આપણે ત્યાં ચોમાંચામાં ગામડાઓમાં કે ઝાડી ઝાંખરામાં તેમજ ખેતરના શેઢા કે વિવિધ જગ્યાએ કંટોલાનાં વેળા જોવા મળે છે. ગામડાઓમાં ખાસ કરીને ચોમાંચાની ઋતુમાં લોકો કંટોલાનું શાક બનાવીને ખાતા હોય છે. આ કંટોલાના શાકભાજી અનેક રીતે ઔષધીય ગુણ ધરાવે છે એટલે લોકો કંટોલા ખાવાથી અનેક ફાયદાઓ શરીરમાં થાય છે.
કંટોલાનું સેવન કરવાથી અને તેના આયુર્વેદિક ઉપયોગો કરવાથી માથાનો દુખાવો, વાળ ખરવા, કાનમાં દુખાવો થવો, ખાંસી થવી તેમજ શ્વાસ સંબંધી સમસ્યાઓ થવી, પેટમાં ઇન્ફેકશન, હરસમસા, કમળો, બરોળ વધવી, મૂત્ર પથરી, ડાયાબીટીસ, ધાધર, ખંજવાળ, વાઈ આવવી, લકવો થવો, તાવ આવી જવો, શરીરમાં સોજો, બેહોશી, આંખોના અને કેન્સર, બ્લડ પ્રેસર, ગર્ભાવસ્થા, ચામડીના રોગો, ખાંસી અને ઉધરસ, પાચન સંબંધી વિકાર વગેરે જેવા અનેક રોગોમાં આ કંટોલા ખુબ જ ફાયદો કરે છે.
જેનું મહત્વ જોતા જ આજે અનેક દેશોમાં કંટોલાની ખેતી થવા લાગી છે. જેમાં ભારતના અમુક રાજ્યોમાં પણ કંટોલાની ખેતી થાય છે. જેમાં ગુજરાતના અમુક જીલ્લાઓમાં પણ આ ખેતી થાય છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોરબંદર જીલ્લાની આજુબાજુના વિસ્તારમાં કંટોલાની ખેતી થાય છે.
આવી રીતે કંટોલાની ખેતી થતી હોવાથી તેને ઉગાડવા ખુબ જ સરળ છે. તેને ઘરે પણ ઉગાડી શકાય છે. કંટોલા ખાસ કરીને ગોરાડું, બેસર, મધ્યમ કાળી, સારા નિતારવાળી જમીનમાં સારી રીતે ઉગી શકે છે.
આ કંટોલા મોટા ભાગે બધી જ જગ્યાએ સરખા જંગલી પ્રજાતિમાં હોય છે. જેની કોઈ સુધારેલી જાતો નથી. જે કંટોલા પાકીને પીળા થઇ જાય પછી તેમાંથી જે બીજ નીકળે છે, તેના સુકાવીને તેને વાવીને ઉગાડી શકાય છે.
આ સિવાય કંટોલા ઉગાડવા માટે કંટોલાના જે કંદ હોય તેને કંટોલાનો વેલો હોય ત્યાંથી લાવીને તેને ખાડો કરીને વાવી શકાય છે. આ કંટોલાને વાવતા અને પાણી મળતા જ કંટોલાનું કંદમાંથી વેલા નીકળે છે. આ વેલા ઔષધીય હોવાથી તેમા કોઈ વધારાની જીવાત કે રોગ લાગતો નથી.
કંટોલાને ઘરે ઉગાડવા માટે કોઈ વધારાની જગ્યા પડી હોય ત્યાં થોડી સારી પોષકતત્વો વાળી ધૂળ નાખવી. આ ધૂળ યોગ્ય કરીને તેના પર આ પાકેલા કંટોલાના બીજને યોગ્ય એક એક ફૂટના અંતરે વાવી દેવા.આ વીજ વાવી દીધા બાદ બાદ તેના દરરરોજ નિયમિત પાણી પાવું. માત્ર એક અઠવાડિયા જેટલા સમયમાં આ બીજ ઉગી જશે. તેમાંથી ધીરે ધીરે વેલાં બનવા લાગશે. આ વેલાને વાડ કે ફેન્સીંગ કરીને તેના પર વેલાને ઉપર ચડવા દેવો. આં વેળા પર માત્ર એક મહીના જેટલા સમયમાં જ ફૂલ અને ફળ આવશે. જેનું તમે શાક બનાવીને ઉપયોગ લઇ શકશો.
કંટોલાનું કંદ લાવીને તેને ખાડો કરીને તમે વાવી દેશો તો પણ તેમાંથી પણ 20 દિવસ જેટલા સમયમાં ફૂલ ફળ આવવાનું શરૂ થઇ જાય છે. આ કંદ લાંબા સમય સુધી ચોમાચામાં તેની ખાસ ઋતુ હોવાથી ફળ આપતા રહે છે. આ કંટોલામાં વધારે ફળ ઉત્પાદન લેવા માટે તેનો નર જાતિનો એક છોડ પણ વાવી દેવો જોઈએ.
આ વેલો એક વાર ઉગી ગયા બાદ તે માત્ર ચોમાંચાના પાણીના આધારે પણ વર્ષો સુધી જીવિત રહી શકે છે. ચોમાંચાની ઋતુ પૂરું થતા તેના વેલા સૂકાઈ જાય છે અને પછી માત્ર જમીનમાં તેનું કંદ બીજા વર્ષના ચોમાચા સુધી જીવિત રહે છે. જેને ચોમાચાની પાણી લાગતા જ તે ઉગી નીકળશે. માટે આ કંટોલાના વેલાની માવજત કરવાની પણ ખાસ કોઈ જરૂરીયાત નથી.
આ કંટોલાને પાણી આપીને અન્ય ઋતુમાં પણ જીવિત રાખીને પાક લઈ શકાય છે. તો તમારે આ છોડમાંથી આખા વર્ષ દરમિયાન ઔષધી ફાયદાઓ મેળવવા હોય તો તેને યોગ્ય ખાતર અને પાણી આપીને ઉછેરી શકો છો. આ માટે તેમાં કુદરતી છાણીયું ખાતર આપી શકાય છે.
આ કંટોલાનું આયુર્વેદના ઘણું બાધુ મહત્વ છે, જેનું આયુર્વેદમાં પણ ખુબ જ મોટા પ્રમાણમાં વર્ણન જોવા મળે છે. માટે દરેક લોકો કંટોલાનું સેવન કરવા માટે કંટોલા શોધવાનો પ્રયાસ કરતા હોય છે. ગામડાના લોકોને વાડીઓમાં કે જંગલમાંથી મળી રહે છે. જયારે શહેરના લોકોને પણ બજારમાં થોડા ઘણા પ્રમાણમાં મળી રહેતા હોય છે.
જો કે તેને જંગલમાં કે વાડ કે ઝાડી- ઝાખરામાં મળતા રહેતા હોવાથી જેને લાવવા માટે થોડી મહેનત કરવી પડે છે. ઘણા સમયે બીજા લોકોની વાડીઓં શોધવા જવાથી તે વાડીના માલિકો સાથે ઝઘડો પણ થઇ જતો હોય છે. જયારે જે જંગલ વિસ્તારમાં થાય છે જેના પરિણામેં થોડાં પ્રમાણમાં શરીરમાં કાંટા વાગવાની કે ઈજા થવાનો ભય પણ રહેતો હોય છે તેમજ જંગલમાં ઝાડી ઝાખરામાંથી ઝેરી જીવજંતુ કરવાનો ભય પણ રહે છે.
પરંતુ આવા બધી સમસ્યાઓ હોવા છતાં તેનું આયુર્વેદિક ગુણ અને મહત્વ અદ્ભુત અને ચમત્કારિક હોવાથી તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. જેનાં ફાયદાઓ મેળવવા જોઈએ. અમે આ આર્ટીકલમાં આટલા ઔષધીય વનસ્પતિ કંટોલાને ઘરે જ કેવી રીતે ઉગાડી શકાય તે જણાવી રહ્યા છીએ. જેથી તમારે ઘરે જ કંટોલા ઉછેરીને તેમાંથી ફળ મેળવીને તેનું શાક બનાવીને કે ઔષધિય દવા તરીકે ઉપયોગ કરી શકો છો.
કંટોલાને ઘણી જગ્યાએ કંકોડા કહેવામાં આવે છે. જે ચોમાચામાં વરસાદ થતા જ ઉગી નીકળે છે. જેના છોડ વેલા સ્વરૂપે હોય છે. જેમાં પીળા રંગના ફૂલો આવે છે અને ખાસ કરીને સાંજના સમયે આ ફૂલો ખીલતા હોય છે.
આયુર્વેદ પ્રમાણે કંટોલા કડવા, શીતળ, પચવામાં હલકા, અરુચીનાશક, વિષનો નાશ કરનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, મળને સરકાવનારા બતાવવામાં આવ્યા છે. આ બધા જ ગુણોથી કંટોલા ભરપૂર હોવાથી અનેક રોગોમાં ઉપયોગી છે.
આમ, કંટોલાને ઘરે ઉગાડવા સાવ સહેલા છે. જેની કોઈ માવજત કરવાની જરૂર રહેતી નથી. આ છોડ આયુર્વેદ ગુણ ધરાવતા હોવાને કારણે તમે આ રીતે અમેં બતાવ્યા એ પ્રમાણે કંટોલાનું ઘરે વાવીને ઉછેર કરી શકો છો. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.