અમે તમને આ આર્ટીકલના માધ્યમ દ્વારા ડાયાબીટીશને કઈ રીતે સાવ કંટ્રોલમાં કરી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું. તથા ડાયાબીટીશ વાળા લોકોએ કેવી કેવી ખાવા – પીવામાં સાવચેતી રાખવી જોઈએ વગેરે જેવી ડાયાબીટીશને લગતી માહિતી આપીશું.
અત્યારે ખાસ કરીને જોઈએ તો ડાયાબીટીશ જેવી બીમારી મોટાભાગનાને હોય છે તે બીમારીથી તમે ગળ્યું ખાઈ ન શકો. તથા ડાયાબીટીશ વાળા લોકોને કઈ પણ વાગે એટલે તરત જ પાકતું હોય છે તેમની ચામડી પણ અમુક સમયે આછી પડતી જાય છે.
આ ડાયાબીટીશ એ એક એવી બીમારી છે કે જેને તમે તમારી જાતે સાવ કંટ્રોલમાં રાખી શકો છો એ પણ સાવ સરળ રીતે.તો ચાલો જોઈએ કે ડાયાબીટીશને કઈ રીતે ઘરે બેઠા કંટ્રોલમાં લઇ શકાય તે. ડાયાબીટીશ વાળા લોકોને શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ સાવ ઘટી જતું હોય છે તેથી તેમના શરીરમાં શુગરનું લેવલ વધવા લાગે છે.
ડાયાબીટીશને મધુ પ્રમેહ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટાભાગના લોકો ડાયાબીટીશને કંટ્રોલમાં લેવા માટે દવાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આપણે ડાયાબીટીશને મટાડવા માટે દેશી આયુર્વેદિક એટલે કે દેશી ઓસડીયા દ્વારા કઈ રીતે મટાડી શકાય તેની માહિતી મેળવી લઈએ.
કોથમીરનું પાણી: કોથમીર તો બધા લોકોને બહુ આસાનીથી મળી જતી હોય છે. કોથમીર નો ઉપયોગ મસાલા બનાવવા માટે થાય છે. સુકી કોથમીરને પાચન માટે સૌથી સારી ગણવામા આવે છે. તમે લીલી કોથમીરનો ઉપયોગ કરશો તો વધુ ફાયદો થાય છે કારણ કે લીલી કોથમીરમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે બ્લડ શુગર માટે ફાયદો કરે છે.
હવે જાણી લઈએ કે કોથમીરનું પાણી કઈ રીતે બનાવવું:
તમારે થોડી લીલી કોથમીર લેવી અને તેને સ્વચ્છ પાણીથી બરાબર ધોઈ નાખવી ત્યારબાદ તેને બરાબર પીસી નાખવી અને તેમાં થોડું પાણી નાખીને તે બનેલું કોથમીરનું પાણીને એક ગળણીની મદદથી ગાળી લેવું.
આ લીલી કોથમીરના પાણીને તમારે સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે કારણ કે લીલી કોથમીરના સેવનથી તમારા શરીરમાં બ્લડશુગરને કંટ્રોલ કરવાની ક્ષમતા રહેલી છે.
જેમને પણ બ્લડશુગર લેવલ લો છે તેમને કોથમીરનું પાણી પીવાથી ખુબજ ફાયદો થાય છે જો તે લીલી કોથમીરનું સેવન કરશે તો તેમને બ્લડશુગર ઘટવાની શક્યતાઓ રહેલી છે. જે લોકોને થાઈરોઈડ જેવી તકલીફ હોય છે તેમને માટે લીલી કોથમીરનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.
આમ, અમે તમને આ આર્ટીકલમાં તમને જો બ્લડશુગર ને લગતી કોઇપણ પ્રકારની તકલીફ હોય તો તેને કઈ રીતે સાવ કંટ્રોલમાં કરી શકાય તેના વિશે અમે તમને બનતી માહિતી આપી.
I like your all information an is very interesting an everybody mans ,women’s effect I like it ok