હરડે એક આરોગ્ય માટે લાભકારી જડીબુટ્ટી છે. હરડે દેખાવમાં નાનકડી અને અનેક ગુણોથી ભરેલી છે. ભારતના પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં હરડેના અનેક લાભો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં હરડેને અનેક ઔષધિના રાજા તરીકે તરીકે ગણવામાં આવે છે.આયુર્વેદમાં હરીતકી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તેનું વાનસ્પતિક નામ Terminalia Chebula છે. હરડે માત્ર ઔષધી જ નથી પરંતુ તે સ્વાસ્થ્ય અને સૌન્દર્ય પદાર્થો માટે પણ લાભદાયી છે. હરડેના ફળ, મૂળ અને છાલ બધાનો ઉપયોગ કરવામાં આવે છે.
આ હરડેનું વૃક્ષ ઊંચુ અને ભારતમાં ખાસ કરીને નીચલા હિમાલય ક્ષેત્રમાં રાવી નદીના તટથી લઈને પૂર્વ બંગાળ- આસામ સુધી પાંચ હજાર ફૂટની ઉંચાઈ સુધી મળી આવે છે. હરડેનું વૃક્ષ 60 થી 80 ફૂટ ઊંચું હોય છે. જેની છાલ ઘાટા ભૂરા રંગની હોય છ, હરડેના પાંદડા 7 થી 20 સેન્ટીમીટર લાંબુ હોય અને દોઢ ફૂટ પહોળું હોય છે. હરડેના ફૂલ નાના અને સફેદ પડતા પીળા કલરના હોય છે. તેના ફળ એકથી ત્રણ ઇંચ સુધીની લંબાઈના અને ઈંડાકાર આકારના હોય છે. તેના મુખ્યભાગમાં 5 રેખાઓ હોય છે.
કાચા ફળ લીલા અને પાક્યા બાદ પીળા રંગના થાય છે. દરેક ફળમાં બીજ હોય છે. હરડેના વૃક્ષને વસંતઋતુમાં એટલે કે એપ્રિલ-મેં માસમાં નવા પાન આવે છે. જ્યારે ફળ શિયાળાની ઋતુમાં બેસે છે. પાકા ફળોનો સંગ્રહ જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે કરવામાં આવે છે. હરડેના વૃક્ષની સાત જાતો છે. જેમાં વિજયા, રોહિણી, પૂતના, અમૃતા, અભયા, જીવંતી તથા ચેતકી છે.
આ હરડે બે પ્રકારના બજારમાં મળે છે. જેમાં નાના હરડે અને મોટા હરડે હોય છે. જેમાં મોટા હરડેની પથ્થર જેવી કડક ગોઠલી હોય છે. જયારે નાની હરડેમાં કોઈ ગોઠ્લી હોતી નથી. આ ફળ ગોઠ્લી બનતા પહેલા જ ઝાડ પરથી પડી જાય છે અથવા તો તેને તોડીને સુકવી દેવામાં આવે છે. જેમાં આયુર્વેદમાં નાની હરડેનો ખાસ ઉપયોગ થાય છે. જે અનેક રોગો માટે ખુબ લાભદાયી છે.
હરડેનો સ્વાદ અને લક્ષણ: જો હરડે કાચી નવી પાકેલી હોય તો, મીઠી, ગોળ, વજનદાર અને પાણીમાં ડૂબી જાય તેવી લાલ રંગની, ગોળની જેમ તૂટવામાં કઠણ, થોડીક કડવી, વધારે રસવળી, મોટી છાલ વાળી, પોતાની રીતે પાકીને પડી જાય તેવી અને 22 થી 25 ગ્રામ વજન ધરાવતી હોય છે. અને જો જીવાતો દ્વારા ખાવામાં આવેલી હોય, આગથી બળેલી, પાણી અથવા કાદવમાં પડેલી હોય તો અને અયોગ્ય જમીનમાં પાકેલી હોય તો તૂટેલી હોય છે.
હરડેના આયુર્વેદિક ગુણ અને ફાયદા:
માથાના દુખાવાના ઈલાજ તરીકે હરડે: આજના સમયમાં તણાવ ભર્યા જીવનને લીધે લોકોને માથાના દુખાવાની સમસ્યા ખાસ રહેતી હોય છે. આ રોગના ઉપચાર માટે હરડેની ગોટલી લઈને પાણી સાથે વાટીને માથા પર લેપ કરવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત રહે છે. હરડે માથાના દુખાવામાં શાંતિ આપે છે અને તણાવને દુર કરે છે.
માથાના ખોડાના ઈલાજ તરીકે હરડે: મોટા ભાગના લોકોને ખોડાની સમસ્યાને લીધે માથાના વાળ ખરી જતા હોય છે અને એક સમય એવો આવે છે કે માથામાં ટાલ પડી જાય છે. હરડેના પ્રયોગ દ્વારા માથા પરના ખોડાને દુર કરી શકાય છે. આંબાની ગોટલીનું ચૂર્ણ અને હરડેનું ચૂર્ણ મિકસ કરીને સરખા પ્રમાણમાં દૂધ સાથે ભેળવીને માથા પર લગાવવાથી ખોડો દુર થાય છે.
આંખોની દરેક સમસ્યાના ઈલાજ તરીકે હરડે: લાંબા સમય સુધી ટીવી અને કમ્પ્યુટર તેમજ મોબાઈલ સામે બેચી રહેવાથી આંખોમાં બળતરા અને દુખાવો થાય છે. હરડેનું દરરોજ સેવન કરવાથી આંખોમાં આરામ મળે છે. હરડેને આખીરાત પાણીમાં પલાળીને રાખ્યા બાદ પાણીને ગાળીને આંખો ધોવાથી આંખોને ઠંડક મળે છે તેમજ આંખો સંબંધી બીમારીઓમાં રાહત મળે છે. મોતિયાના રોગમાં હરડેના બીજને પાણીમાં પલાળવા દીધા બાદ ઘસીને લગાવવાથી મોતિયાના રોગમાં લાભ થાય છે. હરડેની છાલને વાટીને લગાવવાથી આંખોમાંથી પાણી ટપકતું બંધ થાય છે. આંખના અન્ય રોગમાં હરડેને ઘીમાં વાટીને આંખોમાં મેશ આંજવાથી ફાયદો થાય છે. ભોજન પહેલા દરરોજ ૩ ગ્રામ હરડેનું ચૂર્ણ અને ૩ ગ્રામ સુકી દ્રાક્ષનો પેસ્ટ બનાવી તેમાં સાકરનો ભૂકો ભેળવીને અથવા મધ સાથે ખાવાથી મોતિયાનો રોગ નાબુદ થાય છે.
કફ અને શરદીના ઈલાજ તરીકે હરડે: જયારે ઋતુ બદલે સે ત્યારે ઘણા લોકોને કફ શરદી અને ઉધરસ થતું હોય છે તેના લીધે તાવ માથું દુખાવા જેવી સમસ્યા થાય છે.આં સમયે હરડે અથવા હરડેનું ચૂર્ણ દૂધ અથવા પાણી સાથે પીવાથી કફ દુર થાય છે અને જેથી માથાનો દુખાવો અને તાવ પણ મટે છે. દરરોજ 2 થી 5 ગ્રામ હરડેનું સેવન કરવાથી કફ દુર થાય છે. હરડે, અરડૂસીના પાન, સુકી દ્રાક્ષ, નાની એલચી અને આ બધાથી બનેલા 10 થી 3 ml ઉકાળામાં મધ અને ખાંડ મેળવીને દિવસમાં ત્રણ ટાઈમ પીવાથી શ્વાસ, ઉધરસ અને નાક અને નાકમાંથી લોહી નીકળવું જેવી સમસ્યા દુર થાય છે. હરડે અને સૂંઠને સરખી માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી, હુંફાળા પાણીમાં 2 થી 5 ગ્રામ માત્રામાં સવાર અને સાંજ સેવન કરવાથી શરદી, ઉધરસ, શ્વાસ અને કમળાની સમસ્યા દુર થાય છે.
મોઢાની સમસ્યાના ઈલાજ તરીકે હરડે: મોઢા અને ગળાના રોગો માટે હરડે ખુબ જ ફાયદાકારક છે. હરડેનો ઉકાળો અથવા ચૂર્ણ મોઢાની બીમારીઓમાં રાહત આપે છે. 20 થી 40 ml હરડેના ઉકાળામાં ૩ થી 12 ml મધ ભેળવીને પીવાથી ગળાના રોગમાં આરામ મળે છે. હરડેના ચૂર્ણનું દાંતણ સાથે દંતમંજન કરવાથી દાંત સાફ થાય છે અને નીરોગી રહે છે. 10 ગ્રામ હરડેને અડધો લીટર પાણીમાં ગરમ કરીને ચોથાભાગનું પાણી બળી જાય ત્યારે તેમાં થોડીક ફટકડી ભેળવીને કોગળા કરવાથી ગળા અને મોમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
પાચનશક્તિ વધારવાના ઉપચાર તરીકે હરડે: ઘણા લોકોને ખાવાનું પાચન નહી થવાની સમસ્યા રહે છે આ સાથે એસીડીટી જેવી સમસ્યા પણ રહે છે. આ સમસ્યા વખતે હરડેનું સેવન કરવાથી પાચનશક્તિ સુધરે છે. 3 થી 6 ગ્રામ હરડેનું ચૂર્ણ અને તેમાં સાકરનો ભૂકો ભેળવીને સવાર અને સાંજે ભોજન પછી સેવન કરવાથી પાચનતંત્ર વ્યવસ્થિત કાર્ય કરે છે. આ ઉપાય માટે અમે બતાવેલી માત્રા પ્રમાણે લેવાથી જ યોગ્ય ફાયદો આપે છે.
ઉલ્ટીની સમસ્યાના નિવારણ તરીકે હરડે: ઘણા લોકોને અનિયમિત ભોજન કરવાથી ઉલ્ટી જેવી સમસ્યા રહે છે. આ સમસ્યા વખતે હરડેના ઉપયોગ દ્વારા કાબુ કરી શકાય છે. 2 થી 4 ગ્રામ હરડેના ચૂર્ણમાં મધ ભેળવીને ખાવાથી ઉલ્ટી દુર થાય છે. અલગ રીતે હરડેના ઉપયોગથી બીજી અસર પણ થાય છે.
ભૂખ વધારવા માટેના ઈલાજ તરીકે હરડે: ઘણી બધી બીમારીઓના પરિણામે ભૂખ ઓછી લાગે છે. આ અવસ્થામાં હરડેનું સેવન કરવાથી ભૂખ લાગે છે. 2 ગ્રામ હરડે તથા 1 ગ્રામ સુંઠને ગોળ અથવા 250 મિલીગ્રામ સિંધવ મીઠા સાથે ઉપયોગમાં લેવાથી ભૂખ લાગે છે. હરડેનો મુરબ્બો ખાવાથી ભૂખ લાગે છે. હરડે, સુંઠ તથા સિંધવ મીઠાનું 2 થી 5 ગ્રામ ચૂર્ણને ઠંડા પાણી સાથે સેવન કરવાથી ભૂખ લાગે છે. આ બાબતમાં બપોરે અને સાંજે ભોજન ઓછી માત્રામાં ખાવું. હરડે, લીંડી પીપર અને ચિત્રક સમાન માત્રામાં લઇ 1 થી 2 ગ્રામની માત્રામાં સેવન કરવાથી ભૂખ લાગે છે.
ઝાડા અને મરડો: જે વ્યક્તિને મરડો અથવા ઝાડા જેવી સમસ્યા સર્જાય ત્યારે હરડે આ રોગમાં રાહત આપે છે. જયારે મળ કટકે કટકે અને થોડું થોડું આવે છે ત્યારે તે લોકોએ હરડે તથા સેતુરના 2 થી 5 ગ્રામ ચૂર્ણને લઈને ગરમ પાણી સાથે પીવાથી ઝાડા અને મરડો દુર થાય છે. હરડેમાં રેસાયુક્ત ગુણ હોય છે. જેથી પેટની સફાઈમાં તેનો ઉપયોગ થાય છે. જયારે મરડાની સમસ્યામાં ગરમીના ગુણના કારણે પાચનશક્તિ વધે છે અને મરડાની સમસ્યામાં રાહત આપે છે.
કબજિયાતના રોગના ઈલાજ તરીકે હરડે: લાંબા સમયથી કબજીયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ હરડે, સનાય નામની ઔષધી અને ગુલાબના ગુલકંદની ગોળીઓ બનાવીને ખાવાથી કબજીયાતની સમસ્યામાં રાહત ml છે. હરશે અને ૩.5 ગ્રામ તજ અથવા લવિંગને 100 ml પાણીમાં 10 મીઈત સુધી ઉકાળ્યા બાદ ગાળીને પીવાથી પેટ સાફ થઇ જાય છે અને સાથે કબજિયાત પણ દુર થાય છે.
હરસ મસાના ઈલાજ તરીકે તરીકે હરડે: આજના સમસ્યા અનિયમિત જીવનશૈલી અને તીખા-તળેલા ખોરાક ખાવાથી હરસ-મસાની સમસ્યા થાય છે. હરસ મસાની સમસ્યામાં હરડેનો ઉકાળો બનાવીને પીવાથી પાઈલ્સ મસાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
કાળો કોઢ નાબુદ કરવાના ઈલાજ તરીકે હરડે: કાળો કોઢ નાબુદ કરવા માટે હરડે ઉપયોગી સાબિત થાય છે. 20 થી 50 ગ્રામ ગોમૂત્રને ૩ થી 6 ગ્રામ હરડેના ચૂર્ણની સાથે સવાર અને સાંજે સેવન કરવાથી કોઢના રોગમાં રાહત મળે છે. હરડે, ગોળ, તલનું તેલ, મરચું, સુંઠ અને પીપળાને સરખા ભાગે લઇ સવાર સાંજ એક મહિના સુધી ઉપચાર તરીકે લેવાથી કાળા કોઢમાં લાભ થાય છે.
કમળાના રોગના ઈલાજ તરીકે હરડે: આજના સમયમાં ઘણા લોકોને કમળાની સમસ્યા થાય છે, ઝેરી ખોરાક અને આલ્કોહોલનું સેવન તેમજ વધારે પ્રમાણમાં દવા તેમજ દુષિત પાણીથી કમળો થાય છે, આ રોગ વખતે હરડે, લોખંડની રાખ અણ અને હળદરને સરખી માત્રામાં ભેળવીને 500 મીલીગ્રામથી 1 ગ્રામમાં લઇ ઘી અથવા મધ અથવા ખાલી 1 ગ્રામ હરડેને ગોળ અથવા મધ સાથે ભેળવીને દિવસમાં બે અથવા ત્રણ વખત સેવન કરવાથી કમળાનો રોગ નાબુદ થાય છે.
ચાંદાની સમસ્યાના ઈલાજ તરીકે હરડે: ચાંદા કે ગુંમડાના કારણે પડી ગયેલા શરીર પરના ખાડાને ભરવા માટે અને નવી ચામડીમાં લોચો વાળવા માટે હરડેનો ઉપયોગ થાય છે. હરડેની 1 થી 2 ગ્રામ રાખને 5 થી 10 ગ્રામ માખણ સાથે મેળવીને ઘાવ પર લેપ કરવાથી ઘાવ સુકાઈ જાય છે અને તે જગ્યાને નવી માટી આવે છે.
કીડની અથવા મૂત્ર સંબંધી સમસ્યાના ઈલાજ તરીકે હરડે: મૂત્ર સંબંધી ઘણીબધી સમસ્યા મોટાભાગના લોકોને થતી હોય છે જેમાં પેશાબ લાગતી નથી, પેશાબ રોકાઈને આવે છે, ઓછી માત્રામાં મૂત્ર આવે છે, પેશાબ કરતા સમયે બળતરા અને દુખાવો થાય છે. આ બધી સમસ્યામાં હરડે ખુબ જ ફાયદો થાય છે. હરડે, ગોખરું, કોથમરી, યવાસા તથા પાષણ ભેદને સમાન માત્રામાં લઈને 500 ml પાણીમાં ગરમ કરો, 250 ml પાણી રહે ત્યારે ઉતારી લો. આ સમયે તેમાં મધ ભેળવીને સવાર અને સાંજ 10 થી 30 મિલી માત્રામાં સેવન કરવાથી પથરી તેમજ મૂત્ર સંબંધી સમસ્યામાં રાહત રહે છે. જેમાં બળતરા અને દુખાવો જેવી સમસ્યા વગેરે દુર થાય છે.
પેટના ગેસની સમસ્યાના ઈલાજ તરીકે હરડે: જો કોઈ વ્યક્તિ પેટના ગેસની સમસ્યાથી પરેશાન હોય તો હરડેના ચૂર્ણ સૌથી સારો ઉપાય છે. હરડેમાં અનુમોલમ ગુણ મળી આવે છે. જે પેટના ગેસને શરીરના નીચેના ભાગથી બહાર કાઢવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા માટેના ઈલાજ તરીકે હરડે: હરડે વજનને સંતુલિત કરે છે. હરડેમાં લેક્સ્ટીવ ગુણ હોય છે છે શરીરમાં અવશોષિત પદાર્થો અને ચરબીને ઓગાળીને શરીરમાંથી દુર કરે છે. હરડે વધારાની કેલેરીને બાળી નાખે છે.
ડાયાબીટીસની સમસ્યાના ઈલાજ તરીકે હરડે: આજના સમયે ઘણા બધાં લોકોને ડાયાબીટીસની સમસ્યા રહે છે. ડાયાબીટીસને કાબુમાં લેવા માટે 2 થી 5 ગ્રામ હરડેનું ચૂર્ણ 1 ગ્રામ મધ સાથે સવાર-સાંજ લેવાથી ડાયાબીટીસની સમસ્યા દુર થાય છે. ડાયાબીટીસની સમસ્યામાં હરડે ઉપયોગી થાય છે, હરડેમાં શુગરને નિયંત્રિત કરનારા ગુણ મળી આવે છે. સાથે હરડે શરીરની ઈમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને બીમાર થતા રોકે છે. હરડે યાદશક્તિને પણ વધારે છે અને કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રાખે છે જેથી ડાયાબીટીસ નાબુદ થાય છે.
પ્રજનનતંત્ર સંબંધી સમસ્યાના ઈલાજ તરીકે હરડે: શુક્રકોષ સંબંધી સમસ્યામાં હરડે ખુબ જ ફાયદાકારક છે. 5 ગ્રામ હરડે તથા 1 ગ્રામ ચણાના લોટ અને 50 મિલી એરંડાના તેલમાં 50 મિલી ગૌમૂત્રમાં ગરમ કરો. જ્યારે તેલ થોડુક વધે ત્યારે ગાળીને ગરમ પાણી સાથે સવાર- સાંજ થોડી થોડી માત્રામાં લેવાથી શુક્રકોષમાં વધારો થાય છે.
વૃષણકોથળીમાં સોજો આવે ત્યારે ત્રિફળાના ઉકાળાનું સેવન કરવાથી ફાયદો થાય છે. 10-20 ml ત્રિફળાના ઉકાળામાં 10 ml ગૌમૂત્ર નાખીને પીવાથી કફના કારણે શુક્રકોષના સોજા દુર થાય છે.
હાથીપગાના રોગના ઈલાજ તરીકે હરડે: હાથીપગા જેવા રોગના ઈલાજ માટે હરડે ખુબ જ ફાયદો કરે છે. 10 ગ્રામ હરડેને 50 ml એરંડીના તેલમાં પકાવીને 6 દિવસ સુધી પીવાથી હાથીપગાનો રોગ નાબુદ થાય છે. સોજાની સમસ્યા હરડેને ઘીમાં ગરમ કરીને તેમાં પાવડર બનાવીને લેવાથી સોજા ઉતરે છે. ન્હાવાના પાણીમાં આ મિશ્રણ અને ત્રિફળાનો પાવડર નાખીને ન્હાવાથી શરીરનો સોજો ઉતરે છે.
જ્યારે શરીરમાં ઈજા થવાથી ઘા ભરવા માટે હરડેના ઉકાળાથી ઘા અને ઈજા થયેલા ભાગ પર ધોવાથી ઘાવ ભરાય છે.
મૂર્છા અને બેહોશી દુર કરવા માટે હરડે: જો કોઈ ક્મજોરીના કારણે બેહોશી મહેસૂસ થાય તો હરડેનું સેવન કરાવવાથી બેહોશી દુર થાય છે. હરડેનો ઉકાળો બેહોશ થનાર વ્યક્તિને પાવાથી તે બેહોશ માંથી જાગૃત થાય છે, જે લોકોને બેહોશ થવાની સમસ્યા હોય તો એ વ્યક્તિને નિયમિત સેવન કરાવવાથી બેહોશ થવાની સમસ્યા નાબુદ થાય છે.
તાવના રોગના ઈલાજ તરીકે હરડે: જો કોઈ વ્યક્તિને મૌસમ બદલતા જ તાવ અને કફ જેવી સમસ્યા રહેતી હોય તો 3થી 6 ગ્રામ હરડેના ચૂર્ણમાં 1 મિલી ગ્રામ ઘી તથા 2 ગ્રામ મધ ભેળવીને સેવન કરવાથી બળતરા, તાવ, ઉધરસ, નાક અને કાનમાંથી લોહી નીકળવાની સમસ્યા, શ્વાસ ફૂલી જવાની સમસ્યા અને ઉલ્ટી થવી વગેરે સમસ્યા દુર થાય છે. 25 મિલી સૂકી દ્રાક્ષના ઉકાળામાં ૩ ગ્રામ હરડેનું ચૂર્ણ સવાર સાંજ પીવાથી તાવમાં રાહત મળે છે. ૩ થી 6 ગ્રામ હરડેનું ચૂર્ણનું સેવન કરવાથી તાવની સમસ્યા દુર થાય છે. 5 ગ્રામ વનસ્પતિ ઘીમાં 10 થી 30 મિલી હરડેના ઉકાળાનું સેવન કરવાથી મેલેરિયા મટે છે.
રક્તપિત્તની સમસ્યાના ઈલાજ તરીકે હરડે: ૩ થી 6 ગ્રામ હરડેના ચૂર્ણમાં અરડૂસીનો રસ, સરખા ભાગે પીપળી કે લીંડી પીપરનું ચૂર્ણ તથા મધમાં ભેળવીને સેવન કરવાથી રક્ત્તપિત્ત એટલે કે નાક, કાનમાંથી લોહી નીકળવાનું બંધ થાય છે. ૩ થી 6 ગ્રામ હરડેના ચૂર્ણમાં મધ ભેવીને સેવન કરવાથી રક્તપિત્ત, મેલેરિયા તથા દુખાવામાં રાહત મળે છે. ૩ થી 6 ગ્રામ હરડેનું ચૂર્ણ અને તેના સરખા જ ભાગની સફેદ સુકી દ્રાક્ષ સાથે સવાર અને સાંજ સેવન કરવાથી ધાધર, રક્તપિત્ત, જુનો તાવ વગેરે રોગમાં મદદ મળે છે.
ચામડી ને ફૂગના રોગોના ઇલાજમાં હરડે: ચામડીની સમસ્યાના માટે હરડેનો પ્રયોગ ફાયદાકારક છે. ચામડી સંબંધી સમસ્યામાં હરડેણા સારો કરવાનો ગુણ હોય છે. ચામડી પર થયેલી ઈજા પર હરડેનો લેપ કરવાથી ઈજા સારી થાય છે. સાથે ચામડીને જલ્દી સારી કરે છે. હરડેમાં ફૂગનાશક ગુણ હોય છે જેના લીધે ચામડીના ફુગથી થતા રોગ મટે છે.
આંતરડાની સમસ્યાના ઈલાજ તરીકે હરડે: હરડેનું ઉપયોગ જે વ્યક્તિના આંતરડાની સફાઈ બરાબર નથી થતી તેના માટે ખુબ જ ફાયદાકારક છે. આંતરડામાં રહેલો કચરો અને જુનો મળ હરડેનું સેવન કરવાથી બહાર નીકળી જાય છે. હરડેમાં રેસાયુક્ત ગુણ હોય છે જે આંતરડાની સફાઈ કરે છે.
વાળની સમસ્યાના ઈલાજ તરીકે હરડે: આયુર્વેદની પ્રસિદ્ધ ઔષધી ત્રિફળાના ચોથા ભાગમાં હરડે અને બીજો ભાગ ચોથા ભાગનું અંજીર અને આમળા લઈને તેનું ચૂર્ણ તૈયાર કરો. ત્રિફળા વાળની સમસ્યા માટે રામબાણ ઈલાજ છે અને હરડેમાં કષાય રસ હોય છે જે વાળને મજબુતાઈ આપે છે. રાત્રે સુતી વખતે અડધી ચમચી હરડેનો પાવડર થોડા દિવસો સુધી ગરમ પાણી સાથે લેવાથી ઘણા લાભો થાય છે. હરડેના પાવડરને ખાવાથી વાળ, કાળા અને ચમકતા અને આકર્ષક બને છે.
ફેફસાની સમસ્યાના ઈલાજ તરીકે હરડે: હરડેના ઉપયોગથી ફેફસાની બીમારી દુર થાય છે. હરડે શરીરમાં ગરમાહટ આપે છે. સાથે હરડે ગરમીના કારણે કફને ફેફસાની બહાર કાઢી નાખે છે.
યૌન સંબંધી સમસ્યાના ઈલાજ તરીકે હરડે: હરડેનો ઉપયોગ યૌન સંક્રમણ અને રોગના ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હરડેમાં એન્ટી વાયરલ ગુણ હોય છે જે યૌન સંબંધી સમસ્યાઓના ફેલાવાને દુર કરે છે. દરરોજ 1 થી 2 ગ્રામ હરડે ખાવાથી અને આ ઈલાજ એક મહિના સુધી કરવાથી યૌન સંબંધી સમસ્યામાં રાહત થાય છે.
આમ, હરડેમાં આયર્ન, કોપર, મેંગેનીઝ, પોટેશિયમ, પ્રોટીન અને વિટામીન ભરપુર માત્રામાં હોય છે. અનેક ગુણો અને તત્વોથી ભરપુર હરડે અનેક રોગોને મટાડે છે જેથી ઔષધીઓનો રાજા કહેવામાં આવે છે. જેથી આયુર્વેદમાં તેને અમૃતા, પ્રાણદા, કાયસ્થા, વિજયા, મેથ્યા જેવા ઉપનામો આપવામાં આવ્યા છે. આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે, આ હરડેનું ફળ અને તેના બતાવેલા માપના લેવાથી તમારા રોગના ઇલાજમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. અમે આશા રાખીએ કે આ હરડેની જડીબુટ્ટી વિશેની માહિતી તમારા માટે ખુબ ઉપયોગી થાય અને તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.
આવી બીજી 🥑 આયુર્વેદિક માહિતી અને ટીપ્સ 👌 માટે 🍎 “દેશી ઓસડીયા” ફેસબુક પેજ ને લાઈક કરો. દરરોજ ઘરેલું ઉપચાર તમારા ફોનમાં મેળવવા 👉 અહી ક્લિક કરી પેજ લાઈક કરો.