હળદરને ભારતના દરેક રસોડામાં સ્થાન મળ્યું છે. જેનો મસાલા તરીકે ભોજનમાં નાખીને ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં હળદરનું ખુબ જ મહત્વ રહેલું છે. એમાં ઘણા બધા અસાધ્ય રોગોને મટાડવાની ક્ષમતા છે. સાથે તેમાં દૂધ સાથે ભેળવતા તેની અસરકારકતા ખુબ જ વધી જાય છે.
આપણા શરીર માટે દૂધ ખુબ જ ઉપયોગી છે આ હળદર વાળું દૂધ. દુધમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે શરીરમાં ઉપયોગી છે. દૂધ પીવાથી અનેક અનેક લાભો થાય છે. પરંતુ જો સાદું દૂધ પીવા કરતા હળદર વાળું દૂધ પીવાથી અનેક ફાયદાઓ છે. હળદરવાળું દૂધ પીવું આરોગ્ય માટે ખુબ જ સારું છે. અમે આ લેખમાં હળદર ભેળવેલું દૂધ પીવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.
હળદર વાળું દૂધ પીવાથી ચમત્કારીક લાભ થાય છે અને નિરંતર નીરોગીતા મળે છે. જેના કેટલાક સુકતો કે જેને આપણે બહુ જ સરળતા પૂર્વક અજમાવી શકીએ છીએ. જેની મહત્તા ક્યા પ્રકારની છે જેના વિશે આ આર્ટીકલમાં જાણીશું.
હળદર એ એક એવું દ્રવ્ય છે, જે ઔષધ ગુણોથી ભરપુર છે. હળદર અને દૂધનું મિશ્રણ થવાથી તેની પૌષ્ટિકતામાં અપાર વૃદ્ધિ થાય છે. દુધમાં હળદર ભેળવવાથી સોનામાં સુગંધ ભળે છે. હળદર વાળું દૂધ પીવાથી અનેક બીમારીઓ તથા મુશ્કેલીઓનો અંત આવે છે.
હળદર વાળું દૂધ બનાવવાની ખુબ જ સાદી રીત છે. એક ગ્લાસ દુધમાં અડધી ચમચી નાખીને દૂધ ઉકાળવું. જો ડાયાબીટીસ ન હોય તો અડધી ચમચી સાકરનું ચૂર્ણ ઉમેરવું. દૂધ ઠરીને હુંફાળું થાય, હુંફાળા જેવું રહે ત્યારે ઘૂંટડે ઘૂંટડે પીવું.
હળદરવાળું દૂધ પીવાથી ચામડીના રોગોમાં ખુબ જ ફાયદો થાય છે. ખાસ કરીને હળદર વાળું દૂધ પીવાથી ધાધર, ખાજ, ખુજલીના રોગો માટે ખુબ જ લાભ થાય છે. અને આ દૂધ રોગો માટે રામબાણ ઈલાજ છે. હળદર વાળું દૂધ પીવાથી શરીરની ચામડી સુંવાળી અને ચમકીલી રહે છે તથા ચામડી ક્યારેય કરમાતી નથી કે તેમાં વલીપલીત થતું નથી.
હળદર વાળું રક્તને શુદ્ધ કરતું હોવાથી રક્તનો બગાડ અને તેની મર્યાદાઓ દુર કરનાર છે અને તે આપોઆપ થઈ જાય છે. આ દૂધ પીવાથી ચામડીમાં જે કંઈ એલેર્જી ઉત્પન્ન થાય છે એ પણ સ્થગિત થઈ જાય છે. આ દૂધમાં દર્દ નિવારક ગુણ આપમેળે ઉત્પન્ન થાય છે. જેમાં હાડકું તૂટી ગયુ હોય, શરીરમાં મચકોડ આવી હોય, માંસ પેશીઓમાં દર્દ થતું હોય, શરીરમાં દુખાવો થતો હોય તો હળદર વાળું દૂધ પીવાથી ઘણી જ રાહત મળે છે.
શરીરની અંદર ક્યાંક ઈજા થઈ હોય, અંદર રક્ત ક્યાંક ક્યાંક નીકળવા માંડ્યું હોય, કોઈ ચોટ લાગી હોય, તો અંદરના અવયવોને ઠીક કરી દેવા માટે હળદર બહુ જ ઉત્તમ ટોનિક છે. એન્ટી સેપ્ટિક તરીકે હળદર ખુબ જ મોટું કાર્ય કરે છે.
હળદર વાળું દૂધ પીવાથી વૃદ્ધાવસ્થામાં લીવર, પ્રોસ્ટેટ, કીડની, ફેફસા કે આપણા લોહી સંબંધી કે વાયુ વિકારના કોઈ રોગ થતા નથી. જેમને ડાયાબિટીસના કારણે મૂત્રનો પ્રોબ્લેમ હોય તેમને હળદર અને આમળાનો ભૂકો ઉકાળીને તે ક્વાથ દૂધ સાથે પીવાથી ચમત્કારિક ફાયદા થાય છે.
ગઠીયા વાના દર્દમાં હળદર વાળું દૂધ ઘણી જ રાહત આપનારું છે. પેટ સંબંધી રોગોમાં હળદર વાળું દૂધ ખુબ જ ઉત્તમ છે. હળદર વાળા દુધના સેવનથી પાચન સારી રીતે થાય છે. આ દુધથી અપચાની કોઇપણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી નથી.
હળદર વાળું દૂધ પીવાથી આંતરડા સાફ રહે છે. લીવર માટે હળદર વાળું દૂધ મહાઔષધી તરીકે કાર્ય કરે છે. ઋતુમાં ફેરફાર થવાથી ગળામાં કફ જામી જતો હોય, બે ઋતુનું મિશ્રણ થાય છે ત્યારે હંમેશા કફ પ્રકોપ થાય છે. આવા સમયે હળદર વાળું દૂધ પીવાથી તરત જ રાહત મળે છે.
કાકડાનો સોજો પણ હળદર વાળું દૂધ પીવાથી શાંત થાય છે. શરદી અને ઉધરસમાં ખુબ જ અરુચિ થઈ જતી હોય છે. ક્યાય ગમતું ન હોય તેવું થાય, મન પણ તાપ અનુભવે છે. આવા સમયે હળદર વાળું દૂધ રામબાણ ઈલાજ છે.
માતાઓ અને બહેનો માટે હળદરવાળું દૂધ વિશેષ લાભદાયી છે. શરીરમાં કોઇપણ સમસ્યામાં દુખાવો થવા દેતું નથી. હળદર વાળું દૂધ પીવાથી પેટ વધી ગયું હોય, ફાંદ વધી ગઈ હોય તે પણ કાબુમાં આવે છે. હળદર વાળા દુધમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ ભરપુર માત્રામાં હોય છે. આ સેવનથી શરીરમાં જરૂરી વિટામીન અને ખનીજો મળે છે જે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરે છે. આ રીતે હળદર વાળું દૂધ સંક્રાત્મક રોગોને નાથનારું છે.
અનિંદ્રાની સમસ્યામાં પણ હળદર વાળું દૂધ લાભદાયી છે. જેનાથી સારી ઊંઘ આવે છે. આ દૂધ પીવાથી તણાવ ઓછો થઈ જાય છે અને મગજ શાંત થઈ જાય છે. આ દુધમાં જટામાસી મેળવવાથી પણ અનીન્દ્રાની સમસ્યામાં લાભ થાય છે.
હળદર વાળું દૂધ ફેફસાને શુદ્ધ રાખે છે, ફેફસાની કાર્ય ક્ષમતામાં વધારો કરે છે, જેના લીધે શ્વાસ સંબંધી રોગો પણ થતા નથી. હળદર વાળું દૂધ લીવર માટે ખુબ જ લાભદાયી છે. હળદર માંથી મળતા તત્વ ફેટી લીવર ડીસીઝની નબળાઈથી આપણા શરીર અને લીવરને બચાવે છે. જેનાથી આપણું લીવર તંદુરસ્ત રહે છે.
હળદર વાળા દુધથી લોહ તત્વ શરીરમાં જળવાઈ રહે છે. જેના લીધે એનીમિયા સંબંધિત કોઈ રોગ થયો હોય તો રોગ નાબુદ થાય છે. શરીરમાં પાર્કીસન્સ નામનો એક માર્ક રોગ છે જે આપણા શરીરમાં મોટી ઉમરમાં વિચારોને આધારે થાય છે. જે શરીરની ચેતનાઓને મંદ બનાવી દે છે. આ રોગમાં હળદર વાળું દૂધ અન્ય તત્વો સાથે ખુબ જ લાભદાયી છે.
હળદર વાળું દૂધ પીવાથી વિટામીન એ ની ઉણપ દુર થાય છે. જેનાથી આંખની રોશની પણ વધે છે. જે લોકોને રાત્રે ન દેખાતું ન હોય, રતાંધળાપણા નામના રોગની સમસ્યા હોય આ પ્રયોગ ખુબ જ સહેલાઈથી કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
જે લોકોને યાદ શક્તિ નબળી પડી ગઈ હોય, યાદ રહેતું ન હોય, વારંવાર ભૂલી જવાની સમસ્યા થતી હોય તો ત્યારે હળદર વાળું દૂધ પીવાથી યાદ શક્તિને ફરી જાગૃત કરીને યાદ શક્તિમાં વધારો કરી શકાય છે. યાદ શક્તિ વધારવા માટે હળદર વાળું દૂધ ખુબ જ અસરકારક છે.
હળદર વાળું દુધના સેવનથી મોઢાનું તાળવું, જીભ તથા પેઢા સ્વસ્થ રહે છે. હળદર વાળા દૂધનું નિયમિત સેવન કરતા લોકો તેની ક્ષમતાથી ઘણું વધારે અને પ્રમાણસર કામ કરી શકે છે. જયારે દૂધનું વાત કરવામાં આવે ત્યારે મોટા ભાગે ગાયના દુધની જ ચર્ચા કરવામાં આવતી હોય છે. માટે ગાયનું હળદર વાળું દૂધ ખુબ જ ઉત્તમ ટોનિક છે.
અલ્સરના દર્દીઓ માટે હળદર વાળું દૂધ અત્યંત ઉપયોગી છે. હળદર વાળા દુધમાં જેમાં દુધમાં અને હળદરમાં કેન્સર પ્રતિરોધક તત્વો હોવાથી તે અંદરના ગડગુમડ અને અંદરની ગાંઠોને મટાડવા માટે સક્ષમ છે
આમ, હળદર વાળું દૂધ શરીરમાં ખુબ જ ઉપયોગી છે. હળદર વાળું દૂધ આપણા શરીરમાં દરેક અંગોને સુરક્ષિત રાખે છે, સાજા રાખે છે. દૂધ અને હળદર મળીને એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી વાયરલ, એન્ટી ફંગલ, એન્ટી બાયોટીક, એન્ટી બેક્ટેરીયલ, એન્ટી સેપ્ટિક, એન્ટી ઈન્ફ્લેમેટ્રી જેવા ગુણ મળીને અનેક રોગોનો નાશ કરે છે, અને આપણા શરીરને રોગથી સુરક્ષિત રાખે છે. અમે આશા રાખીએ કે આ હળદર વાળા દુધના ફાયદાઓ વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે રોગ મુક્ત રહી શકો.
મિત્રો તમને આ આયુર્વેદિક માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા લાઈક બટન ઉપર ક્લિક કરો અને દરેક લોકો સાથે આ માહિતી શેર કરો. આભાર