આયુર્વેદમાં આ ગિલોય નામની ઔષધીનું ખુબ જ મહત્વ રહેલું છે. જેના ઉપયોગને લીધે તેને અમૃતા કહેવામાં આવે છે. જયારે આપણે ગામડાંમાં દેશી ભાષામાં તેને ગળો તરીકે ઓળખીએ છીએ. ગળોના ઘણા બધા ઉપયોગો છે. જેના ઔષધીના રૂપમાં પાવડર, રસ, ઉકાળો, દાંતણ, સીરપ વગેરે સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે.
આપણા આયુર્વેદમાં તેનું ખુબ જ મહત્વ રહેલું છે. જેથી આજના સમયે પણ તેનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે. આ ગળો બધા જ વૃક્ષો પર થાય છે પરંતુ આયુર્વેદમાં લીમડા અને આંબાના વૃક્ષ પરની ગળોનું મહત્વ આપવામાં આવ્યું છે.
આ ગળોના પાન નાગરવેલના પાન જેવા હોય છે. જેના પણ આયુર્વેદમાં ઘણા ઉપયોગો દર્શાવવામાં આવ્યા છે. ગળોના રસમાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ વગેરે પૂરતા પ્રમાણમાં હોય છે. જેના સતત ઉપયોગથી શરીરમાં ઘણા રોગોને દૂર રાખવામાં મદદ મળે છે. આ ગળોનો રસ પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ સિવાય જે શરીરના અનેક રોગોને દૂર રાખવામાં પણ ઉપયોગી છે.
ગળો ડાયાબીટીસની સમસ્યાને દૂર રાખે છે. જે શરીરમાં રહેલા વધારાઅને ગ્લુકોઝના પ્રમાણને ઘટાડે છે. ગળોમાં હાઈપોગ્લાયકેમિક ગુણ હોય છે. જેના લીધે આ સુગરનુંપ્રમાણ ઘટે છે. શરીરના ખાંડ કે ગળ્યા પ્રમાણમાં વધારે પડતા સમયે તકલીફ થાય છે. તેવા સમયે આ ગળોના રસનું સેવન કરી શકાય છે.
જયારે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય ત્યારે પણ ગળો ખુબ જ ઉપયોગી છે. ગળો એક એવી ઔષધી છે કે જેમાં એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે. જે વાયરસ અને બેક્ટેરિયા સામે લડીને શરીરને રોગ મુક્ત બનાવે છે.
પાચનની સમસ્યાને ઠીક કરવા માટે પણ ગળો ખુબ જ ઉપયોગી છે. જે લોકોને કબજિયાત કે ઝાડા જેવી સમસ્યો થતી હોય તેવા લોકોએ પણ ગળોનું સેવન કરવું જોઈએ. જેનાથી પાચન તંત્ર સુધરે છે. જયારે પેટ કે ગેસની બીજી નાની મોટી સમસ્યામાં પણ આ ગળોનો ઉપયોગ કરી શકાય છે.
ગળો વાયુની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે. જેથી તેનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવાની સમસ્યાને ઠીક કરી શકાય છે. જયારે શરીરમાં અક્ક્ડન થઇ ગઈ હોય ત્યારે પણ આ ગળોનો રસ ખુબ જ ઉપયોગી છે. તેમાં સોજાને મટાડનાર એન્ટીઇન્ફલેમેટ્રી ગુણ આવેલા હોય છે.
તાવની સમસ્યામાં ગળો ખુબ જ ઉપયોગી છે. જયારે તાવ આવી ગયો હોય ત્યારે આ બાબતે ગળો ખુબ જ સારું રક્ષણ આપે છે. આ ગળો શરીરમાં ત્રાક કણો વધારે કે અને ડેન્ગ્યુ જેવા તાવમાં પણ ફાયદો કરે છે. જયારે શરીરમાં તણાવ વધી જાય ત્યારે કે હતાશાને દૂર કરવામાં આ ગળો ફાયદો કરે છે. આ ગળો તણાવ અને ચિંતા ઘટાડવામાં ઉપયોગી છે.
જે લોકોને અસ્થમાની કે દમની તકલીફ હોય તેના માટે ગળો ખુબ જ ઉપયોગી છે. આવા લોકોએ આહારમાં ગળોનું સેવન કરવું જોઈએ. ગળોમાં એડેપટોજેનિક ગુણ હોય છે. જે નસોને શાંત કરવામાં ઉપયોગી છે. જે શ્વાસની તકલીફ રહેતી હોય તેવા લોકો માટે ગળો ખુબ જ ઉપયોગી છે.
વજન વધારાના ઈલાજ તરીકે પણ ગળો ઉપયોગી છે. ગળો શરીરમાં મેટાબોલીઝમને ઠીક કરવામાં ઉપયોગી છે. એટલા માટે ગળોનાં રસનું સેવન કરવાથી શરીરમાં પાચન બરાબર થાય છે. આ ગળોંમાં એવા વજન ઘટાડનારા ગુણ હોય છે કે જેનાથી શરીરની ચરબી ઓછી થાય છે. જે લાંબા સમય શરીરમાં શક્તિ જાળવી રાખે છે. જેના લીધે વજન પણ કાબુમાં રહે છે.
ચહેરાની ચમક કે સુંદરતા માટે ગળો ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તે ચામડી અને વાળને પણ સુંદર રાખે છે. તેમાં રહેલા વૃદ્ધત્વને રોકવામાં પણ ખુબ જ ઉપયોગી છે. આ ગળોમાં રહેલા તત્વોને લીધે તે શરીરની અને સુંદરતા વધારે છે.
આ ગળોના જ્યુસનું સેવન કરવા માટે જ્યુસ કેવી રીતે તે બનાવવું તે જોઈએ તો પહેલા ગળો લાવવી. આ ગળોના ટુકડા કરીને તેને પાણીમાં પલાળવી અને પછી તેને ગરમ કરવી. જ્યારે ખુબ જ ગરમ થાય ત્યારે તેને ગાળીને કોઈ એક વાસણમાં કે શીશીમાં ભરી લો. આ જ્યુસનું દરરોજ સેવન કરી શકાય છે. આ જ્યુસ ટોક્સીનને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે.
આમ, આપણે આ રીતે ગળોના ઉપયોગથી ઘણા ફાયદાઓ મેળવી શકીએ છીએ. જેનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં ખુબ જ ફાયદો મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ સાથે ઘણા ફાયદાઓ મળે છે, અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.