિક નામ Terminalia Chebula (Gaertn.) Retz.) છે. આયુર્વેદમાં થતા હરડેના ઈલાજ તરીકેનો ઉપયોગ અમે અહિયા આ લેખમાં જણાવીશું.
કફ અને શરદીના ઈલાજ તરીકે હરડે: જયારે ઋતુ બદલે સે ત્યારે ઘણા લોકોને કફ શરદી અને ઉધરસ થતું હોય છે તેના લીધે તાવ માથું દુખાવા જેવી સમસ્યા થાય છે.આં સમયે હરડે અથવા હરડેનું ચૂર્ણ દૂધ અથવા પાણી સાથે પીવાથી કફ દુર થાય છે અને જેથી માથાનો દુખાવો અને તાવ પણ મટે છે. દરરોજ 2 થી 5 ગ્રામ હરડેનું સેવન કરવાથી કફ દુર થાય છે. હરડે, અરડૂસીના પાન, સુકી દ્રાક્ષ, નાની એલચી અને આ બધાથી બનેલા 10 થી 3 ml ઉકાળામાં મધ અને ખાંડ મેળવીને દિવસમાં ત્રણ ટાઈમ પીવાથી શ્વાસ, ઉધરસ અને નાક અને નાકમાંથી લોહી નીકળવું જેવી સમસ્યા દુર થાય છે. હરડે અને સૂંઠને સરખી માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી, હુંફાળા પાણીમાં 2 થી 5 ગ્રામ માત્રામાં સવાર અને સાંજ સેવન કરવાથી શરદી, ઉધરસ, શ્વાસ અને કમળાની સમસ્યા દુર થાય છે.
કબજિયાતના રોગના ઈલાજ તરીકે હરડે: લાંબા સમયથી કબજીયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ હરડે, સનાય નામની ઔષધી અને ગુલાબના ગુલકંદની ગોળીઓ બનાવીને ખાવાથી કબજીયાતની સમસ્યામાં રાહત ml છે. હરશે અને ૩.5 ગ્રામ તજ અથવા લવિંગને 100 ml પાણીમાં 10 મીઈત સુધી ઉકાળ્યા બાદ ગાળીને પીવાથી પેટ સાફ થઇ જાય છે અને સાથે કબજિયાત પણ દુર થાય છે.
હરડેને પાણીમાં ઘડીને મોઢામાં પડેલી ચાંદી પર દીવસમાં ત્રણ વખત લગાવવાથી ચાંદી મટે છે.હરડેને રાત્ર ભોજન બાદ મોઢામાં સુચવાથી ચાંદી મટે છે. ગેસની સમસ્યા થાય તો હરડેને પાણીમાં પલાળીને રાત્રે ચાવીને ખાવાથી ગેસ મટે છે.
3 થી 5 હરડેને ખાઈને ઉપરથી ગળોનો ઉકાળો પીવાથી ઘાવ અને બળતરા ઓછી થાય છે. એક્ઝીમાં ના ઈલાજમાં પણ હરડે ઉપયોગી છે. ગૌમૂત્રમાં હરડેને વાટીને લેપ તૈયાર કરીને દરરોજ 2 થી 3 વખત લગાવવાથી એક્ઝીમાં રોગ ઠીક થાય છે.
ઉદરરોગમાં દર અઠવાડિયે હરડેને ઘસીને તેમાંથી ચમચીના ચોથા ભાગની હરડે મધ સાથે સેવન બાળકોને કરાવવાથી બાળકના પેટના બધા જ રોગ દુર થઈ જાય છે. ભોજન દરમિયાન સવારે અને સાંજે અડધી ચમચીની માત્રામાં હરડેનું ચૂર્ણ સેવન કરવાથી બુદ્ધિ અને શારીરિક બળમાં વૃદ્ધિ થાય છે.
હરડેના ટુકડા ચાવીને ખાવાથી ભુખ વધે છે. કાચા હરડેના ફળોને વાટીને ચટણી બનાવીને એક ચમચીની માત્રામાં 3 વખત સેવન કરવાથી ઝાડા બંધ થઈ જાય છે. ત્રિફળાને લોખંડની કડાઈમાં બાળીને તેની રાખ મધ ભેળવીને લગાવવાથી ગરમીના ફોડલા, ઘાવ ઠીક થાય છે,
જયારે વધરાવળ કે અંડકોષ વૃદ્ધિ થાય ત્યારે સવારના સમયે હરડેનું ચૂર્ણ ગાયના મૂત્ર સાથે કે એરંડાના તેલમાં ભેળવીને આપવું જોઈએ. અથવા ઓ ત્રિફળા ચૂર્ણ સુધ સાથે આપવું જોઈએ. ત્રિફળા ચૂર્ણના ઉકાળામાં ગોમૂત્ર ભેળવીને પીવાથી વધરાવળ મટે છે.
હરડે અને બહેડા ચૂર્ણ મધ સાથે લેવાથી ખાંસી મટે છે. હરડે, પીપળ, સુંઠ, જીરું, કાળા મરીવગેરેનું ચૂર્ણ બનાવીને મધ સાથે લેવાથી કફ મટે છે. હરડેનું ચૂર્ણ ઘી અને ગોળ સાથે લેવાથી શરીર પર દુખાવો અને કળતર મટે છે.
ત્રિફળા ચૂર્ણમાં હરડેનું ચૂર્ણ મિક્સ હોય છે આ ચૂર્ણ 7-8 ગ્રામ રાત્રે પાણીમાં નાંખીન રાખી લો. સવારે ઉઠીને તેને મસળીને કપડાથી ગાળી લો અને આ પાણીથી આંખો ધોવો. તેનાથી થોડા જ દિવસોમાં આંખોની અંદર રહેલો રોગ ઠીક થઇ જશે.
પેશાબમાં બળતરા થતી હોય તો હરડે ચૂર્ણમાં મધ ભેળવીને ચાટીને ખાવાથી, પેશાબ કરતા સમયે થનારી બળતરા અને દર્દ ઓછું થશે. હરડેનું ચીઉર્ણ 3 ગ્રામ ગોળ સાથે ખાવાથી ગેસના કારણે થનારું પેટનું દર્દ દુર થઈ જશે.
આંતરડાની વૃદ્ધિની સમસ્યામાં હરડેના બારીક ચૂર્ણમાં કાળું મીઠું, અજમા અને હિંગ ભેળવીને 5 ગ્રામી માત્રામાં સવારે અને સાંજે હળવા ગરમ પાણી સાથે ખાવાથી કે આ ચૂર્ણનો ઉકાળો બનાવીને પીવાથી આંતરડાની વૃદ્ધીની વિકૃતિ નાશ પામે છે.
આંખ આવે ત્યારે હરડેને રાત્રે પાણીમાં નાખીને સવારે ઉઠીને આ પાણીને કપડાથી ગાળીને આંખને ધોવાથી લાલ થવાની સમસ્યા દૂર થાય છે. સુંઠ અને હરડેના ઉકાળાને 1 થી 2 ગ્રામની માત્રામાં ગરમ પાણી સાથે લેવાથી શ્વાસના રોગો મટે છે. હરડેને ખાંડીને ચીલમમા ભરીને પીવાથી શ્વાસનો તીવ્ર રોગ ઠીક થાય છે.
હરડેનું ચૂર્ણ 10 ગ્રામને 100 મિલીલીટર પાણીમાં પકવીને ઉકાળો બનાવી લો. આ ઉકાળો દિવસમાં ૩ વખત પીવાથી મેલેરિયા તાવ મટે છે. હરડે, બહેડા, આમળા, અરડુસા, પરવળના પાંદડા, અને ગળોને વાટીને ઉકાળો બનાવીને તે ઠંડો પડી જાય ત્યારે તેમાં મધ નાખીને પીવાથી વાત્ત અને પિત્તનો તાવ મટે છે.
હરડે, બહેડા, આમળા, શુદ્ધ ગુગળ તથા વાયવિડંગ આ બધાનો ઉકાળો બનાવીને પીવાથી તથા ખેરનો રસ ભેળવીને પાણી પીવાથી ભગંદર નાશ પામે છે. દાંતમાં કળવા એટલે કે ઠંડા લાગવાની સમસ્યા હોય તો હરડે, બહેડા, આમળા, સુંઠ અને સરસવનું તેલ આ બધાનો ઉકાળો બનાવીને દરરોજ સવારે બે થી ત્રણ વખત કોગળા કરવાથી દાંત કળવાની સમસ્યા મટે છે.
હરડે, ગરમાળો, દારૂ હળદર બધાને 20 ગ્રામની માત્રામાં લઈને તેને 500 મિલીલીટર ગરમ પાણીમાં ઉકાળો. જયારે તેનો ચોથા ભાગનું પાણી વધે ત્યારે ગાળીને શીશીમાં ભરી લો. તેને 20 ગ્રામ મધ સાથે ભેળવીને બે-બે કલાકના અંતરે પીવાથી અને આ 3 વખત પીવાથી તાવ મટી જાય છે.
હરડેના ચૂર્ણથી દાંત પર મંજન કરવાથી દાંત સાફ થઇ જાય છે અને ચમકદાર બને છે. હરડે અને કાથો ભેળવીને સુચવાથી દાંત મજબુત થાય છે. હરડેનો ઉકાળો બનાવીને પીવાથી મોઢાના બધા જ રોગ ઠીક થાય હછે અને મોઢાનું સુકાપણું નાશ પામે છે.
આંખમાં ખંજવાળ આવી રહી હોય તો પીળા હરડેના બીજ બે ભાગ, બહેડાનો ગર્ભ 3 ભાગ અને આમળાનો ગર્ભ 4 ભાગ લઈને આ બધાને વાટીને અને ગાળીને પાણી સાથે ગોળીઓ બનાવી લો. આ ગોળીઓને પાણી સાથે ઘસીને આંખો પર કાજળની જેમ લગાવવાથી આંખોની ખંજવાળ મટે છે.
ગર્ભાશયમાં કીડા પડી ગયા હોય તો હરડે, બહેડા અને કાયફળ આ ત્રણેયને સાબુના પાણી સાથે પીસી લીન તેમાં રૂ ભીજવીને ત્રણ દિવસ સુધી યોનીમાં રાખવાથી ગર્ભાશયમાં પડેલા કીડા નાશ પામે છે. મળદ્વાર ચિરાઈ જવાની સમસ્યા ઘણા લોકોને થાય છે આ રોગમાં 35 ગ્રામ હરડેને સરસવના તેલમાં તળીને જ્યારે તે ભૂરા રંગની થાય ત્યારે પાવડર બનાવી લો. આ પાવડરને 140 મિલીલીટર તેલમાં મિલાવી લો. રાત્રે સુતા સમયે 20 મિલીગ્રામની માત્રામાં મળદ્વાર પર લગાવો. જેનાથી કબજિયાત પણ મટે છે. અને મળદ્વાર ચીરાવાની સમસ્યા ઠીક થાય છે.
પાંપણ પરની સમસ્યામાં હરડેની છાલો, 10 ગ્રામ માંજુફળને પાણીમાં વાટીને પાંપણો પર લગાવવાથી પાંપણ પરની સમસ્યા ઠીક થાય છે. યોનીમાં બળતરા અને ખંજવાળ વગેરેમાં હરડેના બીજ, ઠળિયા અને માજુફળ બંનેને એક સમાન માત્રામાં લઈને બારીક વાટીને શીશીમાં રાખી લો. આ ચૂર્ણને પાણીમાં ઘોળીને યોનિને ધોવાથી યોનીની બળતરા અને ખંજવાળ ઠીક થાય છે.
હરડેને પીસી લો. 5 ગ્રામ ચૂર્ણને હળવા ગરમ પાણી સાથે સેવન કરવાથી કબજીયાત ઠીક થાય છે. હરડેનું અડધો ગ્રામનું ચૂર્ણ સવારે અને સાંજે ભોજ પછી અને સુતા સમયે 1 ચમચીની માત્રામાં લેવાથી પેટ સાફ થઈ જાય છે.
હરડે, બહેડા અને આમળા 10-10 ગ્રામ લઈને તેને ખાંડી લો. આ પછી તેને 800 મિલી લીટર પાણીમાં ઉકાળો અને જયારે 200 મિલીની માત્રામાં વધે ત્યારે તેને 30 થી 60 મિલીલીટર પાણીમાં દિવસમાં 2 થી 3 વખત કોગળા કરો, જેનાથી મોઢામાં પેઢાનો સોજો ઠીક થાય છે.
હરડેના બીજ, ઠળીયો 40 ગ્રામ માત્રામાં લેઈને તેમાં મિશ્રી ભેળવીને રાખો. તેને ત્રણ દિવસ સુધી સેવન કરવાથી સ્ત્રીઓને માસિક ધર્મ નહિ આવતુ. જેના લીધે ગર્ભ રહેવાની સમસ્યા બિલકુલ રહેતી નથી. માટે તે એક સારા ગર્ભનિરોધક તરીકે ખુબ જ ઉપયોગી છે.
હરડેને વાટીને તેમાં મધ ભેળવીને ચાટવાથી ઉલટી આવવાની સમસ્યા મટે છે. રાત્રે સૂતા પહેલા હરડેનો મુરબ્બો ખાઈને ઉપરથી દૂધ પી લેવાથી મળ સાફ આવે છે અને ઝાડાની સમસ્યા ઠીક થાય છે. હરડેનું ચૂર્ણ ગરમ પાણીમાં સાથે ખાવાથી હેડકીની સમસ્યા મટે છે.
જો કાનમાં તકલીફ રહેતી હોય છે ઓછું સંભળાતું હોય તો કાચી હરડેનું ચૂર્ણ સવારે અને સાંજે ફાંકવાથી બહેરાપન ઠીક થઈને સંભળાવા લાગે છે. હરડે, પીપર, સુંઠ અને ચિત્ર આ બધી જ ઔષધિઓનું ચૂર્ણ બનાવીને મઠ્ઠા કે લસ્સી સાથ પીવાથી સંગ્રહણી રોગ ઠીક થાય છે. હરડેનું ચૂર્ણ સવારે અને સાંજે કાળા મીઠા સાથે ખાવાથી કફ મટે છે.
કુવાડિયો અને હરડેને કાંજી સાથે વાટીને ધાધર પર લગાવવાથી ધાધર ઠીક થઇ જાય છે. હરડેને ગાયના મૂત્ર સાથે પકાવીને ખાવાથી કમળો ઠીક થઇ જાય છે. હરડે, વાવડીંગ, સિંધવ મીઠું, બાવચીના બીજ, સરસ્વ, કરંજ અને હળદરને બરાબર માત્રામાં લઈને ગાયના ગૌમૂત્ર સાથે ભેળવીને વાટી લેવા. તેને લગાવવાથી કોઢનો રોગ મટે છે.
આ સિવાય હરડે, ગળાનો સોજો, શરીરનો સોજો, શરીરની મજબૂતાઈ, ગળામાં કંઠમાળ રોગ, સ્તનમાં તકલીફ, નાડીનું દર્દ, લાંબુ આયુષ્ય. બળવું કે દાઝવું, શરીરની સુંદરતા, બાળકોના નાના મોટા રોગો, વધારે પરસેવો, બાળકોના તાવ, કોઢ, હાથીપગો, ધાધર, વાઈ, ગાંઠ, હ્રદય રોગ, ચક્કર આવવા, નાની ની ભરાવદાર ફોડલીઓ, ચામડીનો રોગ, ખસ,ખરજવું, યોની સંકોચન, ઉપદંશ, વાનો રોગ, પેટના દર્દ, નાકનો રોગ, આફરો, ગોળો, સ્તનની ગાંઠ, પેટના કૃમિ, ટ્યુમર, વજન ઘટાડવું, ડાયાબીટીસ, પેટ ફૂલવું, જળોદર, રક્તપ્રદર, ગળું બેસી જવું, એસીડીટી, અલ્સર, શ્વેત પ્રદર, સફેદ પાણી પડવું, યકૃત રોગ, હરસ મસા, બવાસીર વગેરે સમસ્યાના ઈલાજ તરીકે હરડે ખુબ જ ઉપયોગી છે.
આમ, હરડે આયુર્વેદમાં ખુબ જ મહત્વ અને અગત્યની સ્થાન ધરાવે છે. જે 99 થી વધારે રોગોના ઈલાજ માટે ઉપયોગી છે. જેનો સમાવેશ મહાઔષધિઓમાં થાય છે. આ એક ખુબ જ પ્રભાવશાળી ઔષધી છે અને તેની કોઈ આડઅસર નથી. આશા રાખીએ કે આ હરડે વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે તેના ઉપચારો તરીકે ઉપયોગ કરી શકો.
નોંધ: દોસ્તો ઔષધીનો ઉપયોગ કરતા પહેલા એકવાર આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવા વિનંતી. અમે આ બધી માહિતી આયુર્વેદના પુસ્તકો તેમજ અમુક વૈધ પાસેથી મેળવીને લખી છે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.