ગળોને આયુર્વેદમાં અમૃતા કહેવામાં આવે છે, જે શરીરમાં અનેક રોગોના ઈલાજ તરીકે ઉપયોગી છે. આ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું ખુબ જ ઉત્તમ ઔષધ છે. માટે તેને ઈમ્યુનિટી બુસ્ટર પણ કહી શકાય. ગળોનો આપણે ઉકાળામાં સેવન કરી શકીએ છીએ. રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે ગળો અસ્થમા, ગઠીયો અને ડાયાબીટીસ જેવા રોગોને પણ કન્ટ્રોલ કરી શકાય છે.
ગળોના વેલા ભારતમાં બધી જ જગ્યાએ જોવા મળે છે. આ ગળોના વેલા લીમડા જેવા બધા જ વૃક્ષો પર ફેલાઈને ઉછરે છે. જે એક પ્રકારે પરોપજીવી વનસ્પતિ છે. જે વૃક્ષો પરથી રસ સુચીને પણ જીવિત રહે છે અને તેના મૂળ વડવાઈની માફક નીચે ઉતરે છે. જેના પાંદડા નાગરવેલના પાંદડા જેવા હોય છે. ગળોના વેલા પર નાની નાની ગાંઠો થયેલી જોવા મળે છે. ગળો જમીન પર ઉગે છે.
ગળો એક આયુર્વેદિક જડીબુટ્ટી છે, જેનો ઘણા વર્ષોથી બીમારીનોના ઈલાજમાં ઉપયોગ કરવામાં આવે છે. જો ગળોનું સેવન કરવામાં આવે તો ઘણી બધી બીમારીઓનું સુરક્ષા કવચ મળી જાય છે. જો તમને વારંવાર શરદી, ઉધરસ, કફ, ખાંસી રહે છે કે તાવ પકડી લે છે તો તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા કમજોર છે. ઈમ્યુનીટી પાવર વધારવા માટે આખા બ્રહ્માંડમાં ગળો અચૂક ઔષધિ છે.
લીમડા, બાવળ કે આંબા પર ચઢેલી ગળો ઉત્તમ માનવામાં આવે છે. જેમાય લીમડા પરની ગળો સર્વશ્રેષ્ઠ ગણાય છે. ઔષધિના ઉપયોગ તરીકે લીમડા પરની ગળો વપરાય છે. લીમડા પરની ગળો લીમડામાંથી રસ સુચે છે જેથી લીમડાના ગુણો અને ગળોના ગુણો એમ બેવડા ગુણો પ્રાપ્ત થાય છે.
ગળોમાં કડવો, તૂરો, તીખો અને મધુર રસ હોય છે. કડવો અને તૂરો રસ પિત્તદોષને શાંત કરે છે. તીખો, તૂરો અને કડવો રસ કફ દોષનો નાશ કરે છે. મધુર વાયુનું શમન કરે છે. આવા અગત્યના ગુણ ધરાવતી હોવાને લીધે ગળો ચમત્કારિક ગુણ ધરાવે છે. ગળો વાત, પિત્ત અને કફના દોષોને શાંત પાડે છે.
ગળોમાં એન્ટીઓક્સીડેંટ પ્રચુર માત્રામાં હોય છે જે ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે અને કોશિકાઓને સ્વસ્થ કરે છે અને બીમારીઓને દુર રાખે છે. આ સમયે કોરોના વાયરસથી બચવા માટે ઈમ્યુનીટી પાવર વધારવામાં જો શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપાય માનવામાં આવે તો તે ગળો છે. ગળોને સર્વરોગહર માનવામાં આવે છે.
ગળોમાં એન્ટીઓક્સીડેંટ સાથે, એન્ટી ઇન્ફ્લમેટ્રી ગુણ હોય છે, તેમાં ગ્લુકોસાઈડ, ફોસ્ફરસ, કોપર, કેલ્શિયમ, જીંક અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે અને રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.
વારંવાર તાવ આવવાની સમસ્યામાં ગળોથી તાવ મટાડી શકાય છે. ગળોમાં તાવ વિરોધી ગુણ હોય છે અને એટલા માટે ડેન્ગ્યું, મેલેરિયા અને સ્વાઈન ફ્લુ જેવી જીવલેણ બીમારીના લક્ષણને ઓછા કરવા માટે ગળોનો ઉપયોગ કરવામાં આવે છે.
અલગ અલગ ઔષધિઓ સાથે ગળોનું સેવન કરવાથી અલગ અલગ અસર ઉપજાવે છે. ઘી સાથે ગળોનું સેવન કરવાથી વાયુનું, ગોળ સાથે સેવન કરવાથી બંધકોશનું, સાકર સાથે સેવન કરવાથી પિત્તનું અને મધ સાથે સેવન કરવાથી કફનું, એરંડિયા સાથે સેવન કરવાથી વાતરક્તનું તેમજ સુંઠ સાથે સેવન કરવાથી આમવાયુનું શમન થાય છે.
ગળોનો રસ બનાવવાની રીત: લગભગ એક ફૂટ લાંબી ગળોનો વેલો લેવો અને તેના નાના નાના ટુકડા કરી લેવા, આ ટુકડાને છીલી લઈને ઉપરની પરત ઉતારી લો. આ પછી ગળોની બે થી ચાર ઈંચનો ટુકડો લો. આ ટુકડાને લઈને તેને એક મિક્સરમાં એક ગ્લાસ પાણીમાં વાટી લો. તે રસ નીકળે છે તેને ગાળીને પીવાથી શરીરમાં અનેક ફાયદાઓ કરે છે. દિવસમાં બે વખત આ ગળોના રસનું સેવન કરી શકાય છે.
આ સિવાય ઉકાળા માટે ગળોને લાવીને સાફ કરીને તેના ટુકડા કરીને તેને પાણીમાં નાખીને ગરમ કરી તેનો આ હુંફાળા પાણીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ બને છે, જેના આ પાણીથી ફ્રેફ્સમાં તળિયે રહેલો કફ ઓગળીને બહાર નીકળે છે તેમજ નાકમાં અને શ્વાસનળીમાં રહેલો કફ પણ દુર થાય છે જેના પરિણામે શરદી, ઉધરસ અને કોરોના જેવા રોગનું સંક્રમણ લાગતું નથી.
ગળો રોગ પ્રતિકારક શક્તિ મજબુત કરવાની સાથે પાચન ક્રિયાને પણ મજબુત કરે છે ગળોનું દરરોજ સેવન કરવાથી ગેસ, કબજિયાત જેવી પેટ સંબંધિત બીમાંરીઓથી છુટકારો મેળવી શકીએ છીએ. આજે આપણે પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે દવાઓ લઈએ છીએ જે શરીરમાં આડઅસર કરે છે જેની જગ્યાએ ગળોનું સેવન કરવામાં આવે તો કોઇપણ આડઅસર વગર પાચન શક્તિ મજબુત થાય છે.
કબજિયાત જેવી સમસ્યામાં પણ ગળો ખુબ જ ઉપયોગી છે. કબજિયાત સામે રાહત મેળવવા ગળોના રસનું સેવન કરવાથી કબજીયાત મટે છે. ઈમ્યુનીટી વધારવાની સાથોસાથ ડાયાબીટીસમાં પણ ગળો ખુબ જ ઉપયોગી છે. ગળોમાં હાઈપોગ્લાઈસેમીક તત્વ હોય છે જે ડાયાબીટીસ ટાઇપ 2 ના દર્દીને ખુબ જ ઉપયોગી થાય છે. ગળોનું જ્યુસ લોહીમાં સુગરના સ્તરને ઓછું કરવામાં ઉપયોગી છે.
ગળોના રસના સેવનથી શરીરમાંથી ઝેરી તત્વો દુર થાય છે. ગળોમાં માનસિક તણાવ અને એન્જાયટી ઓછી કરવાની શક્તિ હો છે. જેના લીધે યાદશક્તિ વધે છે. ગળામાં સોજા વિરોધી અને ગઠીયા વિરોધી ગુણ હોય છે અને આર્થરાઈટીસ અને તેના અનેક લક્ષણોના ઇલાજમાં મદદ કરે છે. ગળોના રસનું સેવન કરવાથી વાની આ બીમારી મટે છે.
અસ્થમાને કારણે છાતીમાં જકડાટ, શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી અને ઘરઘરાહટ વગેરે સમસ્યા હોય છે. આ કારણે અસ્થમાના દર્દીની સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. ગળોના મૂળની ચા અને જ્યુસ પીવાથી અસ્થમાના દર્દીઓને રાહત થાય છે.
ગળોના પાનને મધમાં વાટીને ગુમડા પર ચોપડવાથી ગુમડા મટે છે. ગળોના પાનને તેલમાં વાટીને માથા પર ચચોપડવાથી શરદી અને માંથી દુ:ખતુ મટે છે. ગળો, અરડૂસી અને એરંડાના મૂળના ઉકાળામાં એરંડિયું નાખીને પીવાથી વાતરક્ત-લેપ્રેસી નાશ પામે છે. ગળોના રસમાં મધ નાખીને પીવાથી કમળામાં ફાયદો થાય છે.
ગળોના રસ પીવાથી અને મગનું સૂપ પીવાથી તેમજ ભાત અને ઘીનું જ સેવન કરતા રહેવાથી કોઢમાં ફાયદો થાય છે. આ ઉપાય દરમિયાન અન્ય કોઈ વસ્તુ ન ખાવી. ગળોના રસમાં મધ ભેળવીને પીવાથી એસીડીટી મટે છે.
ત્રિફળા એમ ગળો, આમળા અને ગોખરું એ ત્રણેય સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ બનાવને, ઘી અને સાકર ભેળવીને પીવાથી વીર્ય તેમજ શુક્રાણુઓની ગરમી દુર થઈને વીર્ય વિકાર દુર થાય છે. આ ચૂર્ણ મુત્રમાર્ગના તમામ દોષોને દુર કરે છે. આ ચૂર્ણ વૃદ્ધાવસ્થાની નબળાઈ મટાડે છે, સફેદ વાળને કાળા કરે છે અને ચહેરો તેજસ્વી બનાવે છે.
ગળોના રસમાં ત્રિફળા ભેળવીને ઉકાળો બનાવી 10 થી 20 મિલી ઉકાળામાં 1 ગ્રામ લીંડી પીપર ચૂર્ણ અને મધ ભેળવીને સેવન કરવાથી આંખોની રોશની વધે છે. ગળોના રસને પાણીમાં ઘસીને ગરમ કરીને તેના ટીપા કાનમાં 2 ટીપા પાડવાથી કાનનો મેલ નીકળી જાય છે. જેના લીધે કાનની બીમારી ઠીક થાય છે.
ગળો અને સૂંઠનું ચૂર્ણ સુંઘવાથી હેડકી બંધ થાય છે. હરડે, ગળો અને ધાણા સરખા ભાગે લઈને અડધા લીટર પાણીમાં નાખીને પકાવી લેવા. જયારે તેનો ચોથો ભાગ વધે ત્યારે તેના ઉકાળાને ઉતારીને તેમાં ગોળ નાખીને સવારે અને સાંજે પીવાથી હરસમસા મટે છે.
10 થી 20 મિલી ગળોના રસમાં 30 મિલી સરસવનું તેલ ભેળવીને દરરોજ સવારે અને સાંજે ખાલી પેટ પીવાથી હાથીપગો મટે છે. ઘઉના જુવારાના રસમાં ગળોનો રસ ભેળવીને પીવાથી લોહીના કેન્સર સામે રક્ષણ મળે છે.
આમ, ગળો આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખુબ જ ઉપયોગી છે. જે અનેક બીમારીઓ અને રોગો સામે રક્ષણ આપે છે. જેથી સર્વરોગહર ગળો આપણા બધા જ રોગોમાં ઉપયોગી છે જેનથી તેને અમૃતા કહેવામાં આવે છે. આશા રાખીએ કે આ ગળો વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સાચી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.