જ્યારે ભૂખ કરતા વધારે પ્રમાણમાં ખોરાક લેવામાં આવે છે ત્યારે તો પાચન પુરતું થતું નથી. જેના લીધે કબજીયાત થઈ શકે છે. અપચો થાય છે, આફરો ચડી જાય અને જેનાથી પેટમાં ગેસ થઈ જાય છે. ઘણી વખત આ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને આ ગેસ ઉપર ચડે છે જેને આપણે અવળો ગેસ કહીએ છીએ.
બહારનું ફાસ્ટ ફૂડ, જંકફૂડ જો ખાવામાં આવે તો પેટમાં તેનું પાચન ખુબ ધીમું થાય છે. પાચન સારી રીતે થતું નથી. ખાસ કરીને મેંદા વાળી વસ્તુઓ હોય તો તે આંતરડામાં ચોટી જતી હોય છે. જેના લીધે કબજીયાત થવાની શક્યતાઓ વધારે રહે છે. ખાધેલા ખોરાકનું પુરતું પાચન ન થાય તો કબજિયાત થાય છે. આ કબજીયાત પેટમાં કચરાના સ્વરૂપે પડ્યો રહે જેમાંથી ગેસ ઉત્પન્ન થાય છે.
આ ગેસની સમસ્યાને દુર કરવા માટે સરળ, દેશી અને આયુર્વેદિક અને રામબાણ ઉપાય છે. આ ઉપાય વારંવાર થતી ગેસની સમસ્યાને ખુબ જ ઝડપથી દુર કરે છે. આ ગેસને દુર કરવાની દરેક ઔષધીય વસ્તુઓ આપણા રસોડામાંથી જ મળી રહેશે.
આ ગેસની સમસ્યાના ઈલાજ માટે સૌપ્રથમ કાળા મરી લેવા. જેને આપણે દેશી ભાષામાં તીખા તરીકે ઓળખીએ છીએ. આ ખુબ જ અસરકારક ઔષધી છે. જેનો રસોડામાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ કાળા મરી અસંખ્ય ફાયદાઓ ધરાવે છે. પેટમાં વાયુ સહીત ઘણી બધી સમસ્યાઓને દુર કરવામાં આ ઉપયોગી છે.
આ ગેસની દવા બનાવવા આ માટે સૌપ્રથમ પાણી ગરમ કરવું અને તે સામાન્ય તાપમાન વાળું થવા દેવું. એક ગ્લાસ પાણી લેવું. ત્યારબાદ કાળા મરી લઈને તેનું ચૂર્ણ બનાવી લેવું. ચમચીના ચોથા ભાગનું કાળા મરીનું ચૂર્ણ લેવું.. તેને આ પાણીમાં નાખવું. આ મિશ્રણમાં ત્રણ ચમચી લીંબુનો રસ નાખવો. આ પછી અડધી ચમચી સિંધાલુ મીઠું નાખવું. આ સિંધાલુની જગ્યાએ સંચળ પણ નાખી શકાય છે.
આ બધી જ વસ્તુઓ નાખીને આ મિશ્રણને બરાબર હલાવી નાખવું અને પછી તેનું સેવન કરવું. આ સેવન દિવસમાં માત્ર એક જ વખત કરવું. આ સેવન જમવાના એક કલાક પહેલા કે એક કલાક પછી કરી શકાય છે.
વધારે પ્રમાણમાં શરીરમાં ગેસ બનતો હોય તો આ મિશ્રણનું સેવન અઠવાડિયા સુધી દિવસમાં એક વખત કરવું. જો વધારે પ્રમાણમાં ગેસ ન હોય તો એકાંતરા દિવસે પ્રયોગ કરવો. એટલે કે એક દિવસ છોડીને ત્રીજા દિવસે પ્રયોગ કરવો. દિવસમાં કોઇપણ સમયે આ સેવન કરી શકાય છે.
તે વાયુનું પ્રમાણ પેટમાં વધી જાય તો તેનું શમન કરે છે. કાળા મરીમાં પેપરીન નામનું તત્વ હોય છે. જે મેટાબોલીઝમને વધારે છે. જેનાથી વજન ઘટાડવામાં ઉપયોગી છે. કાળા મરીના એન્ટી બેક્ટેરીયલ તત્વો હોય છે. કાળા મરીમાં આયર્ન ભરપુર માત્રામાં રહેલું હોય છે. આ સિવાય મેંગેનીઝ, મેગ્નેશિયમ, ઝસત, વિટામીન એ, મેંગેનીઝ અને પોટેશિયમ જેવા તત્વો કાળા મરીમાં રહેલા હોય છે.
આ સિવાય ગેસના ઈલાજ તરીકે ધાણા, જીરું અને અજમો લેવા. આ બધી જ વસ્તુઓ 100-100 ગ્રામની માત્રામાં લેવી. આ પછી તેને મિક્સરમાં કે ખાંડણીમાં નાખીને તેનો પાવડર બનાવી લેવો. આ મિશ્રણમાં 50 ગ્રામ સંચળ નાખવું. આ મિશ્રણ ને હુંફાળા ગ્રામ પાણીમાં ઓગળીને પી જવું. આ મિશ્રણ એક કે બે ચમચી માત્રામાં લેવું. જેનાથી કોઈ નુકશાન થતું નથી. આ મિશ્રણ પીવાથી અડધા કે એકકલાકમાં પેટનો ગેસ બહાર નીકળવાનું શરુ થઈ જશે.
ગેસના ઈલાજ નો ઈલાજ કરવા માટે બે ચમચી અજમો લેવો. અડધી ચમચી સિંધવ મીઠું લેવું. ચોથા ભાગની ચમચી સંચળ લેવું. આ બધી વસ્તુઓ મિક્ષ કરીને ફાકડો મારી જવો. આ ઉપર એક ગ્લાસ હુંફાળું પાણી પી જવું. આ પ્રયોગ દર 6-6 કલાકે કરવો. આ સિવાય ગેસ ન મટે ત્યાં સુધી બીજો કોઈ ખોરાક ન ખાવો.
ગેસની સમસ્યાને દુર કરવવા એક ચમચી લીંબુનો રસ અને આદુ લો, પછી તેમાં થોડું સંચળ નાખો અને ખાધા પછી તેને ખાવાથી, પાચન શક્તિમાં સુધારો થાય છે અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે. અજમાનો પાઉડર નવશેકું પાણી લઈને સાથે ખાવાથી ગેસ અને અપચોથી રાહત મળે છે. 2 થી 3 નાની હરડે મોઢામાં નાંખીને અને ચૂસતા રહેવાથી, ગેસ, બંધ થવા લાગશે.
મેથીના દાણા અને ગોળને પાણીમાં ઉકાળો અને આ પાણીને ગાળી લો આ પાણીને ઠંડું પડવા લીધા બાદ પીવાથી, ગેસમાં આરામ મળશે. અડધી ચમચી હરડે અને અડધી ચમચી સુંઠનો પાઉડર અને થોડું મીઠું ગરમ પાણી સાથે મિક્ષ કરીને ખાઓ, તેનાથી ગેસમાં ફાયદો થશે. બે ચપટી જમીને હળદરમાં 2 ચપટી મીઠું ઉમેર્યા પછી હૂંફાળા પાણી સાથે પીવો ગેસમાં રાહત મળે છે.
શેકેલી હીંગ અને કાળા મીઠું નાખીને ગરમ પાણી સાથે ખાવાથી ગેસ મટે છે. ટામેટાં, મૂળો, કાકડી પર કસંચળ ભભરાવીને ભોજન સાથે અથાણાની માફક ખાવું. આદુના ટુકડા પર મીઠું નાખીને તેને મોંઢામાં નાખીને અને ચૂસતા રહેવાથી, ધીરે ધીરે ગેસ બનવાનું બંધ થઈ જશે. એક ચમચી જીરું લો અને તેને 10-15 મિનિટ માટે બે કપ પાણીમાં ઉકાળો. હવે તેને ઠંડુ થવા દો અને જમ્યા પછી તેને પીવા થી ગેસની સમસ્યા મટે છે.
આમ, ગેસની સમસ્યા દુર કરવા માટે આ ઉપરોક્ત ઉપચારો ખુબ જ ઉપયોગી થાય છે. આ ઉપચારો ઉપયોગ કરતા રહેવાથી થોડા જ સમયમાં કરવાથી કાયમ માટે ગેસની સમસ્યામાંથી છુટકારો મળે છે. આ ઉપચારો આયુર્વેદિક રીતે ખોરાકનું પાચન કરીને ગેસની સમસ્યાને ઠીક કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.