ગેસ બનવો એ પાચન ક્રિયાનો ભાગ છે. પરંતુ, કેટલીક વખત ગેસ આંતરડામાં ફસાઈ જાય છે ત્યારે મુશ્કેલીઓ ઉભી કરે છે. પેટમાં વધારે પ્રમાણમાં ગેસ બને તો અસહ્ય દુખાવો થતો હોય છે. જેનાથી ભૂખ ઓછી લાગે છે અને જેથી ખોરાક ઓછો લેવાય છે અને જેનાથી કમજોરી આવવાની શક્યતાઓ રહે છે. જેથી ઘણા લોકો મેડીકલની દવાનો ઉપયોગ કરે છે પરંતુ આપણી પાસે ઘણી એવી ચીજો હોય છે જેથી દવા લેવાની જરૂર નથી અને વગર દવાએ કોઇપણ પ્રકારની આડઅસર વગર આ ગેસ પર કાબુ મેળવી શકાય છે.
આદું: આદુમાં પેટના ગેસને દુર કરવાના તત્વો હોય છે. જ્યારે તમને ગેસની સમસ્યા થાય તો આદુનું સેવન કરવું જોઈએ. આદુ દૂધમાં મેળવીને, ચામાં મેળવીને, શાકમાં મેળવીને કે તેનો પેસ્ટ બનાવીને લઇ શકાય છે. છાસ પીવાથી પેટને તાત્કાલિક આરામ મળે છે. છાસમાં પુષ્કળ પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે અને ખુબ સારી રીતે પાચનક્રિયામાં મદદ કરતા બેકરિયા હોય છે જેનાથી ગેસની સમસ્યા સર્જાતી નથી.
કુવારપાઠું: કુવારપાઠું ચામડી માટે તો ફાયદાકારક છે જ. ત્વચા સાથે જ તે ગેસ માટે પણ ફાયદાકારક છે. પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. પરંતુ તેમાં પાચનક્રિયામાં મદદ કરતા એન્ઝાઈમ પણ હોય છે. જે ગેસ બનતો રોકી લે છે. લવિંગ પણ ગેસની સમસ્યામાં ફાયદો કરે છે. પ્રાચીન સમયથી જ ગેસની સમસ્યા દુર કવા માટે લવિંગનો ઉપયોગ થાય છે.
અજમા: અજમાના બીજમાં થાઈમોલ નામનું એક તત્વ હોય છે, જે ગેસ્ટ્રીક રસનો સ્ત્રાવ કરે છે અને પાચનમાં મદદ કરે છે. ગેસની સમસ્યા સર્જાય તો પાણી સાથે અડધી ચમસી અજમાના બીજ ખાઈ શકાય છે. જેનાથી રાહત મળે છે. જીરુંપાણીએ ગેસની સમસ્યાનું સૌથી સારો ઘરેલું ઉપાય છે. જીરામાં આવશ્યક માત્રામાં તેલ હોય છે. જે લાળ ગ્રંથીઓને ઉત્તેજિત કરે છે. જેનાથી ભોજન ઠીક રીતે પાચન પામે છે. આ ઉપાય પેટના અતિરિક્ત ગેસને પણ રોકે છે. માટે જીરાને પાણીમાં ગરમ કરીને ભોજન સાથે પીવાથી ગેસની સમસ્યા દુર થાય છે.
હિંગ: હિંગની અડધી ચમસી ગરમ પાણીમાં ભેળવીને પીવાથી ગેસ દુર થાય છે. હિંગ તાત્કાલિક ગેસને રોકવામાં ફાયદાકારક છે. સાથે હિંગથી પેટ પણ સાફ રહે છે. ખાવાનો સોડા અને લીંબુનો જ્યુસ બેહતરીન અને જલ્દીથી તૈયાર થનારો ગેસની સમસ્યા દુર કરતો ઘરેલું ઉપચાર છે. અડધી ચમસી ખાવાનો સોડા અને એક ચમસી લીંબુનો જ્યુસ એક કપ પાણીમાં મેળવીને પીવાથી ગેસની સમસ્યા દુર થાય છે.
ફુદીના: જો કોઈ ગેસની સમસ્યાથી વધારે પ્રમાણમાં પરેશાન છે તો ફુદીનાના પાંદડાની ચા બનાવીને પીવાથી રાહત મળે છે. જેનાથી ગેસની લીધે થનારા પેટના દર્દવાળા ભાગમાં આરામ મળે છે. ફુદીનાની ચા બનાવવા માટે તેના પાંદડાને પાણીમાં ઉકાળો અને તેના ટેસ્ટ માટે 1 ચમસી મધ ભેળવો. તેમજ ફુદીનાના કાચા પાંદડાને ખાવાથી પણ ગેસમાં રાહત મળે છે.
કાળા મરી: કાળા મરીનો પ્રયોગ પણ પેટમે કબજિયાત જેવી સમસ્યાને દુર કરવા માટે કરવામાં આવે છે. આ પેટમાં શરીરમાં પીત્તરસના પ્રવાહને વધારે છે અને ભોજનને સરખી રીતે પાચનમાં મદદ કરે છે. પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડની ઉણપથી થનારા દર્દને પણ કાળા મરી ફાયદો કરે છે. કાળા મરીના ચૂર્ણને મધ, ગોળ અને છાસ સાથે લેવાથી ગેસની સમસ્યા દુર થાય છે.
લસણ: લસણ ગરમ ગુણવત્તા અને તેજ ગંધવાળું હોય છે. આ કારણે ભોજન પાચનતંત્રમાં મદદ કરે છે અને શરીરમાં ગેસ બનવા સામે રક્ષણ આપે છે. લસણનો ઉપયોગ અલગ અલગ ઉપયોગ કરી શકાય છે. જેમ કે અગ્નિમાં ગરમ કરીને અથવા તો તેનો જ્યુસ બનાવીને અથવા ભોજન સાથે પકવીને ખાઈ શકાય છે. જેને પણ વધારે પ્રમાણમાં કબજીયાતની સમસ્યા રહે છે તેવા લોકોએ લસણનો ઉપયોગ કરવો જોઈએ.
સરસવ: સરસવમાં એસીટીક એસિડ મળી આવે છે. જે પેટની એસીડીટી દુર કરે છે અને ગેસમાં જલ્દી રાહત આપે છે. એક સમચી પીળી સરસવ લઈને એક ગ્લાસ ગરમ પાણીમાં સાથે ખાઈ લેવી. જેનાથી પાંચથી દસ મીનીટમાં ગેસમાં રાહત રહે છે.
ચારકોલ ગેસ: ચારકોલ ગેસ અને પેટના ફૂલી જવાની સમસ્યા માટે બેહદ ફાયદાકારક છે. તેના છિદ્રપૂર્ણ તત્વ અને આંતરડામાંથી ગેસને દુર કરે છે. ગેસની સમસ્યા દુર કરવા માટે ભોજનના 2 કલાક પહેલા અથવા 2 કલાક પછી 500 ml ચારકોલનું સેવન કરી શકાય છે. આ સેવન કર્યા બાદ 1 ગ્લાસ પાણી પી લેવું. આ ચારકોલ દુકાન સ્ટોર પર ટેબ્લેટ, કેપ્સુલ અણ પાવડરના પ્રકારમાં પણ મળી રહે છે. પરંતુ આ ઉપાયમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
વરીયાળી: વરીયાળી ગેસ અને પેટની ફૂલી જવાની સમસ્યા માટે સર્વોત્તમ સામગ્રીમાંની શ્રેષ્ઠ ઉપયોગકર્તા છે. આ એક કાર્મીનેટીવની જેમ કરે છે જેની મદદથી ગેસને દુર કરવામાં મદદ મળે છે. સાથે બાળકોના પેટના રોગોને પણ દુર કરે છે. એક સમચી વરીયાળી પીસી નાખો. ત્યારબાદ એને વાસણમાં નાખીને અને પછી તેને થોડીવાર ગરમ થવા દો. અને આ ઉકાળાને પીવાથી ગેસ દુર થાય છે.
દાળિયા: દાળિયાએ ઘુસણશીલ અને અઘુસણીશીલ ફાઈબરોનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. પોષક તત્વોથી ભરપુર દાળીયાના ઉપયોગ ખાવામાં કરવાથી ગેસ દુર થાય છે. પાચન ક્રિયામાં વિટામીન અને પોષક તત્વો તેમજ ફાઈબર ગેસને દુર કરે છે.
🙏 Request: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.