આજે ઝડપી યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના નિર્માણથી ઘણી બધી બીમારીઓનું પ્રમાણ વધતું જાય છે. સાથે આ યુગમાં માણસ કાર્યો સાથે જોડાયેલ હોવાથી સમયનો અભાવ છે. લોકો પોતાના શરીર માટે સમય ફાળવી શકતા નથી. જેના લીધે સ્વાસ્થ્યને લગતી ઘણી બધી બીમારીઓ થાય છે.
આવી બીમારીઓમાં મસા એક એવી સમસ્યા છે. જે ખુબ જ અઘરી બીમારી છે. જે શરીરમાં કોઇપણ ભાગે થઈ શકે છે. મસ્સાએ મોઢા ઉપર થઈ શકે છે. હાથ ઉપર થઈ શકે છે. આમ શરીરના કોઈપણ અંગ ઉપર થાય છે. પરંતુ મસ્સામાં હરસ મસા છે ખુબ જ પરેશાન કરી નાખે તેવી સમસ્યા છે. જે મસ્સા મળ માર્ગના સ્થાને થાય તેને હરસમસા કહેવાય છે.
પાઈલ્સ હરસ મસા ખૂબ જ પીડાદાયક બીમારી છે. આજકાલ આ બીમારી સામાન્ય જોવા મળી રહી છે. આ બીમારીનુ ખાસ કારણ ઓછી માત્રામાં પાણી પીવુ, અનિયમિત દિનચર્યા અને ખાનપાન છે. પાઈલ્સ બે પ્રકારની હોય છે. લોહીયાળ હરસ અને મસ્સાવાળી હરસ. લોહીયાળ પાઈલ્સમાં મળત્યાગ કરતી વખતે પીડા સાથે લોહી પણ ખૂબ નીકળે છે. મસ્સાવાળી પાઈલ્સમાં પીડા અને ખંજવાળની સમસ્યા હોય છે. આ પાઈલ્સમાં સોજો ગુદાની એકદમ બહાર હોય છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો આ ઘરેલુ ઉપાયોથી છુટકારો મેળવી શકો છો.
આ હરસ મસાનો કોઈ નિશ્વિત આકાર હોતો નથી. જે રાઈના દાણાથી માંડીને બદામ જેવડા પણ હોય છે. હરસ એ માર્ગમાં આવેલી લોહીની નસોમાં થતા સોજા કે લોહીના ભરાવાથી થતા એક રોગનું નામ છે. હરસ બે પ્રકારના હોય છે. જેમાં આંતરિક હરસ અને બાહ્ય હરસ હોય છે.
આંતરિક જે હરસ થાય છે જેમાં સંડાશની વાટે લોહી પડે છે. જ્યારે બાહ્ય હરસ મસા સ્વરૂપે હોય છે. હરસ મસા થાય ત્યારે મળ માર્ગમાં સોજો આવી જાય છે અને અસહ્ય દુખાવો થાય છે. હરસ મસામાં સંડાશમાં લોહી પડે છે અને અસહ્ય પીડાઓ થાય છે. મળ માર્ગની જગ્યાએ સોજો આવી જવો. દુખાવો થવો, સતત અને લાંબા સમય સુધી કબજીયાતની સમસ્યા રહેવી અ બધા હરસમસાના લક્ષણો છે.
હરસ મસા થવાનું મુખ્ય કારણ કબજીયાત છે. કબજીયાત દરેક રોગોનું મૂળ છે. કબજિયાતથી અપચો જેવી સમસ્યાઓ થાય છે જેમાંથી ધીમે ધીમે લાંબો સમય રહેવાથી હરસમસા થઈ જાય છે. લીવરની કોઈ બીમારી કે એવી કોઈ દવાઓનાં કારણે તેની આડઅસરથી પણ મસાઓ થતા હોય છે. આ હરસ મસા ખાસ તો જે લોકોનું બેઠાડું જીવન હોય, પરિશ્રમનો અભાવ હોય, તેવા લોકોને ખાસ હરસ મસા થતા હોય છે. જે લોકોને તીખું, તળેલું અને તમતમતું ખાવાનો શોખ હોય,આવું મસાલાદાર ખાનારા લોકોને હરસ મસા થાય છે.
જો આ હરસ મસાને શરૂઆતમાંથી જ દેશી આયુર્વેદિક ઈલાજ કરીને મટાડી દેવામાં આવે તો ભયંકર સમસ્યામાંથી બચી શકાય છે. શરુઆતમાં જ ઈલાજ કરવામાં આવે તો તેને જડમૂળમાંથી મટાડી શકાય છે. જો તેનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તેમાંથી તે ભગંદરનું સ્વરૂપ ધારણ કરે છે. આ ભગંદર લાંબો સમય રહે તો તેમાંથી કેન્સર થવાની સંભાવના રહે છે.
આ હરસમસાના આયુર્વેદિક ઉપચાર માટે બે ચમચી કાળા તલ લેવા. આ તલને મિક્સરમાં નાખીને પીસી લેવા. જો મિક્સર ન હોય તો તેને ખારણીમાં ખાંડી લેવા. આ પછી બે ચમચી ગાયનું માખણ લેવું. આ બંનેને મિક્સ કરી લેવું. આ બરાબર મિક્સ કરીને તેમાં અડધી ચમચી સાકર ઉમેરવી. આ પછી આ ત્રણેય વસ્તુને મિક્સ કરી દેવી. આ વસ્તુને સવારે અને સાંજે એમ દિવસમાં બે વખત લેવી. આ મિશ્રણને ખાધા બાદ ગાયનું ગરમ દૂધ પીવું.
કાળા તલ અને માખણ હરસ મસા માટે રામબાણ ઉપાય છે. આ પીધા બાદ દરરોજ જમ્યા બાદ એક ગ્લાસ મોળી છાશ લેવી. આ મોળી છાશમાં અડધી ચમચી જીરાનું ચૂર્ણ, અડધી ચમચી મરીનું ચૂર્ણ અને અડધી ચમચી સિંધાલુણ મીઠું નાખીને તેને દરરોજ જમ્યા બાદ પીવી.
આ ઉપચાર હરસ મસા માટે ખુબ જ સારો, સરળ અને સચોટ તેમજ ઘરેજ થઈ શકે તેવો ઉપચાર છે. આ ઉપચાર કરવાથી હરસ મસા આગળ વધતા અટકી જશે અને આ ઉપાય ચાલુ રાખશો એટલે હરસ મસા ધીમે ધીમે જડમૂળમાંથી મટી જશે. આ ઉપચાર દરમિયાન મસાલેદાર, તીખું તળેલું કે તમતમતું ખાવાનું છોડી દેવું. આ ઉપચાર કરવાની કોઈ જ આડ અસર નથી.
આ હરસ મસાના ઈલાજ તરીકે 150 ગ્રામ હિમેજ દેશી ઓસડીયા વાળાને ત્યાંથી લાવવી. આ પછી તેને સાફ કરી નાખવી. તેને સાફ કરીને તડકે બરાબર સુકવી નાખવી. આ બાદ તેને એરંડિયા વાળી કરવી. તેને એરંડિયા તેલમાં જ તળી નાખવી. તેના ઉપર એરંડીયુ તેલ નાખીને શેકી પણ શકાય છે. આ પછી તેને એકદમ બારીક ખાંડી નાખવી. ખાંડ્યા બાદ તેને કપડા વડે છાળી લેવી. જેથી એકદમ જીણો પાવડર તૈયાર થશે. આ પાવડર જેમ જીણો વધારે હશે તેમ વધારે અસરકારક થશે. આ પાવડરને એક કાચની બોટલ લઈને તેમાં ભરી દેવો. આ દવા સતત એક મહિના સુધી લેવાથી હરસ મસા મટે છે. આ દવાને દરરોજ સાંજે જમ્યા બાદ સૂતી વખતે હુંફાળા પાણીમાં 10 ગ્રામ લેવી. આ લગભગ એક ચમચી જેટલી થશે, જો વધારે સંડાશ જવાની સમસ્યા થાય તો તેનું પ્રમાણ ઘટાડી દેવું અને બરાબર પરિણામ ન મળે તો તેનું પ્રમાણ વધારી શકાય છે. આ ઈલાજ થી હરસ ચોક્કસ મટી જાય છે.
આ ઉપરોક્ત ઇલાજ હરસ મસામાં ખુબ જ ઉપયોગી છે. સાથે તે બીજા દર્દને પણ મટાડે છે. અંદર સુકાયેલા મળને પણ બહાર કાઢે છે. આ ઈલાજ કરવાથી હરસ મસાનો જડમૂળમાંથી ઈલાજ થાય છે. આ ઈલાજ કરવાથી ખુબ જ સારું પરિણામ મળે છે. અમે આશા રાખીએ કે હરસ મસાની તકલીફ દુર કરવા માટે અમારો આ ઈલાજ તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.