ઘડપણ લગભગ બધા જ લોકોને આવતું હોય છે. જેમાં જે લોકો વધારે તંદુરસ્ત રહે છે, તેઓ આ વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર કરી જાય છે. જે લોકોને ખોરાકમાં યોગ્ય અને પૌષ્ટિક ખોરાક ખાતા હોય, શરીરમાં જરૂરી બધા જ તત્વો મળી રહે છે તો રોગો પણ આવતા નથી અને શરીર તંદુરસ્ત રહે છે. જો વુદ્ધાવસ્થામાં નીરોગી રહેવું હોય તો અમુક ફળ આવે છે, જે ફળનું સેવન કરવું જોઈએ.
અમે આવું જ વૃદ્ધાવસ્થામાં એક ઉપયોગી ફળ છે, જેના વિશે આ આર્ટીકલમાં જણાવી રહ્યા છીએ. વૃદ્ધાવસ્થામાં આ ફળ ખાસ ખાવું જોઈએ. આ એક એવું ફળ છે જે વૃદ્ધાવસ્થા માટે ખુબ જ કારગર છે. વૃદ્ધાવસ્થાની એક સર્વ સામાન્ય સમસ્યા એ છે કે હાડકાના સાંધાના દુખાવા.
સાંધાના દુખાવા માટે એક ફળ બતાવી રહ્યા છીએ જે ફળનું દરરોજ સેવન કરી લેવું જોઈએ. આ ફળ બજારમાં પણ પુષ્કળ મળે છે. દરરોજ આ ફળનું સેવન કરવાથી વૃદ્ધાવસ્થામાં કે જેની ઉમર 50 કે 60 વર્ષ છે. તેમના માટે ખુબ જ લાભદાયક છે.
આ ખુબ જ ઉપયોગી ફળ છે એ કેળા છે. કેળા લગભગ બધી જ સીઝન ભરપુર મળી રહેતા હોય છે. પણ આ કેળાના ફાયદો ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. ઘણા લોકોને કેળા કેવી રીતે ખાવાથી શરીરમાં ફાયદો કરે છે તે જાણતા નથી.
આ કેળામાં ભરપુર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. કેળું એક કેલ્શિયમનો અખૂટ સ્ત્રોત હોય છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં 50 વર્ષ પછી હાડકાના સાંધામાં ઉણપ ઉભી થાય ત્યારે હાડકાના સાંધામાં ઘસારો થવાથી સાંધાઓમાં દુખાવો થાય છે. જયારે આ કેળા કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકે છે. જેથી વૃદ્ધાવસ્થામાં તમારે બે પાકા કેળા ખાવા જોઈએ.
જો તમે દરરોજ બે પાકા કેળા ખાશો તો જેમાં કેલ્શિયમ હોવાથી સાંધાના દુખાવામાં રાહત મળશે. આ સાથે તેની અંદર એનેર્જી ભરપુર માત્રામાં હોય છે. માટે વૃદ્ધાવસ્થામાં ખાસ કરીને શરીરમાં જે કમજોરી રહેતી હોય, કમજોરી આવી જતી હોય તો આ કમજોરીને દૂર કરવા માટે તમારે દરરોજ બે પાકા કેળા ખાવા જોઈએ. આ રીતે કેળાનું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. જેમાં ખાસ કરીને કમજોરી દૂર થાય છે અને શરીરમાં એનર્જી ભરપૂર મળી રહે છે.
આ સિવાય 50 વર્ષથી વધારે ઉમરના વ્યક્તિઓ હોય, હ્રદય રોગની જે લોકોને સમસ્યા હોય અથવા હાઈ બ્લડપ્રેસરની સમસ્યા હોય જેમાં કેળા ફાયદો કરે છે. કેળાની અંદર પોટેશિયમ નામનું એક તત્વ આવેલું હોય છે. કેળામાં પોટેશિયમ ભરપૂર હોવાથી તમે નિત્ય કેળાનું સેવન કરો તો તમારા હ્રદયની અંદરની કાર્ય ક્ષમતા ખુબ જ મજબુત બને છે. જેથી હ્રદયની તકલીફ વાળા લોકો માટે કેળા અમૃત સમાન છે.
જે લોકોને બ્લડપ્રેસરની સમસ્યા હોય, બીપી વધી જવાની તકલીફ હોય તેવા લોકો માટે પણ કેળા રામબાણ ઈલાજ છે. આ રીતે તમે કેળાનું નિત્ય સેવન કરો, દરરોજ બે પાકા કેળા ખાઈ જાઓ, એટલે બ્લડ પ્રેસર એકદમ નિયંત્રણમાં રહે છે.
ડાયાબીટીસના દર્દીઓ માટે પણ કેળા રામબાણ છે. કેળાનું તમે નિત્ય સેવન કરો તો પાચન ક્રિયા ખુબ જ મજબુત બને છે. જેના લીધે પેટની સમસ્યા થતી નથી. પાચન તંત્ર મજબુત બને એટલે પેટમાં ગેસ , એસીડીટી અને કબજીયાતની સમસ્યા આપમેળે જ દૂર થઇ જાય છે. જેથી તમારે બે પાકા કેળા ખાવા જોઈએ.
આ માટે જમ્યા બાદ એક પાકું કેળું ખાઈ લેવું. દિવસમાં તમે બે કે ત્રણ વખત ભોજન કરો તો તમે આ કેળા ત્રણ વખત ખાઈ શકો છો. આ માટે કેળાનું નિયમિત સેવન કરી લેવું જોઈએ. આ કેળાની અંદર ફાઈબર નામનું પણ એક અગત્યનું તત્વ આવેલું હોય છે. આ પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોવાથી પેટની કોઈ સમસ્યા થતી નથી. પાચન બરાબર થઈ જાય છે.
કેળામાં આર્યન નામનું તત્વ આવેલું છે. જેને આપણે લોહ તત્વ તરીકે ઓળખીએ છે. જે શરીરમાં ખુબ જ ઉપયોગી છે. આ તત્વ શરીરમાં લોહી અને હિમોગ્લોબીન માટે ઉપયોગી છે. જેથી જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનની સમસ્યા ઉભી થતી હોય, ખાસ કરીને મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન આ સમસ્યા જોવા મળે છે. આ સમય ગાળામાં હિમોગ્લોબીન ઘટી જતી હોય છે. માટે આ સ્ત્રીઓ માટે આ કેલા ખુબ જ ઉપયોગી છે, માટે આ સમય દરમિયાન સ્ત્રીઓએ પાકા કેળા ખાવા જોઈએ.
કાચા કેળા પચવામાં ભારે છે, કાચું કેળું ખાવાથી પેટમાં અપચા જેવી તકલીફ રહે છે. પેટ બરાબર કાર્ય કરી શકતું નથી. માટે હંમેશા પાકા કેળાનું જ સેવન કરવું જોઈએ. આ સિવાય ઘી સાથે કેળાનું સેવન કરવાથી જે ધાતું વિકારની સમસ્યા હોય છે તે દૂર થઇ જાય છે.
જે કોઈ લોકો દાઝી ગયા હોય, જે જગ્યા પર ચામડી દાઝી ગઈ હોય ત્યાં પર કેળાની છાલ ઘસવાથી ચામડી દાઝી ગઈ હોય તો આ ચામડી સારી થઈ જાય છે. આ કેળાની છાલની પેસ્ટ બનાવીને ત્યાં લગાવવાથી દાઝી ગયેલી ચામડી પણ મટી સારી થઈ જાય છે. ત્યાં પર રૂઝ વળી જાય છે.
કેળાનું દરરોજ સેવન કરવાથી આંતરડા મજબુત બને છે. કેળાના ઉપયોગથી પેટની અંદર જે જીવાત હોય તો આ જીવાત પણ મરી જાય છે. જે લોકોને રાત્રે બરાબર ઊંઘ નથી. આવતી આવા લોકોએ રાત્રે એક કે બે કેળા રાત્રે ખાઈને સુઈ જવું. જેનાથી ખુબ જ ઝડપથી ઊંઘ આવી જાય છે.
આમ, તમે આ રીતે કેળાનું નિયમિત સેવન કરશો તો શરીરમાં ખુબ જ ફાયદો થશે. તમારા શરીરમાં તેનાથી ઉપરોક્ત ઘણા બધા ફાયદાઓ મળશે. જો કે તમારે આ કેળા ખાતી વખતે થોડી કાળજી રાખવી જોઈએ. જેમાં તમારે કેળાનુ એકસામટું સેવન ન કરવું જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.